એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » 2015

તદ્દન નગ્ન- લેખક ચંદ્રકાંત બક્ષી

તદ્દન નગ્ન : ત્યાગની ચરમ સીમા

 

: ચંદ્રકાંત બક્ષી

 

ત્યાગનું મહત્ત્વ લગભગ દરેક ધર્મે સ્વીકાર્યું છે. હિંદુ ધર્મગુરુ જે વસ્ત્રો પહેરે છેધોતી કે લુંગી કે કુરતું, કે જે ચાદર લપેટે છે એનો રંગ ભગવો છેકારણ કે ભગવો હિંદુ રંગ છે. બીજું કોઈ પણ કારણ હોઈ શકે છે પણ મને રંગ હિંદુસ્તાનની મિટ્ટીનો લાગ્યો છે અને ભગવો રંગ કેસૂડાં કે ગુલમોરથી ઘઉં અને કેરીથી બદામ કે ચણા સુધીના વિવિધ હિંદુસ્તાની રંગો સુધી ફેલાઈ જાય છે. હજ પર જનાર મુસ્લિમનો લિબાસ સીવ્યા વિનાનું સફેદ કપડું હોય છેકહેવાય છે કે મુસ્લિમ જીવંત હોય છે અને કફન પહેરીને પવિત્ર ભૂમિમાં પ્રવેશ કરે છેબધાં સગાંસંબંધીઓની ક્ષમા માગીને અને જીવ્યામર્યાના જુહાર કરીનેત્યાગને દરેક ધર્મમાં બહુ ઊંચા આસને મૂકવામાં આવ્યો છે પણ ત્યાગની પરાકાષ્ઠા કઈ ? નગ્નતાસંપૂર્ણ નગ્નતા, નિર્વસ્ત્ર થઈ જવાની સ્થિતિસાધ્ય અને સાધકની વચ્ચે વસ્ત્રનો, આવરણનોપોશાકનો પણ અવરોધ શા માટે ?

 

ખ્રિસ્તી ધર્મમાં સંત ફ્રાન્સિસ ઓફ એસીસીનું સ્થાન અત્યંત સન્માનનીય છે. ૧૩મી સદીમાં ફ્રાન્સિસે એક દૈવી સંદેશ સાંભળ્યો કે મનુષ્યની સેવા કરવા કરતાં ઈશ્વરની સેવા કર. ફ્રાન્સિસે દુનિયાની સ્વાર્થી પ્રવૃત્તિઓ છોડીને રક્તપિત્તિયાંરુગ્ણોનીભૂખથી પીડિત મુફલિસોનીઅસહાયોની સેવા કરવી શરૂ કરી. પિતાને નાપસંદ હતું. એમણે પુત્રને કોર્ટમાં ઘસડી લાવીને ફરિયાદ કરી કે મારો પુત્ર આડી લઈને ચડી ગયો છે, એને સજા કરો! ફ્રાન્સિસ ત્યાં તદ્દન નગ્ન થઈ ગયા, સંપૂર્ણ ભૌતિક ત્યાગ ઈશ્વર માટે જેને જીવન સમર્પણ કરવામાં આવ્યું. માણસે ખ્રિસ્તી ધર્મનો ‘ઓર્ડર ઓફ ફ્રાન્સિસ મેનર‘ સ્થાપ્યો. એમનું દેહાવસાન સન ૧૨૨૬માં થયું અને બે વર્ષ પછી એમને ખ્રિસ્તી ધર્મના સેઇન્ટ(સંત) બનાવવામાં આવ્યા. સેઇન્ટ ફ્રાન્સિસ ઓફ એસીસી વિશ્વની ધર્મપરંપરાઓમાં એક જ્વલંત નામ છે.

 

કાશ્મીરના ઇતિહાસમાં એક સ્ત્રીનું નામ આદરથી લેવાય છે. કોઈ ખાસ એક ધર્મની પુરસ્કર્તા હતી પણ અન્ય ધર્મીઓ પણ એની પૂજા કરતા હતા. સ્ત્રીનું નામ લલ્લા હતું અને કાશ્મીરમાં એવી કહેવત પડી ગઈ હતી કે બે વ્યક્તિઓની પૂજા થાય છેએક અલ્લાહ અને બીજી લલ્લા! લલ્લાના ઘણા અનુયાયીઓ હતા અને એક રૂપસી સ્ત્રી હતી. કાશ્મીરની પૂજ્ય લલ્લા સમસ્ત જીવન તદ્દન નગ્ન જીવી હતી

 

ગ્રીસના ઇતિહાસમાં ફિલસૂફ ડાયાજિનિસનું બહુ ઊંચું સ્થાન છે. ડાયાજિનિસ ચક્રમ પ્રકારનો પણ અત્યંત મેધાવી ફિલસૂફ હતો. મહાન એલેકઝાંડરના સમયમાં વિદ્યમાન હતો અને પ્રજામાં એને માટે બહુ માન હતું. એક વાર એલેકઝાંડરને ઇચ્છા થઈ ડાયાજિનિસને મળવાની અને નલસૂફને કોઈ જરૂર હોય તો સહાયતા કરવાની. એલેકઝાંડર એના રસાલા સાથે ડાયાજિનિસને મળવા ગયો ત્યારે ગ્રીક ફિલસૂફ ધૂપમાં નદીકિનારે બેઠો હતો. તદ્દન નગ્ન હતો. સમ્રાટ એલેકઝાંડરે પાસે આવીને ઝૂકીને ફિલસૂફ ડાયાજિનિસને પૂછયું કે પ્રભુ, હું તમારી શું સેવા કરી શકું છુંડાયાજિનિસે કુતૂહલથી એલેકઝાંડર તરફ જોઈને કહ્યું : તું ખસી જાદૂર ઊભો રહેતું મારો તડકો રોકી રહ્યો છે !

 

નગ્નતા ઘણા પ્રાચીન ફિલસૂફોએ અપનાવી હતી. આપણે ત્યાં નાગા બાવાઓની એક પ્રશાખા છે જે હંમેશાં દરેક ઋતુમાં સંપૂર્ણ નગ્ન રહે છે. નાગા રહેવું ત્યાગની પરિસીમા છે જ્યારે અહંકારનું અંતિમ બુંદ ઓગળી જાય છે ત્યારે વ્યક્તિ નગ્ન થઈ જાય છે. નગ્નતા શરીરનું સત્ય સ્વરૂપ છે.

 

ભારતીય દર્શનશાસ્ત્રમાં નાગર્જુન નામ છે જે એના શૂન્યવાદ માટે પ્રસિદ્ધ છે. નાગાર્જુન એક બૌદ્ધ ભિક્ષુક હતા અને બૌદ્ધ ધર્મના અતિ પ્રસિદ્ધ નગ્ન ભિક્ષુ હતા. નગ્ન રહેતા હતાએમણે કરેલી ચર્ચાઓનાં પ્રમાણો આજે પણ ઉપલબ્ધ છે. ચીનના તાઓવાદ પર નાગર્જુનના શૂન્યવાદની અસર છે એવી વાત છે. નાગર્જુનને એક રાણીએ રત્નજડિત સુવર્ણનું ભિક્ષાપાત્ર આપી દીધું પણ એમણે નિષ્પક્ષભાવે લઈ લીધું. પછી એક ખંડિયેરમાં ગયા અને એક ચોરને જોઈને રત્નજડિત સુવર્ણપાત્ર પણ એમણે ફેંકી દીધું કે જેથી ચોરને કામ આવે! નાગર્જુનનો વિચારસંબંધ સાધુતા સાથે હતોચોરીની પ્રકૃતિ સાથે હતો. નાગાર્જુનના શૂન્યવાદમાં બુનિયાદી વાતો હતી. ઘડો શું છે? અંદર જે ખાલી છેજે શૂન્ય છે ઘડો છે, બહારની સપાટી ઘડો નથી. ઘર શું છે? બાહ્ય દીવાલો પર નથી, અંદર જે ખાલી જગ્યા છે, જેમાં જીવી શકાય છે ખાલીપણું શૂન્યતા પર છે. મનુષ્યના દેહની અંદર જે ખાલીપણું છે, આત્મા છે, ચેતના છે. પદાર્થની અંદરની શૂન્યતા પદાર્થત્વ છે.

 

જૈનોના ૨૪ તીર્થંકરોમાં એક તીર્થંકરનું નામ છે : મલ્લિનાથ! તીર્થંકર પુરુષ નથી પણ સ્ત્રી છે અને એમનું નામ મલ્લિ હતું. મલ્લિબાઈ જૈન ધારાની અત્યંત પ્રતિભાવાન વિભૂતિઓમાં સ્થાન પામે છે. તત્કાલીન જૈન સાધુસમાજ અને શ્રાવકોના સમૂહોની વચ્ચે સ્ત્રી તદ્દન નગ્ન રહેતી હતી બતાવે છે કે એમનામાં વજ્ર જેવી સાહસવૃત્તિ હશે. જૈન ધર્મમાં જ્યાં સુધી નગ્નતા આવતી નથી ત્યાં સુધી અંતિમ અને ચરમ મુક્તિ નથી. મલ્લિબાઈ નગ્ન રહ્યાં અને પ્રજા માટે પૂજનીય અને સ્વીકાર્ય બન્યાં. એમના અવસાન પછી તરત એમનું નામ બદલી નાખવામાં આવ્યું અને તીર્થંકર મલ્લિનાથ બની ગયાં.

 

પણ નગ્નતાને સર્વોચ્ચ આધ્યાત્મિક ઊંચાઈ જે નામે આપી છે નામ છે : ભગવાન મહાવીર. જૈન ધર્માચાર્યોમાં મહાવીર કરતાં ઊંચું નામ નથી. જૈન ધર્મ શબ્દ દિગમ્બરનો અર્થ પણ સૂચક છે. દિગમ્બર શબ્દ સામાન્યતઃ નગ્ન માટે વપરાય છે પણ એનો શબ્દાર્થ થાય છે વ્યક્તિ જેને માટે દિક્(દિશાઓ) અંબર(વસ્ત્ર) છે. દિશાઓ જેનાં વસ્ત્રો છે પ્રજા પણ જૈનધર્મીઓની એક પ્રમુખ શાખા છે : દિગમ્બર જૈનો. મહાવીર સ્વામીએ જ્યારે એમની સ્વદમન સાધના શરૂ કરી ત્યારે સંપૂર્ણ નગ્ન બની ગયા અને મૂઢ લોકોએ એમને નગ્ન જોઈને પથ્થરો માર્યા હતા! અને એક દિવસ આવે છે જ્યારે પથ્થરો મારનારા પૂજાઅર્ચના કરે છે.

 

ભારતીય બૌદ્ધિક ધારામાં મહાવીરનું એક પ્રચંડ યોગદાન રહ્યું છે. જૈન અનુયાયીઓમાં શ્વેતાંબરો અને દિગમ્બરો નામની બે શાખાઓ છે અને દિગમ્બર મતાનુયાયીઓ માને છે કે મહાવીર દિગમ્બર હતા. નગ્નવસ્થામાં જીવતા હતા. દૃષ્ટિએ દિગમ્બરોની વાત વિશેષ તર્કગત અને પ્રમાણિત લાગે છે. લગભગ સમગ્ર જૈન ર્મૂિતવિદ્યાન નગ્ન, ધ્યાનસ્થપદ્માસનમાં બેઠેલી પ્રતિમાઓનું છે. નગ્નતા ત્યાગની અંતિમ ગતિ છે વિશે મતાંતરને કોઈ અવકાશ નથી. નગ્નતા પ્રામાણિકતા છે જે માણસને ર્નિિવચાર કરી શકે છે. પૃથ્વી પરનું દરેક ફૂલ, દરેક વનસ્પતિ, દરેક પશુ, દરેક જળચરદરેક ખેચર, દરેક જંતુદરેક કીટાણુ નગ્ન છે. માત્ર મનુષ્યને પરિગ્રહ છે પોશાકનો. પોશાક વાસનાને જન્મ આપે છે? નગ્નતાવાદીઓનું તો એમ કહેવું છે

 

So fresh and so clean.

 

મારા સ્ફોટક વિચારો

December 28th, 2015 Posted in મારા દિલની વાતો

મારા સ્ફોટક વિચારો

ફ્રેન્કલી સ્પીકીંગ, મને ફોટોકુ અને હાયકુમાં  બિલકુલ રસ પડતો નથી.

ખાલી શિષ્ટાચાર ખાતર, ‘સરસ’ એવો પ્રતિભાવ લખું છું અને તરત જ ડીલીટ કરી નાંખું છું. મને સીધેસીધુ ગદ્યસર્જન જ વધુ ગમે છે. ઇવન, કાવ્યોમાં ય અમુક વિષયના કાવ્યો ગમે.

આપે મીટીંગમાં રજુ કરેલ ‘મારે શું કરવું’ જેવા કાવ્યો ગમે. ‘પ્રકૃતિ અને પ્રભુને’ લગતા કાવ્યો ન ગમે.   મને પ્રભુના અમુક સ્વરૂપોમાં ક્યારેય સૌંદર્ય દેખાતું જ નથી. રાધા-કૃષ્ણ ના પ્રેમપ્રસંગોને ગ્લોરીફાય  કરતા ગીતો , કાવ્યો કે ભજનો નો હું પુરસ્કર્તા નથી. ટીવી પર આવતી ‘મહાબલી બજરંગબલી’ કે  ‘સુર્યપુત્ર કર્ણ’ની કપોળકલ્પિત વાર્તાઓ જોવાની મજા જરૂર આવે , બાકી એમાંની એકે ય વાતને હું સત્ય સમજતો નથી. એ જમાના ના લેખકો /કવિઓએ રચેલી કલ્પિત વાર્તાઓથી વિશેષ કશું જ વધારે મહત્વ  મારે માટે નથી. ઇવન, રામાયણ કે મહાભારત પણ મારે મન, તો કપોળકલ્પિત નવલકથાઓ જ છે. કોઇ ધર્મગ્રંથો નથી.  બાળપણથી મને મૂર્તિપૂજામાં શ્રધ્ધા નથી. મંદીરમાં પ્રસ્થાપિત કરેલી કોઇ જ ભગવાનની મૂર્તિને હું ભગવાન સમજતો નથી. મારી શ્રધ્ધાવાન પત્નીની ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચે એટલા ખાતર, એની સાથે મંદીરમાં જઈને મૂર્તિ સમક્ષ નતમસ્તકે ઉભા રહેવાનો અભિનય હું કરૂં છું.ભજનો ગાતી વખતે પણ એના સંગીત અને ઢાળને કારણે એ ગમે, પણ એમાં પ્રભુની પ્રશસ્તિને હું દિલથી સ્વીકારતો નથી. ધર્મના વિવિધ સમ્પ્રદાયોમાં મને શ્રધ્ધા નથી.કોઇ જ સંપ્રદાયના ગુરૂને હું, ભગવાન કે પ્રગટબ્રહ્મસ્વરૂપ માનતો નથી.

હું નાસ્તિક નથી. કોઇ એક સર્વશક્તિમાન પ્રભુના અસ્તિત્વને હું માનું છું. છેક નાનપણથી મારા મન-મસ્તિષ્કમાં પ્રભુની એક મૂર્તિ-સ્વરૂપ દ્રઢ થયેલું છે તે શિવજીનું  છે. ભલે એ કલ્પિત હોય, પણ જ્યારે હોસ્પિટલમાં, મને સ્ટ્રેચર પર નિર્વસ્ત્ર કરીને સર્જરિ વખતે, સર્જરિના વોર્ડમાં સુવડાવે છે અને સર્જન, એનેસ્થેશિયોલોજીસ્ટ મારી આસપાસ ઉભા હોય છે અને હું ફરી ભાનમાં આવીશ કે  મારી આંખો કદી નહીં ઉઘડે એવી દ્વિધા વખતે જે મૂર્તિનું મારાથી સ્મરણ થઈ જાય છે તે માત્ર શિવજીનું જ કાલ્પનિક સ્વરૂપ હોય છે. ભવિષ્યમાં, મારી પત્ની ના રહે ત્યારે, હું બધા જ સ્વરૂપોના ફોટાઓ અને મૂર્તિઓ ને ગાર્બેજ કરી નાંખીને, માત્ર એક શિવજીની નાનકડી છબી જરૂર રાખું. એટલો આસ્તિક હું જરૂર છું.

 

પરસ્પરની સંમતિથી થયેલા શરીરસંબંધને હું પાપ માનતો નથી. પછી ભલે એ લગ્નેતર સંબંધ કેમ ન હોય ! It is my body and I have right to use it as I wish !   ‘લગ્ન’ એ શારીરિક સંબંધ કરવા માટેનું સામાજિક લાયસન્સ માત્ર છે. એક પુરૂષ બે સ્ત્રીઓને પ્રેમ કરતો હોય અને પત્નીને હર્ટ કર્યા વગર બન્ને સંબંધોને , અલગ અલગ કમ્પાર્ટમેન્ટ્સમાં રાખીને  જિન્દગી જીવતો હોય તો  ઇટ્સ ઓલરાઈટ ! એવું જ વાઇસાવર્સા માનવું.

આજના જમાનામાં, એક સ્ત્રી, પ્રેમ કર્યા વગર કોઇને પરણી હોય અને વર્ષો સુધી એના પતિ અને બાળકો સાથે જીવન વિતાવ્યા પછી એના જીવનમાં બીજો, મનને ગમતો માણિગર પ્રવેશે અને પરસ્પરની સંમતિથી  શરીરસુખ ભોગવવાની તક ઉભી થાય તો મારા મતે કોઇ પાપ નથી. બશર્તે કે એના પતિને જાણ ન થાય અને સંસારમાં બખેડો ઉભો ન થાય ! આપની રચનામાં, આપ કહો છો તેમ-

‘સમજાય ના જે પ્રેમપત્રો, એ વાંચીને મારે શું કરવું’

‘સમજી ના શકું જે  રાગને,  એ જાણી મારે શું કરવું’

ગદ્યમાં પણ ગુજરાતી ભાષામાં લખાયેલું ગદ્ય વધુ ગમે. અંગ્રેજીમાં લખાયેલા ગદ્યની ભાષા મને સ્પર્શતી નથી.

 

મહેન્દ્ર પુનાતરનો એક લેખ

સુખ અને દુ: આપણી પોતાની સર્જત છેજેવી આપણી આકાંક્ષા હોય એવું મળે છેકામક્રોધલોભ અનેમોહ આપણને સારું હકીકતમાં જેવું છે તેવું જોવા દેતો નથી.
 
 માણસ અમુક ઉંમરે પહોંચે છે એટલે મોટા ભાગનું કાર્ય પૂરું થઈ જાય છેશક્તિ અને ક્ષમતા મુજબ જે કાંઈમળવાનું હતું તે મળી જાય છેપછીના જે વર્ષો હોય છે તે નફાના હોય છેનફાને નુકસાન ગણીને ચાલીએ તોદુ:ખી થઈ જઈએજીવનના  વર્ષોમાં જંજાળ  છોડીએ અને બધું પકડી રાખીને બેસી રહીએ અને અંતસમયે અફસોસ કરીએ તો કેમ ચાલેઆપણે શા માટે જીવીએ છીએધન એકઠું કરવા માટેકીર્તિ અનેપ્રસિદ્ધિ માટેસંતાનોને સલાહ આપવા માટેહજુ કયા માનચાંદ મેળવવાના બાકી છેઅત્યાર સુધી જેજીવન જીવ્યા હતા તે ખરેખર જીવન હતુંશરૂઆતના વર્ષોમાં ધનપદ અને પ્રતિષ્ઠા માટે જેટલા ઉધામાકરવાના હતા તે કરી નાખ્યાજુઠ્ઠી શાન શોહરતમાં અને આડંબરમાં જીવ્યા અને જીવનના કિંમતી વર્ષોગુમાવી દીધાંહવે બાકીનાં વર્ષોમાં જીવનને માણીએમસ્ત બનીને રહીએજે આપણને મળ્યું છે અને જેઆપણી પાસે છે તેનો અહેસાસ અનુભવીએસંતોષથી રહીએચિંતાભયરાગદ્વેષ છોડીને શાંતિ અનેઆનંદથી જીવન પસાર કરીએ
જીવનનાં બધાં કામો યોગ્ય સમયે કરી લેવાના હોય છેસમય અને સંજોગો બધા સમયે સરખા રહેતા નથી.પરિસ્થિતિ પલટાયા કરે છેકાળનું ચક્ર ફર્યા કરે છેતમારી પાસે શું છે અને કેટલું પ્રાપ્ત કર્યું છે તેનું બહુમહત્ત્વ નથીપણ તમે તેનો કેટલો આનંદ માણ્યો તેમાંથી કેટલું સુખ મેળવ્યું તેનું મહત્ત્વ છેજીવનની બધી આપાધાપી સુખ મેળવવા કરીએ છીએ અને છેવટે દુ: વહોરી લઈએ છીએકારણ કે સુખને આપણે ધન,પદકીર્તિ અને પ્રસિદ્ધિમાં સિમીત કરી નાખ્યું છેઆપણે એમ સમજીએ છીએ  બધુંમળે એટલે સુખી થઈગયાપરંતુ જ્યારે  બધું મળી જાય છે ત્યારે ખ્યાલ આવે છે કે ધારતા હતા એવું સુખ આમાં નથીમાણસવિચાર કરે છે ધનદૌલતસંપત્તિ બધું મેળવી લઈએ પછી સુખેથી જીવશુંપરંતુ એવો સમય કોઈને માટેકદી આવતો નથીઉંમર થાય પછી શક્તિઓ ક્ષીણ થતી જાય છેકહેવાતું સુખ હોય તો પણ માણી શકાતુંનથી.

જીવન માટે ભવિષ્યનું કોઈ મહત્ત્વ નથીવર્તમાન  મહત્ત્વનો છેઆજે આપણી પાસે જે કાંઈ છે તેનોઉપયોગ કરી લેવો જોઈએભવિષ્યની ચિંતામાં આજના સુખને જતું કરવા  ખોટનો સોદો છેવર્તમાનમાંરહેવામાં અને માણવામાં જીવનની સાર્થકતા છેધર્મપુણ્ય અને કોઈ સારું કામ કરવું હોય તો આજ કરી લેવુંજોઈએઆજનો ભાવ કાલ પર ઠેલી શકાય નહીંઆજે જે અવસર છે તે કાલે આવવાનો નથી.

પ્રતિક્ષણ જગત બદલાયા કરે છેપરિસ્થિતિ પલટાયા કરે છેસમયની રફ્તારમાં મનુષ્યની ગતિ ધીમી છે.એટલે ઘણું કરવાનું બાકી રહી જશેપરંતુ તેનો અફસોસ કરવાથી કોઈ ફાયદો નથી.  કાલ આવશે ત્યારેમાણસ વધુ કમજોર બની ગયો હશેઆજે જે કામક્રોધઘૃણા અને જલન છે તે કાલે વધુ માત્રામાં હશે.સમયની સાથે માણસ નબળો પડતો જાય છે અને દુર્ગુણોની જડ વધુ મજબૂત બનતી જાય છે
મનુષ્યએ ઘણી પ્રગતિ કરી છેસુખ સગવડતાના અનેક સાધનો હાંસલ કર્યા છેઆમ છતાં રાગદ્વેષમાનઅભિમાનદુ: પીડાચિંતા – એકલતા અને શાંતિ માટેની ઝંખના વગેરે એના   રહ્યા છેજગતમાં શુંબની રહ્યું છેતેના કરતાં આપણી અંદર શું બની રહ્યું છેતે વિચારવું જોઈએજીવનના બધા સુખો મળશે,પરંતુ પ્રેમસ્નેહ અને સહાનુભૂતિ જો નહીં મળે તો  સુખનો આનંદ માણી શકાશે નહીંપ્રેમ  જીવનનુંઅમૃત છેઘણાં માણસો પ્રેમસ્નેહ હૂંફ  મળવાના કારણે સમય કરતા વહેલા મરતા હોય છેસ્વાર્થલોભઅને અહંકાર સાથે પ્રેમ રહી શકતો નથી બધું વિસર્જિત થાય ત્યારે પ્રેમ પ્રગટ થાય છેજેને પ્રેમસ્નેહમળે છે તેને બીજા કશાની જરૂરત રહેતી નથીપ્રેમ જેટલો વિસ્તૃત બનેજેટલો વહેંચાય એટલો વધે છે.આપણે જે આપીએ છીએ તે પાછું આપણા તરફ એક યા બીજા સ્વરૂપે આવે છેઆપણે જે મેળવવા ઈચ્છતાહોઈએ તેની સામે કાંઈક આપવું પડેઆપણે સુખ મેળવવા માગતા હોઈએ તો બીજાને સુખ આપવું પડે.કંટકો વાવીને પુષ્પો મેળવી શકાય નહીં.

જીવનમાં સુખદુ:ચડતીપડતી સફળતાનિષ્ફળતા આવ્યા કરે છેસુખ જલદીથી સમાપ્ત થઈ જાય છે.તેમાં સમયનો ખ્યાલ રહેતો નથીદુ: લાંબુ ચાલે છે કારણ કે તેને આપણે મનમાંથી દૂર કરી શકતા નથી.જે વસ્તુ જ્યાં સુધી માણીએ ત્યાં સુધી આપણી રહે છેતેમાંથી આનંદ લુપ્ત થઈ જાય પછી તેની કોઈ કિંમતરહેતી નથીતિજોરીમાં કે બેન્કોમાં લાખો રૂપિયા પડ્યા હોય પરંતુ તેને માણી શકાતા નથીતેના વિચારથીસુખ દુ: અનુભવી શકાય છેમોટા ભાગના સુખો ધારણાના હોય છે.

જીવનમાં બે વસ્તુ અનિશ્ર્ચિત છેએક જન્મ અને બીજું મૃત્યુજે આપણા હાથમાં નથીકાળને કોઈ રોકીશકતું નથીશુભ ભાવ રાખવોસારું ચિંતન કરવુંપ્રાપ્તિ અને અભાવ બંનેમાં આનંદ માણવોકોઈ વસ્તુપ્રત્યે આસક્તિ રાખવી નહીંકવિ દલપતરામે લખ્યું છે તેમ… ‘એક દિન હાથીએક દિન ઘોડાએક દિનપાવસે ચલનાજીએક દિન લડ્ડુએક દિન રોટીએક દિન ફક્કમ ફક્કાજી’. સારું ખાધુંસારું પીધુંસુખચેનથીરહ્યા એક દિવસ કોઈ ચીજ  મળી તેથી શુંજીવનમાં કેટલીક વસ્તુઓમાં ચલાવી લેતા પણ શીખવું જોઈએ.જીવતા આવડે તો જીવન આનંદ ઉત્સવ છેનહીંતર દુ:ખનો દરિયો.

 
ઘણું છોડ્યા પછી, થોડાની સાથે જીવવાનું છે,
ફગાવી દો વજન, નૌકાની સાથે જીવવાનું છે.   ( રઈશ મનીઆર )
 
(મહેન્દ્ર પુનાતરના એક લેખને આધારે )
 
Navin Banker  (713-818-4239)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
Ek Anubhuti : Ek Ahesas.  

Kindly remove my name and    address before forwarding this e-mail. We    have no control over who will see forwarded messages! This keeps all our    Personal Contacts lists Private and Stops Intruders & Spammers.
                     .
                 ,

— 

Sush

Enjoy the view.

શ્રધ્ધાંજલિ મ્યુઝીકલ ટ્રીબ્યુટ- સ્વ.પંડીત ભીખુભાઇ ભાવસારને.

December 28th, 2015 Posted in અહેવાલ
શ્રધ્ધાંજલિ મ્યુઝીકલ ટ્રીબ્યુટ-   સ્વ.પંડીત ભીખુભાઇ ભાવસારને.
 
અહેવાલ- શ્રી. નવીન બેન્કર
 
પંડીત ભીખુભાઈ ભાવસાર એટલે ગુજરાતના, એક શાસ્ત્રિય સંગીતના જાણકાર સંગીતકાર. પંડીત જસરાજના એ ગુરૂભાઇ થાય. પાંચેક વર્ષ પહેલાં, ગુજરાત સરકારે તેમને ‘સંગીતઋષિ’ નો એવોર્ડ આપેલો. દક્ષીણ ગુજરાતમાં તો એ ખુબ જાણીતા હતા.  આ ભીખુભાઇ ભાવસારનું, પહેલી નવેમ્બર ૨૦૧૫ના રોજ, ભારતમાં અવસાન થયું.
 
હ્યુસ્ટનમાં રહેતા એમના સંગીતકાર, ગાયક અને નાટ્ય-અભિનેતા, દિગ્દર્શક એવા ભત્રીજા શ્રી. હેમંત ભાવસારે, એમના નિવાસસ્થાને, તેમને શ્રધ્ધાંજલિ અર્પવા એક મ્યુઝીકલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.  ગુજરાતના જ એક જાણીતા ગાયક-સંગીતકાર શ્રી. રવિન નાયક અને તેમના ગ્રુપના નેજા હેઠળ આ કાર્યક્રમ રવિવારની એક સાંજે સંપન્ન થયો હતો.
 
શ્રી. રવિન નાયક, ૩૪ વર્ષથી, ગીત, ગઝલ, પ્રાર્થના, ભજન ના ગાયક હોવા ઉપરાંત ગુજરાત અને મુંબઈના ખ્યાતનામ મ્યુઝિક ડાયરેક્ટર પણ છે. અનુપ જલોટા અને કવિતા કૃષ્ણમૂર્તિ જેવાની સાથે તેમણે સંગીત આપ્યું છે. સંગીતના વર્કશોપ્સ અને સેમિનારો પણ કર્યા છે. તેમની સાથે તેમનો દીકરો સ્વરલ નાયક, અને શ્રી. કેયુર  જોશી, પણ હતા. સ્વાભાવિક રીતે જ, યજમાન હેમંત ભાવસાર મંજીરા પર સાથ આપતા હતા. હેમંત ભાવસારે, સ્વ. ભીખુભાઈ ભાવસારનો પરિચય આપતા તેમને ૧૯૪૬ થી ગુજરાતી સંગીતક્ષેત્રે પાયોનિયર તરીકે બિરદાવ્યા. એ જમાનામાં જ્યારે રેડિયો એ એક જ માત્ર સંગીત સાંભળવાનું સાધન હતું અને  લોકો ગીતો સાંભળવા કેવી રીતે પાનના ગલ્લે કે હોટલના બાંકડે ભેગા થતા હતા એની રસપ્રદ વાતો કરી હતી.
 
શ્રી. રવિન નાયકે, પુરૂષોત્તમ ઉપાધ્યાયના કમ્પોઝીશનમાં રચાયેલી, પ્રેમાનંદની એક રચના ‘તમારી મૂર્તિ વિના મારા નાથને બીજું આપશો ના’ સંભળાવી.  ‘પ્રેમ રતન ધન પાયો’  શાસ્ત્રિય ઢાળમાં, વિશિષ્ટ રીતે  ગાયું. જયેન્દ્ર નાયકની ફરમાઈશ પર, ‘ધૂણી રે ધખાવી અમે તારા નામની’ ગાઈને શ્રોતાઓને ડોલાવી દીધા હતા.  એ ઉપરાંત ઘણાં ગીતો અને ભજનો તેમના ઘુંટાયેલા સ્વરે ગાઈને, વાતાવરણને ભક્તિમય બનાવી મૂક્યું હતું.
 
આગલે દિવસે પણ , મદ્રાસ પેવેલિયનમાં, આવા જ એક કાર્યક્રમમાં, તેમણે જગજીતસીંગની ગઝલો, ‘પંખીડાને આ પિંજરૂ’, ‘જુનુ તો થયું રે દેવળ’, ‘ઓધાજી, મારા વ્હાલાને વઢીને કે’જો રે..’  જેવાં જાણીતા ગીતો સાથે સાથે , કવિશ્રી. વિનોદ જોશી ની રચના ‘એણે કાંટા કાઢીને મને દઈ દીધું ફુલ’, અજીત મરચંટ, પુરૂષોત્તમ ઉપાધ્યાય, પ્રિયકાંત મણિયાર જેવાની રચનાઓ પણ સંભળાવેલી. ‘ આ નભ ઝૂક્યું  તે કાનજી’ જેવી રચનાઓ પર તો શ્રોતાઓએ ખુબ દાદ આપી હતી. સ્વ.શ્રી. પ્રિયકાંત મણિયારની પુત્રી પણ શ્રોતાગણમાં  હાજર હતી, તેને ય સ્ટેજ પર બોલાવીને સ્વ. પ્રિયકાંતભાઈની પ્રશંસા કરી હતી. ગુજરાતી સુગમ સંગીત હોય અને અવિનાશભાઇની ખ્યાતનામ રચનાઓ ન હોય એમ કેમ ચાલે ?
 
‘નજરના જામ છલકાવીને ચાલ્યાં ક્યાં તમે’,  ‘તારી આંખનો અફીણી’, ‘કોકવાર આવતા ને જાતાં મળો છો તેમ મળતા રહો તો ઘણું સારૂં’, ‘કૃષ્ણસુદામાની જોડી’. તથા યેસુદાસના ગાયેલા બે ગીતોએ તો શ્રોતાઓ રંગમા આવી ગયા હતા.
 
કોઇ સંગીતકારની શ્રધ્ધાંજલિ, એમના સગા, બેસણું કે સાદડી ને બદલે, સંગીતમય રીતે આપે એવી પહેલ કરનારા શ્રી. હેમંત ભાવસારને સો સો સલામ.
 
Attachments-  4  Photos.
*************************************************************
                     .
                 ,
  • Bhikhu & Pt. Jasraj.JPG
  • Bhikhu Bhavsar.JPG
  • Hemant,Ravin & Navin.JPG
  • Ravin Naik-Singer.JPG

Enjoy the view.

ફોટોકુ, હાયકુ અને ફેઇસબુક

December 28th, 2015 Posted in મારા દિલની વાતો
બધાને ફોટોકુ અને હાયકુ માં રસ ન પણ પડે. સૌજન્યતા ખાતર, શિષ્ટતાપુર્ણ રીતે, આવું આવું લખાતું હોય છે. હું પણ એવું જ કરૂં છું. મને આ બન્ને ક્ષેત્રમાં કોઇ રસ નથી પડતો. એકાદ ક્ષણમાં. નજર ફેરવી લીધી અને ડીલીટ-
રસ ના પડે ત્યારે, પ્રતિભાવના શબ્દો પણ ક્યાંથી સુઝે ?
‘ફેઇસબુક’ પર પણ આવું જ થાય છે. તમારા ફેમિલી પિક્ચર કે પુત્રો અને ગ્રાન્ડ ચીલ્ડર્ન્સના ફોટાઓમાં બધાંને ક્યાંથી રસ પડે ? છતાં ય, ‘લાઇક’ કરવું પડે. હું તો મહિનામાં એકાદ વખત જ, ફેઇસબુક પર જઉં છું. અને માત્ર વિહંગાવલોકન કરી લઉં છું. આ ઉંમરે, નવા નવા પરિચયો કરવામાં કે ‘ચેટ’ કરવામાં કોઇ રસ નથી. આ બધું ‘ફેઇસબુકીયા  નવરા જવાનીયાઓ’નું કામ છે.
નવીન બેન્કર
Navin Banker  (713-818-4239)
My Blog : navinbanker.gujaratisahityasarita.org

ગુજરાતી સાહિત્ય સરિતા ની ૧૫૯મી બેઠક અને ‘જનરલ બોડી મીટીંગ’-અહેવાલ શ્રી નવીન બેંકર

December 24th, 2015 Posted in Uncategorized

 

P1060975

(૧) ડાબી બાજુથી- જુના બોર્ડ મેમ્બર્સ- ઉપપ્રમુખ શ્રી. નિખીલ મહેતા, શ્રીમતિ દેવિકા ધ્રુવ (સલાહકાર),
ખજાનચી શ્રી. નરેન્દ્ર વેદ અને પ્રમુખ શ્રી. ધવલ મહેતા,
નવા બોર્ડ મેમ્બર્સ- ડોક્ટર ઇન્દુબેન શાહ,શ્રીમતિ પ્રવિણાબેન કડકિયા અને સલાહકાર શ્રી. અશોક પટેલ.

P1060969
ગુ.સા. સ.ની ગૌરવભરી સભાના સભ્યો.

P1060972

 ગુ.સા.સ.ની નવી સમિતિ- ઉપપ્રમુખ પ્રવિણાબેનકડકિયા,સલાહકાર શ્રી અશોક પટેલ
અને પ્રમુખ ડોક્ટર ઇન્દુબેનશાહ. ખજાનચી શ્રી સતીશ પરીખ (હાજર નથી)

ગુજરાતી સાહિત્ય સરિતા ની ૧૫૯મી બેઠક અને ‘જનરલ બોડી મીટીંગ’-અહેવાલ શ્રી નવીન બેંકર

ફોટો સૌજન્યઃ શ્રી જયંત પટેલ.

 

૨૦મી ડીસેમ્બર અને રવિવારની શીતલ  સાંજે ૪ થી ૮ દરમ્યાન, હ્યુસ્ટનના શાકાહારી ભોજનગૃહના હોલમાં ૨૦૧૫ ના સફળ વર્ષની, છેલ્લી બેઠક યોજાઈ ગઈ.

 બરાબર ૪ના ટકોરે શ્રીમતિ ગીતાબેન પંડ્યાના સુમધુર કંઠે ગવાયેલ પ્રાર્થનાથી શુભ શરુઆત થઈ. સંસ્થાના વડીલ હાસ્યલેખક શ્રી. ચીમન પટેલે શેર, મુક્તક અને ગઝલથી બેઠકની શરૂઆત કરીને મહેફિલમાં રંગ જમાવી દીધો. ડોક્ટર રમેશ શાહે, કવિશ્રી. મકરંદ દવેની એક કૃતિ રજૂ કરી અને સાથે સાથે એનું રસદર્શન પણ ભાવ સહિત વાંચી સંભળાવ્યુ. નિતીન વ્યાસ નામના એક બહુશ્રુત વિદ્વાને, ગુજરાતના જાણીતા લેખક અને કવિ શ્રી. ધ્રુવ ભટ્ટના પુસ્તકનો પરિચય કરાવ્યો અને ભાવનગરના ટર્મિનસ પરની બોગી નંબર ૨૬૯૨ અને ચાહની લારીના દ્રશ્યો શ્રોતાઓની આંખ સમક્ષ તાદ્રુશ કરાવ્યા. 


શૈલાબેન મુન્શાએ કામો અંગે વર્ષાન્તે થતી અનુભૂતિ વિષયક એક હળવું મસ્તીભર્યું અછાંદસ કાવ્ય રજૂ કર્યું. 
 દેવિકાબેન ધ્રુવ આમ તો કવયિત્રી છે અને સામાન્યપણે પોતાની સ્વરચિત કવિતા કે ગઝલની જ રજૂઆત કરતા હોય છે પણ આજે તેમણે ‘સાહિત્ય એટલે શું ?’ એ વિષય પર મનનીય વક્તવ્ય રજૂ કર્યું.  ડોક્ટર ઇન્દુબેન શાહે વીતેલા દાયકાઓની વાતો કરી. પ્રશાંત મુન્શાએ પણ કેટલાંક સુંદર મુકતકો સંભળાવ્યા. ૯૫ વર્ષની વયના ધીરુભાઇ શાહે, જીવનના નિચોડ સમ,સારા જીવન માટેની અર્થસભર કણિકાઓ પ્રસ્તૂત કરી. અશોક પટેલે શ્રી. મનુ નાયકનું એક કાવ્ય રજૂ કર્યું. ત્યાર પછી નાસા, જોહન્સન સ્પેઈસ સેન્ટર, હ્યુસ્ટનના  વૈજ્ઞાનિક શ્રી. કમલેશ લુલ્લાએ શ્રી. નટવર ગાંધીની છંદોબધ્ધ કૃતિ સંભળાવી.

 પ્રકાશ મજમુદારે, સ્વ.મરીઝની ગઝલ રજૂ કરીને વાતાવરણને સંગીતની હવાથી તરબતર  કરી મૂક્યું.  શ્રી. વિજય શાહે, સાહિત્ય સરિતાના કલ્ચર અંગે અને પોતાની સાહિત્યિક પ્રવૃત્તિઓથી સભ્યોને માહિતગાર કર્યા. શ્રી અક્બર લાખાણી અને અક્બર અલી હબીબે પોતાની કૃતિઓ અને રમૂજની લ્હાણ કરી હતી. શ્રી. નવીન બેન્કરે, ફ્યુનરલ ટાણે, વક્તાઓ  મૃતકને અંજલિ આપતી વખતે કેવા કેવા છબરડાઓ કરતા  હોય છે અને અંત્યેષ્ટી કરાવનાર બ્રાહ્મણ કેવા પ્રવચનો ડાઘુઓને માથે મારતા હોય છે એની રમુજી વાતો કરીને સભ્યોને હસાવ્યા. પ્રવીણાબેન કડકિયાએ પણ તેમાં થોડો સૂર પૂરાવ્યો હતો.

 બેઠકના ઉત્તરાર્ધમાં, ‘જનરલ બોડી મીટીંગ’ ની શરૂઆત થઈ. સંસ્થાના પ્રમુખ શ્રી. ધવલ મહેતા અને ઉપપ્રમુખ શ્રી. નિખીલ મહેતાએ એમની આગેવાની હેઠળ છેલ્લા દોઢ વર્ષથી સંસ્થાએ જે જે પ્રવૃત્તિઓ કરી હતી એનો ચિતાર આપ્યો..સંસ્થાના ખજાનચી  શ્રી. નરેન્દ્ર વેદે, સંસ્થાના આર્થિક પાસાં અને ભંડોળને લગતી માહિતીસભર વિગતો આપી. સભ્યોની પ્રશ્નોત્તરી, ચર્ચા, મસલત પછી કેટલાંક જરૂરી મુદ્દાઓનો પણ વ્યવસ્થિત રીતે અને શાંતિપૂર્વક ઉકેલ લાવવામાં આવ્યો. ત્યારબાદ ૨૦૧૬થી શરૂ થતા વર્ષના નવા ‘બોર્ડ મેમ્બર્સ’ તરીકે નીચેના સભ્યોની વરણી થઈ-

પ્રમુખઃ ડોક્ટર શ્રીમતિ  ઇન્દુબેન શાહ
ઉપપ્રમુખઃ શ્રીમતિ
  પ્રવિણાબેન કડકિયા
ખજાનચીઃ શ્રી. સતિશ પરીખ-
              
સલાહકારઃ શ્રી. અશોક પટેલ

  
 નવી નિમાયેલી સમિતિના સભ્યો અને હાજર રહેલા સભ્યોએ, જુના બોર્ડ મેમ્બર્સની  સફળ કામગીરીને બિરદાવીને અભિનંદન આપ્યા હતા અને સમુહ ફોટોગ્રાફ્સ લઈને સૌ, ભોજન રેસ્ટોરન્ટના સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણીને છૂટા પડ્યા હતા.

છેલ્લાં પંદર વર્ષથી અવિરતપણે ચાલી રહેલી ગુજરાતી સાહિત્ય સરિતાની આ ગુજરાતી ભાષા અંગેની સજાગતાને અને સૌ સભ્યોને સો સો સલામ.

 અહેવાલ – શ્રી. નવીન બેન્કર   (લખ્યા તારીખ- ૨૦ ડીસેમ્બર ૨૦૧૫)

 

 

મારી વિદુષી બહેન દેવિકા ધ્રુવ ના સંસ્મરણો

આ લખવાની પણ એક ચાનક હોય છે.  રમણકાકા વિશે વિચારું તે પહેલાં  શકુની ઈમેઈલ વાંચી મોટાભાઈ વિશે લખવા પ્રેરાઈ.

અમેરિકન જેવો નાક-નક્શો ધરાવતા મોટાભાઈનો ચહેરો આકર્ષક હતો. તેમનું વ્યક્તિત્વ ધારદાર અને આરપાર હતું. એ લાગણીશીલ હતા પણ લાગણીને વશ ન હતા. એ સ્વપ્નશીલ હતા,પણ સ્વમાનને ભોગે નહિ..એમના સ્વમાને એમના ક્રોધ પર રાજ્ય કર્યું હોત તો જગત ખૂંદી વળ્યા હોત, ડોનાલ્ડ ટ્રમ્પ બની શક્યા હોત.પણ  એ ક્રોધ પર કાબૂ ન રાખી શક્યા તો પ્રારબ્ધે એમના પુરુષાર્થને પાડી દીધો.
સમજણી થઈ ત્યારથી આ વાત મનમાં વસી ગઈ અને ગુસ્સાથી સભાન બનતી રહી.
 
આનાથી વિરુધ્ધ, બીજી બાજુ, તેઓ નામ પ્રમાણે રંગીલા રસીલા પણ હતાં. બાને એ વિદુ કહેતા અને કમુને ‘બેરી’ કહેતા. વિરુને લઈ બધે વાંસળી વગાડવા જવાનું તેમને ખુબ જ ગમતું. ઘણીવાર વિરુ ના પાડે તો છાનામાના જાય. બહારથી એ આવે કે તરત જ સંગી  એમને આખા દિવસની, કહેવાની કે ના કહેવાની, બધી વાતો કરી દે. શકુને પણ કદી લઢ્યા હોય તેવું મને યાદ નથી.આર્થિક લાચારીના સમયમાં મને એવું સ્મરણ છે કે એ કોકિબેનથી ડરતા. નવીનભાઈ સાથે ઝાઝુ બનતું નહિ. જમી પરવારી મારી સાથે રાત્રે પત્તા રમવા બેસતાં. એક રંગની રમી રમવામાં એમને મઝા આવતી. એમ લાગે છે કે બાએ તેમને નાનપણમાં લાડ લડાવ્યાં હશે.નહિ તો બાળપણમાં બાપની છત્રછાયા ગુમાવેલ છોકરામાં ગંભીરતા અને યોગ્ય માર્ગ પર રહેવાની વૃત્તિ સબળ હોય. જો કે, સારી નોકરીને ગુસ્સાને કારણે લાત માર્યા પછી,આપણને બધાને તકલીફ ન પડે તે માટે તે ઠેકઠેકાણે,દૂર દૂર સુધી (Banglore)ગયાં, એકલાં રહ્યાં,ખાવા-પીવાથી માંડીને ઘણી જાતજાતની મુશ્કેલીઓનો સામનો કરતા રહ્યાં. પણ નસીબે એમને યારી ન આપી તે ન જ આપી. છેવટે, આર્થિક સંકડામણ વચ્ચેની એ નિષ્ફળતા અને કેટલીક કુટેવોની અસર શરીર પર પડી ને વહેલાં પટકાયા.

બાની સરખામણીમાં મોટાભાઈમાં ઓછી પ્રતિભા અને ઓછા ગુણો
. છતાં મને એમના માટે બા કરતાં થોડું વધારે ખેંચાણ ખરું. એટલા માટે કે મેં  મોટાભાઈનો કમુ માટેનો પ્રેમ  જોયો છે,અનુભવ્યો છે. લડવા-ઝઘડવા છતાં કમુને કામમાં મદદ કરતા હતાં. ઘરમાં જ્યારે જ્યારે કોઈ ન હોય ત્યારે ‘લાવ,તને થોડાં વાસણ મંજાવી લઉં’ હસીને કહેતાં અને કરતા પણ. પાણીની ડોલ પણ ખેંચી આપતા,ઘણીવાર સવારે ચહા બનાવતા અને  ઘેર લાવેલા તાકામાંથી રેસા પણ કપાવતા. કમુ પરના ગુસ્સામાં  તેમની લાચારીની વેદના જણાતી. થોડા પૈસા વધુ મળશે એ વિચારે (રેસા કાપવા જતી ત્યારે ) કમુ ઘેર મોડી આવે ત્યારે એ લડતા કારણ કે,તેમને કમુ માટે પ્રેમ હતો એવું મને તે સમયે પણ લાગતું અને આજે પણ સમજાય છે.
કાશ ! એમના સ્વભાવમાં ગુસ્સો ન હોત તો !
 
એ રીતે મને રમણકાકા ગમતા. એમણે કદી ગુસ્સો કર્યો નથી. એ ભલે ઓછી બુધ્ધિના ગણાતાં પણ તેમની સમજણ જેટલી 
હતી  તેટલી સાચી હતી. એ હંમેશા કમુનો પક્ષ જ લેતા.  કદી ઉંચા સાદે બોલતા નહિ. મંગુમાશીની જેમ જ શાંત રહેતા. એ કેમ ન ભણ્યા,ન કમાવા ગયા, કેમ ન પરણ્યાં…કશી જ ખબર નથી. ઉઠવું,ખાવું,પીવું બધું જ એકદમ નિયમિત. ઘડિયાળના કાંટે જ ચાલે. કોઈ જ એમને ગણતું નહતું કમુને ભાભી ભાભી કરતા. કમુ પણ એમને માનથી બોલાવતી અને એમના તરફ ભલી લાગણી રાખતી. કોઈ એમને ઘાંટા પાડે તે કમુને ગમતું નહિ. 
સવારે ૯ વાગે કાકા ચાલવા જાય ત્યારે હંમેશા બંને હાથ પાછળ રાખીને ધીમુ ચાલતા. કલાકેક ચાલે પછી ઘેર આવે.  હંમેશા ઝભ્ભો,ધોતિયું અને  કાળી ટોપી પહેરતા. ખમીસ પહેર્યાનું સ્મરણ નથી. આ લખું છું ત્યારે એક મઝાની વાત યાદ આવે છે. કાકા ક્યારે ગુજરી ગયા તે વર્ષ તો યાદ નથી. પણ તેમના ગયા પછી એક સવારે હું દહીં લેવા નીકળી અને બરાબર એટલે  બિલકુલ બરાબર તેમના જેવો જ એક માણસ લાખા પટેલની પોળેથી ચાલતો આવતો હતો.તેના પણ બંને હાથ પાછળ. એજ  ધીમી ચાલ,નીચી નજર. હું બી ગઈ. દોડતી પાછી વળી ગઈ. સાંકુ માના ઓટલે ઉભી જોવા લાગી. તો આપણી પોળ પાસેથી પસાર થતાં તે માણસે નજર ફેરવી. બાપ રે! હું તો કમુને બોલાવી આવી ને બતાવ્યું સતત બે દિવસ સુધી એ જ ટાઈમે એ નીકળતો અને હું ને કમુ જોવા બહાર ઉભા રહેતા. હજી આજે પણ મને પ્રશ્ન છે કે એ માણસ કોણ હશે? કાકાના મૃત્યુ પહેલાં તો ક્યારે ય એને જોયો ન હતો!!
 
‘હલોવીન’ Halloween આવે છે તેથી આ ખાસ યાદ આવ્યું અને લખ્યું.
ચાલો, આવજો, વાંચજો અને તમારી  પણ સ્મૃતિના દાબડામાંથી ઝવેરાતો કાઢી મોકલશો.
 નવીનભાઈના સંસ્મરણોમાં થોડું મારા તરફથી….
 
નવીનભાઈની કમાલ કરતી કલમ કહું કે સંસ્મરણોનો જાદૂ ! આજે બસ, કવિતાને બદલે સંસ્મરણો જેવું જ કંઈક લખવાનું મન થયું. વિદ્યાબા અને રમણકાકાની સ્મૃતિઓ ફરી એકવાર ઝુંપડીની પોળે ખેંચી ગઈ. 

બા તો બા જ હતા. પંડ્યા સાહેબે કહ્યું તે પ્રમાણે હા, એ સ્ત્રી દેહે પુરુષ હતાં. એમના વિષે લખવું ગમે, વાર્તાઓ કહેવી ગમે.  મારાં પાંચે ગ્રાન્ડ-ચીલ્ડ્રનને મારી પહેલી વાર્તા, ચહેરાના હાવભાવ દ્વારા,બાની વાર્તાથી, આ રીતે લંબાણપૂર્વક શરુ થાય”
My Grandma…. was a tall, fair and very strict lady.” હું જેવું શરું કરું કે એ લોકો તેમની આંખો  વિસ્મયથી પહોળી કરી કરી સાંભળતા જાય અને હસતા જાય”હું બંધ કરું તો વધુ ને વધુ પૂછતા જાય.

ખરેખર તો વિદ્યાબા મને રોજ જુદી જુદી વાર્તાઓ કહેતા. તેમની કહેવાની રીત ખુબ સરસ હતી. વર્ણન કરી કરી નાટકિય ઢબે એવી રીતે કહેતા કે આખી યે વાર્તાનું એક ચિત્ર ઉભું  થતું અને આંખોમાં મઢાઈ જતું. બીજે દિવસે હું નિશાળમાં વહેલી જઈજઈને બેનપણીઓને એ જ રીતે કહેતી. શોભા, શાન્તુ, મંજુ વગેરેને  પણ સાંભળવું ગમતું. બાની કલ્પના શક્તિ, યાદ શક્તિ અદભૂત હતી. તેમના જીવનમાં એક સરસ નિયમિતતા હતી. વહેલાં ઊઠવું, નહાવું, ધોવું, સેવા-પૂજા કરવી, રાંધવું બપોરે થોડું સૂઈ આરામ કરવો, સાંજે પોળના ઓટલે કે કાન્તા ફોઈને ઘેર જવું, મદદ કરવી, વહેલા જમીને સૂઈજવું..આ બધું જ નિયમિત સમયે. કદાચ એ નિયમિતતા જ એમના નિરોગી શરીરનું કારણ હશે.

હું ૬-૭ વર્ષની હતી ત્યારથી મારી પાસે પગ દબાવડાવે. રોજ બપોરે વાર્તા કહેતા જાય અને પગ દબડાવતા જાય.૯ વર્ષની હતી ત્યારથી પોતાની થોડી રોટલીઓ કરી આખી કણેક મને સોંપી રોટલી કરાવતા. મારે રોટલી કરવી જ પડે. દાળ- શાકનો મસાલો કરે તો મને સામે બેસાડે. મારે જોવાનું ને શીખવાનુ. કમુને તો અડવા યે ના દે. ઘરમાં એમનું જ રાજ. એમના શબ્દોમાં કહું તો એમનો જ ‘ઓડકોયડો”ચાલતો. રોજ કહેતાં કે,” રાખીશ ખાંડાની ધાર પર, પણ ખવડાવીશ સોનાનો કોળિયો.”
દર મહિને મને હાથમાં પાંચ થેલીઓ પકડાવે અને અનાજવાળાની દૂકાને લઈ જાય. ખીસામાં કંઇ ન હોય તો પણ રાણી વિકટોરિયાની જેમ પાટ પર બેસી, અનાજવાળા સાથે વાત કરી,હાથમાં કઠોળના દાણાને પરીક્ષકની નજરથી તપાસે અને સરખો ભાવતાલ કરી,થેલીઓમાં બરાબર તોળાવી ભરાવે. ઘેર આવીને તરત ને તરત જ સાફ કરી ભરાવે. પછી છીંકણીવાળાને ત્યાં મોકલી તેમની એક નક્કી કરેલી જગાએથી જ છીંકણી લેવા દોડાવે. હજી આજે પણ મને એ નાનું પડીકું યાદ આવે છે.અજાણે જ જીવનમાં  એમ કેટલું બધું શીખાતું જાય! ૮૦ વર્ષની ઉંમરે પણ છજાની સીધી નિસરણીના ૧૨ પગથિયા ચડીને ધાબે જ સૂવા જાય. હિંમત અને હૂન્નર તો બાના જ. મેં ક્યારેય તેમને થાકતા, કંટાળતા,હારતા જોયા નથી. કાયમ જ રસ્તાઓ કાઢતા રહેતાં. રમૂજી અને નાટકિયો સ્વભાવ પણ ખરો.
 
બા વિશે તો ઘણું બધું લખાય. એમના વિશે મને માન ખુબ જ. પણ મા પ્રત્યેનો તેમનો વ્યવહાર સતત યાદ આવતાં, પ્રેમની પાંદડી ખુલે ખુલે ને પાછી બીડાઈ જાય. નહિ તો આજે હું તેમની ચોક્કસ પૂજા કરતી હોત. મારામાં કમુ જેટલી મનની ઉદારતા ક્યારે ય ન આવી. કદાચ એટલે જ બા મને સ્વપનામાં ઘણી વખત આવ્યાં છે. પણ શું કરુ? ક્ષણે ક્ષણને મેં કમુ સાથે નિકટપણે વર્ષો સુધી સતત જીરવી છે અને રોજ સાંજે આશાપુરીના મંદિરમાં જઈ એની શાંતિ માટે ઝુરી છું.. કમુ વિશેની આડવાત પર પેન વળી જાય તે પહેલાં બાની થોડી વધુ વાતો કરી લઉં.

હા, તો હું એમ કહેતી હતી કે,બા મને સ્વપ્નમાં ઘણી વાર આવ્યાં છે.પણ ક્યારે ય ડરાવી નથી. એકવાર તો મેં ખરેખર અડધી રાત્રે છજામાં બાથરુમ જતા, ઉપરથી બાને નીચે ઉતરતા જોયા હતાં. આવા આભાસ તો એકથી વધુ વાર સાચા લાગે તેવી રીતે થયાં છે. ગમે તે કહો પણ બાએ આપણને સૌને ખુબ કાળજીથી ઉછેર્યા છે. નવીનભાઈ માટે તો અનહદ પ્રેમ. કોઈને એનો વાળ વાંકો કરવા ન દે. દૂધ તો માત્ર એને જ મળે. ફૂલકા રોટલી તો ખરી જ.બધા જ ભાઈબેનોની સારી-ખોટી  તમામ સ્વભાવગત વિગતોને એમણે પ્રમાણી છે. બોલવામાં આખાબોલા. જે જેવું લાગે કે તરત કહી નાંખે. એક ઘા ને બે કટકા. હું ભણવામાં હોશિયાર હતી. કારણ કે, એમણે મને હમેશા પોરસાવી છે. રિઝલ્ટને દિવસે ‘ દેવલી તો લઈ આવશે પહેલો નંબર’ એમ જ કહે અને એમની વાતને સાચી પાડવા જ જાણે મેં ય પહેલાં જ નંબરને પકડી રાખ્યો!! કોકીબેનને એકલા ન રહેવું પડે 
તેથી એની સાથે પાટણ –મહેસાણા રહ્યાં હતાં. એને પરણાવવામાં બાનો મોટો ફાળો. સંગીને પણ મારી જેમ કામ બતાવતા, શકુને  નહિ. એના વિશે તો ‘મૂઈ પોમલી છે’ એમ કહેતાં. વિરુ પાસે ટેપ કરાવતા એટલું જ યાદ આવે છે.

આપણી મૂળ વાત હતી દાદા વિશે જાણવાની. તો મને તો બાના શબ્દો આ પ્રમાણે યાદ છે” નાની ઉંમરમાં પરણીને અમદાવાદ આવી, બે છોકરાં થયાં પછી તારા દાદા તો તાવમાં ઝલાયાં ને ઉપડી ગયાં.ત્યારથી આ ઘર ચલાવતી આવી છું. ઘરના ઘર હતાં, ઘોડાગાડી હતાં ને ખુબ પૈસો પેઢીએ હતો. આ પોળના બે ય મોટાં મકાનો તારા દાદાના હતાં. બધું વેચીને છોકરા મોટા કર્યાં”.

હવે મને આજે એક સવાલ થાય છે કે એ જમાનામાં એવો તે કેવો તાવ, કે ચોખ્ખા ઘી-દૂધ ખાધેલો સાજો સમો સમૃધ્ધ માણસ,  ભરજુવાનીમાં ચાલ્યો જાય?!!
 
આવતે અંકે રમણકાકાની,…રેવાબાની વિગેરે વાતો. નવીનભાઈની સાંભળ્યા અને વાંચ્યા પછી..
 
દેવિકા

પિતાશ્રી સાથેના, સંગીતા ના સંસ્મરણો

October 29th, 2015 Posted in મારા સંસ્મરણો

સંગીતા અમારી સૌથી નાની બહેન છે. ૧૯૬૨માં એનો જન્મ થયેલો અને મારા લગ્ન ૧૯૬૩ માં થયેલા એટલે કે મારા લગ્ન વખતે એ દસ મહિનાની હતી અમારે મન , એ અમારી નાની બહેન કરતાં દીકરી વધુ છે. એની પાસે ગુજરાતી ફોન્ટ્સ નથી. એટલે તેણે, સંસ્મરણો અંગ્રેજીમાં લખ્યા છે. આજે તે તેના પતિ શ્રી. અમીતકુમાર, અને બે બાળકો-નિકિતા તથા આનંદ સાથે ડલાસમાં રહે છે. આઝાદ રેડિયો પર જોકી પણ છે.

Motabhai was very good looking, hoshiyar, dreamy. Rasik like his name, had a high temper and at the same time he could swallow his pride when he needed to.
He was a very good accountant. I had seen his hisaab ni notebook. He could stitch. I remember he had done polo tanko  in my green ghaghri in my Sivan class in the 3rd grade. He knew how to make tea. Cook, fix things.
He used to feel very proud about his children’s talents – be it singing or first in studies – he always wanted to announce to the world that  us – the smart kids – are his kids.
I remember him telling Rahulbhai to take Deviben out. Many times, I had seen him keeping silence as he was a poor father.
I remember Kokiben coming to ZumpaDi’s pole in middle of night as she was in dilemma about getting married and leaving for USA. I remember MotBhai asking her to get married. Kokiben had sent a picture from US and he had enlarged it and framed it and hanged it right underneath Amba Maas photo and had seen him staring at It with a teary  eyes for a long time.
He wanted to attend all Virus programs and tell everyone that that talented flute player was his son.
I was very vhali to him. He used to bring gaanthia , kaNsai na  laadu, chawaNu  and Mithai for me.
I do not remember him talking to Kamu but I do remember he would call for Vidu (baa) and talk to her as soon as he entered home.
I always disliked zhaghda and confrontations of any knd so I used to wait for him at poLe and tell him everything nicely so he would not react angrily.
I never liked he smoked  બીડી.
સંગીતા ધારિયા

દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે ( ૨)

દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે ( ૨)

હમણાં,  હ્યુસ્ટનથી પ્રકાશિત થતા એક અંગ્રેજી અખબાર ‘વોઇસ ઓફ ઇન્ડીયા’ માં એક  ‘એવોર્ડ’ અંગેની જાહેરાત જોવામાં આવી. જેમાં, ટેલન્ટેડ ભજન સીંગર્સ ની શોધ અને તે દ્વારા અપાનાર એવોર્ડની વાત હતી.

થોડાક વર્ષો પહેલાં પણ આવી જ એક જાહેરાત જોવામાં આવેલી અને હ્યુસ્ટનના જ એક જાણીતા ગુજરાતી ભોજનાલયમાં હ્યુસ્ટનના ખ્યાતનામ ભજનિકોને ભેગા કરીને,સંગીતસંધ્યા કરવામાં આવેલી તથા સર્ટીફીકેટો અને એવોર્ડ અર્પણ કરવામાં આવેલા.

કોઇને પણ, એ  સર્ટીફીકેટો અને એવોર્ડ પ્રદાન કરનાર વ્યક્તિ કે કહેવાતી સંસ્થા વિશે સંશોધન કરવાની પડી ન હતી. કોઇપણ ચલતોપુર્જો માણસ જાતે જ સર્ટીફીકેટ આપે અને કોઇ રૂપાળા નામથી એવોર્ડનો PLAQUE  બનાવડાવી ભજનિક કે કલાકારને, પાંચ-પચ્ચીસના ટોળા (!) સામે અર્પણ કરી દે એટલે  એ મેળવનાર કૃતકૃત્ય થઈ જાય અને પોતાને એવોર્ડ મળ્યો માનીને એક વેંત અધ્ધર ચાલવા લાગે. આવી કોઇ સંસ્થા ખરેખર છે કે નહીં, એ સંસ્થા રજીસ્ટર્ડ થયેલી છે કે નહીં, એ સંસ્થાએ અગાઉ કઈ સમાજસેવાની પ્રવૃત્તિઓ કરેલી છે એ બધાની ભાંજગડમાં પડવા કોઇ નવરૂ નથી હોતું.

પછી… આ બહુમાન મેળવનાર ગાયકો /કલાકારો / સંગીતકારો / વાદ્યકારો ના સાથ અને સહકારથી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે. કોમ્યુનિટીના શ્રીમંત દાતાઓ પાસે ટહેલ નાંખવામાં આવે કે અમે, લોકલ આર્ટીસ્ટોને પ્રકાશમાં લાવવા એક મહાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ. આપ તેના સ્પોન્સર થાવ, એને પ્રમોટ કરો અને સેવા, સંસ્કૃતિ અને સ્પીરીચ્યુઅલ એકતાની ભાવનાની દ્ર્ઢ કરતા આ સામાજીક કાર્યમાં આપનો ફાળો નોંધાવો.સમાજના ત્રીસ-ચાલીસ મહાનુભાવોનો સંપર્ક કરતાં, પાંચ-દશ  બોકડાઓ (!) તો મળી જ આવે. એમને આગલી હરોળની વીસ વીસ ટીકીટો મફતમાં આપી દેવાની અને પાંચસો પાંચસો ઉઘરાવી લેવાના. શુક્રવાર જેવા ચાલુ ( વર્કીંગ) દિવસે, જુના સ્ટેફોર્ડ થિયેટર જેવો હોલ સસ્તા દરે બુક કરી લેવાનો. આર્ટીસ્ટો તો મફતિયા જ હોય, વળી લોકલ હોય એટલે એમને વાહનવ્યવહાર કે મોટેલમાં રાખવાનો તો ખર્ચ આપવાનો હોય જ નહીં. પ્રેક્ટીસ માટે પણ એ લોકો ગાંઠનું પેટ્રોલ બાળે અને કોસ્ચ્યુમ્સ પણ જાતે જ ખરીદે. દરેક કલાકારના ફેમિલી અને મિત્રો માટે ય દસ-વીસ પાસ આપી દેવાના. અને ટીકીટો પણ વેચવા એમને જ કહેવાનું. પોતે સ્ટેજ પર પરફોર્મ કરવાનો છે એ બતાવવા, એ લોકો દસ-વીસ ટીકીટો શરમાશરમીમાં  વેચી આપે. એટલે અડધુ ઓડીયન્સ તો ભરાઇ જ જાય. છતાં ટીકીટો ન વેચાય તો એકદમ સસ્તા દરે કોઇ ક્લબ કે સંસ્થાને જથ્થાબંધમાં ટીકીટો આપી દેવાની. કેટલાક સિનિયર્સ સીટીઝન્સ મંડળો એમને મળી જ જાય. કલાકારોને, કોઇ રેસ્ટોરાંમાં ભોજનની પાર્ટી આપી દેવાની અને સર્ટીફિકેટો કે એવોર્ડની લહાણી કરી દેવાની. રેસ્ટોરન્ટવાળાને પણ આગલી હરોળની ટીકીટો આપી દેવાથી એ, કલાકારોને મફતમાં જમાડી દે એવું યે બને.  સ્પોન્સરર્સને પણ સ્ટેજ પર બોલાવીને એમની સમાજસેવા માટે બિરદાવવાના અને એવોર્ડ આપી દેવાના. દરેક શહેરમાં જાણીતા બિઝનેસમેનો જેમાં  ખાસ તો જ્વેલરી સ્ટોર્સના માલિકો, ઇલેક્ટ્રીક કંપનીઓ, મોટેલવાળા આવા સાંસ્કૃતિક કાર્યોમાં ફાળો આપવા તૈયાર જ બેઠા હોય છે. સ્ટોર્સના માલિકો તૈયાર ન થાય તો એમની જાજરમાન રૂપાળી પત્નીઓને મીઠા મીઠા શબ્દોથી મસ્કા લગાવીને તૈયાર કરી શકાય. સ્ટેજ પરથી ચાલુ કાર્યક્રમે એ જાજરમાન ( સારા શબ્દોમાં સ્થુળ શબ્દની જગ્યાએ જાજરમાન શબ્દ લખવામાં આવે છે )  સ્પોન્સરરનો ઉલ્લેખ કરીને એમને બિરદાવવાના. કાર્યક્રમને અંતે, સ્ટેજ પર એમને બૂકે એનાયત કરતી વખતે પણ એમના ડ્રેસકોડ અને પસંદગી અંગે અહોભાવના બે શબ્દો કહેવાથી, એ  બીજા આવા કાર્યક્રમના સ્પોન્સર થવા તૈયાર થઈ જવાના. જો કે બધા માટે આ શક્ય નથી હોતું. આને માટે તમારી પાસે મોહક વ્યક્તિત્વ, વાચાળતા અને થોડુંક સંગીતનું કે નૃત્યનું બેકગ્રાઉન્ડ હોવું જરૂરી છે.

ગયે વર્ષે, એક ચલતાપુર્જા ગાયકે, પોતે અનુપ જલોટાનો એજન્ટ છે એમ ઓળખાણ આપીને, એક ખુબ જાણીતા પ્રીસ્ટને બાટલામાં ઉતારીને ચાર હજાર ડોલરનો ચૂનો લગાવી દીધો હતો.

કોઇ સારો કલાકાર હોય એટલે એ સારો માણસ પણ હોય એ જરૂરી નથી. કોઇ જર્નાલીસ્ટ એ કલાકારના કાર્યક્રમને બિરદાવે કે એ કલાકારની કલાકાર તરીકે ઓળખ આપે એટલે એ કલાકાર, ચલતોપુર્જો નહીં જ હોય એમ માની લેવું ના જોઇએ.

બાકી તો….દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે….

નવીન બેન્કર      ( લખ્યા તારીખ- ૮ /૮/ ૨૦૧૫ )

મારે કંઈક કહેવું છે.

September 1st, 2015 Posted in મારા દિલની વાતો

જીવનના લગભગ સાત દાયકા વટાવ્યા બાદ હું મારા જીવનના સંસ્મરણો લખવા બેઠો છું.માનવજીવન સદાકાળ સુખદુખોથી,સમસ્યાઓથી,સોનેરી સ્વપ્નોથી,આશા-આકાંક્ષાઓથી અને ક્યારેક અસહ્ય વેદનાઓથી પણ વ્યાપ્ત થયેલું છે.
વર્ષો પહેલા પણ આવું જ હતું. આજે પણ એવું જ છે અને કાલે પણ એવું જ રહેવાનું છે.એના બાહ્યરુપમાં ભલે ફેરફાર થતાં હોય પણ એની સમસ્યાઓ નવા સ્વરુપો ધારણ કરતી જ રહેવાની અને મારા સંવેદનશીલ હ્ર્દયને આહવાહન આપતી જ રહેવાની.મારા અનુભવો કે મારા સંસ્મરણોને કાગળ પર ચિત્રિત કરવાની ક્ષમતા મારામાં છે એની મને પ્રતિતી થઈ ચુકી છે.છતાં જે વિષય પર મેં ૫૦ વર્ષ પહેલાં લખ્યું હોય એજ વિષય પર આજે આ ઉંમરે એટલે કે સિત્તેર વર્ષની ઉંમરે લખતાં થોડો ફેર તો પડવાનો જ.કારણ કે ૫૦ વર્ષ પહેલાં હું ૨૦ વર્ષનો,યુવાનીથી થનગનતો યુવાન હતો અને આજે ૭૦ વર્ષનો સિનિયર સિટિઝન છું.( જોયું, હજી વ્રુદ્ધ લખવાની હીંમત નથી ?). આ ઉંમરે અગાઉના કાવ્યાત્મક ભાવનું,ચિંતનશીલતામાં રુપાંતર થયું હોય એમ પણ બને ! આ વર્ષો દરમ્યાન મારા વ્યક્તિત્વમાં, મારા ગમા-અણગમામાં,પસંદગી,ધ્યેય,સ્વપ્નો બધું જ બદલાઈ ગયું હોઈ શકે.લખાણની રચના,શૈલીમાં પણ ફેર પડ્યો હશે.મારી પોતાની પણ કેટલીક સમસ્યાઓ છે.જેના મારે પોતાને ઉકેલ શોધવાના હોય છે. અને  એ સમસ્યાઓને વ્યક્તિગતમાંથી સમષ્ટીગત બનાવીને મારા મિત્રો, વાંચકો સમક્ષ રજુ કરવી હોય છે.એ માટે મારે પાત્રો સર્જવા પડે છે. કાગળ પરના એ પાત્રોને લોહીમાંસના બનેલા જીવતા માણસની માફક હરતાં ફરતાં અનુભવું છું. એ માટે મારો તર્ક,નિરીક્ષણ કલ્પના બધું જ કામે લગાડું છું. કાગળ પર ચિતરેલા એ પાત્રોમાં હું લખતી વખતે ખોવાઈ જાઊં છું. આ તો થઈ મારી વાર્તાઓની પાર્શ્વભુમિકા. આ પાનાઓ પર હું વાર્તાઓ નથી લખવાનો. મારી જિંદગીનાં કેટલાક સંસ્મરણો, મારા પરિચયમાં આવેલી કેટલીક વ્યક્તિઓના રેખાચિત્રો દોરવાનો છું.દા.ત. મારી દાદીમા,મારી મા, મારા પિતાશ્રી, મારા કાકા,મારી બહેનો,બનેવીઓ,મારી ખુબ વહાલી પત્ની,મારા અંગત મિત્રો,કેટલાક સાહિત્યકારો,કવિઓ,લેખકો,ફિલ્મી કલાકારો,નાટ્યજગતના ધુરંધરો,કેટલીક સંસ્થાઓના પ્રમુખો,ટ્રસ્ટીઓ,સંપાદકો, વગેરે..વગેરે..માત્ર અને માત્ર સત્ય જ લખવાનો મારો પ્રયાસ રહેશે. છતાં,ઘણી વખત આપણે જેને સત્ય માનતા હોઈયે એનો બીજો ચહેરો પણ હોઈ શકે.કાશ્મિર અંગેનું ભારતનું સત્ય એક હોય અને પાકિસ્તાનનું સત્ય અલગ પણ હોય એવું યે બને.છતાં શક્ય એટલી તટસ્થતાથી અને જે રીતે એ વ્યક્તિને મેં જોઈ હોય અને સમજ્યો હોઊ એ રીતે આલેખવાનો મારો પ્રયાસ રહેશે. મારા વ્યક્તિત્વના ઘડતરમાં જે જે વ્યક્તિઓનો ફાળૉ રહ્યો છે તેમને તો હું કેમ જ ભુલું ?  યાદ રહે કે આ મારી આત્મકથા નથી. આત્મકથામાં તો નિર્ભેળ સત્ય જ હોવું જોઈયે. એ તો માત્ર મહાત્મા ગાંધી જ કરી શકે. મારા જેવા ક્ષુદ્ર,પામર માનવીનું એ ગજુ નહીં એટલી સ્પષ્ટતા હું નિખાલસપણે કરવી જરુરી સમજું છું.અસ્તુ.

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.