પ્રજ્ઞાચક્ષુ,સંગીતજ્ઞ શ્રી અરુણ પટેલને શ્રધ્ધાંજલિ
Distinguished family members of Bankers, Dhruva, Dharia , Shah,Parikh,Patel and all other Friends and Well-Wishers of Late Shri. Arunbhai Chhotalal Patel
To-day, we all grieve passing away of our lonf-time friend Shri. Arun Patel.. It is but natural for us to
feel sadness as the soul of an Individual whom we admire, love and respect departs from us. But in fact, as we pay homage to this great human being, we are celebrating his life. Arunbhai’s life remains as a beacon of inspiration for all of us.
Lifetime of his accomplishments, his passion for Music, his wisdom, his guidance and his interests in multitude of activities will constantly remind us of his presence and motivate us to rejoice with him. He was a good Music Teacher.
It is an honor for me to have an opportunity to pay a tribute to an individual who devoted his life in pursuit of imparting true values of life.
I have been privileged to know Arunbhai since the time I migrated to Houston from India in 1979.
When we take a glimpse at his life, it immediately strikes us that he was a highly intelligent and talented man with multifaceted interests. We were of the same age. He was , may be, one year elder than me. It was so interesting to listen to him sing a beautiful song at various occasions of our family gatherins, our family-members’ marriage ceremonies and in public shows also.
As he told us,he had lost his eyes when he was only three years old. He did not see this world as we see, but he had seen the world more than us. He learnt music. He was playing on Harmonium and singing also. He worked with Late shanker-Jaikishan Group in Bombay for eight years. He had numberous rememberences with musicians and film-dignitories, especially with Shashi Kapoor. In 1980’s, when Shashi Kapoor visited New York with some Musical Show, I had a chance to see him with Arunbhai. I had shared his Apartments in Queens Area for some time also. We both used to go for shopping, watch movies and enjoy Musical Programmes. He was not able to see movie, but he had some peculiar sense to enjoy movie by his ears. He was recognizing speeches of Actors.
He had a habbit to eat apple daily. He was fond of GINGER-TEA. ( ADRKWALI CHAAY ).
In 1980s’ he was a part of Musical Institution ‘ SVARTARANG’where my younger brother Virendra, my younger sister Sangita (Who is now ancor of Azaad Radio in Dallas ), were also singing. They performed many shows.
2
He was born in 1940. He was diagnosed with MESOTHELIOMA- a type of Lung Cancer, in June 2010. Most recently, he suffered a hip-fracture and progressively became ill thereafter. He embraced his journey to his next life at 5.45 P.M. on January 25, 2013 in New York.
Arunbhai has been known for his generosity, kindness and KHUDDARI. I am sorry, my English is poor. So I do not know the meaning of this word’ KHUDDARI. He did not like to take someone’s help in his day-to-day activities. I had witnessed some incidents where he was offered assistance being a blind-man. In a restaurant, some waitor asked him to prepare his tea. He asked him –‘ Why ? Can I not prepare my tea ?’ Thank you .’This is called Khuddari.
I personally have enjoyed lively and intelligent conversations with him and experienced his deep thoughtfulness and directions. I could go on to talk about many instances to describe greatness of his life, but let me say in summation that:
Arunbhai was a man with integrity and honesty.
A man with vision and character.
A man with a strong will who fought against many odds due to several of his medical problems.
A man with great devotion to our family and to the community.
We shall remember him as a man with a kind and gentle heart and compassion for others.
Arunbhai leaves an abundance of memories for us to enjoy and cherish
With a very heavy heart, we bid farewell to our beloved Arunbhai.. May his soul rest in peace. May god give strength to all of us to bear the loss.
Thank you.
Navin Banker
6606 Demoss Dr. Aptt # 1003
Houston, Tx 77074
832-499-0399
“પુષ્પગુચ્છ” એક અવલોકન
“પુષ્પગુચ્છ” એક અવલોકન -નવીન બેંકર
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના ૨૫ જેટલા કવિઓ-ગઝલકારોની રચનાઓનું સંપાદન કરીને શ્રી.સુરેશ બક્ષીએ એક સુંદર પુષ્પગુચ્છ બનાવ્યું છે.એક સહ્રદય વાંચક તરીકે મેં, એ કવિતાઓ વાંચી છે,સરવે કાને સાંભળી છે અને મારી દ્રષ્ટીએ ઝીણા આંકની ચાળણીએ ચાળી પણ છે.
આમાં અછાંદસ કાવ્યો પણ છે, ગઝલ પણ છે અને વાંચતાં વાંચતાં સંભળાય એવા સુંદર કાવ્યો પણ છે.કવિશ્રી. સુમન અજમેરી,અબ્દુલ રઝાક મેઘાણી “રસિક” દેવિકાબેન ધ્રુવ, પ્રવિણાબેન કડકિઆ, સરયુબેન પરીખ જેવાના કાવ્યોનો સમાવેશ કરીને સુરેશ બક્ષીએ સરવા કાન અને ઝીણી નજરનો પુરાવો આપ્યો છે. કવિતાની કસોટીએ જ ખરી ઉતરેલી રચનાઓને જ પસંદ કરવાની નેમ, બક્ષીએ દાખવી છે એ અભિનંદનને પાત્ર છે.
હવે,કેટલાક કાવ્યો અંગે વાત કરીએ- પ્રવિણા કડકિયાની રચનાઓમાં સદગત પતિના સંસ્મરણોનું સ્પર્શક્ષમ શૈલીમાં આલેખન, તેમાં રહેલો વિષાદ અને આનંદનો અંગત અનુભવ વાંચકના ભાવવિશ્વને ભર્યું ભર્યું કરે છે. સ્મ્રુતિઓથી ઘેરાતો વિષાદ તેમાં સૂપેરે પ્રતિબિંબિત થયો છે.ક્યાંક એકલતાની ભીંસ પણ અનુભવાય છે.એ લાગણીઓને અપાયેલ શબ્દદેહ વાંચકના હૈયાના તારોને રણઝણતા કરી શકે છે.
આ પુષ્પગુચ્છના સર્જકોની રચનાઓમાં પ્રતિબિંબિત થતી એમની જીવનદ્રષ્ટી,એમની વૃત્તિ,એમનું ચિંતન,એમની અભિવ્યક્તિ સૌના હ્રદયભાવોને વાચા આપવા માટે જ જાણે પ્રગટ્યા હોય એવા જણાય છે. કેટલીક રચનાઓ તો એવી છે કે એનો નાદ,લય,શબ્દો એ એક અલગ જ અનુભૂતિનું વિશ્વ રચી આપે છે. ગઝલમાં વર્ણનને ખાસ અવકાશ નથી હોતો. બહુ ઓછ શબ્દોથી કામ લેવાનું હોય છે. ગઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર ભાવવિશ્વ ધરાવતો હોય છે. પ્રત્યેક શેર પોતે જ પોતાનામાં સ્વતંત્ર કાવ્ય હોય છે. રસિક મેઘાણીની ગઝલો અંગે તો કશું કહેવાપણું છે જ નહીં.’તમારી યાદનો ટહૂકો’ યોગ્ય સમયે જ ‘પુષ્પગુચ્છ’માં મુકાઇ છે.સ્ટ્રોકના હુમલા પછી, બે વર્ષ માટે બધું સમેટી લઈને પાકિસ્તાન ગયેલા આ ગઝલકારની ખોટ હ્યુસ્ટનના સહિત્ય-રસિકોને વધુ સાલશે. ‘તારી યાદ’માં હેમાબેન પટેલ પણ સુંવાળા દિવસોની યાદોને વાગોળે છે અને અટવાઇ ગયેલી જિન્દગીની વાતને વહી ગયેલા લાગણીના પ્રવાહો દ્વારા આપણને ય આપણાં ભુતકાળમાં ખેંચી જાય છે.
દેવિકા રાહુલ ધ્રુવ એમના પ્રથમ કાવ્યસંગ્રહ’ શબ્દોને પાલવડે’ પ્રકાશિત થયા પછી તો ઉપરાછાપરી કાવ્યોની હેલી જ વરસાવી રહ્યા છે. એમના કાવ્યો / ગઝલો છંદબધ્ધ હોય છે.એ માત્ર વાંચવાના જ નથી હોતા. સાંભળવાના પણ હોય છે.એમના કાવ્યો વાંચીએ કે એમને કંઠે સાંભળીએ ત્યારે જાણે આપણે કોઇ હોડીમાં બેસીને ખળખળ વહેતા જળમાં શ્બ્દચિત્રોને જોઇ અને સાંભળી શકીએ એવી અનુભૂતિ થાય છે.છેલ્લી પંક્તિઓમાં ચિંતનાત્મકતા, અધ્યાત્મકતા, અને જીવનની ફિલસૂફી પણ આવી જાય એ, દેવિકાબેનની વિશેષતા છે. કવિતામાંથી સંગીત પણ સર્જાઇ શકે અને શબ્દચિત્રનો આખો માહોલ વાંચકની દ્રષ્ટી સમક્ષ કેવી રીતે ઉભો થઇ શકે એ સમજવા માટે તમારે દેવિકા ધ્રુવના ‘શતદલ’ જેવા કાવ્યો વાંચવા જોઇએ.
ચીમન પટેલ હ્યુસ્ટનના હાસ્યલેખક છે. હમણાં થોડાક સમયથી તેમણે કવિતા,ગઝલ, હાઇકુ પર પણ સફળતાપુર્વક હાથ અજમાવવા માંડ્યો છે.પ્રસ્તુત કાવ્યસંગ્રહમાં, બાળકને સ્તનપાન કરાવતી પત્નીનું શબ્દચિત્ર ‘અલી, શીદને થઈ ઘેલી’ કાવ્ય દ્વારા તાદૃશ કરે છે. સાસુ-વહુના પ્રેમની વાત કરતું ,વર્ષાબેન શાહનું કાવ્ય પણ ભાવવિભોર બનાવી દે છે. સુમન અજમેરીની ‘અંતાક્ષરી’ એક આવકારદાયક નવીન પ્રયોગ છે.’મનુજ હ્યુસ્તોનવી’ ના નામે લખતા શ્રી. મનોજ મહેતા હ્યુસ્ટનના જાણીતા નાટ્યકાર, અભિનેતા, અને કવિ છે. ચિંતનાત્મક ફિલોસોફીવાળી તેમની ગઝલો નોંધનીય છે. હેમંત ગજરાવાળા પણ ‘મારી નજરઃતારી નજર’ દ્વારા સ્વપ્ના દર્શાવી જાય છે.અંગ્રેજી કવિતાઓના વાંચન દ્વારા અને તેના ભાવાનુવાદ દ્વારા પોતાની વિદ્વતાનો પરિચય કરાવી જતા આ સર્જક બહુશ્રુત અને વિદ્યાવ્યાસંગી છે. જિન્દગીના નવ દાયકા વટાવી ગયેલા અને હ્યુસ્ટનની ઇન્ડીયા કલ્ચર સેન્ટર દ્વારા ‘સ્પિરીટ ઓફ ટાગોર એવોર્ડ’થી સન્માનિત થયેલા શ્રી. ધીરુભાઇ શાહ પોતાની ઉંમરને અનુરુપ, સંબંધોની ફિલસુફી સમજાવે છે. વિજ્ય શાહનું ‘રિક્તતા’ કાવ્ય પણ હ્રદયસ્પર્શી છે.બધું ભર્યુભાદર્યુ હોય અને છતાં કોઇ પ્રિય આપ્તજનની ગેરહાજરીને કારણે વતનમાં જવાનું મન ન થવાની લાગણી આપણા બધાનો અનુભવ છે. રમઝાન વીરાણીની બન્ને રચનાઓ પર ‘ આ મુંબઇ છે’ ની અસર વર્તાય છે. વિશાલ મોણપરાના કાવ્યોમાં યૌવનની તાઝગી ને પ્રેમનો તલસાટ /ઉત્કટતા છે. સુરેશ બક્ષીના ‘ચડતી પડતીના સરવૈયાની વાત દિલને સ્પર્શી જાય તેવી છે. વિશ્વદીપ બારડની કૃતિ પણ સુંદર છે. ‘વૈશ્નવજન’ ના ઢાળ પર રચેલું ‘ સારા માનવ’ એ અંબુભાઇ દેસાઇનું કાવ્ય સમાનતા, ઉદારતા, કરુણા, મૈત્રિભાવ જેવા ભાવોની વાત કરતું ચિંતનાત્મક કાવ્ય છે તો સ્વ.મહમદ પરમાર ‘સૂફી’ ની ગઝલ આતંકવાદની વેદના તાદૃશ કરે છે.વર્ષા શાહ ‘ઘરેણાનો ડબ્બો’ દ્વારા કેવું સુરેખ ચિત્ર ઉપસાવી શક્યા છે ! બોખા મ્હોંએ સીતાફળની પેશી ખાતા પપ્પાનું ચિત્ર એ કાવ્ય દ્વારા ચિત્રિત કરી શક્યા છે. ‘પિયુના પગરખાનો અવાજ’ અને ‘નીતરતી સાંજ’ ના આલેખન દ્વારા સરયુબેન પરીખ કેવી સુંદર વાત કરે છે !
ટૂંકમા, ‘પુષ્પગુચ્છ’ની કેટલીક કૃતિઓ ચિંતનાત્મક છે. સુમન અજમેરિ, હેમાબેન પટેલ, શૈલાબેન મુન્શા, વિજય શાહ, દેવિકાબેન ધ્રુવની રચનાઓ એના ઉદાહરણ છે. કેટલીક કૃતિઓમાં અધ્યાત્મ અને ફિલોસોફી છે. પ્રદીપ બ્રહમભટ્ટ, ગિરીશ દેસાઇ,, ઇન્દીરાબેન શાહ, સુરેશ બક્ષીના કાવ્યો એના ઉદાહરણ તરીકે ગણાવી શકાય. હ્યુસ્ટનના આ કવિઓ / ગઝલકારો આધુનિક સંવેદનાના સર્જકો છે.તેઓ ગીત અને ગઝલની રચનામાં રત રહીને આધુનિક સંવેદનાઓને વાચા આપી શકે છે.વિભિન્ન રંગ,મિજાજ, ભાવ, વિષય અને શૈલી ધરાવતી રચનાઓને એકબીજાની સાથે વાંચતાં, કવિતાઓનો કેલિડોસ્કોપ જોયાનો અનુભવ કરાવે છે.
દિલીપ પરીખના ચિત્રો, જયંત પટેલના ફોટોગ્રાફ્સ, અને નિખિલ મહેતાના આર્ટવર્કથી ઓપતું આ ‘પુષ્પગુચ્છ’ આકર્ષક બની શક્યું છે. સુરેશ બક્ષી, આપે, આમુખમાં આપના પ્રિય કવિ ગની દહીંવાલાનો જે શેર ટાંક્યો છે એને જ દોહરાવીએ, તો જરુર કહી શકાય કે આ સંપાદનથી, ગુજરાતી સાહિત્ય સરિતામાં, આપનું નામ પણ આદરપુર્વક લેવાતું રહેશે.
હ્યુસ્ટનના કવિઓ / ગઝલકારોના આ ક્લોઝ અપ માટે, સંકલનકાર બક્ષીસાહેબ, આપને સાદર સલામ.
નવીન બેન્કર ૨૧ નવેમ્બર ૨૦૧૨
Navin Banker
http://navinbanker.gujaratisahityasarita.org/
કુછ યાદેં ભીગી ભીગી સી-(૬)
અમે બત્રીસ વર્ષથી અમેરિકામાં રહીએ છીએ પણ ભાગ્યે જ બે-ચાર અમેરિકન સિટી જોયા છે.કારણ કે અમે જન્મજાત ‘ દેશી‘ જ રહ્યા છીએ.અમારે દરરોજ દાળ-ભાત-શાક, અને રોટલી-ભાખરી-પુરી- જ ખાવા જોઇએ છે. અમને રસ પડે છે માત્ર અને માત્ર ગુજરાતી નાટકો, હિન્દી ફિલ્મો, ગુજરાતી વર્તમાનપત્રો-મેગેઝીનો-પુસ્તકો અને ફિલ્મી ગીતો,કે સુગમ સંગીતમાં.
મારે યુનિવર્સલ સ્ટુડીઓ, નાયગરા ધોધ, લાસવેગાસના કેસિનો અને ત્યાંની બિન્ધાસ્ત જીવનશૈલી જોવાની ઇચ્છા હતી.
આ ઇચ્છાઓ પરિપુર્ણ કરવા માટે મારે બે વ્યક્તિઓનો ઋણસ્વિકાર કરવો જ રહ્યો.
મારી નાની બહેન ડોક્ટર કોકિલા પરીખે પોતાના ક્રેડીટકાર્ડના પચાસ હજાર પોઇન્ટ્સ આપી દઈને,જાતે કોમ્પ્યુટર પર માથાકુટ કરીને અમારા માટે બે ટીકીટો , હ્યુસ્ટનથી ટોરન્ટોની, બૂક કરાવી આપી હતી. અને બીજો ઋણસ્વિકાર તે મારી પત્નીના ફોઇની દીકરી વીણાબેનના દીકરા જિગર અને તેની પત્ની તૃપ્તીનો. જેમણે પાંચ પાંચ દિવસ સુધી અમને એરપોર્ટ-ટુ-એરપોર્ટ સર્વિસ આપી, તેમને ઘેર રાખીને ગુજરાતી જમણ જમાડ્યું અને ઓફિસમાંથી રજાઓ લઈને રેન્ટે કાર કરીને આ બે સિનીયર સિટીઝનોને બધે ફેરવ્યા હતા.
પંદરમી જુલાઈ ને ૨૦૦૪ને ગુરુવારે અમે કોન્ટીનેન્ટલ એરલાઈન્સની ફ્લાઇટમાં બેસીને કેનેડાના ટોરન્ટો શહેરના એરપોર્ટ પર રાત્રે બાર વાગ્યે ઉતર્યા ત્યારે ભાઇ જિગર અમને રીસીવ કરવા હાજર હતો.
ઘેર પહોંચી, ભોજન કરીને, જલ્દી જલ્દી ઉંઘી ગયા અને બીજે દિવસે વહેલી સવારે તો અમે ફરવાનો કાર્યક્રમ ઘડી રાખેલો તે પ્રમાણે,રેન્ટ-એ-કારમાં નીકળી પડ્યા.સાથે ઘરના બનાવેલા ઢેબરાં, શાક,કચરપચર અને પાણીની બોટલો તો ખરી જ.
નાયગ્રા ધોધ જોવાની મજા તો સમી સાંજે અને રાત્રે.એટલે જિગરે પ્રોગ્રામ એ રીતે ઘડી રાખેલો કે દસ વાગ્યાથી મરીનલેન્ડ પાર્કમાં રાઈડો લેવી, વિવિધ શો જોવાઅને સાંજે નાયગ્રા ધોધના સ્થળે જઈને મોટેલમાં સામાન મૂકે,ફ્રેશ થઈને નીકળી પડવું અને મોડી રાત્રે પાછા ફરવું. બીજે દિવસે ધોધ અને તેની આસપાસના સ્થળોની મુલાકાત લેવી.રાત્રે ઘેર પહોંચી જવું. ત્રીજે દિવસે, ‘વન થાઉઝન્ડ આઇલેન્ડ’ની બોટ રાઇડ લેવી અને ચોથે દિવસે ટોરન્ટો શહેરના અમારા પરિચીતોને તેમજ હિન્દુ મંદીરોની મુલાકાત લેવી.
૧૬ જુલાઇ ને શુક્રવારે સવારે ૧૦ વાગ્યે અમે,૭૬૫૭,પોર્ટેજ રોડ, નાયગ્રા ફોલ્સ,ઓન્ટેરીઓ, કેનેડાના સરનામે આવેલા મરીનલેન્ડ્સ નામે ઓળખાતા સ્થળે પહોંચ્યા.ટોરન્ટોથી કાર મારફતે રુટ નંબર ૪૦૦ નોર્થ, ૪૦૧,૪૨૭ સાઉથ થઈને હેમિલ્ટન તરફ જતા QEW માં મર્જ થઇને રુટ નં.૪૨૦ ( ચારસોવીસ ) પકડી લો એટલે તમે નાયગ્રા ફોલ્સ પહોંચી જાવ.પછી, થોડા ડાબે જમણે થઇને જયાં જવું હોય ત્યાં જઈ શકો.
જુન, જુલાઇ અને ઓગસ્ટમાં મરીનલેન્દનો સમય સવારના ૯ થી સાંજના ૬ સુધીનો હોય છે. સીત્તેર હજાર ચોરસ ફીટમાં પથરાયેલા આ વિસ્તારમાં ઘણીબધી ગેઇમ્સ,ઘોસ્ટ બ્લાસ્ટર્સ જેવી અંધારી રાઈડો,સી-લાયન, વ્હેલ અને ડોલ્ફીનના શો, સ્કાય-સ્ક્રીમર, ડ્રેગન માઉન્ટન જેવા વિશ્વના સૌથી મોટા રોલર કોસ્ટર્સ, માછલીઘરો અને ઘણુંબધું છે.
સૌ પ્રથમ તો અમે કાર પાર્ક કરીને, ઘટાદાર વ્રુક્ષોથી ઓપતી હરિયાળી ધરતી પર બેસીને, દેશી સ્ટાઇલ પ્રમાણે ઘેરથી લાવેલા ઢેબરાં અને બટાકાપૌંઆનું લંચ કર્યું. ત્યારપછી, વ્યક્તિ દીઠ, છત્રીસ ડોલરની ફી આપીને મરીનલેન્ડમાં પ્રવેશ મેળવ્યો. અને અમારી ચાલવાની કસરત શરુ થઈ. વિશાળ મેદાનમાં પથરાયેલી રાઈડો અને જોવાલાયક સ્થળો જોવા માટે તમારે ચાલવું ફરજિયાત. હું અને મારી ધર્મપત્ની, બન્ને આર્થરાઈટીસના દર્દી અને મારે તો બન્ને પગે ઢાંકણીનાં ઓપરેશન કરાવેલા એટલે અમારી ચાલવા અંગેની મર્યાદાઓને કારણે અમારે વારંવાર ક્યાંક બાંકડા પર બેસી જવું પડતું અને જ્યાં ઢાળ ચઢીને જવાનું હોય એવી જગ્યાઓ ટાળી દેવી પડતી. યુવાન નવપરિણીત જિગર-ત્રુપ્તીએ દુનિયાની સૌથી ઉંચી ટ્રીપલ રાઈડ સ્કાય-સ્ક્રીપરનો આનંદ માણ્યો તો મેં દુનિયાના સૌથી લાંબા સ્ટીલ-રોલર કોસ્ટર ડ્રેગન માઊન્ટનની મઝા માણી હતી. અમે ચારે જણે સમુહમાં માછલીઘર, ડીયરપાર્ક, ડોલ્ફીન શો,કીલર-વ્હેલ શોની મઝા માણી.યુરોપ અને એશિયાના લાલ હરણામ તથા કાળા રીંછ જોયા.મેં અને જિગરે કન્ડ્ર્ઝ ટ્વીસ્ટર નામની હળવી રાઈડ લીધી. તળાવમાં માછલાંને ચારો ખવડાવ્યો.વેવ સ્વીંગર, હરીકેન કોવ, ટીપોલી વ્હીલ, સ્પેસ એવેન્જર જેવી રાઈડો જોઇ. પછી…ટાંટીયાએ સાથ છોડી દીધો એટલે વાઇલ્ડરોફ હટ નામના રેસ્ટોરન્ટમાંથી ફ્રેન્ચ ફ્રાઇઝ, પોપકોર્ન અને આઇસક્રીમ લઈને ખુલ્લામાં બેસીને, અમેરિકન જાઝ મ્યુઝીક સાંભળતાં સાંભળતાં નાસ્તોપાણી કર્યા.
અહીંના હંગ્રી લાયન રેસ્ટોરંટમા બારસો વ્યક્તિ સાથે બેસીને નાસ્તો કરી શકે એવી વ્યવસ્થા છે જ્યાં પીઝા,સલાડ, ડેઝર્ટસ, ફ્રુટજ્યુસ, કોફી વગેરે મળે છે
મરીનલેન્ડમાં ફર્સ્ટએઇડ,નર્સીંગ,ખોવાયેલા બાળકો, સ્ટ્રોલર, વ્હીલચેર, લોકર,રેન્ટલર્સ,એ.ટી.એમ. મશીન્સ,પીકનીક ટેબલ્સ,કીંગ વાલ્ડરોફ પેલેસ રેસ્ટોરંટસ,ગીફ્ટશોપ્સ,વગેરે છે. ઉપરાંત, વરસાદ તુટી પડે ત્યારે એક્વેરીયમ બીલ્ડીંગમાં આશરો લેવા માટે પણ વ્યવસ્થા છે.
કુછ યાદેં ભીગી ભીગી સી-(૫)
કુછ યાદેં ભીગી ભીગી સી-(૪)
કુછ યાદેં ભીગી ભીગી સી-3
કુછ યાદેં ભીગી ભીગી-2
(૨)
જીવનના સારા-માઠા, હળવા-ભારે પ્રસંગો, એના પ્રતિબિંબો ઉમટી રહે છે મારા માનસપટ પર….કૌટુંબીક જીવનની વાતો કે પોતાના અંગત અનુભવોને હળવાશથી આલેખવાનો મારો આ નમ્ર પ્રયાસ છે. મારી પોતાની કેટલીક નબળાઇઓની પણ, જરા ય હિણપત અનુભવ્યા વગર, નિખાલસપણે મેં કબુલાત કરી છે. બોત્તેર વર્ષની મારી આ જિન્દગીના હજ્જારો બનાવો, અનુભવોની એકસુત્રતા લખાણમાં રહી શકી નથી એ હું સમજું છું. એટલે હવે પછી,દરેક પ્રસંગ, દરેક ઘટના કે અનુભવને એક હેડીંગ આપીને જુદા જ પ્રકરણ તરીકે આલેખીશ.
મારે મારા અનુભવોમાંથી, મારી વેદનાઓમાંથી, મારા સુખ-દુઃખમાંથી મને જે નિજાનંદ સાંપડ્યો છે એમાં મારા સ્વજનોને, મિત્રોને ભાગીદાર બનાવવા છે. એ માટે, મારે મારી જાતને વ્યક્ત કરવી છે. આ બધું ‘શબદ‘ની આરાધના વગર શક્ય નથી. લખતી વખતે દરેક પ્રસંગે મારે, મારી જાત-તપાસ પણ કરવી પડે છે..પોતાના પાત્રને આત્મસાત કર્યા વગર રંગમંચ પર આવનાર કલાકારનો અભિનય પ્રેક્ષકોને સ્પર્શે નહીં એ જ રીતે,લેખકે પણ પોતાને આત્મસાત કર્યા પછી જ લખવું જોઇએ એમ હું માનું છું. વાંચકને બોજ લાગે કે ‘બોર‘ કરે એવો એક પણ શબ્દ ન લખાવો જોઇએ એની કાળજી રાખવી પડે છે.
કોઇએ કહ્યું છે કે- ‘ નસીબ, આવડત અને સંજોગો જ મનુષ્યના જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે.
કુછ યાદેં ભીગી ભીગી-૧
મારા બાળપણનાં સંસ્મરણો- પ્રકરણ ૧
પ્રકરણ ૨
નાટકો જોવાનો ખુબ શોખ હતો. ઘીકાંટા રોડ પર જ્યાં પ્રકાશ સિનેમા હતું એ જગ્યા પર ત્યારે નાટક થિયેટર હતું. આર્યનૈતિક નાટક સમાજ, લક્ષ્મીકાંત થિયેટરના નાટકો ત્યાં ભજવાય. મોટાભાઇ મને સાથે લઇ જાય. આગલી હરોળમાં જ મિત્રો સાથે બેસે. રાણી પ્રેમલતા, માસ્ટર અશરફખાન, ચંપકલાલા, સોહરાબ મોદી, પ્રાણસુખ નાયક, છગન રોમીયો, બાબુરાજે જેવાના સામાજિક નાટકો મેં, મોટાભાઈની સાથે જોયા છે. ક્યારેય, મારી મા સાથે આવી હોય એવું યાદ નથી.
ઠક્કર, સુકેતુ શેઠ ,શીલા શેઠ, ( પાછળથી શીલા નાણાવટી). આ શીલા શેઠ એટલે હ્યુસ્ટનના રમોલા દલાલના બહેન. હું અને કૈયુર હંમેશા લડતા રહેતા. એ પતાસા પોળમાં રહેતો એટલે અમારો સંપર્ક ઘણાં વર્ષો સુધી ચાલુ રહેલો.શિક્ષકોમાં શિવણ ક્લાસના બહેન એગ્નેસબેન, નમણા અરુણાબેન, જ્યોતિભાઇ, એટલા જ યાદ આવે છે.

હ્યુસ્ટનમાં ગઝલના અભિસારની રાત- ૬,જુલાઇ૨૦૧૨
છઠ્ઠી જુલાઇને શુક્રવારની એ રાત ગઝલના અભિસારની રાત હતી.
એ રાત હતી હૈયે પ્રેમ માર્દવના આવિષ્કારની રાત….
એ રાત હતી વસંતની વેણીએ બંધાયેલા ફૂલની મીઠી વ્યગ્રતાની રાત…
એ રાત હતી દર્દે ગમની આંચે શેકાઇને જીવનના રુપને પાકીઝગી બક્ષવાની રાત….
—–હમ તુમ રેડીયો ૧૪૮૦ AM KQUE અને દુઆ ટીવી 28.2 KUGB ના ઉપક્રમે હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સિવિક સેન્ટર ખાતે ‘બદલતે મૌસમ‘ શિર્ષક હેઠળ હિન્દી-ઉર્દુ ગઝલોનો એક અતિભવ્ય કાર્યક્રમ યોજાઇ ગયો. ગઝલગાયક હતા જી.એસ.ચંદ્રા.તેમને તબલા પર સાથ આપ્યો હતો ઉસ્તાદ તારેક અલી ખાં સાહેબે,સારંગી પર પંડીત રમેશ શર્માજી,ફ્લ્યુટ પર અને ઇલેક્ટ્રીક ઓર્ગન પર હતા ખૂબસુરત યુવાન કલાકાર અનીસ ચંદાની સાહેબ. લકીશા નામની એક ગાયિકા અને મોડેલે પણ શોભામાં અભિવ્રુધ્ધી કરી હતી.ઉસ્તાદ તારીક અલી ખાં સાહેબને પાકિસ્તાની પ્રેસિડેન્શિયલ એવોર્ડ મળેલો છે.સારંગીવાદક શ્રી.રમેશ મિશ્રાને ભારતમાં પ્રેસિડેન્શિયલ એવોર્ડથી નવાજવામાં આવેલા છે.અનીસભાઇ તો અગાઉ પણ ચાર-પાંચ વખત વિવિધ ગાયકો સાથે બંસરીવાદન દ્વારા હ્યુસ્ટૉનિયનોના મન મોહી ચૂક્યા છે.
કાર્યક્રમની શરુઆતમાં શ્રી. દુરાની સાહેબે પોતાના આગવા અંદાઝમાં કલાકારોનો પરિચય કરાવ્યો. દુઆ ટીવી વાળા સંગીતાબેન દુઆએ આયોજકો અને ઉપસ્થિત રહેલા શ્રોતાઓનું અભિવાવદન કર્યું હતું.
કલ ચાંદનીકી રાત થી,
કુછને કહા,ચાંદ હૈ, કુછને કહા ચહેરા તેરા..
હમભી વહીં મૌજુદ થે, હમસે ભી સબ પુછા કિયે,
હમ હંસ લિયે હમ ચૂપ રહે, મંજુર થા પરદા તેરા……
********
થોડીસી જામ પી લી હૈ
ડાકા તો નહીં ડાલા, ચોરી તો નહીં કી….
*******
જગજીતસીંઘની ‘આહિસ્તા…આહિસ્તા..‘
ઔર ન જાને કિતકિતની ગઝલેં પેશ હુઈ…તીન ઘંટે તક એક હી ગઝલકાર ગાતા ગયા..બસ..દિલ ખોલકર ગાતા ગયા…ઔર..શ્રોતાલોગ દાદ પર દાદ દેતે ગયે…વાહ..વાહ..ક્યા ખૂબ..ઇર્શાદ..ઇર્શાદ…
ચંદ્રાસાહેબના સ્વરમાં જે સમ્રુધ્ધી હતી, લચક હતી, જે માર્દવ અને મીઠાશ હતા એ, એટલું તો અભુતપુર્વ હતું કે જેણે એ મહેફિલ માણી હોય એ જ સમજી શકે.
જે જે ગઝલો રજૂ થઈ તેમાં વિષય, ભાવ,વિચાર,રીતિ, નિરુપણ પરત્વે ગઝલગાયક શ્રી. ચંદ્રા સભાન રહ્યા જણાતા હતા.એમની એ સભાનતા એમની ગાયકીમાં વાસ્તવલક્ષી સમજને કારણે જણાઇ આવતી હતી. એમની ગાયકીમાં, પ્રણયની, પ્રક્રુતિની,સાંપ્રત વિષયપરિસ્થિતીની, જીવનના ઉલ્લાસની, વેદનાની એમ તમામ વિષયો અને વિચારોનું નિરુપણ થયું હતું. રજૂ થતી દરેક રચના કશુંક નવું પ્રગટાવતી હતી અને ગઝલોને માણવાનો ભાવકોને અવસર મળતો હતો.સત્વ અને વૈવિધ્યની દ્રષ્ટીએ રજૂ થયેલી ગઝલોની સમ્રુધ્ધી ભાવકના મન અને હ્ર્દયને સ્પર્શી જતી હતી.
સાઉન્ડ સીસ્ટમ શ્રી. દર્શક ઠક્કરે સંભાળી હતી.
રાત્રે બાર વાગ્યે મદહોશ વાતાવરણમાં મહેફિલ બરખાસ્ત થઈ હતી.
આ કાર્યક્રમ MASS માટેનો ન હતો- CLASS માટેનો હતો એટલે સ્વાભાવિક રીતે પ્રેક્ષકો-શ્રોતાઓની હાજરી પાંખી હોય.
આવો સુંદર કાર્યક્રમ હ્યુસ્ટનની ગઝલપ્રેમી જનતા સમક્ષ રજૂ કરવા બદ્લ હમતુમ રેડિયો અને દુઆ ટીવીના સંચાલકો પ્રશંસાને પાત્ર છે. અસ્તુ…
