સાધુ વાણિયો બીજા જન્મે અમેરિકામાં
સાધુ વાણિયો બીજા જન્મે અમેરિકામાં
With Love & Regards,
NAVIN BANKER
Houston, Tx 77074
713-818-4239 ( Cell)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
With Love & Regards,
NAVIN BANKER
Houston, Tx 77074
713-818-4239 ( Cell)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
થઇ રહ્યુ.. શાન્તિલાલનું આવી બન્યું. ‘ઓ મારા ઘરમાં બોરાવારો કર્યો. મારા શ્રીનાથજી ભગવાન, મને માફ કરો. આ શાંતિડો સાલો નાસ્તિક પાક્યો છે.એને ધરમબરમનું ભાન જ નથી.’ કરીને પોતાના ગાલ પર ભગવાનના ચિત્રજી ની સામે ઉભી રહીને તમાચા
મારા સ્ફોટક વિચારો
ફ્રેન્કલી સ્પીકીંગ, મને ફોટોકુ અને હાયકુમાં બિલકુલ રસ પડતો નથી.
ખાલી શિષ્ટાચાર ખાતર, ‘સરસ’ એવો પ્રતિભાવ લખું છું અને તરત જ ડીલીટ કરી નાંખું છું. મને સીધેસીધુ ગદ્યસર્જન જ વધુ ગમે છે. ઇવન, કાવ્યોમાં ય અમુક વિષયના કાવ્યો ગમે.
આપે મીટીંગમાં રજુ કરેલ ‘મારે શું કરવું’ જેવા કાવ્યો ગમે. ‘પ્રકૃતિ અને પ્રભુને’ લગતા કાવ્યો ન ગમે. મને પ્રભુના અમુક સ્વરૂપોમાં ક્યારેય સૌંદર્ય દેખાતું જ નથી. રાધા-કૃષ્ણ ના પ્રેમપ્રસંગોને ગ્લોરીફાય કરતા ગીતો , કાવ્યો કે ભજનો નો હું પુરસ્કર્તા નથી. ટીવી પર આવતી ‘મહાબલી બજરંગબલી’ કે ‘સુર્યપુત્ર કર્ણ’ની કપોળકલ્પિત વાર્તાઓ જોવાની મજા જરૂર આવે , બાકી એમાંની એકે ય વાતને હું સત્ય સમજતો નથી. એ જમાના ના લેખકો /કવિઓએ રચેલી કલ્પિત વાર્તાઓથી વિશેષ કશું જ વધારે મહત્વ મારે માટે નથી. ઇવન, રામાયણ કે મહાભારત પણ મારે મન, તો કપોળકલ્પિત નવલકથાઓ જ છે. કોઇ ધર્મગ્રંથો નથી. બાળપણથી મને મૂર્તિપૂજામાં શ્રધ્ધા નથી. મંદીરમાં પ્રસ્થાપિત કરેલી કોઇ જ ભગવાનની મૂર્તિને હું ભગવાન સમજતો નથી. મારી શ્રધ્ધાવાન પત્નીની ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચે એટલા ખાતર, એની સાથે મંદીરમાં જઈને મૂર્તિ સમક્ષ નતમસ્તકે ઉભા રહેવાનો અભિનય હું કરૂં છું.ભજનો ગાતી વખતે પણ એના સંગીત અને ઢાળને કારણે એ ગમે, પણ એમાં પ્રભુની પ્રશસ્તિને હું દિલથી સ્વીકારતો નથી. ધર્મના વિવિધ સમ્પ્રદાયોમાં મને શ્રધ્ધા નથી.કોઇ જ સંપ્રદાયના ગુરૂને હું, ભગવાન કે પ્રગટબ્રહ્મસ્વરૂપ માનતો નથી.
હું નાસ્તિક નથી. કોઇ એક સર્વશક્તિમાન પ્રભુના અસ્તિત્વને હું માનું છું. છેક નાનપણથી મારા મન-મસ્તિષ્કમાં પ્રભુની એક મૂર્તિ-સ્વરૂપ દ્રઢ થયેલું છે તે શિવજીનું છે. ભલે એ કલ્પિત હોય, પણ જ્યારે હોસ્પિટલમાં, મને સ્ટ્રેચર પર નિર્વસ્ત્ર કરીને સર્જરિ વખતે, સર્જરિના વોર્ડમાં સુવડાવે છે અને સર્જન, એનેસ્થેશિયોલોજીસ્ટ મારી આસપાસ ઉભા હોય છે અને હું ફરી ભાનમાં આવીશ કે મારી આંખો કદી નહીં ઉઘડે એવી દ્વિધા વખતે જે મૂર્તિનું મારાથી સ્મરણ થઈ જાય છે તે માત્ર શિવજીનું જ કાલ્પનિક સ્વરૂપ હોય છે. ભવિષ્યમાં, મારી પત્ની ના રહે ત્યારે, હું બધા જ સ્વરૂપોના ફોટાઓ અને મૂર્તિઓ ને ગાર્બેજ કરી નાંખીને, માત્ર એક શિવજીની નાનકડી છબી જરૂર રાખું. એટલો આસ્તિક હું જરૂર છું.
પરસ્પરની સંમતિથી થયેલા શરીરસંબંધને હું પાપ માનતો નથી. પછી ભલે એ લગ્નેતર સંબંધ કેમ ન હોય ! It is my body and I have right to use it as I wish ! ‘લગ્ન’ એ શારીરિક સંબંધ કરવા માટેનું સામાજિક લાયસન્સ માત્ર છે. એક પુરૂષ બે સ્ત્રીઓને પ્રેમ કરતો હોય અને પત્નીને હર્ટ કર્યા વગર બન્ને સંબંધોને , અલગ અલગ કમ્પાર્ટમેન્ટ્સમાં રાખીને જિન્દગી જીવતો હોય તો ઇટ્સ ઓલરાઈટ ! એવું જ વાઇસાવર્સા માનવું.
આજના જમાનામાં, એક સ્ત્રી, પ્રેમ કર્યા વગર કોઇને પરણી હોય અને વર્ષો સુધી એના પતિ અને બાળકો સાથે જીવન વિતાવ્યા પછી એના જીવનમાં બીજો, મનને ગમતો માણિગર પ્રવેશે અને પરસ્પરની સંમતિથી શરીરસુખ ભોગવવાની તક ઉભી થાય તો મારા મતે કોઇ પાપ નથી. બશર્તે કે એના પતિને જાણ ન થાય અને સંસારમાં બખેડો ઉભો ન થાય ! આપની રચનામાં, આપ કહો છો તેમ-
‘સમજાય ના જે પ્રેમપત્રો, એ વાંચીને મારે શું કરવું’
‘સમજી ના શકું જે રાગને, એ જાણી મારે શું કરવું’
ગદ્યમાં પણ ગુજરાતી ભાષામાં લખાયેલું ગદ્ય વધુ ગમે. અંગ્રેજીમાં લખાયેલા ગદ્યની ભાષા મને સ્પર્શતી નથી.
આજે સવારે હું ડીશનેટવર્ક ની ચેનલ ૭૨૦ – ‘સંસ્કાર’- પર, ભાઈશ્રી, રમેશ ઓઝાની ભાગવતકથાનું રસપાન કરી રહ્યો હતો-
આટલું વાંચીને તમને હસવું આવ્યું ને ? ‘નવીન બેન્કર’ અને ભા..ગ..વ..ત..ક..થા ? શ્રીરામ..શ્રીરામ…’
બટ બીલીવ મી..નાનપણમાં હું પણ તમારા જેવો જ સંસ્કારી હતો.(!) હું નમણો અને કોમળ સ્વર ધરાવતો હતો એટલે છોકરાઓ મને ‘નવલો નરગીસ’ કહીને ચીડવતા હતા. સ્કુલમાં હું પ્રાર્થના કરાવતો હતો, મારા દાદીમા વિદ્યાબાની સાથે, સંન્યાસીના મઠમાં કથાવાર્તા સાંભળવા જતો હતો અને પછી ઘેર આવીને, સ્વામિજીના સ્વરમાં રામાયણની ચોપાઇઓ બોલીને મીમીક્રી કરતો હતો. લલિતાબેનના અને અન્ય ભગતોના ભજનો મને કંઠસ્થ થઈ જતા. નવ વર્ષની ઉંમરે તો ગીતાનો નવમો, બારમો અને પંદરમો અધ્યાય મને કંઠસ્થ હતા.
પછી હું ‘બગડી’ ગયો. ફિલ્મોને રવાડે ચડી ગયો. છાપાં વેચવાના દિવસો દરમ્યાન, લોકો અને પોલીસનો માર ખાઈ ખાઈને હું નઠોર અને હિંસક બનતો ગયો. પણ એ જુદી વાત છે. આજે વાત કરવી છે ‘મુચ્યતામ..મુચ્યતામ’ ની.
મારી પત્ની સવારના પહોરમાં ઉઠતાંની સાથે, ટીવી પર ‘આજતક’ કે ‘સમય’ ચેનલ પર સમાચારો જુએ છે. હું આ બન્ને ચેનલોને સખ્ત ધિક્કારું છું કારણ કે સવારના પહોરમાં મારે લાલુ, મુલાયમમિંયા, નિતીનીયો, માયાવતી અને મમતાડી ના ડાચા જોવા પડે છે. પત્નીનું આ વળગણ છોડાવવા માટે, એની ધાર્મિકતાને હથિયાર બનાવીને મેં ચાર રીલીજિયસ ચેનલો જેમાં ‘આસ્થા’ અને ‘સંસ્કાર’ ચેનલો આવે છે ,એ નંખાવી દીધી. એટલે હવે એ સવારના પહોરમાં મોરારિબાપુ, રમેશ ઓઝા અને એવા જ અન્ય ભગતોના પ્રવચનો, કથાઓ, દેવદેવલાના દર્શનો જ કર્યા કરે અને મને શાંતિથી કોમ્પ્યુટર પર ગુજરાતીમાં લખવા દે. જો કે હું પણ બાળપણના સંસ્કારોને કારણે ક્યારેક આવું બધું જોઇ લઉં.
આજે ‘સંસ્કાર’ ચેનલ પર, શ્રી. રમેશ ઓઝા ભાગવતકથા અંતર્ગત, મહાભારતના યુધ્ધ દરમ્યાન, દ્રૌપદીના પાંચ પુત્રોના માથા વાઢી જનાર, અશ્વસ્થામાને પકડીને ગાંડીવધારી બાણાવળી અર્જુન, દ્રૌપદી સમક્ષ લાવીને દ્રૌપદીને કહે છે કે – ‘ હે પાંચાલી, લે..આ તારા સુઈ રહેલા પાંચે પુત્રોના માથા વાઢી લેનાર હત્યારાને પકડી લાવ્યો છું. એને સજા કર.’
દ્રૌપદી અશ્વસ્થામાને જુએ છે. આ અશ્વસ્થામા એ તો પાંડવો અને કૌરવોના ગુરૂ દ્રોણાચાર્યનો પુત્ર હતો. એ જમાનામાં ગુરૂને લોકો ભગવાનતુલ્ય માનતા અને ગુરૂનો પુત્ર પણ પુજનીય ગણાતો. અને તેમાં ય આ તો બ્રાહ્મણ…બ્રાહ્મણનો તો વધ કરાય જ કેવી રીતે ? એટલે દ્રૌપદી અર્જુનને કહે છે કે- હે અર્જુન, આ તો આપણા ગુરૂનો પુત્ર અને તેમાં ય પાછો બ્રાહ્મણ.. એનો વધ તો કરાય જ કેમ ? એણે મારા પાંચે પુત્રોના માથા વાઢી નાંખ્યા એટલે મને એક માતા તરીકે કેટલું દુઃખ થાય છે એ હું સમજું છું. ગુરૂ દ્રોણાચાર્યનો વધ થયા પછી એમની પત્નીનો આ એકમાત્ર સહારો છે. હવે જો આપ એનો વધ કરશો તો એની માતાને કેટલું દુઃખ થશે ? અને આપણા પુત્રો કાંઇ સજીવન તો થવાના નથી જ. માટે એને ક્ષમા કરીને ‘મુચ્યતામ..મુચ્યતામ’. ( એને છોડી મૂકો..છોડી મૂકો ).
મને લાગે છે કે ભારત સરકાર, આ મહાભારતને ફોલો કરી રહી છે. આપણા જવાનોના માથા વાઢીને લઈ જનાર પાકિસ્તાની લશ્કર સાથે હિસાબ પતાવતાં, એમને પણ દ્રૌપદીના શબ્દો યાદ આવી જતા લાગે છે. ભલે આપણા બે જવાનોના માથા વાઢી ગયા, આપણે એમના માથા વાઢી લઈશું એટલે આપણા જવાનો કાંઇ સજીવન તો થઈ જવાના નથી. જવાનોની માતાઓ જે દુઃખ અનુભવતી હશે એ જ દુઃખ, આપણા કૃત્યથી,પાકિસ્તાની માતાઓ પણ અનુભવે એ તો બરાબર નથી ને ? માટે, વેરની ભાવનાને ભૂલી જઈને એમને ‘મુચ્યતામ..મુચ્યતામ..’
હમણા જ રીલીઝ થયેલી, સૈફ અલી ખાન અભિનીત ફિલ્મ ફેન્ટમ (૨૦૧૫) માં ભારતીય જાસુસી સંસ્થા-રો- ના એક ઉચ્ચ અધિકારી કે પ્રધાન પણ આવી જ મતલબનો સંવાદ બોલે છે કે- ૨૬/૧૧ ના મુંબઈ હુમલાના આરોપીઓને ખતમ કરવા માટે આપણે યુધ્ધનું જોખમ ઉઠાવીને લાખ્ખો પાકિસ્તાનીઓની હત્યા ન કરી શકીએ.’
મને લાગે છે કે આપણી પ્રજાએ, આ મહાભારતની કથાઓનું અફીણ બરાબર પચાવ્યું છે. નાનપણથી આવી આવી સુફિયાણી વાતો સાંભળી સાંભળી, વાંચી વાંચીને, આપણે, ક્ષમાશીલ –મારખાઉ- પ્રજા બની ગયા છીએ.
નવીન બેન્કર- (લખ્યા તારીખ- ૧ સપ્ટેમ્બર ૨૦૧૫)
હ્યુસ્ટન ( ટેક્સાસ ) થી પ્રસિધ્ધ થતા
Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.