એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Archive by category 'મારા દિલની વાતો' (Page 2)

ગુજરાત ટાઈમ્સની એક જાહેરખબર

ગુજરાત ટાઈમ્સની એક જાહેરખબર

 

“ચાર અને સાત વર્ષની ઉંમરના બે બાળકોની, છૂટાછેડા લીધેલી અત્યંત ખુબસુરત સ્ત્રી અમેરિકામાં સ્થાયી થયેલા પુરૂષ સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવે છે. ધંધામાં સાઇઠ હજાર ડોલર્સ સુધીનું રોકાણ કરી શકશે. ફલાણા નંબર પર સંપર્ક સાધશો અથવા અમુક ઇ-મેઇલ પર ઇન્ટરનેટના માધ્યમથી માહિતી મોકલશો.. વગેરે..વગેરે.”. ( ગુજરાત ટાઇમ્સ – ૧૨મી જુન ૨૦૧૫-  પેઇજ ૧૭ )

જાહેરાતમાં બહેને પોતાની ઉંમર નથી જણાવી પણ બાળકોની ઉંમર જોતાં, એ બહેન  જુવાન હશે એમ સમજાય છે. બહેને જ્ઞાતિ કે જાતિ પણ નથી જણાવ્યા એટલે જ્ઞાતિભેદમાં પણ નહીં માનતા હોય. ગમે તે જાતનો હોય પણ પુરૂષ જોઇએ અને અમેરિકામાં સ્થાયી થયેલો અને સીટીઝન અપેક્ષિત છે. ઇન્ડીયામાં મોટી ઉંમર સુધી અપરિણિત રહી ગયેલી સ્ત્રીઓના વડીલો  વીસ ત્રીસ લાખ રુપિયા દહેજમાં આપીને, અમેરિકન સિટીઝન્સ વિધુરો સાથે પોતાની પુત્રીને પરણાવતા હોય છે એ તો બધા જ જાણે છે. જમીનોના ભાવ આસમાને જતાં, ઘણાં ખેડૂતોને રાતોરાત કરોડો રૂપિયા હાથમાં આવી ગયા છે અને ગાડીઓ ફેરવતા થઈ ગયા છે એવા વડીલોની દીકરીઓને આ રીતે ઠેકાણે પાડી દેનારા એજન્ટો પણ ઉભા થઈ ગયા છે. અમેરિકામાં ગ્રીનકાર્ડ વગરની ઘણી સ્ત્રીઓ,  ૧૫- ૨૦ હજાર ડોલર્સ આપીને કોઇ   સિટીઝન ‘મેકલા’ કે ‘કાળિયા’ સાથે કાગળ પર લગ્ન કરીને ગ્રીનકાર્ડ મેળવી લે છે એ પણ હવે જગજાહેર હકિકત છે.

હવે, આ પરિસ્થિતીમાં, કોઇ મોટી ઉંમરનો વિધુર કે વાંઢો  ઇન્ડિયા જઈને વીસ-પચીસ લાખ રૂપિયા લઈને, પોતાનાથી જુવાન અને છડેછડી છોકરીને પરણી લાવવાની તક મળતી હોય તો, આધેડ ઉમ્મરની અને જુવાન બાળકોની માતા સાથે સંસાર માંડવા તૈયાર થાય ખરો  ?  હા..  મનના મેળ મળી ગયા હોય અને અહીં ગ્રીનકાર્ડ વગર રહી પડેલી પણ  આઇ.ટી. એક્ષપર્ટ તરીકે ઢગલો ડોલર્સ રળી આપવાની તક હોય અને રૂપાળી દેખાતી હોય તો કદાચ કોઇ  ચાન્સ લે પણ ખરો. પણ..મોટી ઉંમરના અને દૂધના દાઝેલા, કે ડીવોર્સના ચક્રવ્યુહમાંથી , બધું ફનાફાતિયા કરીને, માંડ છૂટેલા  એવા બેવકુફો પાશેર દૂધ માટે , શિંગડા ભરાવે એવી કોઇ ગાય ( કે ભેંસ ) ને ખીલે બંધાવા તૈયાર થાય ખરા ?

મોટી ઉંમરે વિધુર થયેલા કે છૂટાછેડા લઈને સ્વતંત્ર થયેલા  સજ્જન પુરુષો તમને ભાગવતકથાઓમાં જોવા મળશે. અને  દુષ્ટ પણ  ડાહ્યા  (!)  પુરૂષો રાત્રિકલબોમાં કે ચાઇનીઝ મસાજ પાર્લરોમાં જોવા મળે. ભાગવતકથાઓમાં  આવા સજ્જન પુરૂષો મોટેભાગે શુભ્રધવલ કેશરાશી ધરાવતા અથવા અડધી ટાલવાળા જોવા મળશે. અને રાત્રિકલબોમાં  આવા  રસિક પુરૂષો કલપ કરીને જુવાન દેખાવાનો ડોળ કરનારા કે વીગ પહેરેલા જોવા મળે.

અત્યાર સુધી  ધંધામાં રોકાણની લાલચ આપીને લગ્ન કરવાની ઓફર કરનારી જાહેરાતો જોવામાં નહોતી આવતી. હવે કાયદેસર રીતે પૈસાની ઓફર કરીને , લગ્ન દ્વારા, ગ્રીનકાર્ડ મેળવવાની ઇચ્છા વ્યક્ત કરાતી થઈ છે.

નવીન બેંકર—–એક પરિચય લેખ


clip_image002

   નવીન બેંકર

નવીનભાઈનો જન્મ ૧૯૪૧ માં અમદાવાદ નજીકના ભુડાસણ ગામમાં થયેલોપિતાએ મેટ્રીક સુધીનો અભ્યાસ કરેલોઅને એક મીલમાં નોકરી કરતા હતામાતા ચાર ધોરણ સુધી ભણેલા હતા એક મધ્યમવર્ગી કુટુંબ હતુંનવીનભાઈનું શાળા કોલેજનું ભણતર અમદાવાદમાં જ થયેલું.
કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિને લઈને ૧૦ મા અને ૧૧ મા ધોરણના અભ્યાસ દરમ્યાન એમને થોડા પૈસા કમાવવા    માટે અનેક પ્રકારના નાના મોટા કામો કરવા પડેલાએમના જ શબ્દોમાં લખું તો, “ધોરણ ૧૦ અને ૧૧ના અભ્યાસ દરમ્યાન ‘સંદેશમાં ટ્રેડલ મશીન પર કેલેન્ડરના દટ્ટા કાપવાની નોકરી રાત્રિના સમયે કરી છેરસ્તા પર બુમો પાડીનેછાપાં વેચ્યા છે, અને ૧૫૦ બાંધેલા ગ્રાહકોનેઉઘાડા પગેછાપાં પહોંચાડ્યા છેસ્કુલમાંથી દાંડી મારીને ‘સેવક’ છાપાંના    વધારા ભરબપોરે વેચ્યા છેએટલું નહિં પણ દિવાળી ટાણે ખભે પાટિયું ભરાવી માણેકચોકમાં ફટાકડા વેચતો અનેઉતરાણના આગલા દિવસોમાં પતંગ-દોરી પણ વેચવા નીકળતો સમય દરમ્યાનફેરિયાઓ સાથે મારામારી પણ થતીમફતિયા પોલીસોનો માર પણ ખાધો છે.
૧૯૫૮ માં નવીનભાઈએ S.S.C. ની પરીક્ષા પસાર કરી૧૯૫૮ થી ૧૯૬૦ સુધી બે વર્ષ અમદાવાદની એચ.એલકોમર્સ કોલેજમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ ૧૯૬૦ થી ૧૯૬૨ સુધી અમદાવાદની એચ.કોલેજ ઓફ કોમર્સમાં અભ્યાસકર્યો સમય દરમ્યાન લો કોલેજ ગાર્ડનમાં  વખતે ચાલતી બીઝી બી રેસ્ટોરન્ટમાં ૫૦ રુપિયાના પગારે વેઇટરની પાર્ટ ટાઈમ નોકરી પણ કરી હતી.
નવીનભાઈએ ૧૯૬૨ માં એડવાન્સ એકાઉન્ટીંગ એન્ડ ઓડીટીંગ સાથે બીકોમની ડીગ્રી મેળવી.
સિનેમા અને નાટકો પ્રત્યેના અનુરાગે નવીનભાઈને  લેખનનો છંદ લગાડ્યો અને પછી તો   જીવનનો રંગ બનીગયો૧૯૬૨માં નવીનભાઈની પહેલી વાર્તા ‘પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલીઅનંતરાય રાવળ,રમણલાલ જોશીઅશોક હર્ષ અને પીતાંબર પટેલે તેમને નવલિકાલેખન અંગે માર્ગદર્શન આપેલુંત્યાર પછી ‘સ્ત્રીઓ અને સરકારી નોકરી’ કટાક્ષિકાઅને દિલ એક મંદિર’ ‘ વાર્તા ચાંદની’ માં પ્રગટ થઈત્યારથી વાર્તાલેખનમાં વેગઆવ્યોઉપરાછાપરી સવાસો જેટલી તેમની નવલિકાઓ  સ્ત્રીશ્રીમહેંદીશ્રીરંગ ડાયજેસ્ટઆરામમુંબઈ સમાચારકંકાવટીજન્મભૂમિ પ્રવાસીનવચેતન વગેરેમાં છપાતી રહીતેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાંઆમાંથી પાંચ    વાર્તાસંગ્રહો બન્યાં. ” હેમવર્ષા’, ‘અરમાનોની આતશબાજી’, ’રંગભીની રાત્યુંના સમ’, ’કલંકિત’ અને ‘પરાઈ ડાળનું પંખી’.  ૧૮ જેટલી રોમેન્ટીક પોકેટબુક્સ પણ ૧૯૬૪ થી ૧૯૭૧ દરમ્યાન પ્રસિધ્ધ થઈ હતી.
૧૯૬૨ માં સેન્ટ્રલ ગવર્નમેન્ટની એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાંઓડીટર તરીકે નોકરી મળી.
clip_image004
      (નવીનભાઈ અને કોકિલાબહેન લગ્ન સમયે)
૧૯૬૩માં નવીનભાઈના કોકિલાબહેન સાથે લગ્ન થયાપોતાના લગ્ન વિશે નવીનભાઈ કહે છે, “એ એક ગરીબમાણસના લગ્ન હતા,  બેન્ડ ન બાજા બારાત  રીસેપ્શન,  ભોજન સમારંભ, સોનું દાગીના કંઈ જ નહીં લગ્નના માત્ર છ બ્લેક એન્ડ વાઈટ ફોટા મિત્રોએ પાડેલા. ચાર   દોસ્તોંને બે બે રૂપિયા ચાંલ્લામાં  આપેલા. પત્ની કોકિલા સીધી સાદીભલીભોળીદસ ચોપડી ભણેલીમા વગરનીલોકોને આશરે , ઘરના કામ કરીનેહડસેલા ખાઇનેમોટી થયેલી  ગરીબ છોકરી હતી.”   વખતે પોતાની પરિસ્થિતિ વિશે તેઓ કહે છે, “હું બહોળા કુટુંબમાંએકમાત્ર કમાનાર૧૬૧ રુપિયા અને ૬૨ પૈસા નો માસિક પગાર લાવતો માણસ હતોભાડાના ઘરમાં  ચોકડીમાં સ્નાન કરતા.એક  ખાટલો હતો જે દાદીમા વાપરતાબીજા ફર્શ પર પથારીઓ નાંખીને સૂઇ જતા અને સવારે ડામચીયા પર ગોદડા નાંખી દેતા.”  પત્ની વિશે તેઓ કહે છે, “પત્ની ખુબ સારા સ્વભાવની અને હરહંમેશ સુખદુખમાં સાથ આપનાર મળી છે.ક્યારેય સાડીઓ કે ઘરેણા માંગ્યા નથીઅત્યારે ૭૨ વર્ષની વયે શ્રીનાથજીના સત્સંગ અને ભજન સિવાય ક્યાંયે જતી નથી.
clip_image006
         (લગ્નના ૫૦ વર્ષ બાદ)
૧૯૬૪થી ૧૯૭૭ સુધી નવીનભાઈએ  ડઝનેક એકાંકીઓ અને  કેટલાક  ત્રિઅંકી નાટકોમાં કામ કર્યું હતું૧૯૭૦ થી૧૯૭૪ દરમ્યાન ગુજરાતી રંગમંચ અને ફિલ્મી જગતના જાણીતા કલાકારોની વ્યક્તિગત મુલાકાત અંગેના લેખો  ‘નવચેતનમાં દર મહિને નિયમિત છપાતા.
૧૯૭૯ માં નવીનભાઈના અમેરિકા સ્થિત બહેન ડો. કોકિલા પરીખની સ્પોન્સોરશીપ મળતાં નવીનભાઇ અને પત્ની કોકિલા બહેનને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળ્યું. ભારતની નોકરી ચાલુ રાખીને ગ્રીન કાર્ડના નિયમ અનુસાર ૧૯૭૯ અને ૧૯૮૬ વચ્ચે ત્રણ ચાર વાર અમેરિકા આવવું પડેલું. પ્રત્યેક વખતે આવીને તરત  કોઇ દેશીના સ્ટોર પર કેઅમેરિકન ફેક્ટરીમાં કામ મળી જતુંઇન્ડિયન વિસ્તારમાં એક સ્ટુડીયો અપાર્ટમેન્ટ ભાડે રાખી લેતા અને દસબારમહિના કાઢી નાંખતાઓફીસમાંથી નોટીસો આવે એટલે પાછા અમદાવાદ અને ડ્યુટી જોઇન કરી લેતાપાછા અગિયારમે મહિને ત્રણ માસની રજા લઈને અમેરિકા ભેગો થતા. આખરે ૧૯૮૬ માં સ્વેછીક નિવૃતિ લઈને કાયમ માટે અમેરિકા આવી ગયા.
૧૯૮૬થી અમેરિકા આવીને ડોક્ટર કોકિલાબેનની ઓફીસમાં  એકાઉન્ટ્સ મેનેજરની નોકરી કરી.  અમેરિકા આવીને એમની ઇતર પ્રવૃતિઓ વધારે ખીલી ઊઠી. ફિલ્મોગુજરાતી નાટકો વગેરેના અહેવાલ અને અવલોકનો વિષય પરનાતેમના અભ્યાસપૂર્ણ લેખો  ‘ગુજરાત ટાઈમ્સ’, ગુજરાત સમાચાર’,  ‘નયા પડકાર’ વગેરેમાં આવતા રહ્યાં૧૯૮૬માંન્યુયોર્કના ગુજરાતી સમાજે યોજેલી એક નાટ્ય હરિફાઈમાં નવીન બેંકર દિગ્દર્શિત નાટક ‘ધનાજીનું ધીંગાણુ’ રજૂ થયેલુંજેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી૧૯૮૮માં હ્યુસ્ટન સ્થળાંતર કર્યા પછી હ્યુસ્ટન નાટય કલાવૃંદ સાથે જોડાયા અને ક્યારેક ‘મહાભારતના અંધ ધૃતરાષ્ટ્ર બને તો ‘શોલેના કાલિયાનો રોલ કરેજૂની રંગભૂમિના નાટકોથી માંડીને આજના    નાટકો સુધીનુંતેમનું જ્ઞાન અજોડ છે.
clip_image008
                       (બેંકર દંપતિ જયા ભાદુરી સાથે)
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાઅને સીનીયર  સિટીઝન એસોસિયેશન સાથે પણ નવીનભાઈ જોડાયા.દરેકસંસ્થાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે તે અચૂક હાથ બઢાવે ભારતથી અમેરિકાના ઈસ્ટ કોસ્ટની મુલાકાતે આવેલા સિનેમા અને નાટકો અથવા સંગીત જગતના કલાકારોમાંથી ભાગ્યે જ કોઇ એવું હશે કે જેમની મુલાકાત નવીનભાઈએ ન લીધી હોય.
આટલી બહોળી પ્રસિધ્ધી હોવા છતાં નવીનભાઈ કોઈ સંસ્થામાં આગેવાનીનું પદ  લેકોઇ કમિટીમાં મેમ્બર  ન બને.પોઝીશનનો જરા યે મોહ નહિ, માત્ર મૂક સેવક રહેવાનું વધારે પસંદ કરે૨૦૧૦ની સાલમાં હ્યુસ્ટનના વરિષ્ઠ મંડળે નવીનભાઈના  પ્રદાનને સન્માનપત્રથી નવાજ્યું. ઇન્ડિય કલ્ચરલ સેન્ટર ઓફ હ્યુસ્ટને તેમને ‘સ્પીરીટ ઓફ ટાગોરએવોર્ડ’  ભારતના કોન્સ્યુલર જનરલના શુભ હસ્તે ,૧૫મી ઓગસ્ટના સમારોહમાંએનાયત કર્યો હતો
તેમનો ‘ એક અનૂભુતિ  એક અહેસાસ’ નામનો એક બ્લોગ પણ છે જેમા મારા સંસ્મરણો’ શિર્ષક હેઠળ પોતાની આત્મકથાના પાનાં એમણે ખુલ્લા કર્યા છેકેટલાક રેખાચિત્રો પણ આલેખ્યા છે.
બહુરંગી વ્યક્તિત્વ અને બહુમુખી પ્રતિભા ધરાવતા નિખાલસ નવીન બેંકરના ખજાનામાં આવું ઘણું  બધું છેકશી યેઓછપનીક્યારે  ફરિયાદ કર્યા વગરનાની નાની વાતોમાંથી મોટો આનંદ માણવો એ એમનો જીવન મંત્ર છે.

-પી. કે. દાવડા

c

 

ભાષાનો વિવેકપુર્ણ ઉપયોગ

January 7th, 2014 Posted in મારા દિલની વાતો

ભાષાનો  વિવેકપુર્ણ  ઉપયોગ

નવીન બેન્કર 

ના…આ લેખ કોઇના પર દોષારોપણ કરવા કે આક્ષેપો કરવા લખાયેલો નથી.

આ  મારા આત્મમંથનમાંથી સર્જાયેલું નવનીત છે. 

થોડાક વર્ષો પહેલાં હું કોઇ સ્ટોરમાં કામ કરતો હતો ત્યારે, મારી શરુઆતના એ દિવસોમાં, અમારો એક ગ્રાહક કાઉન્ટર પર આવ્યો. અમારા એની પાસે થોડાક પૈસા લેણાં નીકળતા હતા. અને.. હું એને કોમ્યુટરાઇઝ્ડ સ્ટેટમેન્ટો દર મહીને મોકલતો હતો. જેવો મેં એને કાઉન્ટર પર જોયો કે તરત હું ભડક્યો અને કડક ભાષામાં ઉઘરાણી કરી- ભઈ…તમે ઘર તો ચેઇન્જ નથી કર્યું ને ? મારા સ્ટેટમેન્ટ્સ દર મહીને તમને મળે છે ને ?..તમે યાર, જવાબ પણ નથી આપતા અને પૈસા પણ ચૂકવતા નથી….આજે- મારી મેક્સીકન સુપરવાઇઝરે તરત મને આગળ બોલતા અટકાવ્યો અને પેલા ગ્રાહકને સ-સ્મિત પુછ્યું-સર…હાઊ યુ વુડ લાઇક ટુ પે- બાય કેશ ઓર ચેક  ટૂ ડે ?’ પેલા ગ્રાહકે બીલ અંશતઃ ચૂકવી દીધું. 

એના ગયા પછી, મારી એ સુપરવાઈઝરે મને શીખામણ આપી- અલબત્ત, આ બધી વાત અંગ્રેજીમાં થયેલી પણ અત્રે હું ગુજરાતીમાં જ લખીશ.

મીસ્ટર બેની ( મને ત્યાં બધાં બેનીકહીને બોલાવતા હતા ) ,ડોન્ટ એટેક એ કસ્ટમર લાઇક ધીસ. આપણે ભાષામાં વિવેક રાખવાનો અને વિવેકપુર્ણ રીતે જ ઉઘરાણી કરવાની. નહીંતર આ તો અમેરિકા છે. ભલે એ ગ્રાહક આપણો દેવાદાર હોય અને આપણે કાયદેસર રીતે ઉઘરાણા કરવા હકદાર હોઇએ, તો પણ સ્ટેટમેન્ટમાં કે પ્રત્યક્ષ બોલચાલમાં આપણે ભાષા તો સંયમિત અને સૌજન્યશીલ જ રાખવી પડે. કલેક્શન એજન્સી પણ અમુક ભાષાનો ઉપયોગ નથી કરી શકતી, સમજ્યા ?’ 

હમણાં કોઇ ભાઇએ ઉઘરાણીના સરક્યુલરમાં લખ્યું- જો ફી નહીં ભરો તો લાત મારીને કાઢી મૂકવામાં આવશે. ( KICK OUT શબ્દનો ગુજરાતી ભાવાનુવાદ આ જ થાય ને ? ) ઉપરાંત, ‘મફતમાં ખાવાનું-પીવાનું ( No Food, No Drink શબ્દોનો અર્થ પણ આવો જ થાય ને ? )

આ અંગે કોઇ સભ્ય ઉકળી ઉઠ્યો અને એણે પણ સામે ઉગ્ર ભાષામાં પ્રતિભાવ આપ્યો કે-આવાને બોર્ડમાં કોણ રાખે છે ? સાલાને કાઢી મૂકો. હું મારું રાજીનામુ આપી દઉં છું‘  વગેરે…વગેરે.. 

બન્ને વર્ષોથી મિત્રો હતા. કોઇ ખરાબ ન હતું. બન્ને સજ્જન હતા. ભુતકાળમાં પાડોશીઓ પણ રહી ચૂક્યા હતા. કોઇ બીજી સંસ્થામાં સાથે રહીને કોઇ અન્યાય સામે એક થઇને પ્રતિકાર પણ કરેલો. 

પણ અહીં ભૂલ બન્નેની થઈ. ઉઘરાણીનો પત્ર લખનારે ખોટી ભાષામાં ઉઘરાણી કરી હતી.

પેલા ઉકળી ઉઠેલા સભ્યએ, ગુસ્સાના આવેશમાં આવી જઈને, ઉગ્ર ભાષામાં પ્રતિભાવ આપીને મગજ ગુમાવવાની કોઇ જરુર ન હતી. એ  પણ શાંતિપુર્વક કહી શક્યા હોત કે-ભાઇ, તમારે આવી ભાષામાં રીમાઇન્ડર ન કરવો જોઇએ. જરા સૌમ્ય ભાષા વાપરવી જોઈતી હતી. અને હવે પછીની મીટીંગમાં બધા ચેકબુક સાથે રાખે એવી વિનંતિ કરી હોત તો વધુ યોગ્ય લાગત. 

અહીં , આ કેસમાં કોઇ ખરાબ ન હતું.  

એકની પાસે યોગ્ય ભાષાનો અભાવ હતો.

બીજાની પાસે વિપુલ ભાષાભંડોળ હોવાં છતાં, શોર્ટ-ટેમ્પરને કારણે વિવેકપુર્ણ રીતે પ્રતિભાવ આપતાં ચૂક્યો. 

કેટલાક માણસો સ્વભાવે દુષ્ટ નથી હોતા.એમનો ઇરાદો સામાને હર્ટ કરવાનો પણ નથી હોતો. પણ એમને જે કહેવું છે એ કયા યોગ્ય શબ્દોમાં વ્યક્ત કરવું એ આવડતું નથી હોતું. જેમને એ વ્યક્ત કરતાં આવડે છે એ પણ ક્યારેક ગુસ્સાના આવેશમાં કે ભુતકાળના કોઇ કડવા અનુભવના પુર્વગ્રહને કારણે કડવી ભાષાનો ઉપયોગ કરી બેસે છે. સત્ય લાગે એ બોલવું અને સ્પષ્ટ બોલવું એ સારી વાત છે પણ એ, કઠોર ભાષામાં કહેવું એ ખોટું છે.વાણી સંયમથી જ શોભે છે.વાણીની ઉગ્રતા સામા પર પ્રહાર કરી બેસે છે. પછી એનો પ્રત્યાઘાત પણ ઉગ્ર જ પડે અને કડવાશો વધતી જાય તથા સંબંધોમાં તિરાડ પડે. જરા ય ડંખ કે કડવાશ વગર અને ભુતકાળની કોઇ ઘટનાની કડવાશના અનુભવના પુર્વગ્રહને કોરાણે મૂકીને આપણે આપણી વાત ન કહી શકીએ ?

છેલ્લા થોડાક દિવસોમાં આપણે બધા જે બોલ્યા એમાંથી કેટલા પ્રતિકૂળ આંદોલનો જન્મ્યા ? આપણા તોછડા અને કડવા શબ્દોએ બીજાઓને પણ એવા જ વચનો બોલવા પ્રેર્યા ને ? 

આપણે બધા સુસંસ્કૃત માણસો છીએ અને પાછા સાઇઠ વટાવી ગયેલા પાકા ઘડા છીએ. શા માટે ઝઘડવાનું ???  શા માટે ?

શ્રીરામ…શ્રીરામ…

બકુના ઘરના અગિયાર નવા નિયમો

January 7th, 2014 Posted in મારા દિલની વાતો

ઘરમાં કકળાટ ન થાય અને ઘરમાં સુખશાંતિ રહે તે માટે બનાવેલા અગિયાર નિયમો

બકુના  ઘરના અગિયાર નવા  નિયમો

(With effect from June 30 2011)

 

(૧) સવારે મોડામાં મોડું આઠ વાગ્યા પહેલાં ઉઠી જ જવાનું.

(૨) પ્રાતઃક્રિયાઓ પતાવી,ઇ-મેઇલ ચેક કરીને, સાડા દસ સુધીમાં બહાર નીકળી જવાનું.

(૩) બપોરે એક વાગ્યા સુધીમાં ઘરમાં  પાછા આવી જવાનું.

(૪) લંચ કરીને બપોરે બે કલાક આરામ કરવો.

(૫) ચારેક વાગ્યે, ચાહ પીને , કોમ્પ્યુટર પર બેસી જવાનું.

(૬) બે થી ત્રણ કલાક કોમ્પ્યુટર ઓ.કે.( TRY TO MINIMIZE THIS TIME )

(૭) સાંજે ૭ થી ૧૦-સિરિયલો અથવા અંદરના રુમમાં બેસીને વિડીયો પર મુવી જોઇ શકાય.

(૮) વચ્ચે અનૂકુળતા પ્રમાણે ૮ થી ૯ દરમ્યાન ભોજન કરી લેવાનું.( જે કર્યું હોય તે ખાઇ લેવાનું.કચ કચ નહીં કરવાની.)

(૯) શક્ય હોય ત્યાં સુધી વાણીનો ઉપયોગ ( કે દુરુપયોગ !) ઓછો કરવાનો. બે શબ્દથી ચાલી જતું હોય તો ત્રીજો શબ્દ ઉચ્ચારવાનો નહીં. સામું માણસ બોલતું હોય તો એની વાત પુરી થાય પછી જ અભિપ્રાય આપવાનો. વચ્ચે બોલવાની મનાઇ છે. ઇશારાથી ચાલી જાય તેમ હોય તો વાણીને તસ્દી આપવી નહી .આ બાઇઅને પેલી બાઇ સાથે ફોન પર લખારા કુટવાના નહીં.

(૧૦) ઘાંયજાવેડા એટલે કે ફોટા પાડવાના અને રીપોર્ટો લખવાના કામો સદંતર બંધ કરી દેવાના.

(૧૧) શક્ય હોય અને ભગવાન સદબુદ્ધી આપે તો પ્રભુસ્મરણમાં સમય પસાર કરવો.

બકુની શિખામણ-આટલું કરશો તો સુખી થશો અને જીવનમાં કોમ્લીકેશન્સ ઓછા થશે.સમજ્યા ?

કહેવાની જરુર ખરી કે આ નિયમો કઈ બકુ કે કયા બકુએ બનાવ્યા છે?..  શ્રી રામ..શ્રી રામ..

દેવઆનંદ ને જવાબ-‘અહેસાસ કૈસે ના હો ?

January 7th, 2014 Posted in મારા દિલની વાતો

દેવ આનંદ દાદાએ તેમની ૮૬મી વર્ષગાંઠને પ્રસંગે કહ્યું  હતું કે-

                                    ઉમ્ર બઢના તો એક દસ્તુર હૈ

                               અહેસાસ ન કરો તો બૂઢાપા કહાં હૈ ?

લેકિન , અહેસાસ કૈસે ના હો ?

ઘૂટને દુઃખને લગે,

પ્રોસ્ટેટ પીડા કરને લગે,

આંખેં કમજોર હો જાયેં,

દાંત ગીરને લગે,

ઔર થકાન મહેસુસ હોને લગે..

નવરાત્રિકે ડાંડીયા એવોઈડ કરના પડે,

ઔર ખૂબસુરત લડકીયાં દાદાકહને લગે

તો…બૂઢાપેકા અહેસાસ કૈસે ન હો ?

આપકો તો સબ મુંહ પર  દેવસાબ..દેવસા‘  કહતેં હૈ  ઇસલિયે આપકો યે અહેસાસ ન હો..લેકિન હમેં તો નવીનદાદા..નવીનદાદાકહતેં હૈ. હમ ઇસ અહેસાસકો કૈસે રોક સકતેં હૈં ?

નવીન બેન્કર

૬ ઓક્ટોબર ૨૦૧૧

નિખાલસતા

January 7th, 2014 Posted in મારા દિલની વાતો

નિખાલસતા–  ક્યાં અને ક્યારે ?

નબળાઇ તો માણસમાત્રમાં હોય છે. મોટાભાગના માણસો પોતાની નબળાઇઓને છુપાવતા  હોય  છે.

કેટલાક નિખાલસ અને ખુલ્લા દિલના માનવીઓ પોતાની ભૂલો કે નબળાઇઓનો જાહેરમાં એકરાર કરતાં ક્ષોભ નથી અનુભવતા હોતા. પરંતું મોટાભાગનો જનસમુહ એવા માનવીઓની નિખાલસતાનેમુર્ખતાકેશેખીતરીકે ગણતા હોય છે. અનેએવા નિખાલસ માનવીઓની પીઠ પાછળ તેમની હાંસી ઉડાવતા હોય છે. તેના પોતાના અંગત મિત્રો તેની નબળાઇઓની જાહેરાત કરી કરીને તેને બદનામ કરતા હોય છે.

એટલેડાહ્યા માણસે દરેક જગ્યાએ નિખાલસ થઈને બહુ બક બક કરવું જોઇએ.

બધાંને બધી વાત કહેવાની જરુર નથી. ક્યાં બોલવું અને કેટલું બોલવું વાત જે લોકો સમજતા નથી લોકોએ ક્યારેક અપમાનિત થવાનો વારો આવે છે.

ફૂલોંસે તો ખાર અચ્છે, જો દામન થામ લેતેં હય…… ( ‘ખારએટલે કાંટા )

( મને ખબર છે, વાંચીને તમે કહેશો-‘ ગાંડા, હવે સમજ્યો?’ તોહવે બહુ બકબક ના કરતો.)

શ્રીરામ..શ્રીરામ….

નવીન બેન્કર૧૩ જૂન ૨૦૧૩

એક નિખાલસ કબુલાત

January 7th, 2014 Posted in મારા દિલની વાતો

નિખાલસ કબુલાત

મતદાનને પાત્ર થાય તેવું કશું જ મેં લખ્યું હોય એવું હું, મારા બ્લોગ માટે માનતો જ નથી.બ્લોગ લખવાની હજુ  તો  શરુઆત જ થઈ છે.  છુટાછવાયા બે-પાંચ અહેવાલો બ્લોગ પર મુક્યા એટલે  ‘બ્લોગ વાંચનક્ષમ થઈ ગયો ?    ના..એ તો આત્મવંચના છે.

 નિખાલસપણે કહું તો,   કોઇના બ્લોગ પર જઈને સર્ફિંગ કરવાની અને આખી દુનિયાનું જ્ઞાન મારા મગજમાં ભરી દેવાની મને આદત નથી.  કોઇ કહે કે મેં આજે મારા બ્લોગ પર આ મુક્યું છે અને જો એ મરા ટેસ્ટનું હોય તો જરા નજર નાંખી લઉં  અને સામાને સારુ લગાડવા માટે અભિપ્રાયના  બે શબ્દો  લખી નાખું.

 સળંગ નવલકથા કે ભારેખમ વિચારો દર્શાવતા લેખો, સ્વાધ્યાયની વાતો,    જીવનોપયોગી સુફિયાણી સલાહો, રાજકિય બાબતો, ને એવું બધું હું બ્લોગ પર કે ઇ-મેઈલમાં પણ વાંચતો નથી.

મને લાઈટ જોક્સ, કાર્ટૂનો, નોન-વેજ જોક્સ, અમ્રુત ઘાયલ, જલન માતરી, જેવા ગઝલકારોની રચનાઓ  ગમે છે. સ્વ. પ્રિયકાંત પરીખ‘,’ કાજલ ઓઝા-વૈદ્યજેવાંની નવલકથાઓ બિસ્તરમાં સુતાં સુતાં નાઈટલેમ્પના અજવાળામાં   અથવા કોઇ બાંકડા પર બેસીને વાંચવી ગમે. મારા નાનકડા, બે બેડરુમના ઘરમાં મેં ઘણા પુસ્તકો, મેગેઝીનો, ચોપાનિયા,છુટ્ટા લેખો, સાચવ્યા છે. ( જેને કારણે ઘણીવાર મારે મારી પ્રિય પત્ની સાથે ચણભણ પણ થઈ જાય છે.)

 કોઇ ફરમાઈશથી કે કોઇ વર્તમાનપત્રની અઠવાડીક કોલમ હું લખી ના શકું.ક્યારેક મારા મનમાં કોઇ વિષય પરત્વે સંવેદન જાગી જાય ત્યારે એકીબેઠકે સળંગ લખાઈ જાય. હા ! ભુતકાળમાં , જ્યારે હું જવાન હતો ત્યારે, નાણાકિય જરુરિયાતોને કારણે મેં  પૈસાની ખાતર,એવી ફરમાઈશો પર પાનાં ચીતરી આપ્યા હતા.પણ એમાં મારો પ્રાણ ન હતો.એ માત્ર શબ્દોની રમત જ હતી અને મારી મજબુરી હતી. આજે ય મેં એ ગળચટ્ટા ચોપાનિયા સાચવી રાખ્યા છે. એનું સાહિત્યિક મુલ્ય ભલે કશું ના હોય પણ એ મનોરંજન તો કરાવે જ છે.

 નજીકના ભવિષ્યમાં, મારે મારી આત્મકથા પ્રથમ પુરુષ એકવચનમાં, કાલ્પનિક વાર્તા તરીકે લખવી છે.મને લાગે છે કે મારા જીવનમાં ઘણી બધી એવી ઘટનાઓ બની છે કે જેની ,મને નજીકથી ઓળખનારાઓને સુદ્ધાં કલ્પના ન આવે. આત્મકથા તરીકે તો સત્ય જ લખવું પડે અને મારામાં એવી નૈતિક હિંમત નથી. એ સારું પણ ના લાગે. આપણે  ગોંધીબાપુ  થોડા છીએ ?

શ્રીરામ…શ્રીરામ…શ્રીરામ…

 

થોડીક વધુ દિલની વાતો

January 6th, 2014 Posted in મારા દિલની વાતો

દિલની વાતો

થોડા સમયથી મને, આપણાં હ્યુસ્ટનના શાંત, સૌમ્ય, મીતભાષી,મૃદુભાષી વિદ્વાન દિવ્યકાંત પરીખના વિચારો વધુ આવે છે. એકાદ લગ્નપ્રસંગે, કોઇ સામાજીક મેળાવડામાં જ્યારે જ્યારે એમને મળવાનું થયું છે ત્યારે એમને શાંતપણે અન્યની વાત સાંભળતા અને મૌન રહેતા અગર એકાદ શબ્દ કે વાક્યમાં પ્રત્યુત્તર આપતા જોયા અને મને જે જમાનામાં ગુજરાતી સમાજનુંદર્પણસંભાળતા વખતના દિવ્યકાંતભાઇ યાદ આવી જતા હતા.

મને લાગે છે કે મારે પણ હવે એવા શાંત, મીતભાષી બનવાનો સમય પાકી ગયો છે.મૃદુભાષી તો હું થઈ શકવાનો નથી. બકબક કરવાની  અને અહેવાલોસમીક્ષાઓ લખવાની પ્રવૃત્તિઓમાંથી જાતને સંકોરી લેવાનો સમય હવે પાકી ગયો છે. કારણ કે, બધું કરવાથી, દુશ્મનો વધે છે. ટીકાઓ સાંભળવી પડે છે.

તમે બધુ સારુ સારુ લખો છો, કાર્યક્રમમાં આટ આટલી ત્રુટિઓ હતી, આટલું ખોટુ થયું હતું, પેલીએ આમ કર્યું હતું ને પેલો આમ બોલ્યો હતો અંગે તમે કેમ મૌન રહો છો ?’

તમે તટસ્થ વ્યક્તિ નથી.’ ‘તમે પેલાની ફેવર કરો છો

પેલીના અભિનયના આટલા વખાણ કરવાની જરુર નહોતી. તો ઓવરએક્ટીંગ કરતી હતી. બહુ લાઉડ અભિનય હતો એનો તો !…’

તમારી પાસે ભાષા છે, શબ્દો છે, સમજ છે પણ તમે સ્પષ્ટવક્તા નથી.’

ફલાણી સંસ્થાના ફલાણા કાર્યક્રમથી કોને ફાયદો થવાનો છે ? લાખ્ખોના ધૂમાડા કરીને બે દહાડા જલ્સા કરાવવાથી શું વળવાનું અંગે કેમ કશું લખતા નથી ?

મેં લોકો માટે આટલું કર્યું અને લોકોએ મારો આભાર પણ ના માન્યો, મને એકનોલેજ પણના કરી’ (કેના કર્યો’). તમે વાત તમારા રીપોર્ટમાં લખો.’

એક સજ્જને તો મને ફોન કરીને તતડાવી નાંખ્યો– ‘ ફલાણા તમારા મિત્ર છે એટલે તમે એમને ચડાવી માર્યા છે. અમે આટલા વર્ષ આટઆટલું કર્યું છે, તમે એક લીટી પણ લખી છે અમારે માટે ?’- મેં સજ્જનને સમજાવ્યું કે ભાઇ, હું હ્યુસ્ટનમાં આવ્યો ૧૯૮૭માંતમે તો પછી ક્ષેત્રસંન્યાસ લઇ લીધો છે, કોઇ પ્રવૃત્તિમાં દેખાયા નથી. પછી તમારો ઉલ્લેખ હું ક્યાંથી કરું ?’

થોડા વર્ષો પહેલાં, હું નવો નવો હ્યુસ્ટનમાં આવેલો ત્યારે મને લોકોડોક્ટર કોકિલા પરીખના ભાઇતરીકે ઓળખતા ( અને આજે ઘણાં રીતે ઓળખે છે ) જે મને ત્યારે નહોતું ગમતું ( આજે મેં મનને સમજાવી દીધું છે ). હું મારી આગવી ઓળખ ઉભી કરવાના હવાંતિયા મારતો હતો. હું જીવનના મોટાભાગના ક્ષેત્રોમાં નિષ્ફળ ગયેલો માણસ છું એમ  જાહેરમાં કબૂલ કરવામાં મને હવે ઉંમરે કોઇ ક્ષોભ કે સંકોચ નથી થતો. આજે ૩૩ વર્ષ અમેરિકામાં રહ્યા છતાં હું એક હાઉસ નથી લઇ શક્યો અને એપાર્ટમેન્ટ/ કોન્ડોમાં રહું છું અને સોશ્યલ સીક્યોરિટીની આવક પર ગુજરાન ચલાઉં છું. ખેર ! આડવાત જવા દઈએ.

ઇન્ડીયામાં, ગુજરાતી નાટકોના કલાકારોના ઇન્ટર્વ્યૂ લઈને સામયિકોમાં છપાવવાનો, ગુજરાતી ફિલ્મોના પ્રિમીયરોના અહેવાલચિત્રજ્યોતકે ‘’ચિત્રલોકજેવા ફિલ્મી મેગેઝીનોમાં છપાવવાનો મારો અનુભવ, જમાનાના દિગ્ગજ નાટ્યકલાકારોના ઇન્ટર્વ્યૂ ૧૯૭૦૭૧૭૨ ના સમયગાળામાં છપાવેલા. આજે એની પ્રીન્ટેડ કોપીઓને મારા માલઅસબાબ તરીકે છાતીએ વળગાડીને હું લોકોને બતાવતો ફરું છું અને ગર્વ ( મિથ્યા ગર્વ ) અનુભવું છું. હ્યુસ્ટનમાં મારી આગવી ઓળખ ઉભી કરવાનો એક રસ્તો, મારી લેખનપ્રવૃત્તિ હતો. મેં જમાનાની એક જાહેર સંસ્થાનો ૧૯૭૯થી  ઇતિહાસ લખવાનું બીડુ ઉઠાવી લીધું. હું એના વર્તમાન પ્રેસિડેન્ટને મળ્યો, એમને ઘેર જઈને બે કલાક પ્રશ્નોત્તરી કરીને નોંધો કરી. એક હાસ્યલેખકને ઘેર જઈને, જૂના અંકો ફંફોળ્યા અને નોંધો ટપકાવી. દસ વર્ષના ઇતિહાસને કંઇ કેટલાય ફુલસ્કેપ કાગળોમાં ઉતાર્યો. દસ વર્ષના ગાળાના અન્ય ભૂતપુર્વ પ્રેસિડેન્ટોને પણ લખાણ બતાવ્યું અને અભિપ્રાય માંગ્યો હતો. ત્યારે પણમને આવો અનુભવ થયેલો.

તમે હાલના પ્રેસિડેન્ટને ચડાવી માર્યા છે. એમને વધુ મહત્વ આપી દીધું છે. સાલો તોગાંધીવાદીહોવાનું નાટક કરે છે….વગેરે..વગેરે.. અને  ‘ઇતિહાસપછીભુતકાળ બની રહ્યો.

અમદાવાદમાંનાટકની સંસ્થારંગમંડળનું સંચાલન જ્યારે સ્વ. રાજુ પટેલ સંભાળતા અને જમાનાની એક અભિનેત્રી પ્રતિભા રાવળ, જે આજે હજુ નાટ્યપ્રવૃત્તિમાં સક્રિય છે , અને તેમની સાથે એક કલાકાર મહેન્દ્ર પાઠક  પણ સક્રિય હતા ત્યારે ‘રંગમંડળ’નો ઇતિહાસ લખવા, પ્રિતમનગર ના અખાડામાં, રોજ રાત્રે હું જતો અને જુના ચોપાનિયા, નાટકોની જાહેરાતો, છપાયેલા અવલોકનોના કટીંગ્સ ફંફોળીને તેનું સંશોધન કરીને ઇતિહાસ લખેલો એ વખતે પણ કેટલાક અન્ય નાટ્યકર્મીઓને આ ઇતિહાસ બતાવતાં, આ જ અનુભવો થયેલા અને મારું એ સંશોધન કાર્ય, ગુમનામીના અંધકારમાં હડસેલાઇ ગયેલુ.

પણ એ વખતે મને જે જે નાટ્યકર્મીઓના પરિચય થયેલા તેમના બાળકો કે જેઓ આજે સિરીયલોમાં કામ કરીને નામ કમાઇ રહ્યા છે તેઓ જ્યારે અમદાવાદમાં, ઠાકોરભાઇ દેસાઇ હોલમાં કોઇ નાટકોના શો વખતે મળી જાય છે ત્યારે, વડીલ ગણીને ચરણસ્પર્શ કરી લે છે. આજે ય, ‘૭૫પ્લસ’ કલાકારો –પ્રતિભા રાવળ, કિર્તીદા ઠાકોર કે દિવાકર રાવળ જેવા નાટ્યકર્મીઓ સાથે ફોન પર વાર્તાલાપ કરવાનો આનંદ આવે છે.

બસ…આજે આટલું જ.

 

 

 

જન્માષ્ટમીએ પેટછુટ્ટી મનની વાત

January 6th, 2014 Posted in મારા દિલની વાતો

જન્માષ્ટમીએ પેટછુટ્ટી મનની વાત

ક્રિશ્ન ભગવાન અને રાધાના પ્રણયગીતો ( હું એને ભક્તિગીતો નથી કહેતો ) કાનને સાંભળવા સારા લાગે છે અને તેમાં યે એ દેવિકાબેન અને સ્વરકિન્નરી સંગીતાને કંઠે સાંભળવા મળે ત્યારે !

શ્રાવણનો સરતો મહીનો‘, ‘ મનમંદીરનો માધો‘,’યમુનાની ગાયો‘,’જશોદાનો જાયો‘,’પુછે છે રાધા ,પાસે જઈ કાનાને, ધીરેથી કાનમાં‘   ને….એવું બધું..સુંદર ચિત્રો ઉપસાવી રહે છે મનોચક્ષુ સમક્ષ. કાને સાંભળવું પણ ગમે છે અલબત્ત…પરંતુ.. કોણજાણે કેમ..મને એ બધામાં કોઈ શ્રદ્ધા જાગતી નથી…મને એ બધું કોઇ કવિઓની કલ્પનાઓ જ લાગે છે..એમાં કોઇ અલૌકિકતા છે  કે પ્રભુની લીલાઓ છે એવું નથી લાગતું..જન્માષ્ટમીના ઉત્સવમાં ભજનો પર ધુણવું ( ! ) મને ગમે છે, જોર જોરથી ખંજરી વગાડવાથી મારા મનને આનંદ થાય છે-પણ તે સંગીતને કારણે જ. બાકી એમાં કોઇ ધર્મભાવના કે પ્રભુ અવતરવાનો આર્તનાદ નથી હોતો.

ક્રિશ્ન અને રામ એ પ્રજાવત્સલ સારા રાજાઓ હતા અને વંદનીય પણ હશે પણ એ પ્રભુના અવતારો હતા એ ,મારા મનમાં ઉતરતું નથી. એવી જ રીતે,સાંઇબાબા અને જલારામ બાપા પણ સારા ભક્તો હશે અને એક ગુડ હ્યુમન બીઈંગ તરીકે આપણે તેમને વંદન કરીયે, પણ તેમને ય પ્રભુનો અવતાર માનીને તેમના મંદીરો બાંધીને તેમની આરતીઓ જ ઉતાર્યા કરીયે એ મારા મનને સ્પર્ષતું નથી.

આ બધી મારી માન્યતાઓ હોવાં છતાં, હું યે મંદીરોમાં જાઊં છું અને મસ્તક પણ નમાવું છું, દર્શન કરવા નતમસ્તકે આંખો બંધ કરીને મૂર્તિ સમક્ષ ઉભો રહું છું કારણ કે  મારી પત્નીને સારુ લાગે છે કે આ દુષ્ટ માણસ સુધરી રહ્યો છે‘, ‘એનામાં કંઇક તો સારુ તત્વ હજી રહ્યું છે‘, ‘મારું કહ્યું માને છે‘, ‘ડાહ્યો થઈ રહ્યો છે‘,’ હવે ભગવાન જરુર એનો ઉદ્ધાર કરશે‘..એવું  એવું વિચારીને એને આનંદ થાય છે અને આપણને એમાં શો વાંધો હોય ? ભગવાન મૂર્તિમાં છે કે નથી,આપણને શો ફેર પડે છે ? બધાં માથુ નમાવે છે તો ચાલો, આપણે ય માથુ નમાવીએ.ભગવાન હશે તો એમને સારુ લાગશે અને નહીં હોય તો..આપણા બાપનું શું જાય છે ? આપણે તો શ્રીરામ..શ્રીરામ..કરવું..

આટલી પેટછુટી વાત સવારે સવારે કરી દીધી…                                                                                                            નવીન બેન્કર   — જન્માષ્ટમી-    ૨૨ ઓગસ્ટ ૨૦૧૧.

               

આવું તો અમેરિકામાં જ બને ( ભારતમાં કદી નહીં )

January 6th, 2014 Posted in મારા દિલની વાતો

આવું તો માત્ર અમેરિકામાં જ બની શકે-  (ભારતમાં કદી નહીં.)

લાસ વેગાસના તબીબ દીપક દેસાઇને આજીવન કેદની સજા.

લાસ વેગાસના ડોક્ટર દીપક દેસાઇને સેકન્ડ ડીગ્રી મર્ડર બદલ દોષી ઠેરવાયા હતા. ૬૩ વર્ષની વયના ડોક્ટર દીપક દેસાઇએ તેમના લાસ વેગાસના એન્ડોસ્કોપી ક્લિનિકમાં એક વખત વપરાયેલી ઇન્જેક્શનની સિરિંજનો ફરીથી ઉપયોગ કરીને, નવ જેટલા દર્દીઓને હિપેટાઇટીસ ‘સી’ નો ચેપ લગાડ્યો હોવાનો આરોપ હતો, જે સાબિત થયો હતો. ૧૮ વર્ષ સજા ભોગવ્યા બાદ તેઓશ્રી પેરોલ પર છૂટવા માટે માન્ય ગણાશે. આપણા લાલુપ્રસાદ કે સંજય દત્તની જેમ મહિના માસ જેલમાં સરકારી ખર્ચે ,મહેલની સગવડો ભોગવીને પેરોલ પર બહાર આવી જાય તેવું નહીં. ક્લાર્ક કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ જજ વેલેરી એડેઇરે ચુકાદો સંભળાવતાં કહ્યું હતું કે દર્દીઓ જ્યારે ડોક્ટરમાં વિશ્વાસ મૂકે છે અને એ ડોક્ટર એનો વિશ્વાસઘાત કરે છે ત્યારે આપણા સમાજનો મોટામાં મોટો વિશ્વાસઘાત કરે છે તેઓ.

૩૧મી ઓક્ટોબર ૨૦૧૩ના રોજ આ સજા ફરમાવાઇ હતી. અરે ! દીપકના આસિસ્ટન્ટ  ૬૬ વર્ષની વયના રોનાલ્ડ રોકમેનને પણ  તેની ભૂમિકા બદલ સાતથી એકવીસ વર્ષ સુધીની સજા થઈ હતી.

બોલો ! તમે કલ્પી શકો છો આવું  ‘મેરા ભારત મહાન’માં શક્ય બને ? આપણા કેટલા ડોક્ટરો, ગામડાગામોના અભણ કંપાઉન્ડરો આવા ગૂના દરરોજ કરતા હશે ? કોઇ પકડાય છે ?  કોઇને સજા થાય છે ?

અમેરિકાના ‘દેશીઓ’નો એક વર્ગ આજે ય એવું માને છે કે એરપોર્ટ પર જે જડતી લેવાય છે કે કપડાં ઉતરાવીને ચેકીંગ થાય છે અને શાહરુખખાન જેવાને ય છોડતા નથી કે હમણાં ખુબ ગાજેલો ,પેલી કોન્સ્યુલેટની અધિકારિણીએ પોતાની કામવાળી બાઇને, અમેરિકાના ધારાધોરણ પ્રમાણે પગાર ચૂકવ્યો ન હોવા બાબતે જે હોબાળો મચ્યો એમાં યે, અમેરિકાના અધિકારીઓએ કશું જ ખોટું નથી કર્યું અને જે કર્યું છે તે એમના રુલ્સ-રેગ્યુલેશન્સ પ્રમાણે જ કર્યું છે એમ માનવાવાળો વર્ગ છે.

ભારતના અધિકારીઓ પણ આ જ રીતે કાયદા-કાનૂનનો આગ્રહ રાખે તો ઘણાં ગૂના ઓછા થઈ જાય.

(ગુજરાત ટાઇમ્સના એક અહેવાલને આધારે )

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.