એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » ટૂંકી વાર્તાઓ » સમાધાન – ( ટૂંકી વાર્તા ) લેખક- નવીન બેન્કર

સમાધાન – ( ટૂંકી વાર્તા ) લેખક- નવીન બેન્કર

June 5th, 2015 Posted in ટૂંકી વાર્તાઓ
નોંધ- આ વાર્તાનું થીમ એડલ્ટ છે. આપણા કહેવાતા ધર્મગ્રંથો અને પુરાણોમાં વર્ણવેલી કેટલીક  વાતોને મેં આ વાર્તામાં ગુંથી લીધી છે તો પછી એને અશ્લીલ અશ્લીલ‘ કહીને કાગારોળ કરવાનો  શો અર્થ ?  આ વાર્તા ૧૯૭૪માં-૨૮ ઓગસ્ટ ૧૯૭૪ને પુરુષોત્તમ માસની પવિત્ર એકાદશીને બુધવારે  મેં લખેલી એવું મારી હસ્તપ્રત પરથી જણાય છે. અમદાવાદના કોઇ સામયિકમાં છપાયા બાદજનસત્તા
પ્રેસના ચાંદની‘ વાર્તામાસિકના ચર્ચાચોરો‘ વિભાગમાંઆ અંગેમારા પર ટીકાઓનો મારો થયેલો,  ઓર્થોડોક્સ અને ચોખલિયા લોકોએ કાગારોળ કરી મૂકેલી. મારી આ અને આવી વાર્તાઓ અંગે ગુજરાત  સરકારે મને નોટીસ પણ મોકલેલી અને બકુલ જોશીપુરા જેવા લેખક-એડવોકેટની દરમ્યાનગીરીથી હું બચી ગયેલો.. એ જ સમયગાળામાંસ્વરુપ સેકસ ક્યોરવાળા ડોક્ટર સ્વરુપ ( સાચુ નામ રામસ્વરુપ શર્મા)  અને લેખક લક્ષ્મીકાંત વોરા પર પણ આવી તવાઈ ઉતરેલી. એ પણ એ બહુ લાંબી વાત છે. ફરી ક્યારેક….
નવીન બેન્કર    –૮/૮/૨૦૧૨-શહીદ દિન.
 

સમાધાન – ( ટૂંકી વાર્તા )             લેખક- નવીન બેન્કર

પરમ પવિત્ર અને ફળદાયી પુરુષોત્તમ માસ ચાલતો હતો.
હજારો શ્રધ્ધાળુ ભાવિક ભક્તો-સ્ત્રીપુરુષો- બ્રાહ્મ મુહૂર્તથી માંડીને આખો દિવસ સાબરમતી નદીમાં સ્નાન કરવા ઉતરી પડતા હતા. હંમેશાં નિર્જન જેવો રહેતો સાબરમતી નદીનો કિનારો આવા ભાવિક ભક્તજનોથી ઉભરાઇ ગયો હતો.છેક નદીના તટથી માંડીને વિક્ટોરિયા ગાર્ડન સુધી દીન-હીન ભિખારીઓ અને યાચક બ્રાહ્મણોની લંગાર પણ બિસ્તરા બિછાવીને પડી હતી.
એ દિવસે એકાદશી અને બુધવાર હતો.
શાલિભદ્ર બાવીસ વર્ષનો યુવાન હતો.ઉચ્ચ બ્રાહ્મણ કુટુંબમાં એનો જન્મ થયો હતો.એની માતા એક અત્યંત સંસ્કારી અને પવિત્ર સ્ત્રી હતી.તેથી એને નાનપણથી જ ધર્મભાવનાના સંસ્કાર પ્રાપ્ત થયા હતા.પોતાની દાદીમા અને માતા સાથે એ માંડવીની પોળમાં આવેલી લાલાભાઇની પોળના એક મઠમાં ભજનકિર્તન સાંભળવા જતો. એ વખતે એની ઉંમર માત્ર નવ વર્ષની હતી છતાં એને ભગવદગીતાનો નવમોબારમો અને પંદરમો અધ્યાય કંઠસ્થ હતા.સત્સંગ કરાવનાર સંન્યાસી કહેતા કે ‘ યે લડકા બડા હોકર સન્યાસી હોગા યા બડા જ્ઞાની-ધ્યાની બનેગા.અગલે જનમસે ધરમધ્યાન કરતે હુયે આયા હૈ‘.
પરંતુજન્મજાત સંસ્કારોને કારણે નાની ઉંમરમાં જ ,સંન્યાસ લેનારા સંન્યાસીઓ ઘણાં ઓછા હોય છે.મોટેભાગે તોઆ સંસારના સારામાઠા અનુભવોની એરણ પરથી પસાર થયા બાદ જ સંન્યસ્તભાવ જાગ્રુત થતો હોય છે. આપણાં ધાર્મિક ગંથો કે પુરાણોના ઋહિમૂનીઓના જીવનચરિત્રો જોતાંઆ બાબત સ્પષ્ટ થશે. કેટલાક સંપ્રદાયો નાની ઉંમરના કુમળા બાળકોનું બ્રેઈન-વોશીંગ કરી નાંખીને પણ સંન્યાસી બનાવી દેતા હોય છે.
કહેવાનું તાત્પર્ય એ જ કે શાલિભદ્રના સંસ્કારો ઉત્તમ હતા,પરંતુ યુવાનીવિલાસી સ્વભાવના દોસ્તોઆજકાલનું કામવાસના ઉશ્કેરે તેવું હલકુ સાહિત્ય અને ચલચિત્રો જેવી બાબતોએ એના પ્રજ્ઞાચક્ષુઓ આગળ મોહમયી માયાના પડદા ઢાળી દીધા હતા.
છતાં….પૂર્વજન્મના અને આ જન્મના સંસ્કારોને કારણે,એણે આજે પુરુષોત્તમ માસની એકાદશીનું વ્રત કરવાનું નક્કી કર્યું હતું.એની સુશીલ અને સુલક્ષણા પત્ની પણ ધર્મભાવનાવાળી હતી. એ તો આખો માસ નદીમાં સ્નાન કરીપુરુષોત્તમ માસની કથાવાર્તા શ્રવણ કર્યા બાદ એક ટાણું ભોજન કરતી અને આખો માસ મન-વચન-કર્મથી બ્રહમચર્યવ્રતનું પાલન કરતી.
શાલિભદ્ર જરા શોખીન અને રંગીન તબિયતનો મસ્ત યુવાન હતો એટલે એને આ મન-વચન-કર્મનું બ્રહમચર્ય‘ ન જ ગમે એ સ્વાભાવિક હતું પરંતુપત્નીની ધર્મભાવનાને આડે આવવું એને ગમતું નહીં. વળીચાર વર્ષના લગ્નજીવન દરમ્યાન એને હજીસુધી સંતાનપ્રાપ્તી થઈ ન હતી તેથી પુરુષોત્તમ માસના વ્રતદ્વારા એ ફળપ્રાપ્તીની એમને આશા પણ હતી.
પત્નીના અત્યંત આગ્રહને વશ થઈને એણે આ વ્રત કરવાનું નક્કી કર્યું અને એ દિવસેસવારે છ વાગ્યે ઉઠી જઈને,એલીસબ્રીજ નીચેસન્યાસ આશ્રમની પાછળના સાબરમતી નદીના કિનારે સ્નાન કરવા ,એ પત્ની સાથે આવ્યો હતો.
કિનારા પર બેઠેલા એક બ્રાહમણના પાથરણા પર કપડાંથેલીલોટો વગેરે મૂકીને પત્નીસ્ત્રીઓ માટે બાંધેલા કંતાનોવાળા પાર્ટીશન બાજુ સ્નાનાર્થે ગઈ અને શાલિભદ્ર એક ટૂંકી ચડ્ડીભેર આ બાજુ પાણીમાં પ્રવેશ્યો.
સ્નાન કરતાં કરતાંશાલિભદ્રની નજરપોતાનાથી દૂર સ્નાન કરતી  કેટલીયે સ્ત્રીઓ પર પડી. જો કે એમાંની મોટાભાગની સ્ત્રીઓ તો આધેડ વયની કે વ્રુધ્ધ હતી. પરંતું એમના દેખાદેખી અગર તો ખાનદાનની રીત અનુસાર ઘણી યુવાન સ્ત્રીઓ પણ એમાં હતી.
કપડાભેર સ્નાન કરતી એ સ્ત્રીઓના વસ્ત્રો પાણીમાં ભીના થવાને કારણે દેહલતા સાથે ચપોચપ ચીપકાઇ ગયા હતા અને એમાંથી યૌવનદર્શક અંગોપાંગો સ્પષ્ટપણે દ્રષ્ટીગોચર થતાં હતાં.
યુવાન શાલિભદ્રની દ્રષ્ટી એવી યૌવનમત્ત સદ્યસ્નાતાઓ પર જ ફરવા લાગી.
સ્ત્રીનું સૌંદર્ય એ તો કામદેવનું અમોઘ શસ્ત્ર છે. હજારો ઋષિઓના તપનો નાશ કરવા માટે ઇન્દ્ર જેવાએ પણ એનો સફ્ળ ઉપયોગ કર્યાના દાખલા આપણા પુરાણોમાં નોંધાયેલા છે. એ પ્રમાણેઆ સંસ્કારી અને બુધ્ધીમાન યુવાન શાલીભદ્રના મનમાં પણ પેલી સ્ત્રીઓના સુવિકસિત પયોધરોના દર્શનથી કામવાસના જાગવા માંડી. ઘડીભર એ ભૂલી ગયો કે પોતાની પત્ની પણ પેલા કંતાનના પડદા પાછળ એ જે રીતે સ્નાન કરી રહી છે અને આ રીતે અશિષ્ટ થઈને પરનારી પ્રત્યે કુદ્રષ્ટી કરવી એ પાપ છે.
આવી રીતેએક અત્યંત ઉન્નત પયોધરોવાળી સુંદર યુવતીને જોતાં જોતા એણે વિચાર્યું- કાશ ! આ નવયૌવના સાથે માત્ર એક જ રાત રતિસુખ માણવાની તક મળે તો કેટલું સ્વર્ગીય સુખ પ્રાપ્ત થાય !!!
એમ વિચારતાં વિચારતાં એ એટલી હદ સુધી ઉત્તેજીત થઈ ગયો કે એનું સ્ખલન થઈ ગયું.-યુ નો વોટ આઇ મીનરાઇટ ?
સ્ખલન થઈ ગયા પછી પુરુષ હંમેશાંવિકારમુક્ત થઇ જાય છે અને એની વિવેકબુધ્ધી પણ યથાસ્થાને આવી જાય છે. એ પ્રમાણે શાલિભદ્ર પણ શાંત થઇ ગયો અને વિવેકબુધ્ધી ઠેકાણે આવી જતાંપોતાનાથી થઈ ગયેલા માનસિક વ્યભિચાર બદલ પસ્તાવો કરવા લાગ્યો.
થોડીવારે એ નદીમાંથી બહાર નીકળ્યો અનેપત્નીના હાથે થોડુંક  દાનધરમ કરાવીમહાલક્ષ્મી માતાના મંદીરમાં દર્શનાદિ કરીને ઘેર આવ્યો. કથા સાંભળી,એકટાણું કર્યું પરંતુ મનનું પેલું માનસિક પાપ ડંખી રહ્યું. “અરરર..! મારું આટલું અધઃપતન મારાથી આજે વ્રતના દિવસે આવું વિચારી જ કેમ શકાયું ઓહ..! પ્રભુ ! હું એટલો બધો અસંયમી બની ગયો કે પાણીમાં સ્નાન કરતાં કરતાં સ્ખલિત થઈ ગયો ?”
આમઆખો દિવસ પશ્ચાતાપની આગમાં જલતાં જલતાં રાત પડી.અને એ પ્રભુસ્મરણ કરતો,પત્નીથી અલગ સૂઈ ગયો.મન-વચન-કર્મથી પુરુષોત્તમ માસમાં બ્રહ્મચર્યનું પાલન કરતી પત્નીના ધર્મમાર્ગમાં એ અવરોધ બનવા ઇચ્છતો ન હતો.
મહર્ષી નારદમૂનિ એ દિવસે પુરુષોત્તમ ભગવાનના ભક્તોની દિનચર્યા નિહાળવા અમદાવાદ પધાર્યા હતા. એમનાથી આ સંસ્કારી યુવાનના મનની સ્થિતિ કેમ અજાણી રહે એમણે જોયું કે એકવાર ભલે આ નાદાન યુવાનથી માનસિક વ્યભિચાર થઈ ગયોપરંતુ એનો અંતરાત્મા એ બદલ સતત પશ્ચાતાપ કરે છે. જો હું એના મનનું સમાધાન નહીં કરું તો એ અન્નજળનો ત્યાગ કરીને દેહત્યાગ કરી દેશે.
એટલે..રાત્રે ઉંઘમાં પણ જ્યારે આપણો શાલિભદ્ર અરરર…મારું આટલું અધઃપતન ?’ એમ બબડતો હતો ત્યારે નારદમૂનિ એના સ્વપ્નમાં દેખાયા અને કહેવા લાગ્યા-” હે વત્સ ! શા માટે આમ બબડ્યા કરે છે ?  શાનો પતન..પતન..કરીને જીવ બાળે છે મને એનું કારણ કહે તો હું તારા મનનું સમાધાન કરું.”
ઉંઘમાં જ શાલિભદ્રના અંતરાત્માએ જવાબ આપ્યો-” હે મહર્ષિ નારદજીઆપ તો અંતર્યામિ છો. આજે સરિતામાં સ્નાન કરતાં કરતાં મારાથી એક ષોડશી સુંદરીના ઉન્નત વિશાળ પયોધરો અને મસ્ત યુવાની જોઇને મારાથી માનસિક વ્યભિચારનો મહાદોષ થઈ ગયો છે.એટલું જ નહીંપણ કુદરતદત્ત એવા અમૂલ્ય શુક્રનું પાણીમાં સ્ખલન થઇ ગયું છે. હે પ્રભો ! આ પાપનું પ્રાયશ્ચિત શું કરવું કયા વ્રતના ઉપાયે કરીને એ દોષ ધોવાઈ જાય એ ક્રુપા કરીને મને કહોમૂનિવર !”
અત્યંત દીનતાપૂર્વકઆજીજીભરી વાણીમાં ઉચ્ચારાયેલાએ નાદાન યુવાનના આર્દ્રતાભર્યા વચનો સાંભળીને મૂનિવર નારદજી ઉવાચ-
હે વત્સ ! હું કહું તે કથાઓ સાંભળ.  પાણીમાં શુક્રસ્ખલન કરનાર તું કાંઇ પહેલો પુરુષ નથી.પુરાણકાળમાં ઘણાં જ્ઞાની-ધ્યાની બ્રહ્મર્ષિઓએ પણ એમ કરેલું છે.
ગૌતમ ઋષિના પુત્ર શરદવાન વેદવેદાંત અને ધનુર્વિદ્યામાં કુશળ હતા. એમણે તપ કરવા માંડ્યું.ઇન્દ્રને ઇન્દ્રાસન જવાનો ડર લાગ્યો એટલે એણે જાનપદી નામની અપ્સરા મોકલી. જાનપદીનું રુપ જોઇને શરદવાન મોહિત થઈ ગયા અને તત્કાળ એમનું વીર્ય-સ્ખલન થઈ ગયું . એ વીર્યના બે ભાગ થયાજેમાંથી મહાભારત-પ્રસિધ્ધ ક્રુપાચાર્ય અને ક્રુપિનો જન્મ થયો.
એવા જ બીજા એક મૂનિ ભરદ્વાજે અપ્સરા ઘ્રુતાચીને નદીમાં નહાતી જોઇ. વસ્ત્રવિહિન ઘ્રુતાચીને નિહાળીને ભરદ્વાજ મૂનિ સ્ખલિત થઇ ગયાજે વીર્યમાંથી દ્રોણાચાર્યનો જન્મ થયો હતો.
આ જ ઘ્રુતાચીને જોઇનેઅરણિના બે લાકડા ઘસીને અગ્નિ પ્રગટાવતા મૂનિ વ્યાસજીને કામવાસના જાગી હતી અને એ સ્ખલિત થઈ જતાં તેમનું વીર્ય અરણિ પર પડ્યું અને..ભાગવત-પ્રસિધ્ધ શુકદેવજીનો જન્મ થયો હતો…નારાયણ…નારાયણ…”
આ વિચિત્ર જન્મકથાઓ સાંભળતાં સાંભળતાં શાલિભદ્રે વચ્ચે પ્રશ્ન પુછ્યો- ” હે મહર્ષિ નારદ ! આપે જે જે વ્રુત્તાંતો કહ્યા તે તો સામાન્ય સ્ખલનનાં છે,એમાં સરિતા-સ્ખલનની વાત ક્યાં આવી માટે…ક્રુપા કરીને મારા મનનું સમાધાન કરે તેવામારી જેમ સરિતામાં સ્ખલન કરનાર મહાનુભાવોની કથા મને કહેવા આપ ક્રુપા કરો.”
નારદમૂનિએ હસીને વ્રુત્તાંત આગળ ચલાવ્યુ. ” વત્સ ! શાંત થા…સ્વસ્થ થા.. એ વાતો પણ આગળ આવે જ છે.”
દધીચી ઋષિ નદીમાં એક પગે ઉભારહીને તપ કરતા હતા ત્યારે ઇન્દ્રે મોકલેલી અલુંબષા નામની અપ્સરાના અવર્ણનીય રુપને નિહાળીને તપ કરતા દધીચી ઋષિએ પણ સરસ્વતી જેવી કુંવારકા નદીમાં શુક્રસ્ખલન કર્યું હતું.
કશ્યપમૂનિ નદીમાં સ્નાન કરતા હતા અને ભગવાન સૂર્યનારાયણને જળનો અર્ઘ્ય ધરાવતા હતા ત્યારે આકાશમાંથી ઉર્વશી નામની અપ્સરા પસાર થતી હતી એને જોઇને કશ્યપ મૂનિ પણ તારી જેમ જ પાણીમાં વીર્ય-સ્ખલન કરી બેઠા હતા.પાણીમાં વહી ગયેલું વીર્ય એક હરણીના પીવામાં આવતાંએને ગર્ભ રહ્યો અને મૂનિ ઋષ્યશ્રુંગનો જન્મ થયો હતો.
ઉદ્દાલક  ઋષિ સરિતામાં સ્નાન કરતા હતા ત્યાં એમનું વીર્ય એક પુષ્પ પર ચોંટી ગયું. એક રાજકુમારીએએ પુષ્પ ઉઠાવીને સુંઘતાંવીર્ય એની નાસિકા દ્વારા એના ઉદરમાં પહોંચી ગયું અને તેણીને ગર્ભ રહ્યો હતો.
માટે…હે વત્સ શાલિભદ્ર ! પુરાણોમાં વર્ણવેલી આ બધી વિચિત્ર લાગે તેવી જન્મકથાઓ અને વીર્ય-સ્ખલનની વાતો જાણ્યા પછી તારે અજંપો રાખવાનું કે મહાપાપ થઈ ગયાની ગુનાહિત લાગણી રાખવાનું કે ઇન્ફીરીયોરીટી કોમ્લેક્સથી પીડાવાનું કોઇ કારણ નથી. હો..ય ! થઇ જાય !!! ભલભલા ઋષિમૂનિઓને  આવું થઈ ગયું હોય તો તું તો પામર માનવી જ છે ને !  માટે…ઉત્તિષ્ઠ…એન્ડ  ફરગેટ ઇટ માય બોય…..સ્ખલન હો જાના યે તો વીર્યકા સ્વભાવ હૈવત્સ ! અગર સ્ખલન નહીં હોગા તો નયા કૈસે બનેગા કુદરત શ્વાસ પણ એકના એક નથી આપતી..શીવજી અને ભિલડીની કથા ખબર છે ને ! પણ આજ પુરતી આટલી વાતો બસ છે.”
નારદમૂનિ અંતર્ધ્યાન થઈ ગયા.
સવારે શાલિભદ્ર ઉંઘમાંથી જાગ્યો ત્યારે એના મનનું સમાધાન થઈ ગયું હતું.
લેખક- નવીન બેન્કર 
લખ્યા તારીખ ૨૮ ઓગસ્ટ ૧૯૭૪-પુરુષોત્તમ માસની એકાદશી ને બુધવાર.
 
 
 Navin Banker

One Response to “સમાધાન – ( ટૂંકી વાર્તા ) લેખક- નવીન બેન્કર”

  1. OMG. આ વાર્તા મેં પાંચ વર્ષ પહેલાં કેમ ન વાંચી? (છ વર્ષ પહેલાં હું કશું વાંચતો જ ન હતૉ) એની વે જે રમતિયાળ શૈલીમાં પુરાણની અણમોલ વાતો જણાવી તે મારે માટે તો એડ્યુકેશન છે. અત્યારેતો એક જ વાર વાંચી છે. પણ પ્રોમિશ હું આને એક રેફરન્સ એસે તરીકે વાપરીશ. આ ધાર્મિક જ્ઞાન બદલ સલામ નહીં…દંડવત પ્રણામ નવીનજી….
    પ્રવીણ શાસ્ત્રી.

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.