રતિલાલ બોરીસાગરની હાસ્ય-રચના
નિત નવા વરસે ચાલો ને હસીએ…
રતિલાલ બોરીસાગર ( હાસ્યકવિની રચના )
નિત નવા વરસે, નિત નવા દિવસે
હૈયું ભરીને ચાલો ને હસીએ!
રેસના ઘોડાની માફક દોડતી આ દુનિયા
નિરાંતનું નામ નહીં, ટેન્શનનો પાર નહીં!
હાઇ બી.પી.ની ગોળીઓ ને લો બી.પી.ની ગોળીઓ
ઊંઘવાની ગોળીઓ ને જાગવાનીયે ગોળીઓ,
ભૂખની ગોળીઓ ને પાચનનીયે ગોળીઓ,
વાળની ગોળીઓ ને ટાલનીયે ગોળીઓ,
રોજ રોજ દાકતરની ભરી દેવી ઝોળીઓ!
દિવેલિયું ડાચું લઇ શીદ ફરવું?
દાંત આપ્યા છે એણે આપ્યું છે હસવું!
નિત નવા વરસે, નિત નવા દિવસે,
ઢગલો થઇ જઇને ચાલો ને હસીએ!
– રતિલાલ બોરીસાગર