એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » મારા દિલની વાતો » ભાષાનો વિવેકપુર્ણ ઉપયોગ

ભાષાનો વિવેકપુર્ણ ઉપયોગ

January 7th, 2014 Posted in મારા દિલની વાતો

ભાષાનો  વિવેકપુર્ણ  ઉપયોગ

નવીન બેન્કર 

ના…આ લેખ કોઇના પર દોષારોપણ કરવા કે આક્ષેપો કરવા લખાયેલો નથી.

આ  મારા આત્મમંથનમાંથી સર્જાયેલું નવનીત છે. 

થોડાક વર્ષો પહેલાં હું કોઇ સ્ટોરમાં કામ કરતો હતો ત્યારે, મારી શરુઆતના એ દિવસોમાં, અમારો એક ગ્રાહક કાઉન્ટર પર આવ્યો. અમારા એની પાસે થોડાક પૈસા લેણાં નીકળતા હતા. અને.. હું એને કોમ્યુટરાઇઝ્ડ સ્ટેટમેન્ટો દર મહીને મોકલતો હતો. જેવો મેં એને કાઉન્ટર પર જોયો કે તરત હું ભડક્યો અને કડક ભાષામાં ઉઘરાણી કરી- ભઈ…તમે ઘર તો ચેઇન્જ નથી કર્યું ને ? મારા સ્ટેટમેન્ટ્સ દર મહીને તમને મળે છે ને ?..તમે યાર, જવાબ પણ નથી આપતા અને પૈસા પણ ચૂકવતા નથી….આજે- મારી મેક્સીકન સુપરવાઇઝરે તરત મને આગળ બોલતા અટકાવ્યો અને પેલા ગ્રાહકને સ-સ્મિત પુછ્યું-સર…હાઊ યુ વુડ લાઇક ટુ પે- બાય કેશ ઓર ચેક  ટૂ ડે ?’ પેલા ગ્રાહકે બીલ અંશતઃ ચૂકવી દીધું. 

એના ગયા પછી, મારી એ સુપરવાઈઝરે મને શીખામણ આપી- અલબત્ત, આ બધી વાત અંગ્રેજીમાં થયેલી પણ અત્રે હું ગુજરાતીમાં જ લખીશ.

મીસ્ટર બેની ( મને ત્યાં બધાં બેનીકહીને બોલાવતા હતા ) ,ડોન્ટ એટેક એ કસ્ટમર લાઇક ધીસ. આપણે ભાષામાં વિવેક રાખવાનો અને વિવેકપુર્ણ રીતે જ ઉઘરાણી કરવાની. નહીંતર આ તો અમેરિકા છે. ભલે એ ગ્રાહક આપણો દેવાદાર હોય અને આપણે કાયદેસર રીતે ઉઘરાણા કરવા હકદાર હોઇએ, તો પણ સ્ટેટમેન્ટમાં કે પ્રત્યક્ષ બોલચાલમાં આપણે ભાષા તો સંયમિત અને સૌજન્યશીલ જ રાખવી પડે. કલેક્શન એજન્સી પણ અમુક ભાષાનો ઉપયોગ નથી કરી શકતી, સમજ્યા ?’ 

હમણાં કોઇ ભાઇએ ઉઘરાણીના સરક્યુલરમાં લખ્યું- જો ફી નહીં ભરો તો લાત મારીને કાઢી મૂકવામાં આવશે. ( KICK OUT શબ્દનો ગુજરાતી ભાવાનુવાદ આ જ થાય ને ? ) ઉપરાંત, ‘મફતમાં ખાવાનું-પીવાનું ( No Food, No Drink શબ્દોનો અર્થ પણ આવો જ થાય ને ? )

આ અંગે કોઇ સભ્ય ઉકળી ઉઠ્યો અને એણે પણ સામે ઉગ્ર ભાષામાં પ્રતિભાવ આપ્યો કે-આવાને બોર્ડમાં કોણ રાખે છે ? સાલાને કાઢી મૂકો. હું મારું રાજીનામુ આપી દઉં છું‘  વગેરે…વગેરે.. 

બન્ને વર્ષોથી મિત્રો હતા. કોઇ ખરાબ ન હતું. બન્ને સજ્જન હતા. ભુતકાળમાં પાડોશીઓ પણ રહી ચૂક્યા હતા. કોઇ બીજી સંસ્થામાં સાથે રહીને કોઇ અન્યાય સામે એક થઇને પ્રતિકાર પણ કરેલો. 

પણ અહીં ભૂલ બન્નેની થઈ. ઉઘરાણીનો પત્ર લખનારે ખોટી ભાષામાં ઉઘરાણી કરી હતી.

પેલા ઉકળી ઉઠેલા સભ્યએ, ગુસ્સાના આવેશમાં આવી જઈને, ઉગ્ર ભાષામાં પ્રતિભાવ આપીને મગજ ગુમાવવાની કોઇ જરુર ન હતી. એ  પણ શાંતિપુર્વક કહી શક્યા હોત કે-ભાઇ, તમારે આવી ભાષામાં રીમાઇન્ડર ન કરવો જોઇએ. જરા સૌમ્ય ભાષા વાપરવી જોઈતી હતી. અને હવે પછીની મીટીંગમાં બધા ચેકબુક સાથે રાખે એવી વિનંતિ કરી હોત તો વધુ યોગ્ય લાગત. 

અહીં , આ કેસમાં કોઇ ખરાબ ન હતું.  

એકની પાસે યોગ્ય ભાષાનો અભાવ હતો.

બીજાની પાસે વિપુલ ભાષાભંડોળ હોવાં છતાં, શોર્ટ-ટેમ્પરને કારણે વિવેકપુર્ણ રીતે પ્રતિભાવ આપતાં ચૂક્યો. 

કેટલાક માણસો સ્વભાવે દુષ્ટ નથી હોતા.એમનો ઇરાદો સામાને હર્ટ કરવાનો પણ નથી હોતો. પણ એમને જે કહેવું છે એ કયા યોગ્ય શબ્દોમાં વ્યક્ત કરવું એ આવડતું નથી હોતું. જેમને એ વ્યક્ત કરતાં આવડે છે એ પણ ક્યારેક ગુસ્સાના આવેશમાં કે ભુતકાળના કોઇ કડવા અનુભવના પુર્વગ્રહને કારણે કડવી ભાષાનો ઉપયોગ કરી બેસે છે. સત્ય લાગે એ બોલવું અને સ્પષ્ટ બોલવું એ સારી વાત છે પણ એ, કઠોર ભાષામાં કહેવું એ ખોટું છે.વાણી સંયમથી જ શોભે છે.વાણીની ઉગ્રતા સામા પર પ્રહાર કરી બેસે છે. પછી એનો પ્રત્યાઘાત પણ ઉગ્ર જ પડે અને કડવાશો વધતી જાય તથા સંબંધોમાં તિરાડ પડે. જરા ય ડંખ કે કડવાશ વગર અને ભુતકાળની કોઇ ઘટનાની કડવાશના અનુભવના પુર્વગ્રહને કોરાણે મૂકીને આપણે આપણી વાત ન કહી શકીએ ?

છેલ્લા થોડાક દિવસોમાં આપણે બધા જે બોલ્યા એમાંથી કેટલા પ્રતિકૂળ આંદોલનો જન્મ્યા ? આપણા તોછડા અને કડવા શબ્દોએ બીજાઓને પણ એવા જ વચનો બોલવા પ્રેર્યા ને ? 

આપણે બધા સુસંસ્કૃત માણસો છીએ અને પાછા સાઇઠ વટાવી ગયેલા પાકા ઘડા છીએ. શા માટે ઝઘડવાનું ???  શા માટે ?

શ્રીરામ…શ્રીરામ…

One Response to “ભાષાનો વિવેકપુર્ણ ઉપયોગ”

  1. માત્ર ભાષા અને શબ્દો જ નહીં પણ ભાવ અને બોડી લેન્ગ્વેજ પણ સબંધો સુધારવા બગાડવામાં મહત્વનો ફાળો આપે છે. મનનીય લેખ. તમારા દિલની વાતો બે વાર વાંચી. આપણામાં ઘણું સામ્ય. જાણે હું તમારી જ લઘુકૃતી હોઉં એવું અનુભવ્યું.
    મારી અને યોગિનીની શારીરિક મર્યાદાને કારણે મોબીલીટી ઘટી છે એટલે તમારા જેટલો પ્રવૃત્તિશીલ નથી. ૧૮-૨૦ કલાક કોમપ્યુટર પર જીંદગી સરતી રહે છે.
    પ્રવીણ શાસ્ત્રી

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.