નિખાલસતા
નિખાલસતા– ક્યાં અને ક્યારે ?
નબળાઇ તો માણસમાત્રમાં હોય છે. મોટાભાગના માણસો પોતાની નબળાઇઓને છુપાવતા હોય છે.
કેટલાક નિખાલસ અને ખુલ્લા દિલના માનવીઓ પોતાની ભૂલો કે નબળાઇઓનો જાહેરમાં એકરાર કરતાં ક્ષોભ નથી અનુભવતા હોતા. પરંતું મોટાભાગનો જનસમુહ એવા માનવીઓની નિખાલસતાને ‘મુર્ખતા’ કે ‘શેખી’ તરીકે જ ગણતા હોય છે. અને…એવા નિખાલસ માનવીઓની પીઠ પાછળ તેમની હાંસી ઉડાવતા હોય છે. તેના પોતાના જ અંગત મિત્રો તેની નબળાઇઓની જાહેરાત કરી કરીને તેને બદનામ કરતા હોય છે.
એટલે…ડાહ્યા માણસે દરેક જગ્યાએ નિખાલસ થઈને બહુ બક બક કરવું ન જોઇએ.
બધાંને બધી વાત કહેવાની જરુર નથી. ક્યાં બોલવું અને કેટલું બોલવું એ વાત જે લોકો સમજતા નથી એ લોકોએ ક્યારેક અપમાનિત થવાનો વારો આવે છે.
ફૂલોંસે તો ખાર અચ્છે, જો દામન થામ લેતેં હય…… ( ‘ખાર’ એટલે કાંટા )
( મને ખબર છે, આ વાંચીને તમે કહેશો-‘ ગાંડા, હવે સમજ્યો?’ તો…હવે બહુ બકબક ના કરતો.)
શ્રીરામ..શ્રીરામ….
નવીન બેન્કર. ૧૩ જૂન ૨૦૧૩