ટાગોરની કૃતિ, પુ.લ. દેશપાંડેનું રુપાંતર અને અરુણાબેન જાડેજાનું ભાષાંતર
નાટ્યશેષ
(કવિવર ટાગોર ની એક વિખ્યાત કૃતિ,
તેનું મરાઠી રૂપાંતરનાં કર્તા શ્રી પુ. લ. દેશપાંડે અને
ગુજરાતી ભાષાંતર શ્રી અરુણાબેન જાડેજા એ કર્યું.)
દૂરદૂરના ભૂતકાળના ચહેરા તરફ જોયું
જુદી જુદી ‘કંપની’ઓના ફરતા જોયા નટ
ઓળખું હું એ બધાને
સાંભરે બધાંના નામ
અને પશ્ચિમનાં સાંધ્ય પ્રકાશમાં જાણું એમના પડછાયા
નેપથ્યલોકમાંથી નટરૂપે વેશ ધરીને આવેછે
જીવન નાં એ અંતહીન નાટ્યમાં.
દિવસો પછી દિવસો ને રાત્રી પછી રાત્રી ગઈ એમની
પોતપોતાની પંક્તિઓ બોલવામાં ને પોતપોતાની ભૂમિકાને ઉઠાવ આપવામાં
એ અદ્રષ્ટ સુત્રધારના આભાસાનુંસાર
આદેશાનુસાર જમાવતા આવ્યા પોતપોતાનાં નાટકો
વિવિધ ઢંગે વિવિધ રંગે.
આખરે પૂરું થયું નાટક.
દેહવેશ ફગાવીને નેપથ્યે થયા અદ્રશ્ય
જે ખેલ ભજવવા આવ્યા, એનો નાટ્યગત અર્થ
હશે ખબર કોઈ ને કોઈ રૂપે
એ વિશ્વકવિને
પણ દરેક નટ અને નટીને લેખે તો
એમાંનું હસવું ને રડવું
એમનો હર્ષ ને શોક, સત્ય જ હતો
જ્યાં સુધી અંગ હતું વેશથી સજેલું.
આખરે પડદો પડ્યો.
દીવા ઓલવાતા ગયા એક પછી એક
રંગરોગાનની ચમક ફીકી થતી ગઈ.
ઓસરાતો ગયો બધો કોલાહલ
જે નિસ્તબ્ધ અંધકારમાં રંગમંચ તરફથી
એમણે કર્યું નિર્ગમન
ત્યાં સ્તુતિ ને નિંદા બંને સમાન
ખરાબ ને સારું બધુજ સરખું જ
સુખદુ:ખના અભિનય અર્થહીન
અજવાળું ને અંધારું સમભાર
લાજ અને ભય હેતુશૂન્ય
….જે હાથ મથ્યા યુદ્ધમાં
બચાવવાને સીતા
બીજી ક્ષણે એમને જ
રચાવી પડી
એની ચિતા.
પુરુથયું એ શોકનાટક
સરી ગઈ એમાંની અસહ્ય વેદના
હવે નાટક બચ્યું છે
કવિની પંક્તિઓમાં
અને કલાનાં આનંદ દાયક
ઋણમાં.
અતિ દૂર આકાશની આછી સુકુમાર નીલિમા
અરણ્ય એની તળેટીમાં ઊંચા હાથ ફેલાવીને
પોતાનો શ્યામલ અર્થ નિ:શબ્દપણે દઇ રહ્યું છે !
સ્વચ્છ પ્રકાશનું ઉત્તરીય દિશાદિશાને ઓઢાડે છે.
આ વાત લખી રાખું છું.-
એક વેરાગી ચિત્રકાર આ ભૂસી નાખે તે પહેલાં.
(મારા વિદ્વાનમિત્ર શ્રી. નીતિન વ્યાસે મોકલેલ એક ઇ-મેઇલ પરથી)