એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » અહેવાલ » સ્વ. રાજેશ ખન્નાને અંજલિ આપતો સુંદર કાર્યક્રમ ‘ જિન્દગીકા સફર’ હ્યુસ્ટનમાં

સ્વ. રાજેશ ખન્નાને અંજલિ આપતો સુંદર કાર્યક્રમ ‘ જિન્દગીકા સફર’ હ્યુસ્ટનમાં

January 6th, 2014 Posted in અહેવાલ

સ્વ. રાજેશ ખન્નાને અંજલિ આપતો સુંદર કાર્યક્રમ જિન્દગીકા સફરહ્યુસ્ટનમાં

અહેવાલ-  શ્રી. નવીન બેન્કર ( હ્યુસ્ટન)

 

ત્રીજી સપ્ટેમ્બરને સોમવારની સલુણી સંધ્યાએ હ્યુસ્ટનના વી.પી. એસ.એસ.હોલમાં, ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન અને ઇન્ડિયા કલ્ચરલ સેન્ટરના સંયુક્ત ઉપક્રમેબોલીવુડના પ્રથમ સુપર સ્ટાર સ્વ.રાજેશ ખન્નાને અંજલિ આપતો એક સંગીતપ્રધાન કાર્યક્રમ જિન્દગીકા સફરશિર્ષક હેઠળ, યોજવામાં આવ્યો હતો.શિકાગોના નેશનલ પ્રમોટર ભાવનાબેન મોદીના મનપસંદના નેજા હેઠળ,મેનેજર શ્રી, બીપીન ભુતાની રાહબરી હેઠળ સની જાદવ, કન્વરલાલ વેકરિયા,અલકા ઠાકુર, કલ્પેશ ખારવા અને મહેશ રાવલ જેવા ગાયકોએ રાજેશ ખન્નાની ફિલ્મોના સુપરહિટ ગીતો ગાઇને રમઝટ બોલાવી દીધી હતી.તેમને કીબોર્ડ પર શ્રી. મહેશ રાવલ,ઓક્ટોપેડ પર શ્રી. સંકેત પટેલ અને બોંગો-ઢોલક પર શ્રી.પ્રસાદ સીરગાંવકરનો સાથ સાંપડ્યો હતો.

 

કન્વરલાલ વેકરિયાએ પ્રસંગોપાત રાજેશ ખન્નાના ગેટઅપમાં  સ્ટેજ પર ડોકી હલાવવી, આંખો ઉઘાડબંધ કરવી, હલનચલન કરવું જેવી સ્ટાઇલો મારીને પ્રેક્ષકોને હસાવ્યા હતા. વિવિધ ફિલ્મ-કલાકારોની મીમીક્રી, જોક્સ પીરસીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા. કાર્યક્રમનો હીરો તો હતો સની જાદવ નામનો ખુબસુરત જુવાન.

ગાયેલા સંખ્યાબંધ ગીતોની યાદી અત્રે લખીને વાંચકોને બોરકરવાનો કોઈ અર્થ નથી. પણ જે ગીતો પર પ્રેક્ષકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા એના ઉલ્લેખ વગર આ લેખ અધૂરો જ ગણાય. જય જય શીવશંકર‘, હમેં ઔર જીનેકી ચાહત ના હોતી‘, જિન્દગી એક સફર હૈ સુહાના‘, ‘મેરે નૈના સાવનભાદોં,’ ‘મેરે સપનોંકી રાની‘, ‘સુન ચંપા સુન તારા‘,’યહાં વહાં સારે જહાંમેં તેરા રાજ હૈ‘, ‘ દિલ સચ્ચા ઔર ચહેરા જૂઠા‘, જેવા ગીતો સળંગ રજૂ કરીને પ્રક્ષકોની તાળીઓની ખંડણી સનીભાઇએ મેળવી લીધી હતી. કાર્યક્રમની અંતીમ પેરોડીમાં, રાજેશ ખન્નાના અભિનયમાં પરદા પર ગવાયેલા દર્દીલા ગીતો, સ્ક્રીન પર રાજેશ ખન્નાના વિવિધ ફોટા અને કન્વરલાલ વેકરિયા દ્વારા રાજેશ ખન્નાના જીવનના વિવિધ પ્રસંગોની યાદોની દર્દીલી રજૂઆતે શ્રોતાઓને છેલ્લે છેલ્લે ગમગીન પણ બનાવી મૂક્યા હતા. આ પેરોડી ગીતોમાં, ‘ચિનગારી કોઇ ભડકે‘,’ યે લાલ રંગ‘, ‘યે ક્યા હૂવા‘, ‘જિન્દગીકે સફરમેં ગૂજર જાતે હૈ જો મકામ વો ફિર નહીં આતે‘,’મૈં શાયર બદનામ‘,જિન્દગીકા સફર યે હૈ કૈસા સફરજેવા હ્રદયસ્પર્શી ગીતોએ સહ્રદયી ચાહકોની આંખો ભીની કરી મૂકી હતી.

 

મહેશ રાવલ નામના કલાકારે કીબોર્ડ સંભાળવા ઉપરાંત અકેલે હય, ચલે આઓગીત પણ સુંદર રીતે પેશ કર્યું હતું. કે. કે. તરીકે જ ઓળખાતા કલ્પેશ ખારવાએ પણ કેટલીક ખૂબસુરત રજૂઆતો કરી હતી.  અલકા  ઠાકુર નામની અમદાવાદની યુવાન ગાયિકાએ સ્ત્રી-સ્વરમાં ગવાયેલા કેટલાક ગીતો રજૂ કર્યા હતા અને યુગલ ગીતોમાં અન્ય ગાયકોને સાથ આપ્યો હતો.  સ્ટેજ-સન્નીવેષમાં, રાજેશ ખન્નાની વિવિધ ભૂમિકાઓની સંખ્યાબંધ તસ્વીરો પ્રેક્ષકોનું ધાન ખેંચતી હતી.

 

આ શોની ટીકીટો પણ દરેકના ખિસ્સાને પોસાય તેવી-૧૦ ડોલર્સ અને ૨૦ ડોલર્સ જ રાખવામાં આવેલી એટલે હાઊસફુલ ઓડીયન્સ મેળવી શકાયું હતું. વળી , સીટ નંબર્સ ન હોવાને કારણે, પ્રેક્ષકો સારી જગ્યા મેળવી લેવા સમયસર આવી ગયા હતા. કેટલાક સીનિયર્સ સીટીઝનો તો ધક્કામુક્કી એવોઇડ કરવા એક એક કલાક પહેલા હોલ પર પહોંચી ગયા હતા. અને આયોજકોને, સિનીયરો માટે અમુક સારી જગ્યાઓ અલાયદી ફાળવવા વિનંતિ કરતા નજરે પડતા હતા. નીશાબેન મીરાણી, અજીત પટેલ, પ્રકાશ.વી. પટેલ જેવા સન્નિષ્ઠ કાર્યકરોએ એ સિનીયરો માટે સારી જગ્યાઓ ફાળવી પણ હતી. થેન્ક યૂ ઓલ !

ઇન્ડીયા કલ્ચર સેન્ટરના  યુવાન પ્રેસિડેન્ટ શ્રી. રાજુ ભાવસાર, પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી. ધૈર્યવાન સાહેબ અને અન્ય કમીટી મેમ્બરો, બોર્ડ મેમ્બરો વગેરે એ પણ ખુબ ઉત્સાહપુર્વક ભાગ લઈને કાર્યક્રમની સફળતામાં પોતાનો ફાળો આપ્યો જણાઇ આવતો હતો. ઇન્ટરવલમાં રાજેશ ખન્ના અને તેની હિરોઇનો અંગેનો એક રસપ્રદ કાર્યક્રમ પણ કલ્ચર સેન્ટરના મેમ્બરોએ યોજ્યો હતો જે પણ રસપ્રદ રહ્યો હતો.

ગુજરાતી સમાજના ઉત્સાહી, યુવાન, તરવરીયા અને બાહોશ પ્રેસિડેન્ટ  નિશાબેન મીરાણી તથા અજીતભાઇ પટેલ જેવા સંગીતરસિક અને સાહિત્યપ્રેમી મેમ્બરો આવા વધુ ને વધુ સારા સારા કાર્યક્રમો યોજે એ જ અપેક્ષા.   અભિનંદન સૌ કાર્યકરોને !

 

નવીન બેન્કર

૫ સપ્ટેમ્બર ૨૦૧૨

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help