એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » મારા દિલની વાતો » આવું તો અમેરિકામાં જ બને ( ભારતમાં કદી નહીં )

આવું તો અમેરિકામાં જ બને ( ભારતમાં કદી નહીં )

January 6th, 2014 Posted in મારા દિલની વાતો

આવું તો માત્ર અમેરિકામાં જ બની શકે-  (ભારતમાં કદી નહીં.)

લાસ વેગાસના તબીબ દીપક દેસાઇને આજીવન કેદની સજા.

લાસ વેગાસના ડોક્ટર દીપક દેસાઇને સેકન્ડ ડીગ્રી મર્ડર બદલ દોષી ઠેરવાયા હતા. ૬૩ વર્ષની વયના ડોક્ટર દીપક દેસાઇએ તેમના લાસ વેગાસના એન્ડોસ્કોપી ક્લિનિકમાં એક વખત વપરાયેલી ઇન્જેક્શનની સિરિંજનો ફરીથી ઉપયોગ કરીને, નવ જેટલા દર્દીઓને હિપેટાઇટીસ ‘સી’ નો ચેપ લગાડ્યો હોવાનો આરોપ હતો, જે સાબિત થયો હતો. ૧૮ વર્ષ સજા ભોગવ્યા બાદ તેઓશ્રી પેરોલ પર છૂટવા માટે માન્ય ગણાશે. આપણા લાલુપ્રસાદ કે સંજય દત્તની જેમ મહિના માસ જેલમાં સરકારી ખર્ચે ,મહેલની સગવડો ભોગવીને પેરોલ પર બહાર આવી જાય તેવું નહીં. ક્લાર્ક કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ જજ વેલેરી એડેઇરે ચુકાદો સંભળાવતાં કહ્યું હતું કે દર્દીઓ જ્યારે ડોક્ટરમાં વિશ્વાસ મૂકે છે અને એ ડોક્ટર એનો વિશ્વાસઘાત કરે છે ત્યારે આપણા સમાજનો મોટામાં મોટો વિશ્વાસઘાત કરે છે તેઓ.

૩૧મી ઓક્ટોબર ૨૦૧૩ના રોજ આ સજા ફરમાવાઇ હતી. અરે ! દીપકના આસિસ્ટન્ટ  ૬૬ વર્ષની વયના રોનાલ્ડ રોકમેનને પણ  તેની ભૂમિકા બદલ સાતથી એકવીસ વર્ષ સુધીની સજા થઈ હતી.

બોલો ! તમે કલ્પી શકો છો આવું  ‘મેરા ભારત મહાન’માં શક્ય બને ? આપણા કેટલા ડોક્ટરો, ગામડાગામોના અભણ કંપાઉન્ડરો આવા ગૂના દરરોજ કરતા હશે ? કોઇ પકડાય છે ?  કોઇને સજા થાય છે ?

અમેરિકાના ‘દેશીઓ’નો એક વર્ગ આજે ય એવું માને છે કે એરપોર્ટ પર જે જડતી લેવાય છે કે કપડાં ઉતરાવીને ચેકીંગ થાય છે અને શાહરુખખાન જેવાને ય છોડતા નથી કે હમણાં ખુબ ગાજેલો ,પેલી કોન્સ્યુલેટની અધિકારિણીએ પોતાની કામવાળી બાઇને, અમેરિકાના ધારાધોરણ પ્રમાણે પગાર ચૂકવ્યો ન હોવા બાબતે જે હોબાળો મચ્યો એમાં યે, અમેરિકાના અધિકારીઓએ કશું જ ખોટું નથી કર્યું અને જે કર્યું છે તે એમના રુલ્સ-રેગ્યુલેશન્સ પ્રમાણે જ કર્યું છે એમ માનવાવાળો વર્ગ છે.

ભારતના અધિકારીઓ પણ આ જ રીતે કાયદા-કાનૂનનો આગ્રહ રાખે તો ઘણાં ગૂના ઓછા થઈ જાય.

(ગુજરાત ટાઇમ્સના એક અહેવાલને આધારે )

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.