એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » અમેરિકામાં યે અંધશ્રધ્ધા ! » અન્નકૂટ ઉત્સવો અંગે

અન્નકૂટ ઉત્સવો અંગે

 અન્નકૂટ ઉત્સવો અંગે

મંદીરોમાં કરોડો રુપિયાના હીરા-ઝવેરાતના ખજાના અને અબજો રુપિયાની નોટોના બંડલો પડ્યા હોય છે..મંદીરને સોનાના કળશ ચડાવાય છે.. .કહેવાતા ભગવાનો, ગુરુઓ મર્સિડીસમાં,  ટોયોટા ગાડીઓમાં સફેદ વર્દીધારી ડ્રાઇવરો સાથે ફરે છે અને અમેરિકાની ટ્રીપો મારતા હોય છે. આ મંદીરોમાં અન્નકુટ યોજાય છે અને ભરેલા પેટવાળાઓ તે આરોગે છે અને પેટ ફુલાવે છે.

કોઇએ વિચાર્યું છે ખરું કે મંદીરોની પ્રાણપ્રતિષ્ઠા કરેલી  મૂર્તિઓમાં ખરેખર પ્રાણ હોય છે ખરા ? જો હોય તો સોળ સોળ વખત મહમદ ગઝનવીએ સોમનાથ લુંટ્યું ત્યારે મહાદેવજી કેમ ત્રિશુળ ઉપાડીને દોડ્યા નહીં ? પ્રાણપ્રતિષ્ઠા કરેલી પ્રભુની મુર્તિઓને, સિટીની પરમીટના અભાવે કેમ મહીનાઓ સુધી તાળા મારેલા દરવાજા પાછળ પુરાઇ રહેવું પડે છે ?

આ વીક-એન્ડમાં બધા મંદીરોવાળા પોતપોતાના મંદીરમાં અને શ્રધ્ધાળુ ભક્તો અને ભક્તાણીઓ પોતાના બંગલાઓમાં અન્નકૂટ-મહોત્સવો યોજશે અને ભરેલા પેટવાળાઓ  મીઠાઇઓ આરોગશે અને ભક્તિ કર્યાની ક્રુત્ક્રુત્યતા અનુભવશે…

( અલબત્ત, આ લખનાર  પણ પોતાની પત્નીની ધાર્મિક લાગણી ન દુખાય એ ખાતર એ અન્નકૂટોમાં જઈને, ખંજરી-કરતાલ વગાડીને સંગીતના તાલે ધૂણશે  અને અન્નકૂટોના મહાપ્રસાદને ટેસથી આરોગશે !!!!  

રાધે…રાધે..રાધે…

શ્રીરામ..શ્રીરામ…

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help