એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » અમેરિકામાં યે અંધશ્રધ્ધા ! » અમેરિકામાં ભાગવતકથાઓની સીઝન આવી ગઈ છે.

અમેરિકામાં ભાગવતકથાઓની સીઝન આવી ગઈ છે.

અમેરિકામાં  ભાગવતકથાઓની સીઝન આવી ગઈ છે.

નવીન બેન્કર

*****************************************

 

છેલ્લા સોળ કે સત્તર વર્ષથી  કેટલાક ભાગવતકથાકારો ,  અમેરિકામાં દર વર્ષે સીઝનમાં પધારે છે અને પોતાની મેસ્મેરાઇઝ્ડ વાણીથી, પોતાના સુમધુર સંગીતથી ,ભાગવતકથાનું પાન કરાવે છે. ભક્તોને નાચતા કરી મૂકે છે અને સૌથી વધુ   ડોલર્સની ખંડણી ભેગી કરીને ભારત જાય છે. તેમના આવવાના બેત્રણ માસ અગાઉથી તેમના સગાવહાલા અને ભક્તો સોશ્યલ મીડીયામાં પ્રચાર કરતા હોય છે. બિઝનેસકાર્ડ્સ  હજ્જરોની સંખ્યામાં વહેંચાય છે. દરેક જાહેર કાર્યક્રમ માં, તમારી કારના વીન્ડસ્ક્રીન પર કાર્ડ્સ વાઇપર નીચે મૂકી દેવાય છે. પેમ્ફ્લેટ્સ, મેઇલ્સ , છાપામાં આખા પાનાની આકર્ષક જાહેરાતો  દ્વારા પ્રચાર, કથાકાર અને  બિઝનેસરીલેશન્સમાં  પાવરધા ભક્તજનો હેલીકોપ્ટરને પુષ્પક વિમાન બનાવી દઇને, આકાશમાંથી ગુલાબના ફુલોનો વરસાદ વરસાવે છે, ભવ્ય અને ભવ્યાતિત ભવ્ય શોભાયાત્રાઓનું આયોજન કુશળતાપુર્વક કરવામાં આવે છે.  દરરોજ  કથા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. કેટલાક મહાદુષ્ટ પાપી પુરુષો  સાંજે વાગ્યે જોબ પરથી આવતી , ફીટ પેન્ટશર્ટ પહેરીને કથામાં આવતી , ભક્તાણીઓને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતી મુદ્રામાં નિહાળીને  કે   સ્થુળ ભક્તાણીઓને  ઉછળી ઉછળીને  નાચતી જોઇને  નયનતૃપ્તિ અર્થે પણ આવતા હોય છે ! શ્રીરામશ્રીરામલોકલ મંદીરના ત્રણચાર પુજારીઓ પણ ત્યાં પાટલા નાંખીને પૂજનવિધિ કરાવતા નજરે ચઢે.  વિવિધ પ્રસંગોની ઉજવણી પ્રસંગે યજમાન બનીને હજ્જારો ડોલર્સની ભેટ ચડાવતા ડોક્ટર કક્ષાના બુધ્ધીજીવીઓ પણ પોતિયા પહેરીને યજમાન બનીને પાટલે બેઠેલા જોવા મળે. શ્રોતાઓમાંથી કોઇ વસુદેવ બને, કોઇ હિરણ્યકશ્યપ બને, કોઇ રૂપાળી સ્ત્રી દેવકી કે યશોદા પણ બને અને .., બધા નાચે, ગાય અને સાત્વિક આનંદ લૂંટે ! કેટલાક વાંકદેખા, નરકના અધિકારી લંપટ પુરુષો ચક્ષુ…..દ્વારા,  મનોમૈથુન કરીને  વિકૃત આનંદ માણતા પણ તમને જોવા મળે. કથામાં, કથાકાર મથુરામાં કે વૃંદાવનમાં જનમ લેવાની વાતો કરે પણ આ જનમ માં તો મુંબઈ કે ન્યુયોર્કમાં જ પડ્યા પાથર્યા રહેતા હોય છે અને ટોયોટા કે મર્સીડીસ ગાડીમાં શોફર્સની સેવા લઈને ઘુમતા હોય છે. ફલાણા ખ્યાતનામ સંતના વારસદાર કહેવાતા આ મિષ્ટભાષી  પોથીપંડીતો , -નો ડાઉટ- ખુબ સારા પ્રવચનકારો હોય છે. પબ્લીકને મેસ્મેરાઇઝ કરી દેવાની તેમની પાસે કળા હોય છે.પુનર્જન્મ અને સ્વર્ગપ્રાપ્તિની આકાંક્ષુ ગુજ્જુ અંધશ્રધ્ધાળુ ભક્તાણીઓ  તેમના વરની મહેનતના પૈસાનો વરસાદ વરસાવી દેતી હોય છે. ચરણસ્પર્શ કરવા અને પોથી પર ડોલર્સ મૂકવા માટે લાંબી લાંબી લાઇનો લાગતી હોય છે.

આપણને તો દરરોજ સ્વાદિષ્ટ ભોજન મળે છે અને બહાર બાંકડા પર બેસીને , આ પરદેશમાં આપણા જાતભાઇઓને મળવાનો અને ગુજરાતી ભાષા બોલવાનો લહાવો મળે છે. જો કે હું અંદર જઈને, સાષ્ટાંગ દંડવત કરતી  સ્થુળ બહેનોને વિકૃત નજરે જોવાનું પાપ નથી કરતો, હોં !  એમ તો હું સજ્જન અને શિષ્ટ માણસ છું-પત્નીથી ડરીને ચાલનારો.

 

શું કિયો’સો તમે ?

 

નવીન બેન્કર   (૭૧૩)-૮૧૮-૪૨૩૯            લખ્યા તારીખ ૧૦ જુન ૨૦૧૫

2 Responses to “અમેરિકામાં ભાગવતકથાઓની સીઝન આવી ગઈ છે.”

  1. Sharad Shah says:

    કહે છે, બાઈઓ ઈર્ષાળુ હોય છે. પણ ભાઈ?, નવીનભાઈ, આટલી બધી ઈર્ષા? અને કોઈના પેટ પર લાત મારવાની? કયા જનમે છુટશો?
    કથા દરમ્યાન નયન રમ્ય દૃષ્યો સર્જાતાં હોય અને કોઈ પુરુષો કેવળ દૃષ્યાનંદ લેતાં હોય તો આપણે બળવાની ક્યાં જરુર? કોઈ સ્ત્રીને અડપલાં તો નથી કરતાં કે સ્ત્રીની મરજી વિરુધ્ધ તો કાંઈ નથી કરતાં. જે સ્ત્રીઓ લો કટ બ્લાઊઝ કે ટ્રાસ્પરન્ટ ટોપ,કે ટુંકી ચડ્ડી કે ટાઈટ જીન્સ પહેરી કથામાં આવતી હોય તે કોઈ તેને ન જુએ એટલા માટે તો પહેરતી નથી. આટલી સજાવટ બાદ પણ જો કોઈ પુરુષ (જો પુરુષ હોય તો) તેને ન જુએ તો સ્ત્રીના પ્રયત્ન વિફળ થાય. એવું કોઈ સ્ત્રીને ગમે ખરું? એકને દેખાડવું છે અને બીજાને જોવું છે તેમાં તમને વાંધો ક્યાં આવ્યો? કથામાં ભક્તાણીઓ ઉછળી ઉછળી ને નાચતી હોય તો તમેય નાચો. અને જુઓ નાચવામાં જે આનંદ આવે છે તેના જેવો આનંદ બીજા કશામાં ભાગ્યેજ આવે છે. આ ઉમ્મરે ન નાચી શકાતું હોય તો કોઈને નાચતું જોઈ તમે પણ મનોમન નાચતા હો, તેવો અનુભવ કરો. કેવળ આવી કલ્પના પણ આનંદ આપશે. જ્યાંથી મળે આનંદ તે લઈ લેવો. અને આતો મફત છે. ભલા આદમી તમને કોણ કહે છે કે કથાકારને દક્ષીના આપો? અને કહે તોય તમે આપવાના નથી તો ભય શેનો? કથાકર પણ વર્ષોની પ્રેક્ટીશ પછી સારો વક્તા બની લોકોને મેશ્મરાઈઝ કરતો હશે. કોઈ વકીલ કે ડોક્ટર વર્ષોની પ્રેક્ટીશ પછી મોટી લેતો હોય તો આપણને વાંધો નથી હોતો તો કથાકાર માટે શેનો વાંધો છે? અમથા વાંધા કાઢી, ઈર્ષા કરી જીવનનો આનંદ શા માટે ગુમાવવો. મફતનો આનંદ અમને અમદાવાદીઓને તો ખુબ ગમે ભાઈ

  2. NAVIN BANKER says:

    શરદભાઇ, આપના પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર. કશુંય કાપકુપ કર્યા વગર આપની કોમેન્ટ્સને શિરોવંદ્ય ગણીને એપ્રુવ કરું છું. આવી જ રીતે પ્રતિભાવો લખતા રહીને મને પ્રેરણા આપતા રહેશો.

    નવીન બેન્કર

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.