એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Archive by category 'અહેવાલ' (Page 4)

‘અક્ષરને અજવાળે’ (કાવ્યસંગ્રહ)- એક અવલોકન.

February 25th, 2013 Posted in અહેવાલ

અક્ષરને અજવાળે‘ (કાવ્યસંગ્રહ)-  એક અવલોકન.

કવયિત્રી દેવિકા રાહુલ ધ્રુવના આ બીજા કાવ્યસંગ્રહ અક્ષરને અજવાળેવાંચતાં, ગીત-ગઝલના ચાહકોને એક નવી સશક્ત કલમનો પરિચય થાય છે.આ સંગ્રહમાં ૩૩ ગીતો, ૨૭ ગઝલો, ૧૪ અછાંદસ અને ૧૮ મુક્તકો છે. છેલ્લા પાંચેક વર્ષથી, કાવ્ય અને ગઝલક્ષેત્રે જે થોડીક નવી કલમો કાર્યરત થઈ છે તેમાં દેવિકાબેનનું નામ અવશ્ય મૂકી શકાય. આ કવયિત્રીની કવિતાઓ અને ગઝલો વાંચતા તેમની તાઝગીભરી મથામણને આવકારવાનું મન થઇ જાય છે. આ  કૃતિઓ કવયિત્રીના પગલાંને વિસ્તરીને એમનો રાજમાર્ગ કંડારી લે એવી આશા જન્માવે છે.

ગઝલ સાથે ગીતોની પ્રવાહિતા ધ્યાનપાત્ર જણાય છે.  આ બીજા કાવ્યસંગ્રહની કૃતિઓ વધુ પરિપક્વ, પીઢ અને બળકટ જણાય છે.

અછાંદસ રચનાઓ કવિતાના રસિક વાંચકોને આનંદ બક્ષે તેવી સુંદર છે.

આ કાવ્ય જુઓ-

શતદલ પંખ ખીલત પંકજ પરહસતા નયન જ્યમ શ્યામ વદન પર

શતદલ બુંદ સરક દલ વાદળ,   ભીંજત બદન નર નાર નવલ પર.

તમને આ વાંચતાં, એના શબ્દો સંભળાય છે ને ! મલપતો, રણકતો, ચળકતો અવાજ આ કાવ્ય વાંચતાં આપણને સંભળાય છે. સહ્ર્દય વાંચકો માટે આ , આસ્વાદ્ય કર્ણરસાયણ છે.શબ્દ, ભાષા, અને વિચારના ત્રિપરિમાણમાંથી સર્જાયેલ  સૌંદર્યમઢીત આ કૃતિઓ આપણાં ફેફસામાં નવો પ્રાણવાયુ પૂરે છે.

કવિતામાં તેમનો ઝોક જીવનધારક તત્વ અને અધ્યાત્મ પ્રતિ વિશેષ જણાય છે. કવિતાઓમાં સૃષ્ટિલીલા પણ પ્રગટાવી છે.કવયિત્રી મુલ્યનિષ્ઠ જીવન અને કવનના ઉપાસક દેખાઇ આવે છે. વિશ્વશાંતિ‘, ‘વિશ્વભાસ્કર‘, ‘પૃથ્વી વતન કહેવાય છે‘, જેવી કૃતિઓમાં વસુધેવ કુટુંબકમની ભાવનાથી પ્લાવિત એવા ભાવવિશ્વની પ્રતીતિ થાય છે. તડકોજેવા કાવ્યમાં, તડકે બેઠેલા બે પ્રેમીજનો હુંફાળા હાથમાં હાથ લઈને બેઠાનું ચિત્ર કેવું તાદૃશ્ય થાય છે ! વાંચતાં વાંચતાં આપણે પણ જાણે ઝરમરતી ઝીલની મસ્તીને માણતાં ને ભીની ભીની ક્ષણોને વીણી વીણીને વાતોમાં વાગોળવા માંડીયે છીએ.

દેવિકાબેનની રચનાઓમાં  પ્રકૃતિ અને પ્રભુની વાતો પણ છે. લય અને શબ્દ જોડે અર્થને ભેળવીને કવયિત્રી સુંદર ચિત્રો સર્જી શકે છે. શબ્દોની સહજ ગોઠવણી ધ્યાનાકર્ષક બની રહે છે. વ્યર્થતા, એકલતા, વેદના જેવી સંવેદનાઓ પણ તેમની રચનાઓમાં વ્યક્ત થાય છે. હોય છે‘, ‘કોને મળી‘, કંઇક સારુ લાગે‘, ‘યાત્રા‘, ‘તમે એટલા તો વ્યસ્ત ના થાવ‘, જેવી કૃતિઓમાં દેવિકાબેન દાર્શનિક ( ફિલોસોફર) જણાય છે.

કવયિત્રી દેવિકા રાહુલ ધ્રુવની લયસિધ્ધી, શબ્દવૈભવ અને ભીતરી ગાંભીર્યનો  રસાનુભવ કરાવતી અક્ષરને અજવાળેની રચનાઓ વાંચવા અને માણવા જેવી છે એમાં કોઇ શંકા નથી

.

નવીન બેન્કર

૧૭ ફેબ્રુઆરિ ૨૦૧૩

હ્યુસ્ટનના સિનીયરોએ માણ્યો ગીત, સંગીતનો યાદગાર જલસો-

February 25th, 2013 Posted in અહેવાલ

તારીખ ૯મી ફેબ્રુઆરિને શનિવારે હ્યુસ્ટનના બેલેન્ડ પાર્ક સ્થિત કોમ્યુનિટી હોલમાં લગભગ અઢીસો સિનીયરોએ સૂર અને શબ્દને સથવારે, શ્રી. કલ્પક ગાંઘીના કેળવાયેલા અને ઘૂંટાયેલા સ્વરમાં સૂર અને શબ્દની મહેફીલ માણી. જેને ગુજરાતી ભાષા કે હિન્દી ભાષાનું જ્ઞાન નથી અને છતાં માત્ર સ્વર અને સંગીતની જ ભાષા સમજનાર  તબલાનવાઝ શ્રી. ડેક્ષ્ટર અને મંજીરાના એક્ષ્પર્ટ શ્રી. હેમંત ભાવસારના સાથમાં, શ્રી. કલ્પક ગાંધીએ એવી તો સૂર અને સંગીતની રસલ્હાણ કરી કે સિનીયર શ્રોતાઓ અભિભૂત થઈ ઉઠ્યા. 

કાર્યક્રમની શરુઆતમાં, શ્રી. હેમંત ભાવસાર અને તેમના સહધર્મચારિણી શ્રીમતી દક્ષાબેને હેપી બર્થ-ડે સોંગ, સંસ્કૃત અને હિન્દી ભાષામાં ગાઇને, જે સિનીયરોની જન્મતારીખ ફેબ્રુઆરિ માસમાં આવતી હતી તેમને શુભેચ્છા પાઠવી. ત્યારપછી, ટોરન્ટોથી તાજેતરમાં જ, હ્યુસ્ટન મૂવ‘  થયેલા વડોદરાના ગાયક, સંગીતકાર શ્રી. કલ્પક ગાંધીએ કાર્યક્રમનો દોર સંભાળી લીધો. જેમની ઘણી સીડી ,કેસેટો બહાર પડી ચૂકી છે તથા ૬૦૦થી પણ વધુ ગીતોને જેમણે કમ્પોઝ કર્યા છે એવા શ્રી. કલ્પકભાઇએ પોતાના કેળવાયેલા અને ઘૂંટાયેલા અવાજમાં ગુજરાતી સુગમ સંગીતના પ્રચલિત ગીતો, ભજનો, ફિલ્મી ગીતોનો એવો તો મારો ચલાવ્યો કે શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા. સુગમ સંગીત હોય અને નીલગગનના પંખેરુને અને તારી આંખનો અફીણી‘  કોઇ ભૂલે ખરું ? મૂકેશ જોશી જેવા કવિની રચના પણ રજૂ થઇ. ગુજરાતી ભાષાની અસ્મિતા અને ગૌરવની પણ વાતો થઇ. જગજીતસિંહની ગઝલ મેરે ગીત અમર કર દો‘  એ શ્રોતાઓની આંખોને ભીંજવી હતી.

કલ્પકભાઇની વિશેષતા એ હતી કે ભજન કે ગીતના શબ્દોની વચ્ચે , હારમોનિયમના સ્વરોને મંદ કરીને વક્તવય રજૂ કરે, શ્રોતાઓને હસાવે અને પાછા તરત ગીતના મુળ શબ્દો પર આવી જઈને ઝમક ઉભી કરી દે. તમે અનૂપ ઝલોટાજીને સાંભળ્યા હોય ત્યારે એ જે રીતે ચાંદ અંગડાઇયાં લે રહા હૈજેવી પંક્તિઓ વખતે શબ્દોને આરોહ-અવરોહ વડે એવા લહેરાવે કે તમે, હોલમાં ચાંદને અંગડાઇઓ લેતો અનુભવી શકો-અલબત્ત, જો તમે સંગીતના ખરેખર જ્ઞાતા અને જાણકાર હો તો.આ જ વસ્તુ કલ્પકમાં પણ છે.

દરેક ગીતને પણ તેનો એક મિજાજ હોય છે. ગાયક એ મિજાજને લાડ લડાવી ને ગીત રજૂ કરે ત્યારે એ ગીત, શ્રોતાના દિલ સુધી પહોંચી શકે છે.

કલ્પકભાઇએ  જોશીલા, રમતિયાળ અને ફાસ્ટ રીધમવાળા ગીતો પણ ગાયા. ગુજરાતી ભાષાની ઉંડી સૂઝને કારણે, એમની, ગીતોની અભિવ્યક્તિ પણ બળુકી હતી.સંગીતમાં રાગ અને તાલનું જે વિઝનહોય છે એ બહુ મહત્વનું છે. સૂરની બારીકાઇને પારખવી એ જેટલું ગાનાર માટે મહત્વનું છે એટલું જ સહ્ર્દયી- સુજ્ઞ શ્રોતાઓ માટે પણ જરુરી બની જાય છે. 

સંગીતને સથવારે વહેતા સુગમ સંગીતના ગીતો શ્રોતાઓને હોઠે ચડી ગયા છે અને હૈયે ઘર કરી બેઠા છે.

કલ્પક જેવો ગાયક હોયડેક્ષ્ટર જેવો તબલાનવાઝ હોય અને હેમંત ભાવાસાર જેવો મંજીરાવાદક હોય તો ક્યાંક સૂર  શબ્દને ખેંચે તો ક્યારેક શબ્દ સૂરને.  સ્વર અને સંગીતનું સૂરીલુ રાસાયણીક સંયોજન થાય પછી કહેવું જ શું ?

કલ્પક ગાંધી વૈષ્નવ સંપ્રદાયના શ્રીનાથજીના ભજનો, જૈન સ્તવનો, સ્વામિનારાયણ સમ્પ્રદાયના ભજનો,પ્રાર્થનાસભાઓ પ્રસંગે ગવાતી પ્રાર્થનાઓ, સુગમ સંગીત, ફિલ્મી ગીતો, હાસ્યના કાર્યક્રમોના એક્ષ્પર્ટ છે. 

કાર્યક્રમને અંતે, શ્રીકૃષ્ણની ધૂન પછી, સંસ્થાના એક જૂના સભ્ય સ્વ. મણીબેન પટેલના તાજેતરમાં થયેલા અવસાન બદલ શોકસંદેશ અને બે મીનીટનું મૌન પાળીનેમણીબેનના કુટુંબીજનો દ્વારા સ્પોન્સર કરેલા સ્વાદીષ્ટ ભોજનને ન્યાય આપીને સૌ સભ્યો વિખરાયા હતા.

 

નવીન બેન્કર (હ્યુસ્ટન)

Navin Banker

http://navinbanker.gujaratisahityasarita.org/ Phone No: 832-499-0399

હ્યુસ્ટનના સિનીયરોએ ઉજવ્યો પ્રજાસત્તાક દિન

February 25th, 2013 Posted in અહેવાલ

૨૬ જાન્યુઆરિ…ભારતનો પ્રજાસત્તાક દિન…

જ્યારે આખો ભારતદેશ અને વિદેશમાં વસતા બધા જ ભારતિયો જ્યારે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યા હોય ત્યારે હ્યુસ્ટનના સિનીયરો પણ તેમાંથી કેમ બાકાત રહે ?..અને તેમાંય જ્યારે સિનીયર સીટીઝન્સ એસોસિયેશનના પ્રમુખપદે શ્રી. લલિત ચિનોય જેવો ઉત્સાહી અને અગાઉ કોઇએ ન કરી બતાવ્યું હોય એવું કરી બતાવવાની ધગશ ધરાવતી વ્યક્તિ હોય ! 

આ વખતે સિનીયર્સ એસોસિયેશનના સભ્યોએ પ્રજાસત્તાક દિનની રેલી કાઢી, જે હ્યુસ્ટનના સિનીયર્સના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત બન્યું.

નસીબસંજોગે આ મહિનાની મીટીંગ પણ ૨૬ જાન્યુઆરિને શનિવારે જ આવી હતી. બપોરે બાર વાગ્યાને સુમારે  સંસ્થાના લગભગ ત્રણસો જેટલા સભ્યો, બબ્બેની હરોળમાં, શિસ્તબધ્ધ રીતે બેલેન્ડપાર્ક કોમ્યુનીટી સેન્ટરના પ્રાંગણમાં ઉભારહી ગયા હતા. વિશાળ કદનો ભારતનો ત્રિરંગો ઝંડો લઇને સંસ્થાના સોહામણા ટ્રસ્ટી સુધાબેન ત્રિવેદી અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રી.રવિન્દ્ર ત્રિવેદી સૌને મોખરે આવી ગયા હતા.તેમની સાથે આગલી હરોળમાં, સંસ્થાના આગેવાન સભ્યો, કમિટી મેમ્બરો, વગેરે પણ ગોઠવાઇ ગયા હતા. અને…પછી કમ્યુનિટી પાર્કના પ્રાંગણમાંથી રેલીની શરુઆત થઇ. જેમ જેમ રેલી આગળ વધતી ગઈ તેમ તેમ ત્રિરંગાને પકડીને ચાલનારા બદલાતા ગયા. ભારતમાતાકી જયઅને વંદેમાતરમના નારાથી હ્યુસ્ટનના બેલેન્ડ પાર્ક  ગૂંજી રહ્યો.

ઇન્ડીયા કલ્ચર સેન્ટરે અને અન્ય ભારતિય સંસ્થાઓએ આ વર્ષે પ્રજાસત્તક દિનની ઉજવણી શહેરમાં અન્યત્ર ગોઠવેલી એટલે સિનીયર્સની રેલીમાં કોન્સ્યુલર્સ કે અન્ય સંસ્થાઓના મહાનુભાવોની ગેરહાજરી દેખાઇ આવતી હતી. 

રેલી લગભગ એક વાગ્યાની આસપાસમાં બેલેન્ડ પાર્કના કોમ્યુનિટી સેન્ટરના હોલમાં મીટીંગમાં ફેરવાઇ ગઇ. હ્યુસ્ટનના ગાયક કલાકાર શ્રી. અશોક શેલતે, પોતાના અનોખા અંદાઝમાં, એક્ટીંગ સાથે, કરોકીના સથવારે, દેશભક્તિના ગીતોથી શરુ કરીને, જુની હિન્દી ફિલ્મોના ખુબ જાણીતા, કર્ણપ્રિય ગીતોની હારમાળા રજુ કરીને, શ્રોતાઓને ડોલાવી દીધા હતા. સીત્તેર ઉપરની વયના કેટલાક સિનીયર સ્ત્રી-પુરુષો, ગીતોના શબ્દો પર, સ્ટેજ પાસે આવીને, પ્રેક્ષકોની સન્મુખ, ડાન્સ કરવા લાગ્યા હતા. હ્યુસ્ટનમાં જેમનું નામ જ માસીછપાઇ ગયું છે એવા સિનીયર્ વિલાસમાસી અને તેમના પતિ પ્રફુલ્લભાઇ પિપળીયાના સ્ટેપ્સ પર કોમ્યુનિટી સેન્ટરનો ફ્લોર ધમધમી ઉઠ્યો હતો. 

કાર્યક્રમ બાદ, રસમલાઈ સાથેનું સ્વાદીષ્ટ ભોજન માણીને ,મીટીંગનું સમાપન થયું હતું. 

સંસ્થા, આ વર્ષે સપ્ટેમ્બરની ૧૪મી અને ૧૫મી તારીખે એક અભુતપુર્વ ઇવેન્ટનું આયોજન કરી રહી છે.સમગ્ર અમેરિકાના સિનીયર્સનું એક વિશાળ સમ્મેલન હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સેન્ટરમાં યોજાઇ રહ્યું છે, જેમાં ઘણા રસપ્રદ પ્રોગ્રામો રજૂ થશે.બન્ને દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફી માત્ર પચાસ ડોલર્સ રાખી છે જેમાં બન્ને દિવસના ચાહનાસ્તા, ભોજન વગેરેનો સમાવેશ થઈ જાય છે. ગીત, સંગીત, નૃત્ય, નાટક, મીમીક્રી, સિનીયર્સને ઉપયોગી માહિતી વિષયક સેમિનારોથી ઓપતો આ કાર્યક્રમ કેવો અદભુત અને અભુતપુર્વ હશે એની, માહિતી સંસ્થાના કમીટી મેમ્બર શ્રી.શૈલેશ દેસાઇએ મેમ્બર્સને આપી હતી અને સભ્યોએ પચાસ પચાસ ડોલર્સ ભરીને રજીસ્ટ્રેશન કરાવવા નામો લખાવ્યા હતા. આ અંગેની વિગતવાર માહિતી સંસ્થાની વેબસાઇટ ઉપર પણ મુકવામાં આવનાર છે અને વર્તમાનપત્રો મારફતે પણ જાહેરાત થશે. હ્યુસ્ટનના ઘણી ભારતિય સંસ્થાઓએ આમાં સંપુર્ણ સહકારની ખાત્રી આપેલ છે. 

આમ, શ્રી. લલિત ચિનોયની ટીમે, સંસ્થાના અનુભવી અને બાહોશ ટ્રસ્ટીઓના માર્ગદર્શન અને ઉત્સાહી-તરવરિયા કમીટી મેમ્બરોના સહકારથી આ વર્ષે બે અભુતપુર્વ કાર્યક્રમો સિનીયર્સ એસોસિયેશનના ઇતિહાસમાં નોંધાવ્યા- એક, રેલી અને બીજો  કમ-સપ્ટેમ્બરનો ઇવેન્ટ.

થેન્કયુ લલિતભાઇ અને બેસ્ટ વીશીઝ  ટૂ યુ એન્ડ યોર ટીમ. 

અહેવાલ – શ્રી. નવીન બેન્કર ( હ્યુસ્ટન )

********************************************************

હ્યુસ્ટનમાં ગઝલના અભિસારની રાત- ૬,જુલાઇ૨૦૧૨

July 18th, 2012 Posted in અહેવાલ

છઠ્ઠી જુલાઇને શુક્રવારની એ રાત ગઝલના અભિસારની રાત હતી.

એ રાત હતી હૈયે પ્રેમ માર્દવના આવિષ્કારની રાત….

એ રાત હતી વસંતની વેણીએ બંધાયેલા ફૂલની મીઠી વ્યગ્રતાની રાત…

એ રાત હતી દર્દે ગમની આંચે શેકાઇને જીવનના રુપને પાકીઝગી બક્ષવાની રાત….

—–હમ તુમ રેડીયો ૧૪૮૦ AM KQUE અને દુઆ ટીવી 28.2 KUGB ના ઉપક્રમે હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સિવિક સેન્ટર ખાતે બદલતે મૌસમશિર્ષક હેઠળ હિન્દી-ઉર્દુ ગઝલોનો એક અતિભવ્ય કાર્યક્રમ યોજાઇ ગયો. ગઝલગાયક હતા જી.એસ.ચંદ્રા.તેમને તબલા પર સાથ આપ્યો હતો ઉસ્તાદ તારેક અલી ખાં સાહેબે,સારંગી પર પંડીત રમેશ શર્માજી,ફ્લ્યુટ પર અને ઇલેક્ટ્રીક ઓર્ગન પર હતા ખૂબસુરત યુવાન કલાકાર અનીસ ચંદાની સાહેબ. લકીશા નામની એક ગાયિકા અને મોડેલે પણ શોભામાં અભિવ્રુધ્ધી કરી હતી.ઉસ્તાદ તારીક અલી ખાં સાહેબને પાકિસ્તાની પ્રેસિડેન્શિયલ એવોર્ડ મળેલો છે.સારંગીવાદક શ્રી.રમેશ મિશ્રાને ભારતમાં પ્રેસિડેન્શિયલ એવોર્ડથી નવાજવામાં આવેલા છે.અનીસભાઇ તો અગાઉ પણ ચાર-પાંચ વખત વિવિધ ગાયકો સાથે બંસરીવાદન દ્વારા હ્યુસ્ટૉનિયનોના મન મોહી ચૂક્યા છે.

કાર્યક્રમની શરુઆતમાં શ્રી. દુરાની સાહેબે પોતાના આગવા અંદાઝમાં કલાકારોનો પરિચય કરાવ્યો. દુઆ ટીવી વાળા સંગીતાબેન દુઆએ આયોજકો અને ઉપસ્થિત રહેલા શ્રોતાઓનું અભિવાવદન કર્યું હતું.

કલ ચાંદનીકી રાત થી,

કુછને કહા,ચાંદ હૈ, કુછને કહા ચહેરા તેરા..

હમભી વહીં મૌજુદ થે, હમસે ભી સબ પુછા કિયે,

હમ હંસ લિયે હમ ચૂપ રહે, મંજુર થા પરદા તેરા……

         ********

થોડીસી જામ પી લી હૈ

ડાકા તો નહીં ડાલા, ચોરી તો નહીં કી….

*******

જગજીતસીંઘની આહિસ્તા…આહિસ્તા..‘ 

ઔર ન જાને કિતકિતની ગઝલેં પેશ હુઈ…તીન ઘંટે તક એક હી ગઝલકાર ગાતા ગયા..બસ..દિલ ખોલકર ગાતા ગયા…ઔર..શ્રોતાલોગ દાદ પર દાદ દેતે ગયે…વાહ..વાહ..ક્યા ખૂબ..ઇર્શાદ..ઇર્શાદ…

ચંદ્રાસાહેબના સ્વરમાં જે સમ્રુધ્ધી હતી, લચક હતી, જે માર્દવ અને મીઠાશ હતા એ, એટલું તો અભુતપુર્વ હતું કે જેણે એ મહેફિલ માણી હોય એ જ સમજી શકે.

જે જે ગઝલો રજૂ થઈ તેમાં વિષય, ભાવ,વિચાર,રીતિ, નિરુપણ પરત્વે ગઝલગાયક શ્રી. ચંદ્રા સભાન રહ્યા જણાતા હતા.એમની એ સભાનતા  એમની ગાયકીમાં વાસ્તવલક્ષી સમજને કારણે જણાઇ આવતી હતી. એમની ગાયકીમાં, પ્રણયની, પ્રક્રુતિની,સાંપ્રત વિષયપરિસ્થિતીની, જીવનના ઉલ્લાસની, વેદનાની એમ તમામ વિષયો અને વિચારોનું નિરુપણ થયું હતું. રજૂ થતી દરેક રચના કશુંક નવું પ્રગટાવતી હતી અને ગઝલોને માણવાનો ભાવકોને અવસર મળતો હતો.સત્વ અને વૈવિધ્યની દ્રષ્ટીએ રજૂ થયેલી ગઝલોની સમ્રુધ્ધી ભાવકના મન અને હ્ર્દયને સ્પર્શી જતી હતી.

સાઉન્ડ સીસ્ટમ શ્રી. દર્શક ઠક્કરે સંભાળી હતી.

રાત્રે બાર વાગ્યે મદહોશ વાતાવરણમાં મહેફિલ બરખાસ્ત થઈ હતી.

આ કાર્યક્રમ   MASS  માટેનો ન હતો-   CLASS  માટેનો હતો એટલે સ્વાભાવિક રીતે પ્રેક્ષકો-શ્રોતાઓની હાજરી પાંખી હોય.

આવો સુંદર કાર્યક્રમ હ્યુસ્ટનની ગઝલપ્રેમી જનતા સમક્ષ રજૂ કરવા બદ્લ હમતુમ રેડિયો અને દુઆ ટીવીના સંચાલકો પ્રશંસાને પાત્ર છે.     અસ્તુ…

નવીન બેન્કર
૭૧૩-૭૭૧-૦૦૫૦
Navin Banker
http://navinbanker.gujaratisahityasarita.org/ Phone No: 713 771 0050

હ્યુસ્ટનમાં કવ્વાલીનો કાર્યક્રમ

June 14th, 2012 Posted in અહેવાલ

હ્યુસ્ટનમાં કવ્વાલીનો કાર્યક્રમ

૨૦ એપ્રિલ ૨૦૧૨ને શુક્રવારની રાત્રે, હ્યુસ્ટનના વી.પી.એસ.એસ.હોલના વિશાળ સભાખંડમાં ગુજરાતી સમાજઓફ હ્યુસ્ટન દ્વારા કવ્વાલીનો એક ભવ્ય કાર્યક્રમ યોજાઇ ગયો. ભારતથી આવેલા ગિરીશકુમાર કવિશ્વર(બારોટ)ના ગ્રુપે આ કાર્યક્રમને ‘બોલીવુડ હંગામા’ શિર્ષક હેઠળ પ્રસ્તુત કર્યો હતો.કાર્યક્રમનું સંચાલન રોકી નામે ઓળખાતા કોઇમુસ્લીમ કલાકારે સુપેરે સંભાળ્યું હતું.ગાયક કલાકારો શ્રી. ગિરીશ બારોટ, કુણાલ મહંત, મયુરિબેન પાતળીયા અને રોકીએ હિન્દી ફિલ્મોના પરદે રજૂ થઈ ચૂકેલી ખૂબ જાણીતી કવ્વાલીઓ રજૂ કરીને પ્રેક્ષકોની વાહ વાહ મેળવી હતી.

મોગલે આઝમ, ધર્મા, દિલ હી તો હૈ, હંસતે ઝખમ, ઝંઝીર, વક્ત, ખિલૌના, સરફરોશ, હમ કિસીસે કમ નહીં, જેવી ફિલ્મોની જાણીતી કવ્વાલીઓ ઉપરાંત કેટલીક ગૈર ફિલ્મી કવ્વાલીઓ પણ પ્રસ્તુત કરીને પ્રેક્ષકોને રંગમાં લાવી દીધા હતા.વક્તની ‘મેરી જોહરાજબીં’ ની રજૂઆત વખતે પ્રેક્ષકગ્રુહમાંથી બે-ત્રણ યુગલોને સ્ટેજ પર બોલાવી ધમાલ મચાવી દીધી હતી. ‘યે ઇશ્ક ઇશ્ક હૈ,ઇશ્ક ઇશ્ક’ જેવી માઇલસ્ટોન કવ્વાલી , ‘ધમાધમ મસ્ત કલંદર’ ‘ઝુમ બરાબર ઝુમ શરાબી’ જેવી કવ્વાલીઓ પર તો પ્રેક્ષકો ખરેખર ઝુમી ઉઠ્યા હતા.

વાદ્યવ્રુંદમાં તબલા પર શ્રી. વસંત સોલંકી, કીબોર્ડ પર શ્રી. જયેશ રાવલ, અને ઓક્ટોપેડ પર શ્રી. પંકજ રાવલે સાથઆપ્યો હતો. ફીમેલ વોઇસમાં મયુરિ પાતળીયાએ શુભ્ર ધવલ વસ્ત્રપરિધાન કરીને પોતાના મધુર કંઠે સાથ આપ્યો હતો.

કાર્યક્રમના નેશનલ પ્રમોટર શીકાગોવાળા શ્રીમતી ભાવનાબેન મોદી અને લોકલ પ્રમોટર ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનને આવો સુંદર કાર્યક્રમ રજૂ કરવા બદલ અભિનંદન.કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાતી સમાજના કુશળ પ્રેસિડેન્ટ શ્રીમતી નિશાબેન મીરાણી અને તેમની ટીમે ખૂબ જહેમત ઉઠાવી હતી.

 

Navin Banker

http://navinbanker.gujaratisahityasarita.org/ Phone No: 713 771 0050

‘યાદોંકી બારાત’

June 14th, 2012 Posted in અહેવાલ

 

તારીખ ૧૩મી મે ૨૦૧૨ને રવિવારની રાત્રે હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સિવિક સેન્ટર (જૂના)માં ફર્સ્ટ આઈડોલ અભિજીત સાવંત ની નેતાગિરી હેઠળ યાદોંકી બારાતશિર્ષક હેઠળ, હિન્દી ફિલ્મોના જૂના ગીતોનો એક અતિસુંદર યાદગાર કાર્યક્રમ યોજાઈ ગયો.ખૂબસુરત યુવાન અભિજીત સાવંતે બ્લેક ડ્રેસમાં એન્ટ્રી મારીને એક અજનબીસે મુલાકાત હો ગઈ‘, હમેં તુમસે પ્યાર કિતના,યે હમ નહીં જાનતે‘,જેવા સદાબહાર ગીતોથી શરુ કરીને કિશોરકુમાર અને મન્ના ડે એ ગાયેલા જાણીતા ગીતોનો રસથાળ પિરસી દીધો.શ્રીકાંત નારાયણ નામના ગાયકે પણ મોહમ્મદ રફીના કંઠે ગવાયેલા ગીતો રજૂ કરીને શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા-ખાસ કરીને શમ્મીકપૂરની ભૂમિકાવાળા રફીસાહેબના ગીતોએ તો શ્રોતાઓને પણ નાચતા કરી મૂક્યા હતા.દિપાલી સાઠે અને શ્રૂતિ રાણે નામની બે યુવાન ગાયિકાઓએ પણ લતા મંગેશકર અને આશા ભોંસલેના કંઠે ગવાયેલા જૂના ગીતો રજૂ કરીને શ્રોતાઓના મન મોહી લીધા હતા.કવિતા નલવા નામની ઉંચી,ગોરી,પાતળી ખૂબસુરત યુવતિએ એંકર તરીકે દર્શકોને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા.મીલીંદ દાભોલકરે ઇલેક્ટ્રીક ઓર્ગન પર,રીચાર્ડે ગીટાર પર, રવિ મોરે એ ઓક્ટોપેડ પર,સંતોષ મોરે એ ઢોલક પર અને શેખર સરફરે એ ડ્રમ પર સાથ આપીને સભાખંડને ગજવી દીધું હતું.સાઉન્ડ સીસ્ટમ શ્રી. દર્શક ઠક્કરે સંભાળી હતી.

રાત્રે આઠના ટકોરે શરુ થયેલો કાર્યક્રમ બાર વાગ્યે પુરો થયો ત્યારે શ્રોતાઓ જૂની તર્જોને ગણગણતા વિખરાયા હતા.

આવો સુંદર બેમિસાલ કાર્યક્રમ રજૂ કરવા બદલ નેશનલ પ્રમોટર શ્રી. ચકુભાઇ અને લોકલ પ્રમોટર શ્રી. જગદીશ દવે  અભિનંદનના અધિકારી છે.

Navin Banker

http://navinbanker.gujaratisahityasarita.org/ Phone No: 713 771 0050

હ્યુસ્ટનમાં ‘પ્રચલિત ગૂર્જર સૂર’ કાર્યક્રમ

May 11th, 2012 Posted in અહેવાલ
c
 
સંસ્કાર-નગરી હ્યુસ્ટનમાં આમ તો ગીત-સંગીતના કાર્યક્રમો અવારનવાર યોજાતા જ રહે છે અને અહીંના ગુજરાતીઓ પણ આવા કાર્યક્રમોને મનોરંજન માનીને  માણવા ઉમટી પડતા હોય છે.
પાંચમી મે ને શનિવારે સાંજે હ્યુસ્ટનના જ એક કવિ, નાટ્યકાર, ગઝલકાર  અને ગાયક એવા શ્રી.મનોજ મહેતા અને તેમના ગાયિકા સહધર્મચારિણી કલ્પનાબેન મહેતાના નિવાસસ્થાને  લગભગ
સિત્તેરેક જેટલા સાહિત્ય-સંગીતપ્રેમી ભાવકોની હાજરીમાં પ્રચલિત ગૂર્જર સૂરનામનો સુગમ સંગીતનો અતિ સુંદર કાર્યક્રમ યોજાઇ ગયો.મનોજ અને કલ્પના મહેતા ઉપરાંત મૂકેશ જેવો જ કંઠ ધરાવતા શ્રી. ઉદયન શાહ અને સ્વરકિન્નરી સ્મિતા વસાવડાએ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા.શ્રી. અવિનાશ વ્યાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય,બરકત વિરાણી, ગની દહીંવાલા, હરીન્દ્ર દવે, રાવજી પટેલ, આદીલ મન્સૂરિ જેવા ખેરખાંઓની ખૂબ જાણીતી રચનાઓને  આ કેળવાયેલા ગાયકોએ પોતાનો કંઠ આપીને શનિવારની સાંજને યાદગાર બનાવી દીધી હતી.
ઉમા નગરશેઠે પ્રાસંગિક વક્તવ્ય અને આવકારવિધી કર્યા બાદ,યજમાન ગાયક શ્રી.મનોજ મહેતાએ નટરાજ સ્તૂતિથી કાર્યક્રમની શરૂઆત કરી અને સ્વરકિન્નરી સ્મિતા વસાવડાએ શ્રી. અવિનાશભાઇની જાણીતી રચના માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યોરજૂ કરી.મનોજ અને કલ્પનાએ નરસિંહ મહેતાનું વૈશ્નવજન તો તેને રે કહીએગાયું. મ્રુત્યુની તીવ્ર સંવેદના અને અભિવ્યક્તિની કોમળતા વર્ણવતી, રાવજી પટેલની ક્રુતિ મારી આંખે કંકુના સૂરજ આથમ્યામનોજ મહેતાના કંઠે રજૂ થતાં, ઘણા ભાવકોની આંખો ભીંજાઇ ગઈ હતી.ઉદયન શાહના ધીર ગંભીર કંઠે ,અવિનાશભાઇની રચના ચાલ્યા જ કરું છુંતથા બરકત વિરાણીની રચના નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમેરજૂ થયા પછી સ્મિતાજીએ રામ તમે સીતાજીને તોલે ના આવોરજૂ કરી હતી.આ ગીત ઘણી સ્ત્રી-ગાયિકાઓને કંઠે સાંભળવાનો મોકો આ લખનારને મળ્યો છે, પણ સ્મિતાજીને કંઠે સાંભળીને તો ધન્યતાનો અનુભવ થઈ ગયો.અવિનાશભાઇના મારે પાલવડે બંધાયો જશોદાનો લાલોસ્મિતાજીના કંઠે રજૂ થતાં,ભાવવિભોર શ્રોતાઓએ તાળીઓના તાલે સાથ આપ્યો હતો.
મનોજ મહેતાએ ગની દહીંવાલા રચિત અને પુરુષોત્તમ ઉપાધ્યાય સ્વરાંકિત દિવસો જૂદાઈના જાય છેરજૂ કરી હતી શ્રી. મનોજ મહેતાએ. કલ્પના અને મનોજે કોણ હલાવે લીમડી ને કોણ ઝૂલાવે પીપળીગાઇને તો શ્રોતાઓને ભાવવિભોર કરી મૂક્યા હતા.
ત્યારપછી તો…મારી વેણીમાં ચારચાર ફૂલ‘,’પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા‘,નીલગગનના પંખેરુ‘, ‘તારી આંખનો અફીણી‘, ‘નૈને નૈન મળે જ્યાં છાના‘,’ખોબો માંગું ને દઈ દે દરીયો,એવો મારો સાંવરિયો‘. હવે સખી નહીં બોલું, નહીં બોલું રે‘,’સજન મારી પ્રીતડી સદીયો પૂરાણીજેવી રચનાઓનો જાણે સાગર ઉમટ્યો….અને…છેલ્લે..સ્વ. આદીલ મન્સૂરિની અમર રચનાનદીની રેતમાં રમતું નગર મળે ના મળેસુધી પહોંચીને કાર્યક્રમ સમાપ્ત થયો હતો.
 કોઇ ગીત કે કવિતા જ્યારે કાગળ પરનું સ્થાન છોડીને કોઇ સારા ગાયકના કંઠથી રેલાય ત્યારે તે સામા માણસને સ્પર્શે છે અને હૈયા સોંસરવું ઉતરી જાય છે. અવિનાશભાઇએ  ગુજરાતને ગાતું કર્યું અને પુરુષોત્તમે ગુજરાતને  કવિતાને ચાહતું કર્યું  .સ્મિતાબેન પાસે ગીતના ઉપાડની એવી તાઝગી છે કે એ ગીત, એકવાર એમના કંઠે સાંભળો પછી એ ગીત તમારા હોઠ પર રમવા માંડે છે.હરીન્દ્ર દવેનું ગીત પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાએ આવું જ એક ગીત છે. હ્યુસ્ટનના ગુજરાતી સંગીતપ્રેમી શ્રોતાઓ કાવ્ય, ગઝલ અને સંગીતની થોડી સમજ સાથે શબ્દોને માણી શકે છે.
 સંગીતના કોઇપણ કાર્યક્રમમાં ગાયકોને સંગીતનો સથવારો આપવા માટે શ્રી. અમિત પાઠક તો હાજર હોય જ.સુસજ્જ કલાકારોને સુયોગ્ય વાતાવરણ શ્રી. અમિત પાઠકે આપ્યું હતું.   થેન્ક્સ અમિત.
 
યજમાન દંપતીએ મહેમાનોને  સ્વાદીષ્ટ ભોજન જમાડીને  વિદાય આપી હતી.
મનોજ મહેતા અને તેમના સાથી કલાકારો, ગીત-સંગીતના સથવારે માતૃભાષાની સેવા કરતાં કરતાં મીઠાં મનોરંજન દ્વારા હ્યુસ્ટનના કદરદાન સાહિત્યરસિક શ્રોતાઓના જીવનની કેટલીક પળો પર સૂરીલા હસ્તાક્ષર કરી ગયા.
અસ્તુ…
નવીન બેન્કર
૭ મે ૨૦૧૨
 
 Navin Banker

ઇન્ડીયન સિનિયર સિટીઝન્સ એસોસિયેશનનું ૨૦૧૨ -૨૦૧૩ ના વર્ષ માટેનું ઇલેક્શન

November 20th, 2011 Posted in અહેવાલ

 
 ઇન્ડીયન સિનિયર સિટીઝન્સ એસોસિયેશનનું ૨૦૧૨ -૨૦૧૩ ના વર્ષ માટેનું ઇલેક્શન તારીખ ૧૨ નવેમ્બર ૨૦૧૧ને શનીવારના રોજ બેલેન્ડ પાર્ક કોમ્યુનિટી સેન્ટરના વિશાળ હોલમાં યોજવામાં આવ્યું હતું.આ એસોસિયેશનના લગભગ પાંચસો ઉપરાંત સભ્યોમાંથી મતદાન માટે ૨૬૨ સભ્યો એલિજીબલ હતા જેમાંથી ૧૬૭ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈને મતદાન કર્યું હતું. ૪ મત રદબાતલ થયા હતા.કુલ ૧૬૩ મતોમાંથી ૧૪૬ મતો મેળવીને શ્રી.લલિત ચિનોય જંગી બહુમતીથી ચૂંટાયેલા જાહેર થયા હતા. બોર્ડમાં  કુલ સાત સભ્યો તરીકે નીચેની વ્યક્તિઓ ૨૦૧૨ અને ૨૦૧૩ના વર્ષ માટે કાર્યભાર સંભાળશે.

પ્રેસિડેન્ટ           શ્રી. લલિત ચિનોયવાઇસ પ્રેસિડેન્ટ    શ્રી. રવિન્દ્ર ત્રિવેદીસેક્રેટરી            શ્રી. નિતીન વ્યાસટ્રેઝરર             શ્રી. સુધીર  મથુરિયા
કમિટી મેમ્બર્સ                   શ્રી.શૈલેશ દેસાઇ                   શ્રી.દેવેન્દ્ર પટેલ                   શ્રી અરવિંદ પટેલ
  કુલ ૧૩ ઉમેદવારોમાંથી ઉપરના સાત ઉમેદવારો ચૂંટાયેલા જાહેર થયા.

 છેક ૧૯૮૫થી કાર્યરત એવા ઇન્ડીયન સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશને ગયા વર્ષે જ ૨૫ વર્ષ પુરા કરીને પોતાનો  રજતજયંતિ મહોત્સવ, માર્ચ ૨૦૧૦માં ખૂબ ધામધૂમ પુર્વક ઉજવ્યો હતો. ૨૦૦૯માં, ટેક્ષાસના ચાર શહેરોના સિનીયર્સનું સ્નેહમિલન પણ યોજ્યું હતું.કદાચ અમેરિકા ખાતે, હ્યુસ્ટનની આ સંસ્થા સિનિયર્સ માટેની સૌથી સિનિયર સંસ્થા છે
.સિનિયર્સની આ સંસ્થામાં  રીટાયર્ડ સાયન્ટીસ્ટો,  ઇજનેરો, મેડીકલ ડોક્ટરો,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, ઉદ્યોગપતિઓ , બિઝનેસમેનો  છે એટલે કાર્યદક્ષતાનો તો કોઇ સવાલ જ ન હોય.
પંચોતેર વર્ષની વયના શ્રી. લલિતભાઈ ચિનોય મુંબઈની સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી મેથેમેટીકસ અને ફિઝીક્સ સાથે બી.એસ.સી. થયેલા છે. ૧૯૬૮થી ૧૯૭૧ સુધી (લંડન) ઈંગ્લેંડમાં એબે ( EBBEY) લાઇફ ઇન્સ્યુરન્સમાં પણ હતા. ૧૯૭૧થી ૧૯૮૩ દરમ્યાન અમેરિકામાં મેટ્રોપોલિટન લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં કાર્યરત હતા.  ઓસ્ટ્રેલિયા પણ રહી આવ્યા છે.તે પછી  ૧૯૮૫માં ભારતમાં ઉમરગામ ખાતે પોતાની ઔદ્યોગિક કંપની સ્થાપી અને `૧૯૮૫ થી ૧૯૯૫ના દસ વર્ષો દરમ્યાન કુલ ચાર વર્ષ સુધી ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિયશનના પ્રેસિડેન્ટપદે  સેવાઓ આપેલી છે.
૨૦૦૭થી હ્યુસ્ટનમાં સ્થાયી થયા પછી, આ સંસ્થામાં પણ છેલ્લા બે વર્ષથી વાઇસ-પ્રેસિડેન્ટપદે  ઉત્સાહપુર્વક ખંત અને ધગશથી, દરેક પ્રવ્રુત્તીઓમાં દોડી દોડીને ભાગ લીધો હતો. ૨૦૦૯ અને ૨૦૧૦માં યોજાયેલા સંસ્થાના મોટા મોટા કાર્યક્રમોમાં  સોવેનીયરમાં જાહેરખબરો મેળવી આપવામાં, ડોનેશન્સ લાવવામાં તેમજ કાર્યકર્તાઓને રચનાત્મક સુચનાઓ આપીને કામ કરાવવામાં તેમનો ફાળો નાનોસુનો ન હતો. પિકનીકો દરમ્યાન પણ  તેમણે જે સેવાઓ આપેલી તે મતદારોએ લક્ષમાં રાખીને ખોબલા ભરી ભરીને તેમને મત આપીને તેમની આગેવાનીમાં વિશ્વાસ મૂક્યો છે.

શ્રી.લલિત ચિનોયની ટીમમાં પણ બાહોશ અને ઉત્સાહી કાર્યકરો છે. વાઇસ પ્રેસિડેન્ટપદે , પંચોતેર વટાવી ચુકેલા , શ્રી રવિન્દ્ર ત્રિવેદી છેલ્લા બાવીસ વર્ષથી સંસ્થામાં વિવિધ પદો પર સેક્રેટરી, ટ્રેઝરર  તરીકે યશસ્વી કામગિરિનો અનુભવ ધરાવતા ઇલેક્ટ્રોનીક એન્જીનિયર છે. શ્રી.નિતીનભાઇ વ્યાસ પણ  ઇલેક્ટ્રીકલ એન્જીનીયર હોવા ઉપરાંત સાહિત્યિક જીવ  અને  એક  અચ્છા  અદાકાર પણ છે. ટ્રેઝરર તરીકે  ટીમમાં સ્થાન પામેલા  શ્રી. સુધીર મથુરિયાએમ.બી.એ.ની ઉચ્ચ ડીગ્રી ધરાવતા એક બિઝનેસમેન ઉપરાંત મેડીકેર/મેડીકેઇડના જ્ઞાતા છે અને છેલ્લા પાંચેક વર્ષોથી આ અંગે સિનીયરોને મદદરુપ થતા રહ્યા છે.પોતે સારા વક્તા પણ છે.બાકીના ત્રણ કમિટી મેમ્બરોએ પણ સંસ્થામાં ખૂબ સેવાઓ  આપેલી છે.

સંસ્થાના ટ્રસ્ટીબોર્ડમાં શ્રીમતી સુધાબેન ત્રિવેદી અને શ્રીમતી નીતાબેન મહેતા, શ્રી. રમણભાઇ પારેખ પણ સૌથી સિનિયર મેમ્બર્સ છે અને સંસ્થાની દરેકેદરેક પ્રવ્રુત્તીમાં તેમનો સાથ, સહકાર અને અનુભવી માર્ગદર્શન મળતું જ રહે છે
શ્રી.પ્રફુલ્લભાઇ ગાંધીને આ વખતે ટ્રસ્ટીમંડળમાં  લેવામાં આવ્યા છે.

.ઇલેક્શન કમિશ્નર તરીકે શ્રી. વિનયભાઇ વોરાએ તેમના ધર્મપત્નીના અને અન્ય વોલન્ટીયર્સના સાથ અને સહકારથી ઇલેક્શનનું  આ કામ  સફળતાપુર્વક બજાવ્યું હતું. અન્ય વોલન્ટીયર્સમાં શ્રીમતી સપનાબેન શાહ, શ્રીમતી મયુરિબેન સુરતી,  યોગિનાબેન પટેલ, શ્રીમતી દીનાબેન પટેલ, શ્રી.હર્ષદભાઈ પટેલ ( હર્ષદ માસ્તર ) વગેરે એ..કામગિરી બજાવી હતી
.આ વખતે નહીં ચૂંટાઇ શકેલા અન્ય છ ઉમેદવારોએ પણ સંસ્થામાં સારી એવી સેવાઓ આપેલી છે. કદાચ તેમના અંતર્મુખી સ્વભાવ અને યોગ્ય એપ્રોચના અભાવે જરુરી મતો મેળવી શકવામાં તેઓ નાકામિયાબ રહ્યા. છતાં વોલન્ટીયર્સ તરીકે તેઓ સેવા બજાવવાના જ છે એની આ લખનારને શ્રધ્ધા છે.

સિનીયર્સની આ નવી કમિટીને શુભેચ્છાઓ અને અભિનંદન.

 
 
 

Navin Banker
Phone No: 713 771 0050

કબીર ( એકપાત્રિય નાટક )

August 21st, 2011 Posted in અહેવાલ

 

 

 

 

કબીર   ( એકપાત્રિય નાટક )

હ્યુસ્ટનના આંગણે ૧૯મી ઓગસ્ટ ૨૦૧૧ને શુક્રવારે વર્ધમ થિયેટરમાં ઇન્ડો-અમેરિકન એસોસિયેશનના ઉપક્રમે એક અતિસુંદર ક્લાસિકલ વન-મેન મ્યુઝિકલ શો યોજાઇ ગયો..ભક્તકવિ કબીરની જીવનગાથાને બે કલાકના મ્યુઝિકલ શો દ્વારા પ્રસ્તુત કરી હતી પ્રસિધ્ધ બંગાળી ગાયક-અભિનેતા શ્રી. શેખર સેને. 

કબીરના દોહા તો ઘણાએ સાંભળ્યા જ હશે. તેમના પદને અંતે, હંમેશા ‘કહત કબીર સુનો ભાઇ સાધો’ શબ્દો આવતા હોય છે.કબીર અનાથ હતા. કહેવાય છે કે જન્મતાની સાથે જ તેમની માતાએ તેમનો ત્યાગ કરી દીધો હતો. કાશીમાં, તળાવની પાળેથી, નવજાત શિશુ એવા કબીરજીને એક મુસ્લિમ  વણકર દંપત્તીએ લઈ જઈને ઉછેરીને મોટા કર્યા હતા.નાનપણથી જ કબીરજીની રુચી આધ્યાત્મિક હતી.તેઓશ્રી સંતો,ફકીરો,મહાત્માઓના સંગમાં રત રહેતા હતા.કબીરજીએ કદી હાથમાં કલમ પકડી નથી. પણ તેમનુ જ્ઞાન તેમની વાણીમાં છલકાતુ રહેતું.તેમની સરળ ભાષામાં વિચારોની ગહનતા, ગાંભીર્ય, સ્વભાવની નીડરતા, સરળતા અને મૌલિક વિચારોની સાથે સાથે ઇશ્વર તરફનો પ્રેમ પણ પ્રતિપાદીત થતો રહ્યો છે. દંભી અને પાખંડી કહેવાતા ધર્મગુરુઓ પ્રત્યે તેમને અણગમો હતો એ વાત તેમના અનેક દુહા-સાખીઓમાંથી જણાઇ આવે છે.તેમની પ્રખર પ્રજ્ઞા અને પ્રગાઢ આંતરખોજથી નીપજતા શબ્દો ,સ્વયં બ્રહ્મ બની તેમના બ્રહ્મવિચારને  પ્રદર્શિત કરતા રહે છે. કબીરજીની વિચારધારાના પદો ‘કબીરવાણી’ કહેવાય છે.કબીરજી સંવત ૧૪૫૫માં જન્મેલા અને સંવત ૧૫૭૬ને માગશર સુદ અગિયારસને દિવસે ૧૨૦ વર્ષની ઉંમરે કાશી નજીકના મગહર ગામે અવસાન પામ્યા હતા.તેમના જીવનપ્રસંગોને લગતા ઘણા લેખો, પુસ્તકો પ્રસિધ્ધ થઈ ચુકેલા છે. 

આવા ઓલિયા, ભક્તકવિની જીવનગાથા અને કવનને, તેમની પ્રેમ, શાંતિ,કોમી-એખલાસની વાતોને બે કલાકના કાર્યક્રમ દ્વારા શ્રી.શેખર સેને રજૂ કરી. 

કબીરને કેન્દ્રમાં રાખીને માત્ર વન-મેન-શો દ્વારા નાટ્યક્રુતિ ભજવવી એ ખુબ કપરુ કામ છે.શેખર સેને આ સફળ રીતે કરી બતાવ્યુ છે.નીચલા વર્ગના સામાજીક વાતાવરણની વચ્ચે વણકર કુટુંબમાં ઉછરતા છોકરાને મોઢે , જે સહજતાથી એ કપડુ વણે છે ,એ જ સહજતાથી સરળ ભાષામાં જીવનની ફિલસૂફી પણ બોલાય અને ગવાય એ અદભુત છે.મંદીરના પુજારી કે મસ્જીદના મૌલવીના ધર્મને પડકારતી વાત હોય કે પાલક માતા સાથેનો,પુત્ર કમાલ સાથેનો સંવાદ હોય,સમાજના વિવિધ પાત્રો અને કહેવાતા ધર્મના રખેવાળો કે મોગલ બાદશાહ સાથેના સંવાદો હોય,એ બધું  એક જ મુખે,સ્વરના આરોહ-અવરોહ બદલીને વિવિધ પાત્રોને આબેહુબ દ્રષ્ટી સમક્ષ રજુ કરી દઈને એક ઇતિહાસ સર્જી દીધો છે શેખર સેને. 

ભક્તિ પરંપરા શરુ થઈ એ વખતના મધ્યકાલિન ભારતિય સમાજનું ચિત્ર જે રીતે કોઇ વિશિષ્ટ સંનિવેશ વગર પણ અહીં જે રીતે રજુ થઈ શક્યું છે તે અવર્ણનિય છે.કબીરના જીવનની ગાથા,એના જન્મથી માંડીને એના દેહાવસાન સુધીની, ખુદ કબીરના જ મુખે બોલાવીને,જીવંત ગીત-સંગીત દ્વારા,સતત વહેતા રાખીને કરાયેલી રજુઆત પ્રભાવક બની રહે છે. 

શેખર સેનનો કંઠ કોઈપણ ગાયકની સ્પર્ધા કરી શકે એટલી હદે કેળવાયેલો અને ઘુંટાયેલો છે.સમગ્ર રજુઆતમાં પદો,દોહા ગાવાની એક પણ તક એણે જતી કરી નથી તેથી વતાવરણમાં ભક્તિરસની મહેંક પ્રસરી રહે છે. એ સમયની તળપદી ભાષામાં પણ જે રીતે સ્વાભાવિકતાથી રજુઆત થઈ તે નાટકની એક સિધ્ધી ગણી શકાય. 

એક જ પાત્રને કેન્દ્રમાં રાખીને ,એની આસપાસ કોઇપણ પ્રકારની સંકુલતા કે વિસંગતી વગરના એક પરિમાણી વ્યક્તિત્વ ધરાવતા અન્ય પાત્રોને સંવાદો દ્વારા જ અવાજના આરોહ-અવરોહ વડે હળવાશથી  અને સાહજીકતાથી રજુ કરતું આ નાટક CLASS માટેનું નાટક હતું- MASS માટેનું નહીં.જેમને કબીરની કથા ખબર છે, જેમણે કબીરના દોહા વાંચ્યા છે, સાંભળ્યા છે, જે એ બધું સમજી શકે છે એવા બુધ્ધીજીવી, બહુશ્રુત અને  ક્લાસિક સેન્સ ધરાવતા સુજ્ઞ પ્રેક્ષકો જ આનો રસાનુભવ કરી શકે અને માણી શકે એવા વિરલ એકપાત્રિ નાટકને હાઊસફુલ ઓડીયન્સ મળવું સંભવ નથી.મોટાભાગના કહેવાતા નાટ્યરસિકો હળવાફુલ કોમેડી નાટકો કે જેમાં વાહિયાત પકડાપકડી અને ચવાઇ ગયેલા વાસી જોક્સ કે દ્વીઅર્થી સંવાદો હોય એવા

નાટકો પસંદ કરતા હોય છે. હ્યુસ્ટનમાં આ જ દિવસે અને એ જ સમયે મુંબઈના ખ્યાતનામ ગ્રુપ દ્વારા ભજવાતું એક અન્ય નાટક પણ હતું અને એકાદ-બે લગ્નપ્રસંગો પણ હતાં છતાં આ પરફોર્મન્સને પાંચસો પ્રેક્ષકો મળી શક્યા એ જ હ્યુસ્ટન, સંસ્કારનગરી હોવાની પ્રતિતી કરાવવા માટે પુરતું છે.

એક ગુજરાતી સાહિત્યરસિક કવિને ઘેર, બહારગામના કોઇ ગુજરાતી શાયરનો કાર્યક્રમ હતો જે ટુંકાવીને કવિમિત્રો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તો, બીજે દિવસે જેમના દીકરાના લગ્નનું રિસેપ્શન યોજાયેલું એ કબીરપ્રેમી યુગલ, દસ જણના ગ્રુપમાં, કાર્યક્રમ જોવા આવેલા અને છેક સુધી આ કાર્યક્રમને માણ્યો હતો.

નાટકના મુડને અનુરુપ, દ્રશ્યની માંગ પ્રમાણે લાલ, પીળા અને લીલા પ્રકાશ-આયોજન દ્વારા દ્રશ્યને તાદ્રુશ કરવામાં આવેલ. ઝુપડીની આગના દ્રશ્યને સ્લાઇડ અને લાલ સ્પોટલાઈટથી તેમજ નદીની લહેરોને આસમાની લાઈટના આયોજન વડે જીવંત કરવામાં આવી હતી.

હ્યુસ્ટનનું  ઇન્ડો-અમેરિકન એસોસિયેશન, આવા સુંદર કાર્યક્રમો રજુ કરવા માટે જાણીતું છે. શાસ્ત્રિય સંગીતના ખેરખાંઓની જુગલબંદી હોય કે BROKEN IMAGES જેવા પ્રયોગશીલ અંગ્રેજી નાટકો હોય, ઇન્ડો અમેરિકન એસોસિયેશન ટીકીટબારીની સફળતાની પરવા કર્યા વગર એની રજુઆત પણ કરી જ દે. એની ટીકીટો પણ મોટેભાગે તો ઓનલાઇન જ ઉપલબ્ધ હોય અથવા મહારાણી મ્યુઝિકના સ્ટોર પર જ મળે. આ અંગેનો યશ, શ્રી. હરીદયાળજી નામના એક સેવાભાવી સજ્જન અને તેમના વોલન્ટીયર્સને ફાળે જાય છે.

અસ્તુ..

અવલોકન અહેવાલ અને શબ્દાંકન- શ્રી. નવીન બેન્કરલખ્યા તારીખ- ૨૦ ઓગસ્ટ, ૨૦૧૧ 

Navin Banker
Phone No: 713 771 0050

 

હ્યુસ્ટનમાં અભેસિંહ રાઠોડ ગ્રુપનો ડાયરો

August 19th, 2011 Posted in અહેવાલ

 

તારીખ ૧૬મી જુલાઈ ૨૦૧૧ને શનિવારની એ રાત…લોકસાહિત્યના અભિસારની એ રાત…ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના નેજા હેઠળ, હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરના હોલમાં રાત્રે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી, લોકસાહિત્યના દિગ્ગજો એવા શ્રી.અભેસિંહ રાઠોડ,સ્વ.હેમુ ગઢવીના સુપુત્ર શ્રી.બિહારીભાઇ ગઢવી, સ્વરકિન્નરી  દમયંતીબેન બરડાઈ જેવા ગાયકોએ ડાયરાની રંગત જમાવી હતી. લોકસાહિત્યમાં આજે જે ગણ્યાગાંઠ્યા નામ બાકી રહ્યા છે તેમાં અભેસિંહ ભાઇ રાઠોડ  એક અગ્રગણ્ય નામ છે.કોઈ તેમને આષાઢી ગાયક કહે છે,તો કોઇ ટહુકતો મોરલો કહે છે.સૌરાષ્ટ્રના ગાયકોમાં જે બુલંદી હોય છે તે અભેસિંહમાં જણાઇ આવે છે.

રાબેતા મુજબ ઇશ્વરની સ્તુતિથી શરુઆત કરીને અભેસિંહભાઇએ છંદ, દુહા,લોકસાહિત્યની વાતોથી ગુંથીને તેમના જાણિતા ગીતો ‘દાદા હો દીકરી’..’રક્ત ટપકતી સો સો ઝોળી’,’કસુંબીનો રંગ’,જય જય ગરવી ગુજરાત’ વગેરે બુલંદ સ્વરે રજુ કરીને પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટ મેળવી લીધા હતા.

લોકગાયિકા દમયંતીબેન બરડાઇ પણ લોકસાહિત્યમાં મુઠી-ઊંચેરુ નામ ગણાય છે.તેમણે પણ ‘મારો ટોડલે બેઠો મોર’,’મારે સાસરિયે આણા મોકલો’,’પાટણથી પટોળા મોંઘા લાવજો’, જેવા જાણીતા ગીતોની રમઝટ બોલાવી હતી. સ્વ.હેમુ ગઢવીના સુપુત્ર શ્રી. બિહારીભાઇએ પણ તેમના પિતાજી જેવા જ બુલંદ અવાજે છંદ, દુહાની રમઝટ સાથે લોકગીતોની તડાફડી બોલાવી દીધી હતી.લોકગીતો હોય અને સ્વ.ઝવેરચંદ મેઘાણીને કોઇ યાદ ના કરે એવું તો બને જ નહીં ને !

નવરાત્રિના ગરબાઓમાં ગવાતું ‘હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલા વખાણું’ એ શબ્દોમાં સાચો શબ્દ’ પછી’ નથી પણ ‘પથી’ છે અને એ ઘોડીનું નામ હતું એ અંગેની કથા એવી રસપ્રદ રીતે અભેસિંહભાઈએ  સંભળાવી કે શ્રોતાઓને કશુંક નવું જાણવા મળ્યું.

જીતુભાઈ દ્વારકાવાળાએ જોક્સ કહીને પ્રેક્ષકોને ખુબ હસાવ્યા.તેમના ‘વન લાઇનર જોક્સ’ પ્રેક્ષકોને ખુબ ગમ્યા.જીતુભાઇની મંજીરા વગાડવાની સ્ટાઇલે પણ પ્રેક્ષકોને સારુ એવું મનોરંજન પુરુ પાડ્યુ હતું.

આ લોકગાયકોને તબલા પર શ્રી.ચંદ્રકાંત સોલંકી, ઢોલક પર શ્રી.રાજુ પંડ્યા, ઇલેક્ટ્રીક ઓર્ગન પર શ્રી. જનક અમીન,વગેરે એ  સાથ આપ્યો હતો.

કમલેશ ભુપતાણી અને ચકુભાઇ જેવા નેશનલ સ્પોન્સર્સ , ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન જેવા ખમતીલા  લોકલ પ્રમોટર્સ અને અભેસિંહ રાઠોડ જેવા ખ્યાતનામ ગાયકો હોવાં છતાં, આ વખતે લોકસાહિત્યના આ ડાયરાને શ્રોતાઓનો જોઇએ તેવો પ્રતિસાદ મળ્યો નહી.  આ સીઝનમાં દર અઠવાડીયે એટલા બધા ગુજરાતી કાર્યક્રમો યોજાતા હોય છે કે હવે ‘હાઊસફુલ’ શબ્દ ભુંસાતો જાય છે.ભાગ્યે જ કોઇ કાર્યક્રમમાં પચાસ ટકા ટીકીટો વેચાતી હોય છે.સૌરાષ્ટ્રના ગામડાની લોકકથાઓ,કુટુંબજીવનની વાતો, સાસુવહુની વાતોમાં નવી પેઢીના યુવાન પ્રેક્ષકોને કોઇ જ રસ પડતો નથી હોતો. શ્રોતાઓમાં મોટાભાગના પચાસથી વધુ ઉંમરના જ હોય છે.ડાયરાઓમાં પણ વર્ષો જુના એના એ જ લોકગીતો,સુગમ સંગીતના એ જ ગીતો હોય છે ને !છતાં પણ હજુ અમારા જમાનાના લોકો ( એટલે સિત્તેરે પહોંચેલા ) તો જુનુ એટલું સોનુ ગણીને વારંવાર એ બધું સાંભળવા અને વાગોળવા આવા કાર્યક્રમોમાં દોડે જ.કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટનના ઉત્સાહી કાર્યકરો  શ્રી.અજીત પટેલ,શ્રીમતી નિશાબેન મિરાણી,અને કમિટી મેમ્બરોએ સારી એવી જહેમત ઉઠાવી હતી.

નવીન બેન્કર

૭૧૩-૭૭૧-૦૦૫૦

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.