એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Archive by category 'અહેવાલ' (Page 3)

સ્વ. રાજેશ ખન્નાને અંજલિ આપતો સુંદર કાર્યક્રમ ‘ જિન્દગીકા સફર’ હ્યુસ્ટનમાં

January 6th, 2014 Posted in અહેવાલ

સ્વ. રાજેશ ખન્નાને અંજલિ આપતો સુંદર કાર્યક્રમ જિન્દગીકા સફરહ્યુસ્ટનમાં

અહેવાલ-  શ્રી. નવીન બેન્કર ( હ્યુસ્ટન)

 

ત્રીજી સપ્ટેમ્બરને સોમવારની સલુણી સંધ્યાએ હ્યુસ્ટનના વી.પી. એસ.એસ.હોલમાં, ગુજરાતી સમાજ ઓફ હ્યુસ્ટન અને ઇન્ડિયા કલ્ચરલ સેન્ટરના સંયુક્ત ઉપક્રમેબોલીવુડના પ્રથમ સુપર સ્ટાર સ્વ.રાજેશ ખન્નાને અંજલિ આપતો એક સંગીતપ્રધાન કાર્યક્રમ જિન્દગીકા સફરશિર્ષક હેઠળ, યોજવામાં આવ્યો હતો.શિકાગોના નેશનલ પ્રમોટર ભાવનાબેન મોદીના મનપસંદના નેજા હેઠળ,મેનેજર શ્રી, બીપીન ભુતાની રાહબરી હેઠળ સની જાદવ, કન્વરલાલ વેકરિયા,અલકા ઠાકુર, કલ્પેશ ખારવા અને મહેશ રાવલ જેવા ગાયકોએ રાજેશ ખન્નાની ફિલ્મોના સુપરહિટ ગીતો ગાઇને રમઝટ બોલાવી દીધી હતી.તેમને કીબોર્ડ પર શ્રી. મહેશ રાવલ,ઓક્ટોપેડ પર શ્રી. સંકેત પટેલ અને બોંગો-ઢોલક પર શ્રી.પ્રસાદ સીરગાંવકરનો સાથ સાંપડ્યો હતો.

 

કન્વરલાલ વેકરિયાએ પ્રસંગોપાત રાજેશ ખન્નાના ગેટઅપમાં  સ્ટેજ પર ડોકી હલાવવી, આંખો ઉઘાડબંધ કરવી, હલનચલન કરવું જેવી સ્ટાઇલો મારીને પ્રેક્ષકોને હસાવ્યા હતા. વિવિધ ફિલ્મ-કલાકારોની મીમીક્રી, જોક્સ પીરસીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા. કાર્યક્રમનો હીરો તો હતો સની જાદવ નામનો ખુબસુરત જુવાન.

ગાયેલા સંખ્યાબંધ ગીતોની યાદી અત્રે લખીને વાંચકોને બોરકરવાનો કોઈ અર્થ નથી. પણ જે ગીતો પર પ્રેક્ષકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા એના ઉલ્લેખ વગર આ લેખ અધૂરો જ ગણાય. જય જય શીવશંકર‘, હમેં ઔર જીનેકી ચાહત ના હોતી‘, જિન્દગી એક સફર હૈ સુહાના‘, ‘મેરે નૈના સાવનભાદોં,’ ‘મેરે સપનોંકી રાની‘, ‘સુન ચંપા સુન તારા‘,’યહાં વહાં સારે જહાંમેં તેરા રાજ હૈ‘, ‘ દિલ સચ્ચા ઔર ચહેરા જૂઠા‘, જેવા ગીતો સળંગ રજૂ કરીને પ્રક્ષકોની તાળીઓની ખંડણી સનીભાઇએ મેળવી લીધી હતી. કાર્યક્રમની અંતીમ પેરોડીમાં, રાજેશ ખન્નાના અભિનયમાં પરદા પર ગવાયેલા દર્દીલા ગીતો, સ્ક્રીન પર રાજેશ ખન્નાના વિવિધ ફોટા અને કન્વરલાલ વેકરિયા દ્વારા રાજેશ ખન્નાના જીવનના વિવિધ પ્રસંગોની યાદોની દર્દીલી રજૂઆતે શ્રોતાઓને છેલ્લે છેલ્લે ગમગીન પણ બનાવી મૂક્યા હતા. આ પેરોડી ગીતોમાં, ‘ચિનગારી કોઇ ભડકે‘,’ યે લાલ રંગ‘, ‘યે ક્યા હૂવા‘, ‘જિન્દગીકે સફરમેં ગૂજર જાતે હૈ જો મકામ વો ફિર નહીં આતે‘,’મૈં શાયર બદનામ‘,જિન્દગીકા સફર યે હૈ કૈસા સફરજેવા હ્રદયસ્પર્શી ગીતોએ સહ્રદયી ચાહકોની આંખો ભીની કરી મૂકી હતી.

 

મહેશ રાવલ નામના કલાકારે કીબોર્ડ સંભાળવા ઉપરાંત અકેલે હય, ચલે આઓગીત પણ સુંદર રીતે પેશ કર્યું હતું. કે. કે. તરીકે જ ઓળખાતા કલ્પેશ ખારવાએ પણ કેટલીક ખૂબસુરત રજૂઆતો કરી હતી.  અલકા  ઠાકુર નામની અમદાવાદની યુવાન ગાયિકાએ સ્ત્રી-સ્વરમાં ગવાયેલા કેટલાક ગીતો રજૂ કર્યા હતા અને યુગલ ગીતોમાં અન્ય ગાયકોને સાથ આપ્યો હતો.  સ્ટેજ-સન્નીવેષમાં, રાજેશ ખન્નાની વિવિધ ભૂમિકાઓની સંખ્યાબંધ તસ્વીરો પ્રેક્ષકોનું ધાન ખેંચતી હતી.

 

આ શોની ટીકીટો પણ દરેકના ખિસ્સાને પોસાય તેવી-૧૦ ડોલર્સ અને ૨૦ ડોલર્સ જ રાખવામાં આવેલી એટલે હાઊસફુલ ઓડીયન્સ મેળવી શકાયું હતું. વળી , સીટ નંબર્સ ન હોવાને કારણે, પ્રેક્ષકો સારી જગ્યા મેળવી લેવા સમયસર આવી ગયા હતા. કેટલાક સીનિયર્સ સીટીઝનો તો ધક્કામુક્કી એવોઇડ કરવા એક એક કલાક પહેલા હોલ પર પહોંચી ગયા હતા. અને આયોજકોને, સિનીયરો માટે અમુક સારી જગ્યાઓ અલાયદી ફાળવવા વિનંતિ કરતા નજરે પડતા હતા. નીશાબેન મીરાણી, અજીત પટેલ, પ્રકાશ.વી. પટેલ જેવા સન્નિષ્ઠ કાર્યકરોએ એ સિનીયરો માટે સારી જગ્યાઓ ફાળવી પણ હતી. થેન્ક યૂ ઓલ !

ઇન્ડીયા કલ્ચર સેન્ટરના  યુવાન પ્રેસિડેન્ટ શ્રી. રાજુ ભાવસાર, પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી. ધૈર્યવાન સાહેબ અને અન્ય કમીટી મેમ્બરો, બોર્ડ મેમ્બરો વગેરે એ પણ ખુબ ઉત્સાહપુર્વક ભાગ લઈને કાર્યક્રમની સફળતામાં પોતાનો ફાળો આપ્યો જણાઇ આવતો હતો. ઇન્ટરવલમાં રાજેશ ખન્ના અને તેની હિરોઇનો અંગેનો એક રસપ્રદ કાર્યક્રમ પણ કલ્ચર સેન્ટરના મેમ્બરોએ યોજ્યો હતો જે પણ રસપ્રદ રહ્યો હતો.

ગુજરાતી સમાજના ઉત્સાહી, યુવાન, તરવરીયા અને બાહોશ પ્રેસિડેન્ટ  નિશાબેન મીરાણી તથા અજીતભાઇ પટેલ જેવા સંગીતરસિક અને સાહિત્યપ્રેમી મેમ્બરો આવા વધુ ને વધુ સારા સારા કાર્યક્રમો યોજે એ જ અપેક્ષા.   અભિનંદન સૌ કાર્યકરોને !

 

નવીન બેન્કર

૫ સપ્ટેમ્બર ૨૦૧૨

હ્યુસ્ટનમાં બેન્કર ફેમિલીએ ઉજવી લગ્નની ગોલ્ડન જ્યુબિલી

January 5th, 2014 Posted in અહેવાલ

                                 હ્યુસ્ટનમાં બેન્કર ફેમિલીએ ઉજવી લગ્નની ગોલ્ડન જ્યુબિલી      

 ( Courtsey- Devika Dhruva ) 

Navin & Kokila Banker celebrated their GOLDEN JUBILY of Happy Married Life  On April 20, 2013  at Bhojan Restaurant with close Family and Nearest Friends. 

Houstonian  Mr. Navin Banker is a Gujarati writer, Free-Lancing Journalist, Good Orator, Drama Artist  and Critic of Dramas. His 13 pocket book Romantic Novels, 5 Collections of Short Stories, more than 200 Short Stories,  about 50  Reports on Drama, and so many Reports on various Social ,Cultural and religious activities of Houston have been published in Gujarati Language.

Mr. Navin Banker is also a recepient of Spirit of Tagore Award  from The Tagore Society of Houston and India Culture Center. The awrd was given by Consul General  of India, Shri. Sanjiv Arora on 15th August 2010 at George Brown  Convention Center of Houston. Shri. Navin Banker is residing in Houston since 1985. He is a regular contributor of Gujarat Samachar, Sandesh, Gujarat Times, Naya Padkar etc. published from New York. 

Mr. Banker is a member of  Indian Senior Citizens Association of Houston since 1992. He is affiliated with Gujarati Sahitya Sarita of Houston since it’s inception. 

Mr. Chiman Patel( ‘CHAMAN’), Mr. Nuruddin Darediya and Mr. Prashant Munsha presented poems and Virendra Banker presented comedy skit to entertain the audience.Dr. Kokila Parikh, a well-known Gynecologist had presented Gamthi Ramayan in peculiar comedy way and entertained audience. Dr. Brindesh Dhruv and his beautiful wife Rupal presented  filmi dance of Silsila which invitees enjoyed the most. 

The entertainment programme  was arranged by family members only.  Master of ceremony was  Devika Dhruva and Azad Radio of Dallas fame Radio Jokie Sangita Dharia who is  known as Svarkinnari of Texas  had sung many many Hindi songs in her melodius voice. Virendra Banker  had presented some songs of Mukesh & Kishorkumar. Youngsters had also presented variety of programmes.

Other singers were Prakash Parikh, Suvin Banker, Brindesh Dhruv and Sushma Shah. 

Mr. Navin Banker was born in small village of Gujarat Sate in India. He is B.Com with Advanced Accounting and Auditing from Gujarat University in 1962. He served as Govt. Auditor in Accountant General’s Office  for 26 years  in India. He was working  with Dr. Kokila Parikh-A well-known  Obstretrician and Gynecologist of Houston for 18 years as  Accounts Manager. 

Mr. Navin Banker observes and explodes the triumphs and tragedies, Success and Sufferings, Problems and Pains, Struggles and Stresses of Asian-Americans which are reflected in his articles. He also interviewed many   Hindi Film  Actors-Actresses and  Gujarati  Drama Artists. 

He married  Kokila  Shah on May 13, 1963 and he is completing 50  years  of  his Happy Married Life  on May 13, 2013. He celebrated this occasion early by three weeks due to Non-Availibility of  Party-Hall. 

About 160 people enjoyed the delicious  vegetarian food  served by  Bhojan Restaurant. 

We wish Mr. Navin Banker and Kokila Banker, a Happy and Healthy Long Life.

 

 

 

‘બડે લુચ્ચે લગતે હો’ – નાટ્ય-અવલોકન

January 5th, 2014 Posted in અહેવાલ

નાટ્ય-અવલોકન- બડે લુચ્ચે લગતે હો

કલાકારો- રુપા દીવેટિયા, મલ્લીકા શાહ, નિમેષ શાહ, માર્ગી કુલકર્ણી,જિગ્નેશ મોદી. 

૨૯ માર્ચે, હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સિવિક સેન્ટરમાં, નિમેષ શાહ પ્રોડક્શનનું, મલ્લિકા શાહ નિર્મિત, નેશનલ પ્રમોટર પરિમલ બુટાલા અને હ્યુસ્ટન ખાતેના લોકલ પ્રમોટર શ્રી. વિરેન્દ્ર દેસાઇ પ્રસ્તુત આ નાટક ભજવાઇ ગયું.

મુખ્ય ભૂમિકામાં, ‘કુસુમ‘,’કસૌટી જિન્દગીકી‘,’બ્યાહ હમારી બહુકાજેવી ખ્યાતનામ સિરીયલોથી ફેમસ થઈ ગયેલા રુપા દિવેટીયા જુવાન દીકરા-દીકરીની માતાની ભૂમિકામાં, ભારતિય કુટુંબના સંસ્કાર અને પરંપરાને જાળવે એવા સંવાદો પૂરેપૂરા ભાવથી સંભળાવે છે. માતાના પાત્રમાં હોવાં છતાં, એ કોઇ  ધોળા વાળ કે વાંકી વળી ગયેલી ડોશી દેખાતા નથી. ઓન ધ કોન્ટ્રરી, પુનર્લગ્ન માટે તૈયાર એવી વિવિધ વસ્ત્રપરિધાનમાં સુંદર દેખાતી પ્રૌઢા જેવો ઠસ્સાદાર અભિનય કરે છે. પતિ અને પત્નીના ટૂચકાઓથી નાટકની શરુઆત થાય છે. પત્નીથી દબાઇ ગયેલા કહ્યાગરા કંથની ભૂમિકામાં નિમેષ શાહ શ્યામલના પાત્રમાં તડાફડી બોલાવી દે છે.

નાટકના લેખક નિમેષ શાહ અને મલ્લિકા શાહ આ અગાઉ હયુસ્ટનમાં રોક ઓન ફઈબા‘, મારી બાયડી,ભારે વાયડી‘, ‘પત્ની નચાવે,ભગવાન બચાવેજેવા કોમેડી નાટકો લઇને આવી ચૂક્યા છે.માર્ગી કુલકર્ણી પણ મીસીસને માથે બેસાડી રાખોનાટકમાંના એમના અભિનયને કારણે જાણીતું નામ છે. પણ આ નાટકમાં એમનું પાત્ર સહાયક જેવું ગૌણ છે એટલે એમને હાજરી પુરાવવા સિવાય કશું કરવાનું રહેતું નથી.રુપાળી પત્ની પ્રિયા (મલ્લિકા શાહ) ઘરના બધા કામો કહ્યાગરા કંથ શ્યામલ ( નિમેષ શાહ) પાસે અને સાસુમા સુશીલાબેન (રુપા દિવેટિયા) પાસે કરાવતી રહે છે. દીકરા-વહુની સાન ઠેકાણે લાવવા સુશીલાબેન, પોતાના મિત્ર ભદ્રેશ ઉર્ફે ભોપલાની ( જિગ્નેશ મોદી) મદદથી પુનર્લગ્નનું નાટક કરે છે અને બાળકોને પોતાની ભૂલ સમજાવે છે. 

રુપા દીવેટિયાને મુખે બોલાયેલા સંવાદો એ આ નાટકનું હાર્દ છે. નાટકમાં બીનજરુરી ટૂચકાઓ અને ઉખાણાઓની ભરમારને કારણે નાટક ક્યાંક ક્યાંક પકડ ગુમાવી બેસે છે અને કંટાળાજનક બની જાય છે.છતાં, લેખક-કલાકાર નિમેષ શાહ એની રજૂઆતથી સંકલન કરી શક્યા છે. સંન્નિવેશ, પ્રકાશ-આયોજન અને પાર્શ્વસંગીત નભી જાય એવા છે. જાણીતા  હિન્દી ફિલ્મી ગીતોની ધૂનો પર ઠૂમકા લગાવવાનું હવે તો લગભગ બધા જ ગુજરાતી નાટકોમાં કોમન થઈ ગયું છે.. આ નાટકમાં પણ બધા જ કલાકારો પાસે જાણીતા આઇટમ સોન્ગ્સ પર કુલા મટકાવીને, ઠુમકા મરાવ્યા છે.

સેલ્સમેનના એક ગૌણ પાત્રમાં, શ્રી. પ્રદીપ મહેતા પણ હાજરી પૂરાવી ગયા. વિશાલ શાહનું પાર્શ્વસંગીત નભી જાય એવું છે.નાટકનો ટેમ્પો, છેક પ્રથમ અંકની સમાપ્તિ વખતે ભોપલા ( જિગ્નેશ મોદી)ના પ્રવેશ પછી જામે છે. બીજા અંકમાં તો જિગ્નેશ છવાઇ જ જાય છે.

આ એક એવું પ્રહસન છે કે જેનો મુખ્ય આધાર પાત્રાલેખન કે એવા બુધ્ધીગમ્ય તત્વોની અપેક્ષાએ કથાનકની કૃત્રિમ ગુંથણી અને પરિસ્થિતિઓનો લાભ લેવા પર વિશેષ છે.

ટૂંકમાં, ટૂચકાઓ, જોક્સ, ઉખાણાઓ, ઉપદેશો, સુત્રાત્મક સંવાદો ,ઠૂમકાઓ એ બધાની ભેળપૂરી એટલે બડે લુચ્ચે લગતે હો‘  નાટક.

 

નવીન બેન્કર ( હ્યુસ્ટન )

અભિજીત સાવંત હ્યુસ્ટનમાં- ૧૩ મે ૨૦૧૨

January 5th, 2014 Posted in અહેવાલ

 

PRESS MATTER

યાદોંકી બારાત-                               અહેવાલ -નવીન બેન્કર

તારીખ ૧૩મી મે ૨૦૧૨ને રવિવારની રાત્રે હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સિવિક સેન્ટર (જૂના)માં ફર્સ્ટ આઈડોલ અભિજીત સાવંત ની નેતાગિરી હેઠળ યાદોંકી બારાતશિર્ષક હેઠળ, હિન્દી ફિલ્મોના જૂના ગીતોનો એક અતિસુંદર યાદગાર કાર્યક્રમ યોજાઈ ગયો.ખૂબસુરત યુવાન અભિજીત સાવંતે બ્લેક ડ્રેસમાં એન્ટ્રી મારીને એક અજનબીસે મુલાકાત હો ગઈ‘, હમેંતુમસે પ્યાર કિતના,યે હમ નહીં જાનતે‘,જેવા સદાબહાર ગીતોથી શરુ કરીને કિશોરકુમાર અને મન્ના ડે એ ગાયેલા જાણીતા ગીતોનો રસથાળ પિરસી દીધો.શ્રીકાંત નારાયણ નામના ગાયકે પણ મોહમ્મદ રફીના કંઠે ગવાયેલા ગીતો રજૂ કરીને શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા-ખાસ કરીને શમ્મીકપૂરની ભૂમિકાવાળા રફીસાહેબના ગીતોએ તો શ્રોતાઓને પણ નાચતા કરી મૂક્યા હતા.દિપાલી સાઠે અને શ્રૂતિ રાણે નામની બે યુવાન ગાયિકાઓએ પણ લતા મંગેશકર અને આશા ભોંસલેના કંઠે ગવાયેલા જૂના ગીતો રજૂ કરીને શ્રોતાઓના મન મોહી લીધા હતા.કવિતા નલવા નામની ઉંચી,ગોરી,પાતળી ખૂબસુરત યુવતિએ એંકર તરીકે દર્શકોને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા.મીલીંદ દાભોલકરે ઇલેક્ટ્રીક ઓર્ગન પર,રીચાર્ડે ગીટાર પર, રવિ મોરે એ ઓક્ટોપેડ પર,સંતોષ મોરે એ ઢોલક પર અને શેખર સરફરે એ ડ્રમ પર સાથ આપીને સભાખંડને ગજવી દીધું હતું.સાઉન્ડ સીસ્ટમ શ્રી. દર્શક ઠક્કરે સંભાળી હતી.

રાત્રે આઠના ટકોરે શરુ થયેલો કાર્યક્રમ બાર વાગ્યે પુરો થયો ત્યારે શ્રોતાઓ જૂની તર્જોને ગણગણતા વિખરાયા હતા.

આવો સુંદર બેમિસાલ કાર્યક્રમ રજૂ કરવા બદલ નેશનલ પ્રમોટર શ્રી. ચકુભાઇ અને લોકલ પ્રમોટર શ્રી. જગદીશ દવે  અભિનંદનના અધિકારી છે.

અહેવાલ -નવીન બેન્કર

 

ગુજરાતી લેખિકા શ્રીમતી નીલમ દોશી હ્યુસ્ટનની મુલાકાતે

January 4th, 2014 Posted in અહેવાલ

 

ગુજરાતી લેખિકા શ્રીમતી નીલમ દોશી હ્યુસ્ટનની મુલાકાતે

અમદાવાદનીધબકારસંસ્થાના ઉપક્રમે, પાંચ કે વર્ષ પહેલાંકદાચ ૨૦૦૭માં-,બ્લોગ જગતના લાડીલા અને આદરણીય વડીલ જુગલકાકા ( શ્રી.જુગલકિશોર વ્યાસ ) ના નિવાસસ્થાને હું, પ્રથમ વખત તેજસ્વીની લેખિકાને મળેલો અને તેમના સાહિત્યનો અને લેખનપ્રીતિનો અનુભવ થયો હતો. ત્યારપછી પણ વર્ષ દરમ્યાન તેમના લખાણોલઘુકથાઓ, ટૂંકી વાર્તાઓ વગેરેઅવારનવાર ગુજરાતી સામયિકોકુમાર’, ‘અખંડ આનંદ’, ’ઉદ્દેશવિગેરેમાં  વાંચવામાં આવ્યા હતા એટલે શબ્દથી તો એમનો પરિચય થતો રહ્યો છે.

હ્યુસ્ટનની તેર વર્ષ જૂની, ગુજરાતી સાહિત્ય સરિતાના આમંત્રણને માન આપીને નીલમબેન દોશી હ્યુસ્ટનની મુલાકાતે પધાર્યા હતા અનેસરિતાની ૧૩૪મી બેઠકમાં, સાહિત્યપ્રેમી ડોક્ટર દંપતિ રમેશભાઇ શાહ અને ઇન્દુબેન શાહના નિવાસસ્થાને હાજરી આપી હતી.

હ્યુસ્ટનની જાણીતી સ્ત્રીલેખિકાઓ શ્રીમતી શૈલા મુન્શા,દેવિકા ધ્રુવ, ઇન્દુબેન શાહ અને પ્રવિણા કડકિયાએ પ્રાર્થનાથી શરુઆત કર્યા બાદ સુત્રધાર દેવિકાબેને નીલમબેનનું સ્વાગત કર્યું હતું અને શ્રી. વિજય શાહને નિલમબેનનો પરિચય આપવા માટે વિનંતિ કરી હતી. શ્રી. વિજય શાહે, લેપટોપ પર સ્લાઇડોના સહારે, નીલમબેનના પુસ્તકો, કોલમો, તેમને મળેલા એવોર્ડો, પારિતોષિકો અંગે માહિતી આપતાં કહ્યું કે નીલમ દોશીના પુસ્તકગમતાંનો ગુલાલને ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો છે. ‘દીકરી મારી દોસ્ત’, ‘જન્મદિવસની ઉજવણી’, ‘સંબંધસેતુ’, ‘સાસુવહુ ડોટ કોમ’, અંતિમ પ્રકરણ’, ‘પાનેતરએમના પ્રકાશિત પુસ્તકો છે. લોકપ્રિય સ્ત્રી સાપ્તાહિકસ્ત્રીમાં, એમની કોલમ  ‘જીવનની ખાટીમીઠીપ્રકાશિત થતી રહી છે. સુરતમાં યોજાયેલ જ્ઞાનસત્ર (૨૦૧૨) દરમ્યાન નીલમબેન લિખિતઅંતીમ પ્રકરણનવલિકાસંગ્રહને ગુજરાત સાહિત્ય પરિષદ તરફથીબેસ્ટ બુક ઓફ યરનો અવોર્ડ પ્રાપ્ત થયેલો છે. તેમના શૈક્ષણિક કાર્યક્રમો અને કાવ્યોના રસાસ્વાદ, આકાશવાણી રેડીયો પરથી પ્રસારિત થતા રહે છે.

નીલમબેનના વક્તવ્ય પહેલાં, બેત્રણ સ્થાનિક લેખકોકવિઓની કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી.ઓસ્ટીનથી  ખાસ બેઠકમાં હાજરી આપવા આવેલ કવયિત્રી સરયુ પરીખે પોતાના બે નવા કાવ્યસંગ્રહો વિશે માહિતી આપી હતી. અને બે કાવ્યો વાંચી સંભળાવ્યા હતા. હાસ્ય, હાઇકુ અને હઝલના રાજા એવા સ્થાનિક હાસ્યલેખક અને ગઝલકાર શ્રી. ચીમનભાઇ પટેલે (‘ચમન’) સ્વરચિત બે, છંદબધ્ધ કાવ્યો સંભળાવ્યા હતા. ફતેહ અલી ચતુરે, હિન્દી કવિ સુરેન્દ્ર શર્માનું એક વ્યંગકાવ્ય રજૂ કર્યું હતું.

બેઠકનો દોર પોતાના હાથમાં લેતાં, નીલમબેને હ્યુસ્ટનની મુલાકાત ટાણે લખાયેલ સ્વરચિત કાવ્યની પંક્તિઓ સંભળાવી હતી. ટૂંકી વાર્તાકળાના નમૂના તરીકે પોતાની ત્રણ વાર્તાઓ  ‘સંજૂ દોડ્યો’, ‘એક ઔર ધરતીકંપ’, અનેઆઇ એમ સ્યોર’ ,વાંચી સંભળાવી હતી. વાર્તાઓ અંગે સાહિત્યરસિકોએ પોતાના અભિપ્રાય આપ્યા હતા અને તે પછી નીલમબેને એની છણાવટ કરીને રસદર્શન કરાવ્યું હતું.

હ્યુસ્ટનના આદરણીય કવિશ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટે રાબેતા મુજબ, નીલમ દોશી અંગે એક શીઘ્રકાવ્ય રચીને તેની કોપી નીલમબેનને અર્પણ કરી હતી.

૧૬મી જૂન અને રવિવારે સવારે ૧૧ થી ૧૨ દરમ્યાન, હ્યુસ્ટનના જૈન સેન્ટર ખાતે પણ, નીલમ દોશીનો વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. ‘જીવનના નાના સુખ’ એ વિષય પર બોલતાં, નીલમબેને મુલ્લા નસરુદ્દીનની એક વાત ‘સુખી થવાનો ઉપાય’ કરી અને કહ્યું કે સુખ એ આપણા મનની અંદર રહેલી પહેલી અનુભૂતિ છે. પૈસાની જરુર બધાને હોય પણ ક્યાંક તો ફુલસ્ટોપ મૂકવાનું જ છે. પૈસા, પદ અને પ્રતિષ્ઠાના વળગણથી મુક્ત થઈ જઇએ એ જ સુખ છે. આપણે તો સુખદુઃખનો ભાર વેંઢારતા પ્રવાસીઓ છીએ. પુરેપુરા જ્ઞાની હોય અથવા પુરેપુરા અજ્ઞાની હોય એ જ સાચા સુખી બની શકે.નાની નાની ઘટનાઓને ખુલ્લા મનથી આવકારીએ ત્યારે જ સુખની અનુભૂતિ થાય. સુખ અને દુઃખ, જેટલા મનમાં હોય છે એટલા જીવનમાં નથી હોતા. જે મળ્યું છે એ છોડીને, જે નથી મળ્યું એ મેળવવાનાં હવાતિયાં એટલે દુઃખ.

હકારાત્મક અભિગમને સમજાવતી એક પરદેશી ભાષાની વાર્તા રાજી રહેવાની રમત’ પણ નીલમબેને સંભળાવી. જૈન સેન્ટરના જિજ્ઞાસુઓના પ્રશ્નોના તેમણે પ્રત્યુત્તરો આપ્યા હતા.

એ જ દિવસે, સાંજે એક સાહિત્યપ્રેમી મિત્રના નિવાસસ્થાને યોજાયેલી નાનકડી બેઠકમાં કેટલાક સર્જક મિત્રો સાથે સાહિત્યગોષ્ટીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દરેક સર્જકે પોતાની કોઇ ને કોઇ કૃતિ રજૂ કરી હતી અને એના પર અન્ય સર્જકો પોતાના પ્રતિભાવ આપતા અને છેલ્લે નીલમ દોશી, એ કૃતિ ટૂંકી વાર્તા છે, લઘુનવલ માટેનું મટીરીયલ છે કે પછી એ માત્ર પ્રસંગકથા કે રેખાચિત્ર જ છે એની છણાવટ કરતા હતા. ટૂંકી વાર્તા અને લઘુકથા વચ્ચેની ભેદરેખા વિષે નીલમ દોશીએ વિદ્વત્તાપુર્ણ વક્તવ્ય આપ્યું હતું.  આ સાહિત્યગોષ્ટી, ઉચ્ચ બુધ્ધીમતા ધરાવતા, ખરેખરા સાચા લેખકોની બેઠક હતી એટલો નિર્દેશ કર્યા વગર રહેવાતું નથી. મેં ઘણી સાહિત્યશિબીરો અને મીટીંગોમાં હાજરી આપી છે અને જોયું છે કે મોટાભાગની એવી બેઠકોમાં કવિતાઓને નામે, જોડકણાં , અપદ્યાગદ્ય કાચા લખાણો, ઉપદેશાત્મક સુફીયાણી વાતો, ને એવું બધું રજૂ થતું હોય, ખોટેખોટી વાહ વાહ થતી હોય અને છેલ્લે ચાહનાસ્તો કરીને લોકો છુટા પડતા હોય. સાહિત્ય સાથે સ્નાનસૂતકનો ય સંબંધ ન હોય, અરે ! ગુજરાતી લખીવાંચી શકતા ન હોય  એવા લોકો મીટીંગમાં આગળ પલાંઠી વાળીને નેતા થઇને બેઠા હોય.

આ બેઠકમાં ગણીને દસ જ વ્યક્તિ હતી પણ સાહિત્યને સમજી શકે અને કંઇક શીખી શકે એવા સર્જકો હતા. યજમાને ચુનંદા મહેમાનોને આમંત્રિત કરીને સાચા અર્થમાં સાહિત્યગોષ્ટી યોજી હતી.  અભિનંદન એ યજમાનને !

(અહેવાલ અને તસ્વીર સૌજન્યશ્રી. નવીન બેન્કર)

હ્યુસ્ટનમાં કવિશ્રી. વિવેક ટેલર- ૭ મે ૨૦૧૧

January 4th, 2014 Posted in અહેવાલ

 

તારીખ- ૮ મે ૨૦૧૧-બુધવાર

 હ્યુસ્ટનમાં  કવિશ્રી.વિવેક ટેલરના કાર્યક્રમ અંગે  નવીન બેન્કર

(મારો આ અહેવાલ છપાયેલો નથી.)

 

ગઈકાલે ડોક્ટર વિવેક ટેલરનો કાર્યક્રમ  હતો.પંદરેક આમંત્રિતો હતા.મુન્શા ફેમિલી,અલી ચતુર, મુકુંદભાઇ,રસેશભાઇ,રસિક મેઘાણી ફેમિલી સહીત, પ્રવિણાબેન કડકિયા, વિશાલ મોણપરા, નવીન બેન્કર,વિશ્વદીપ અને રેખાબેન બારડ વગેરે..હાજર હતા. યજમાન ભક્તકવિ શ્રી.પ્રદીપ બ્ર્હ્મભટ્ટે  શ્રી.વિવેક ટેઇલરને આવકાર આપતું અને ઉપસ્થિત સર્વે મહેમાનોને બિરદાવતું સ્વરચિત કાવ્ય વાંચી સંભળાવીને ફ્રેમમાં મઢેલી તેની કોપી તથા પોતાનો કાવ્યસંગ્રહ કે જેનું વિમોચન શ્રી. મોરારિબાપુના હસ્તે થયેલું તે દીપના અંધારે‘  કવિશ્રી.વિવેકભાઇ ટેલરને અર્પણ કર્યા હતા.

વિવેકભાઇએ પોતાની કેટલીક રચનાઓ સંભળાવી હતી.

મારી દુઆ સાચી જ છે  એ એક દિ ફળશે  તને

મારો પ્રણય સાચો હતો એની સમજ પડશે તને

પથ્થર છું તારી રાહનો, ઠોકર નથી.ના.ના..નથી.

પગ મુકઉંચાઇ પગથિયાની સદા મળશે તને.

————————-

પરિણય નામ છે સંસારયજ્ઞે ભેળા તપવાનું,

પ્રણયના સાત પગલાથી નવી કેડીઓ રચવાનું,

વફાનું બાંધી મંગળસુત્ર બંધાવાનું, પોતે પણ

વટાવી ઉંબરો હુંનો, ‘અમેના ઘરમાં વસવાનું.

—————————-

લઇ હાથ હાથમાં ભલે જીવ્યા ઘણા વરસ,

પહેલા દિવસની એ છતાં અકબંધ છે તરસ

ડગલે ને પગલે આપદા સો સો  ભલે નડી

જે ગઇ,  જે છેને જશે  એ જિંદગી સરસ.

————————-

                 એક કાવ્ય કંઇક ફૂલ અને કાંટા ને લગતુ હતુ જેનું અંતીમ ચરણ આવું હતું     પરખ ના હોય તો સઘળા ગુલાબ પણ કાંટા જ છે. વચ્ચે વચ્ચે છંદ અને લગાગા..ગાલગાગા..ને એવું બધું સમજાવતા જતા હતા.  (जो अपुनकी समजसे बाहर था )

વિવેક ટેલરે દેવિકાબેન ધ્રુવના કાવ્યના વખાણ કર્યા હતા અને સ્વમુખે એ કાવ્ય વાંચી સંભળાવ્યું હતું.  પ્રવીણા બેન કડકિયા,શૈલાબેન મુન્શા,વિશ્વદીપભાઇ બારડ ,રસિક મેઘાણી વગેરે મિત્રોએ પોતપોતાની રચનાઓનો આસ્વાદ કરાવ્યો હતો.

ફતેહ અલી ચતુરે પણ છેલ્લે અશોક ચક્રધરની હાસ્ય કવિતા ચુનાવસંભળાવી હતી.

છેલ્લે,યજમાન શ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટે અને રમાબેને દાળવડા,ભાજેપાંઊ,ગુલાબજાંબુ,જેવી સ્વાદીષ્ટ વાનગીઓ જમાડીને આમંત્રિતોને વિદાય આપી હતી.

નવીન બેન્કર

૮ મે ૨૦૧૧

કબીર ( એકપાત્રિય નાટક )

January 4th, 2014 Posted in અહેવાલ

 

કબીર   ( એકપાત્રિય નાટક )

હ્યુસ્ટનના આંગણે ૧૯મી ઓગસ્ટ ૨૦૧૧ને શુક્રવારે વર્ધમ થિયેટરમાં ઇન્ડો-અમેરિકન એસોસિયેશનના ઉપક્રમે એક અતિસુંદર ક્લાસિકલ વન-મેન મ્યુઝિકલ શો યોજાઇ ગયો..ભક્તકવિ કબીરની જીવનગાથાને બે કલાકના મ્યુઝિકલ શો દ્વારા પ્રસ્તુત કરી હતી પ્રસિધ્ધ બંગાળી ગાયક-અભિનેતા શ્રી. શેખર સેને.

કબીરના દોહા તો ઘણાએ સાંભળ્યા જ હશે. તેમના પદને અંતે, હંમેશા કહત કબીર સુનો ભાઇ સાધોશબ્દો આવતા હોય છે.કબીર અનાથ હતા. કહેવાય છે કે જન્મતાની સાથે જ તેમની માતાએ તેમનો ત્યાગ કરી દીધો હતો. કાશીમાં, તળાવની પાળેથી, નવજાત શિશુ એવા કબીરજીને એક મુસ્લિમ  વણકર દંપત્તીએ લઈ જઈને ઉછેરીને મોટા કર્યા હતા.નાનપણથી જ કબીરજીની રુચી આધ્યાત્મિક હતી.તેઓશ્રી સંતો,ફકીરો,મહાત્માઓના સંગમાં રત રહેતા હતા.કબીરજીએ કદી હાથમાં કલમ પકડી નથી. પણ તેમનુ જ્ઞાન તેમની વાણીમાં છલકાતુ રહેતું.તેમની સરળ ભાષામાં વિચારોની ગહનતા, ગાંભીર્ય, સ્વભાવની નીડરતા, સરળતા અને મૌલિક વિચારોની સાથે સાથે ઇશ્વર તરફનો પ્રેમ પણ પ્રતિપાદીત થતો રહ્યો છે. દંભી અને પાખંડી કહેવાતા ધર્મગુરુઓ પ્રત્યે તેમને અણગમો હતો એ વાત તેમના અનેક દુહા-સાખીઓમાંથી જણાઇ આવે છે.તેમની પ્રખર પ્રજ્ઞા અને પ્રગાઢ આંતરખોજથી નીપજતા શબ્દો ,સ્વયં બ્રહ્મ બની તેમના બ્રહ્મવિચારને  પ્રદર્શિત કરતા રહે છે. કબીરજીની વિચારધારાના પદો કબીરવાણીકહેવાય છે.કબીરજી સંવત ૧૪૫૫માં જન્મેલા અને સંવત ૧૫૭૬ને માગશર સુદ અગિયારસને દિવસે ૧૨૦ વર્ષની ઉંમરે કાશી નજીકના મગહર ગામે અવસાન પામ્યા હતા.તેમના જીવનપ્રસંગોને લગતા ઘણા લેખો, પુસ્તકો પ્રસિધ્ધ થઈ ચુકેલા છે.

આવા ઓલિયા, ભક્તકવિની જીવનગાથા અને કવનને, તેમની પ્રેમ, શાંતિ,કોમી-એખલાસની વાતોને બે કલાકના કાર્યક્રમ દ્વારા શ્રી.શેખર સેને રજૂ કરી.

કબીરને કેન્દ્રમાં રાખીને માત્ર વન-મેન-શો દ્વારા નાટ્યક્રુતિ ભજવવી એ ખુબ કપરુ કામ છે.શેખર સેને આ સફળ રીતે કરી બતાવ્યું છે.નીચલા વર્ગના સામાજીક વાતાવરણની વચ્ચે વણકર કુટુંબમાં ઉછરતા છોકરાને મોઢે , જે સહજતાથી એ કપડુ વણે છે ,એ જ સહજતાથી સરળ ભાષામાં જીવનની ફિલસૂફી પણ બોલાય અને ગવાય એ અદભુત છે.મંદીરના પુજારી કે મસ્જીદના મૌલવીના ધર્મને પડકારતી વાત હોય કે પાલક માતા સાથેનો,પુત્ર કમાલ સાથેનો સંવાદ હોય,સમાજના વિવિધ પાત્રો અને કહેવાતા ધર્મના રખેવાળો કે મોગલ બાદશાહ સાથેના સંવાદો હોય,એ બધું  એક જ મુખે,સ્વરના આરોહ-અવરોહ બદલીને વિવિધ પાત્રોને આબેહુબ દ્રષ્ટી સમક્ષ રજુ કરી દઈને એક ઇતિહાસ સર્જી દીધો છે શેખર સેને.

ભક્તિ પરંપરા શરુ થઈ એ વખતના મધ્યકાલિન ભારતિય સમાજનું ચિત્ર જે રીતે કોઇ વિશિષ્ટ સંનિવેશ વગર પણ અહીં જે રીતે રજુ થઈ શક્યું છે તે અવર્ણનિય છે.કબીરના જીવનની ગાથા,એના જન્મથી માંડીને એના દેહાવસાન સુધીની, ખુદ કબીરના જ મુખે બોલાવીને,જીવંત ગીત-સંગીત દ્વારા,સતત વહેતા રાખીને કરાયેલી રજુઆત પ્રભાવક બની રહે છે.

શેખર સેનનો કંઠ કોઈપણ ગાયકની સ્પર્ધા કરી શકે એટલી હદે કેળવાયેલો અને ઘુંટાયેલો છે.સમગ્ર રજુઆતમાં પદો,દોહા ગાવાની એક પણ તક એણે જતી કરી નથી તેથી વતાવરણમાં ભક્તિરસની મહેંક પ્રસરી રહે છે. એ સમયની તળપદી ભાષામાં પણ જે રીતે સ્વાભાવિકતાથી રજુઆત થઈ તે નાટકની એક સિધ્ધી ગણી શકાય.

એક જ પાત્રને કેન્દ્રમાં રાખીને ,એની આસપાસ કોઇપણ પ્રકારની સંકુલતા કે વિસંગતી વગરના એક પરિમાણી વ્યક્તિત્વ ધરાવતા અન્ય પાત્રોને સંવાદો દ્વારા જ અવાજના આરોહ-અવરોહ વડે હળવાશથી  અને સાહજીકતાથી રજુ કરતું આ નાટક CLASS માટેનું નાટક હતું- MASS માટેનું નહીં.જેમને કબીરની કથા ખબર છે, જેમણે કબીરના દોહા વાંચ્યા છે, સાંભળ્યા છે, જે એ બધું સમજી શકે છે એવા બુધ્ધીજીવી, બહુશ્રુત અને  ક્લાસિક સેન્સ ધરાવતા સુજ્ઞ પ્રેક્ષકો જ આનો રસાનુભવ કરી શકે અને માણી શકે એવા વિરલ એકપાત્રિ નાટકને હાઊસફુલ ઓડીયન્સ મળવું સંભવ નથી.મોટાભાગના કહેવાતા નાટ્યરસિકો હળવાફુલ કોમેડી નાટકો કે જેમાં વાહિયાત પકડાપકડી અને ચવાઇ ગયેલા વાસી જોક્સ કે દ્વીઅર્થી સંવાદો હોય એવા નાટકો પસંદ કરતા હોય છે. હ્યુસ્ટનમાં આ જ દિવસે અને એ જ સમયે મુંબઈના ખ્યાતનામ ગ્રુપ દ્વારા ભજવાતું એક અન્ય નાટક પણ હતું અને એકાદ-બે લગ્નપ્રસંગો પણ હતાં છતાં આ પરફોર્મન્સને પાંચસો પ્રેક્ષકો મળી શક્યા એ જ હ્યુસ્ટન, સંસ્કારનગરી હોવાની પ્રતિતી કરાવવા માટે પુરતું છે.

એક ગુજરાતી સાહિત્યરસિક કવિને ઘેર, બહારગામના કોઇ ગુજરાતી શાયરનો કાર્યક્રમ હતો જે ટુંકાવીને કવિમિત્રો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તો, બીજે દિવસે જેમના દીકરાના લગ્નનું રિસેપ્શન યોજાયેલું એ કબીરપ્રેમી યુગલ, દસ જણના ગ્રુપમાં, કાર્યક્રમ જોવા આવેલા અને છેક સુધી આ કાર્યક્રમને માણ્યો હતો.

નાટકના મુડને અનુરુપ, દ્રશ્યની માંગ પ્રમાણે લાલ, પીળા અને લીલા પ્રકાશ-આયોજન દ્વારા દ્રશ્યને તાદ્રુશ કરવામાં આવેલ. ઝુપડીની આગના દ્રશ્યને સ્લાઇડ અને લાલ સ્પોટલાઈટથી તેમજ નદીની લહેરોને આસમાની લાઈટના આયોજન વડે જીવંત કરવામાં આવી હતી.

હ્યુસ્ટનનું  ઇન્ડો-અમેરિકન એસોસિયેશન, આવા સુંદર કાર્યક્રમો રજુ કરવા માટે જાણીતું છે. શાસ્ત્રિય સંગીતના ખેરખાંઓની જુગલબંદી હોય કે BROKEN IMAGES જેવા પ્રયોગશીલ અંગ્રેજી નાટકો હોય, ઇન્ડો અમેરિકન એસોસિયેશન ટીકીટબારીની સફળતાની પરવા કર્યા વગર એની રજુઆત પણ કરી જ દે. એની ટીકીટો પણ મોટેભાગે તો ઓનલાઇન જ ઉપલબ્ધ હોય અથવા મહારાણી મ્યુઝિકના સ્ટોર પર જ મળે. આ અંગેનો યશ, શ્રી. હરીદયાળજી નામના એક સેવાભાવી સજ્જન અને તેમના વોલન્ટીયર્સને ફાળે જાય છે.

અસ્તુ..

અવલોકન અહેવાલ અને શબ્દાંકન- શ્રી. નવીન બેન્કર

લખ્યા તારીખ- ૨૦ ઓગસ્ટ, ૨૦૧૧

એકાંતે આવી સાજન તારી યાદ’

January 4th, 2014 Posted in અહેવાલ

 

એકાંતે આવી સાજન તારી યાદ

 

ગુજરાતી સાહિત્ય સરિતા ઓફ હ્યુસ્ટનની ૧૨૦મી બેઠક,તારીખ ૨૪ માર્ચ ૨૦૧૨ને શનિવારની બપોરે, ભોજન રેસ્ટોરંટના હોલમાં મળી હતી. લગભગ સાઈઠ જેટલા સર્જકો અને સાહિત્યરસિકોની હાજરીમાં આ વિશિષ્ટ અને ઐતિહાસિક બેઠકમાં રજૂ કરાયેલી ક્રુતિઓનો વિષય હતો-એકાંતે આવી સાજન તારી યાદ‘. ભાગ લેનારા કવિઓ, ગઝલકારો મોટેભાગે પંચાવન થી પંચોતેરની વચ્ચેની વયના હતા એટલે સ્વાભાવિક રીતે જ આ વિષય પર,વીતી ગયેલા દિવસોની યાદો કે વિખૂટા પડી ગયેલા જીવનસાથી સાથેના સંભારણાને લગતી રચનાઓ જ રજૂ થાય.

કાર્યક્રમના કો-ઓર્ડીનેટર શ્રી. સતિષભાઇ પરીખે સમગ્ર કાર્યક્રમની રુપરેખા આપતાં કહ્યું કે  આજનો આ કાર્યક્રમ બે ભાગમાં વહેંચાયેલો છે.પ્રથમ ભાગમાં,સર્જકો પોતાની ક્રુતિઓ રજૂ કરશે. અલ્પાહાર બાદ ત્રણ સર્જકો વિવિધ વિષયો પર પોતાનું મંતવ્ય રજૂ કરશે.હ્યુસ્ટનના જાણીતા કવયિત્રી દેવિકાબેન ધ્રુવ ગઝલ વિષે, હાસ્યલેખક શ્રી. ચીમનભાઇ પટેલ (ચમન‘) હાસ્યલેખોના સર્જન વિષે તથા જાણીતા નવલકથાકાર શ્રી. નવીન વિભાકર ટેલીફોનિક વાર્તાલાપ દ્વારા નવલકથાના સર્જન વિષે  આપણને માહિતી આપશે.

વિલાસબેન પીપલીયા નામના એક સિનીયર સિટીઝન સાહિત્યરસિક બેને ,જૈન પ્રાર્થનાથી શરુઆત કરીને , આજના માસ્ટર ઓફ સેરિમની અને સાહિત્ય સરિતાના એક મોવડી  વિજયભાઇ શાહને માઈક  સોંપી દીધું હતું.

વિજયભાઇ શાહ એક ઉત્સાહી, સૌમ્ય અને મીતભાષી લેખક છે. સરિતાના સર્જનથી લઈને તેમણે હ્યુસ્ટનમાં ઘણા લેખકોના હાથમાં કલમ પકડાવી દીધી છે. વિજયભાઇ સાચા અર્થમાં સાહિત્યસરિતાના “ચાલકબળ” સમા છે. દરેક રજૂ થતી ક્રુતિ બાદ કોઇ કોમેન્ટ કે શાયરી કે ગઝલ મુકવાને બદલે તેમણે સાહિત્ય સરિતાના અગિયાર વર્ષોના યાદગાર પ્રસંગોની યાદોને રસપુર્વક રજૂ કરી હતી.

શ્રી.વિજયભાઇએ ભરત દેસાઇની એક ગઝલ રજૂ કરી-

એકાંતે આવી તારી યાદ સજન

જાણે લાગે છે ઝંઝાવાત સજન

તારી જીદે મૌસમ બદલાઇ ગઈ

પેલા જેવો ક્યાં છે વરસાદ સજન

જા તારા સઘળા ગુન્હા માફ કર્યા

ને કરવી પણ કોને ફરિયાદ સજન

ડોક્ટર ઇન્દુબેન શાહે  સાજન મારો એક બસ વ્હાલ વરસાવે, યાદ બસ સાજન તારી એકાંતે આવેજેવા શબ્દો ધરાવતી ગઝલ રજૂ કરી હતી. મુળ હ્યુસ્ટનના, પણ હાલમાં ઓસ્ટીન વસેલા સરયુબેન પરીખે ટેલીફોન પર પોતાની રચના સંભળાવી હતી. હેમાબેન પટેલે સુંવાળા દિવસોની સુખદ પળોને અને ઘાયલ દિલની, વિરહની પળોને ઉજાગર કરતી એક રચના સંભળાવી હતી.શૈલાબેન મુન્શા નામના એક કવયિત્રીએ પણ વિરહની પળોમાં વિખૂટો પડી ગયેલો સાજન કેટલો યાદ આવે છે તેનું વર્ણન કરતું એક કાવ્ય રજૂ કર્યું હતું. દેવિકાબેન ધ્રુવે પણ પોતાની એક છંદોબધ્ધ ગઝલ સંભળાવી હતી .મનુજ હ્યુસ્તોનવીના નામે ગઝલો લખતા કવિશ્રી. મનોજ મહેતાએ પણ શમણું હતું જે ખુલ્લી આંખેશિર્ષક ધરાવતી રચના સંભળાવી હતી.ચિમનભાઇ પટેલે આદિલ મન્સુરિની ખ્યાતનામ રચના ફરી મળે ના મળે નો રદીફ લઈને સર્જેલી હાસ્યપ્રધાન ગઝલ સંભળાવી, શ્રોતાઓને હાસ્યમાં તરબોળ કરી મુક્યા હતા.

ખઈ લો પકવાન પેટ ભરીને, ફરી મળે ન મળે

લખી લો તમે ગઝલશબ્દો ફરી મળે ન મળે !

કરી રાખ્યું છે ધન ભેગું આજ સુધી ઘણું,

દઈ દે દાનમાં લેનાર વળી મળે ન મળે !

ફતેહ અલી ચતુરે પોતાની લાક્ષણિક શૈલીમાં,  સામેવાળાના મનની વાત જાણી શકાય તેવા યંત્રની વાત કહેતી   એક હાસ્યસભર હિન્દી કવિતા રજૂ કરીને શ્રોતાઓને ખૂબ હસાવ્યા હતા. અન્ય કવિઓમાં ભજનિક  કવિ શ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટ, ધીરુભાઇ શાહ,અશોક પટેલ, ભગવાનદાસ પટેલ, ચિત્રકાર શ્રી.વિનોદ આર.પટેલ, કાર્યક્રમના સ્પોન્સરર શ્રી. મનસુખ વાઘેલા, નુરુદ્દીન દરેડીયા, પ્રશાંત મુન્શા, વગેરે એ પણ પોતાની રચનાઓ રજૂ કરી હતી. શ્રી. હેમંત ગજરાવાલા નામના એક સાહિત્યપ્રેમીએ એક અંગ્રેજી કાવ્ય રજૂ કરીને તેનો ભાવાનુવાદ સંભળાવ્યો હતો.

એક કવિની રચના બાદ, વચ્ચે વચ્ચે માસ્ટર ઓફ સેરિમની શ્રી. વિજય શાહે પોતાની શાંત અને સૌમ્ય ભાષામાં, સાહિત્ય સરિતાના આ અગિયાર વર્ષોના યાદગાર પ્રસંગો વાગોળતાં, હ્યુસ્ટન મુલાકાત ટાણે કવિશ્રી.વિનોદ જોશી સાથેના સંસ્મરણો,સહિયારા સર્જનના સંસ્મરણો,દશાબ્દી વખતના નાટકોની યાદો,  પાદપુર્તી દ્વારા સર્જાયેલ કવિતાઓ  વગેરે ઘણું બધું  યાદ કર્યું હતું અને એ અગિયાર વર્ષો શ્રોતાઓની આંખ સમક્ષ તાદ્રુશ કરી દીધાં હતાં.

આમ કાર્યક્રમના પ્રથમ ભાગમાં એકાંતે આવી સજન તારી યાદમાં પુનમની રાત..ચાંદની રાત..ઘનઘોર રાત..શ્રાવણી રાત..સાજન..પિયુ..વિરહ..ને મિલન…  ને એવું બધું આવી ગયું. .મોટાભાગના સર્જકો પંચાવન વટાવી ગયેલા છે એટલે કાં તો જૂવાનીના દિવસોને યાદ કરીને ઉર્મિઓને કાગળ પર ઉતારે છે અથવા પ્રક્રુતિપ્રેમ ,નિસર્ગ સાથેની પ્રીતિ, પાણી, વ્રુક્ષ ગગન, સુરજ, તારાઓ, ચાંદો એમને આકર્ષતા હોય એવું દેખાઇ આવતું હતું.અંગત લાગણીઓનું  કાવ્યમય આલેખન ભીતરમાં ભંડારાયેલ સ્મ્રુતિઓની અભિવ્યક્તિ રજૂ કરાયેલી ક્રુતિઓમાં દેખાઇ આવતી હતી.આજે રજૂ થયેલી રચનાઓમા તેમના અનુભવો અને તેમનું આંતરવિશ્વ વિવિધ સ્વરુપે વ્યક્ત થતું જોવા મળ્યું હતું.કેટલીક ક્રુતિઓમાં પોતાના સજન પ્રત્યેની અતૂટ અને અમીટ ચાહનાની અભિવ્યક્તિ વ્યક્ત થતા હતા.

સમોસા,  દાળવડા, ચાહ, ચવાણુંના નાસ્તા બાદ કાર્યક્રમનો  બીજો દૌર શરુ થયો.

સાહિત્ય સરિતાના ભિષ્મપિતા ગણાતા શ્રી. દીપક ભટ્ટે સાહિત્યસર્જનનું સ્તર કેવી રીતે ઊંચુ લાવી શકાય એ બાબત પર કેટલોક વિચારવિમર્શ  કરતાં ગ્રામ્યમાતા‘, ‘કરણઘેલોને ય યાદ કરી લીધા અને દરેક બેઠકમાં રજૂ થયેલ ક્રુતિની નિષ્પક્ષ સમીક્ષા કરવાની સુચના રજૂ કરી.  ચિમન પટેલ

નામના આ હાસ્યલેખક કે જેમની કલમ ધારદાર નિરીક્ષણો કરીને દ્વેષવિહીન રજૂઆત કરે છે તથા તેમના લખાણોમાં એક તાઝગી અને ઉન્મેષ હોય છે તેમણે પોતાના હાસ્યલેખો કઈ રીતે સર્જાયા તેની નિખાલસ વાતો કરી.

વચ્ચે પ્રશાંત મુન્શાએ સાહિત્ય સરિતાના નવા બોર્ડ અને નવા કો-ઓર્ડીનેટર્સની નિમણુંકની જાહેરાત કરતાં જણાવ્યું કે નવા બોર્ડની રચનામાં અગિયારને બદલે હવે માત્ર પાંચ જ બોર્ડ મેમ્બર રહેશે જેમના નામ નીચે મુજબ છે-

(૧) વિશ્વદીપ બારડ- પ્રેસિડેન્ટ

(૨) પ્રશાંત મુન્શા-  સેક્રેટરી

(૩) ડોક્ટર રમેશ શાહ

(૪) સતીષ પરીખ

(૫) વિનોદ આર. પટેલ

કો-ઓર્ડીનેટર્સ તરીકે શ્રી. નરેન્દ્રભાઇ વૈદ્ય અને શ્રી.પ્રદીપ બ્રહ્મભટ્ટ  કામગીરી બજાવશે.

શ્રી. દીપક ભટ્ટ માનનીય સલાહકાર તરીકેની ભૂમિકા ભજવશે પણ તેમને સંસ્થાકિય નિર્ણયો બાબતમાં મત આપવાનો અધિકાર રહેશે નહીં.

સંવેદનાઓને શબ્દોમાં ઢાળનાર કવયિત્રી દેવિકાબેન ધુવની રચનાઓમાં પ્રણય અને અધ્યાત્મ સમાનાંતર સ્વરુપે વહેતા જણાય છે.તેમના પ્રથમ કાવ્યસંગ્રહનમાં સુમન અજમેરી જેવા સમીક્ષકને છંદશુધ્ધીનો અભાવ લાગ્યો  અને છંદદોષો પ્રત્યે અંગૂલીનિર્દેશ કર્યો એટલે તેમણે રઈસ મનીયાર ના છંદોવિધાન, જેવા પુસ્તકોના અભ્યાસ દ્વારા અને રસિક મેઘાણી જેવા ગઝલકાર પાસે પ્રત્યક્ષ માર્ગદર્શન લઇ  બધું જ છંદમાં લખવા માંડ્યું  અને ગઝલ સાહિત્યને ગરિમા બક્ષતી રચનાઓ આપી. માનવીય મુલ્યો અને ભાવનાઓના પુરસ્કર્તા એવા આ કવયિત્રીનો પ્રક્રુતિપ્રેમ અને નિસર્ગ સાથેની પ્રીતિ એમની રચનાઓમાં છલકાતી જોવા મળે છે એવા હ્યુસ્ટનના ગૌરવ સમા આ કવયિત્રીએ સાહિત્યના સ્તરને ઉંચુ લાવવા વિષે બોલતાં જણાવ્યું કે સાહિત્યની આ સંસ્થા એ સરસ્વતીનું મંદીર છે અને શબ્દો એ આપણી પૂજા છે. કોઇપણ પરિસ્થિતિમાં આપણે અઘટીત શબ્દો વાપરીશું નહીં અને સાચા શબ્દસાધકોની સાધનામાં ભંગ પડે નહીં તેની તકેદારી રાખીશું.અને એ રીતે સાહિત્યનું સ્તર ઉંચુ રાખીશું.મને લાગે છે કે આટલી અપેક્ષા વધારે પડતી નથી.સાહિત્ય સરિતાના કલાને ક્ષેત્રે ફળદ્રુપ એવા મંચ પર રહી હંમેશાં નવું નવું શીખવાની અને પ્રયોજવાની ધગશ રાખીશું.

બ્લોગની સુવિધાનો લાભ લઈને અહેવાલ પણ સીડી પ્લેયર પર રેકોર્ડ કરી, સાઇટ પર અપલોડ કરી શકાય.

ગઝલ અંગે બોલતાં આ વિદુષી કવયિત્રીએ જણાવ્યું કે છેલ્લા અઢી વર્ષમાં જૂદા જૂદા માધ્યમો દ્વારા પોતે જે કાંઇ શીખ્યા છે તે પરથી કહી શકાય કે ગઝલનું એક તો બાહ્ય સ્વરુપ છે જે રદીફ, કાફીયા અને છંદમાં ગૂંથાયેલું હોય છે. એ ત્રણ તો એના અનિવાર્ય અંગો છે.રઈસ મનીયારે કહ્યું છે કે ગઝલને એક તંબુની કલ્પના કરો તો કાફિયા એના સ્તંભ છે. એના સમતુલન વગર ગઝલની ઇમારત ધરાશાય થઈ જાય. બીજું સ્વરુપ એનું આંતરીક છે. ગઝલ અને કોઈપણ કલાક્રુતિમાં વિચારોની ઊંચાઇ હોય, શબ્દોની લયાત્મકતા હોય, લાલિત્ય હોય, અર્થનું ઊંડાણ હોય અને છેલ્લે કોઇ સરસ સંદેશની ચમત્ક્રુતિ હોય ત્યારે એને સાહિત્યના સાચા સ્તર પર મૂકી શકાય.અભ્યાસ, આયાસ અને રિયાઝ ક્રુતિમાં નિખાર લાવે છે . ઉદાહરણ તરીકે.કસુંબલ આંખડીના કસબની વાત શું કરવી, કલેજુ કોતરી નાજુક મીનાકારી કરી લીધી‘.

આપણે સૌ જે કાંઇ લખીએ છીએ તેને ચકાસીએ, મઠારીએ.ખાલી પ્રાસ મેળવી લેવાથી કવિતા કે ગઝલ બનતા નથી.છંદમાં ન લખી શકાય તો લયબધ્ધ ગીત લખો.લય તો અનિવાર્ય છે.લય તો કુદરતમાં અને જીવનમાં-બધે જ છે.સાહિત્યના માપદંડમાં ખરી ઉતરે એવી રચનાઓ કરીએ.કેટલું લખ્યું તે મહત્વનું નથી.કેવું લખ્યું તે મહત્વનું છે.આપણા સભ્યો પાસે કલ્પનાઓ છે,શબ્દભંડોળ છે પણ આ બધું વેરવિખેર પડેલ મોતી જેવું છે એને એક નિશ્ચિત પેટર્નમાં પરોવી એક સુગઠિત માળા બનાવીએ.

સાહિત્ય સરિતાના સભ્યો અને સાહિત્યરસિક મિત્રો આ કવયિત્રીના વિદ્વત્તતાસભર વક્તવ્યને મંત્રમુગ્ધ બની ને સાંભળી રહ્યા હતા.

જાણીતા લેખક-નવલકથાકાર શ્રી. નવીન વિભાકરે ટેલિફોનીક વાર્તાલાપ દરમ્યાન પોતાના સર્જન પર ર. વ. દેસાઇ, વિ.સ.ખાંડેકરની શૈલીની અસર હોવા વિષે જણાવ્યું.પોતાની નવલકથા કુસુમ કાપડીયાના સર્જનની વાતો કરી. પોતાના પાત્રો પર દર્શકના પાત્રોની અસર હોવા વિશે પણ જણાવ્યું.નવોદિત લેખકોને સંદેશ આપતાં તેમણે જણાવ્યું કે પહેલાં વાંચન અને મનન કરો.જે લખવાનું હોય તેનો અભ્યાસ કરી, સંશોધન કર્યા બાદ જ સર્જનમાં પ્રવ્રુત્ત થાવ.નિરીક્ષણ કરો અને પછી પાત્રોનું સર્જન કરો.અનુભવોની અનુભૂતિ પાત્રાલેખનમાં ઉપસાવો.લખાણ હ્રુદયમાંથી આવવું જોઇએ‘.( ટેક્નીકલ ક્ષતિને કારણે આ વાર્તાલાપ અધવચ્ચેથી આટોપી લેવો પડ્યો હતો ).

અંતમાં, વિલાસબેન પિપળીયાના સુમધુર કંઠે, અવિનાશ વ્યાસની જાણીતી રચના હે શ્રાવણ વરસે ઝરમરીયો વરસાદ, કાનાઆવે તારી યાદસાંભળીને સૌ શ્રોતામિત્રો ચાર કલાક લાંબી આ અવિસ્મરણિય બેઠક બાદ છૂટા પડ્યા હતા.

******************************************************************************

અહેવાલ -નવીન બેન્કર

navinbanker@yahoo.com

લખ્યા તારીખ- ૩૧ માર્ચ ૨૦૧૨

 

 

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૩૭મી બેઠકનો અહેવાલ. શ્રી નવીન બેંકર.

September 24th, 2013 Posted in અહેવાલ

 

DSC_7636

 

 

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૩૭મી બેઠકનો અહેવાલ                                  શ્રી નવીન બેંકર.

૨૨મી સપ્ટેમ્બર ને રવિવારે બપોરે બે વાગ્યે ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૩૭મી બેઠક, સંસ્થાના ઘેઘુર વડલા જેવા ધીરુભાઇ શાહના નિવાસસ્થાને મળી હતી. આ વખતની બેઠક એક વિશિષ્ટ ગણી શકાય તેવી હતી. ગુજરાતી ભાષા માટે પ્રમુખપેડના સર્જક અને ભારતની લગભગ બધી જ ભાષાઓની લિપિને કન્વર્ટરની મદદથી બદલવા/ લખવા માટેની નિઃશુલ્ક સુવિધા સૌ માટે ઉપલબ્ધ કરાવી આપનાર  એવા યુવાન કવિશ્રી વિશાલ મોણપરાને  ‘ વેબગુર્જરી’ અને ‘ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન’ના સંયુકત ઉપક્રમે સન્માનવાનો આ અવસર હતો અને સાથે સાથે તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘દિલથી દિલ સુધી’નું  વિમોચન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સમગ્ર કાર્યક્રમ, પ્રથમ વખત , ‘ગુગલ હેન્ગ આઉટ’ની મદદથી, અન્ય શહેરો અને છેક ભારતના કવિઓ-લેખકો  પણ આનો લાભ લઈ શક્યા હતા. આ કાર્યક્રમ યુ ટ્યુબ પર પણ  જોઇ શકાય છે.

https://plus.google.com/events/cq03s7bih9di1ltonrj5uh08mbc

શરુઆતમાં, સંસ્થાના કો ઓર્ડીનેટર  શ્રીમતી પ્રવિણાબેન કડકીયાએ સૌને આવકાર આપ્યો હતો. પ્રકાશ મજમુદાર અને ભારતીબેન મજમુદારે મધુર કંઠે પ્રાર્થના ગાઇને શુભારંભ કર્યો. યજમાન દંપતિ દિનેશભાઇ અને હેમંતિબેન શાહે આવનાર સૌ મહેમાનોને આવકાર્યા પછી કાર્યક્રમનો પ્રથમ દૌર સ્થાનિક કવિઓ અને લેખકોની કૃતિઓ રજૂ કરવાનો શરુ થયો. સંસ્થા તરફથી આપવામાં આવેલા વિષય ‘ મજદૂર’ અને ‘પાનખર’ પર સર્જકોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. ભાગ લેનાર સર્જકો હતા- સર્વશ્રી. ધીરુભાઇ શાહ,  ચીમન પટેલ, ગિરીશ દેસાઇ, પ્રવિણા કડકીયા, અશોક પટેલ,વિજય શાહ, દેવિકા ધ્રુવ, શૈલા મુન્શા, ડોક્ટર ઇન્દુબેન શાહ, પ્રદીપ બ્રહ્મભટ્ટ , પ્રશાંત મુન્શા, સતિષ પરીખ, હેમંત ગજરાવાલા, વિનોદ પટેલ, ધવલ મહેતા, વગેરે…શ્રી. નુરુદ્દીન દરેડીયાએ કબીરના દોહા રજૂ કર્યા હતા, શ્રી. વિજય શાહે પોતાની હવે પછી નામાંકિત મેગેઝીનમાં પ્રસિધ્ધ થનાર વાર્તા ‘અઘોરીના ચીપીયા’ વાંચી સંભળાવી હતી. નિતીન વ્યાસે, એક વિશિષ્ટ વ્યક્તિ નરહરી ગુલાબભાઇ ભટ્ટ વિષે કેટલીક અજાણી વાતો રજૂ કરી હતી. રસેશ દલાલે ખલિલ ધનતેજવીનું એક કાવ્ય સરસ રીતે વાંચી સંભળાવ્યું હતું. સુરેશ બક્ષીએ ચીનુ મોદી, સ્વ. શ્રી.સુરેશ દલાલ, સ્વ. શ્રી. હરીન્દ્ર દવે, અને ઉર્વીશ વસાવડાના કાવ્યોની જાણીતી પંક્તિઓની પેરોડી રજૂ કરીને શ્રોતાઓને સારું એવું મનોરંજન પુરું પાડ્યું હતું. દેવિકા ધ્રુવે, પોતાની તાજેતરની અમદાવાદની મુલાકાત ટાણે, સાહિત્ય પરિષદની બુધસભામાં  પોતે રજૂ કરેલ, ‘પૃથ્વી વતન કહેવાય છે’ કાવ્ય રજૂ કર્યું હતુ.

બેઠકના બીજા દૌરમાં, શ્રી. વિજય શાહે , વિશાલ મોણપરાની સિધ્ધિઓને બિરદાવી અને બોચાસણવાસી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી. નિલકંઠભાઇને, વિશાલને આશીર્વચન આપવા વિનંતિ કરી,  શ્રી. નિલકંઠભાઇએ, વિશાલની BAPS પ્રત્યેની લગની અને સંસ્થા માટે તેણે આપેલી સેવાઓને બિરદાવી, હાર પહેરાવી, સંતોના આશીર્વચનો સંભળાવ્યા.

૯૨ વર્ષની વયના વડીલ શ્રી. ધીરુકાકાના તથા નાસાના વૈજ્ઞાનિક અને કવિ એવા શ્રી. કમલેશ લુલાના શુભહસ્તે, વિશાલના કાવ્યસંગ્રહ ‘દિલથી દિલ સુધી’નું વિમોચન કરવામાં આવ્યું હતું. શ્રી.વિશાલ મોણપરાએ એ અંગે અતિ નમ્રતાપૂર્વકસર્વેનો  આભાર માન્યો હતો અને પોતાના કાવ્યસંગ્રહની એક ઝલક વાંચી સંભળાવી હતી.

‘છે ડૂબવાની મઝા મઝધારે, સાહિલ કોને જોઇએ છે ?

ફના થઈ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે ?

શું સાથે લાવ્યા હતા, શું સાથે લઈ જવાના ?

બે ગજ બસ  છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે ?

ત્યારબાદ સંસ્થાના પ્રમુખશ્રીએ, વિશાલનું સન્માન-પત્ર વાંચવા માટે  દેવિકા ધ્રુવને  આમંત્રણ આપ્યું  અને તેમણે વિશાલની સિધ્ધિ અને બહુમાન દર્શાવતો પત્ર અક્ષરશઃ સૌને સુંદર રીતે વાંચી સંભળાવ્યો.- ‘વેબગુર્જરી’ના  શ્રી. જુગલકિશોર વ્યાસના સંદેશનો સારાંશ  સાહિત્ય સરિતાના પ્રમુખશ્રી. વિશ્વદીપભાઇએ વાંચી સંભળાવ્યો હતો. અને પછી તેમણે વેબગુર્જરી અને ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના ઉપક્રમે, પ્રમુખપેડના સર્જક, ગુજરાતી લેખનની સરળતા ને સક્ષમતા માટે મથનાર કવિશ્રી. વિશાલ મોણપરાને, આકર્ષક ઘેરા કથ્થાઇ રંગમાં મઢાયેલું વિશાળ સન્માનપત્ર અર્પણ કર્યું હતુ. જેને હાજર રહેલા સૌ સાહિત્યરસિકોએ ગૌરવભેર અને આનંદસભર તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. આખી યે બેઠકમાં ધન્યતા અને હ્યુસ્ટનની શાનની એક અજબની લ્હેરખી હતી..

ગુગલ હેંગ આઉટ ઉપર ઉપસ્થિત સર્જકો શ્રીમતી નિલમબેન દોશી ( વિજયવાડા), રેખાબેન સિંધલ ( ટેનેસી), ડોક્ટર મહેશ રાવલ અને પ્રેમલતા મજમુદાર ( કેલીફોર્નીયા), શ્રીમતી સપના વિજાપુરા (શીકાગો), સરયુબેન પરીખ ( ઓસ્ટીન). નીતાબેન કોટેચા (મુંબઇ) વગેરે એ પણ વિશાલને અભિનંદન આપ્યા હતા અને પોતાની એક એક કૃતિ સંભળાવી હતી. ગુગલ હેંગ આઉટ પર, હ્યુસ્ટનમાં બેઠા બેઠા, છેક ભારત અને અન્ય શહેરોના સર્જકો સાથે વાર્તાલાપ કરવાનો અને તેમને દ્રષ્ય અને શ્રાવ્ય  માધ્યમ દ્વારા મળવાનો આ આનંદ અનેરો અને અવર્ણનિય હતો. આ પ્રથમ પ્રયાસનું  શ્રેય પણ વિશાલ મોણપરાને અને તેમના  સહાયક તરીકે, સતત કાર્યરત શ્રી વિજય શાહ,  પ્રવીણાબેન કડકિયા, વિશ્વદીપ બારડ અને દેવિકાબેન ધ્રુવને ફાળે જાય છે.

અંતમાં, સાહિત્ય સરિતાના પ્રમુખશ્રી, સંચાલક,સહ-સંચાલક વગેરેએ, પ્રસંગોચિત આભારવિધિ કરી હતી અને સૌ, ધીરુકાકા, દિનેશભાઇ અને હેમંતિબેનના દહીંવડા,  રગડાપેટીસ, ભેળપુરી અને કુલ્ફીની જ્યાફત માણીને, આ ખુશનુમા સાંજે,ગૌરવભરી અનુભૂતિ સાથે છૂટા પડ્યા હતા.

(શબ્દાંકન અને તસ્વીર–  શ્રી. નવીન બેન્કર)

 

ટ્રીયો-ઇન-કોન્સર્ટ

March 26th, 2013 Posted in અહેવાલ
                                                          

ટ્રીયો-ઇન-કોન્સર્ટ

(સલિલ ભાડેકર,ડેક્ષટર રઘુ આનંદ અને સ્મિતા વસાવડા)

, માર્ચ ૨૦૧૩ ને શનિવારની રાત…..

તમને ૨૦૦૦ની સાલના સારેગમપાનો વિજેતા પેલો હેન્ડસમ, છોકરો યાદ છે ? એ જ સોહામણો સલિલ ભાડેકર..આપણે એને ક્યારેક આશાભોસલે સાથે તો ક્યારેક ઉષા મંગેશકર, ખય્યામ જેવા સંગીતના દિગ્ગજો સાથે સંગત આપતા જોયો છે. મહમદ રફીના ગીતો એના અવાજમાં વધુ ફીટ થાય છે. મહમદ રફી ફેન્સ ક્લબમાં પણ એ એવોર્ડ વિજેતા રહી ચૂક્યો છે-૨૦૦૬માં.

આ ગાયક-સંગીતકાર હ્યુસ્ટનમાં સ્થાયી થવા આવ્યો છે.

હ્યુસ્ટનમાં, મારા સંગીતકાર-એક્ટર મિત્ર હેમંત ભાવસારના પિતાશ્રી.નગીનદાસ ઘેલાભાઇ ભાવસારની ૨૫મી પુણ્યતિથી નિમીત્તે, થોડાક અંગત મિત્રો,અને સાહિત્ય-સંગીતના પ્રેમીઓ સાથે એક સમુહમિલન હેમંતે પોતાના નિવાસસ્થાને યોજેલું. લગભગ ૬૦ જેટલા સંગીતરસિયાઓ આ મહેફિલ માણવા પધારેલા.હ્યુસ્ટનનું આ ક્લાસિકલ શ્રોતાવૃન્દ ગણાય.શરુઆતમાં મહેમાનોનું, ખાસ સૂરતથી મંગાવેલ પોંક અને વિવિધ સેવો અને ચીપ્સથી સ્વાગત કરવામાં આવેલું.

હ્યુસ્ટનમાં એક બીજો અદ્વિતિય કલાકાર છે- તબલાનવાઝ ડેક્ષટર રઘુ આનંદ. ગુજરાતી કે હિન્દી ભાષા લખી, વાંચી કે બોલી ન શકતો હોવા છતાં, ગમે તેવા ગાયક સાથે એ તબલા પર સંગત કરી શકે છે અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેવાની એનામાં ક્ષમતા છે. ગીતના શબ્દોના અર્થ ન સમજવા છતાં,માત્ર એની ધૂનો સાથે એ તાલ મેળવી શકે છે. 

અને…ત્રીજા ગાયિકાબહેન છે-સ્મિતાબેન વસાવડા. આ સોહામણી નાગર કન્યાના અદભુત અવાજ માટે તો હું, ઘણીવાર લખી ચૂક્યો છું એટલે એનું પુનરાવર્તન નહીં કરતાં રજૂ થયેલા કાર્યક્રમની વાત પર જ આવીએ.

અરુણ ભાવસારે આવકાર પ્રવચન કર્યા બાદ, ડેક્ષટર રઘુ આનંદે પોતાના નવ જેટલા બાળ-કલાકાર શિષ્યો પાસે, તબલા પર રુપક તાલના ૭૦ પ્રકારોની રજૂઆત કરાવી. ૧૦-૧૨ વર્ષના આટલા બધા ટાબરિયાઓએ જે સ્ફુર્તીપુર્વક કુશળતાથી તબલાવાદન કર્યું એ જોઇને શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. દરેક બાળકલાકારને ટ્રોફી આપવામાં આવી હતી.

સ્મિતાબેને પોતાના સુમધુર કંઠે પ્રાર્થના ગાયા બાદ, કાર્યક્રમના હીરો સલિલ ભાડેકરે કાર્યક્રમનો દોર પોતાને હસ્તક લેતાં, સર્વપ્રથમ ફિલ્મ સરસ્વતિચંદ્રનું ગીત ચંદન સા બદન‘  ગાયું. આ ગીત આટલા વર્ષોમાં હજાર વાર સાંભળ્યું છે, પણ સલિલે જે રીતે ધીરે સે તેરા યે મુસ્કાનાશબ્દોને બહેલાવી, રમાડી અને પોતાની દ્રષ્ટી ફેંકવાની વિશિષ્ટ સ્ટાઇલમાં શબ્દોને ફેંક્યાકે શ્રોતાગણમાંની દરેક યુવતી જાણે એ પોતાને જ કહે છે એવો ભાવ અનુભવી રહી હશે એની મને ખાત્રી છે. સલિલના બુલંદ છતાં મુલાયમ અવાજ અને મધુર સ્વરલગાવથી સુંદર વાતાવરણ ખડું થતું હતું. હારમોનિયમ અને તબલાની જુગલબંદી શ્રોતાઓની તાળીઓની ખંડણી મેળવી લેતી હતી.

ત્યારપછી  ગઝલ રંજીશ હી સહી દિલ દુખાનેકે લિયે‘,   દિલ્હી-૬ ફિલ્મનું પ્રખ્યાત ગીત મૌલા મેરે મૌલા‘, ચૂપકે ચૂપકે રાતદીન આંસુ બહાના યાદ હૈ‘,

ડાકા તો નહીં ડાલા થા, થોડીસી પી હૈ‘,  ‘ખ્વાજા મેરે ખ્વાજા‘, જેવા જાણીતા ગીતોની રમઝટ બોલાવી દીધી સલિલભાઇએ.

પછી દોર શરુ થયો કવ્વાલીઓનો. શ્રોતાઓની ફરમાઇશ પર, સલિલે આયા હૈ તેરે દર પે સવાલીવાળી કવાલી ગાઇને ,શીરડીકે સાંઇબાબાને ય યાદ કરી લીધા.તો..પરદા હૈ, પરદા હૈ..બિલકુલ રિષીકપૂરની દિલફેંક અદામાં, ગુલાબ ફેંકવાની સ્ટાઇલમાં ગાઇને શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા. ફિલ્મ કોહિનૂરનું ક્લાસિકલ સોંગ મધુબનમેં રાધિકારજૂ કરીને પોતાની ઉત્તમ ગાયકીનો પરચો કરાવી દીધો. ઘણા ગાયકો આ બધા ગીતો ગાય છે. ઘણાં, કાગળિયા હાથમાં રાખીને વાંચી જાય છે, કેટલાક સીધ્ધેસિધુ ગીત ગાઇ જાય, પણ ગીતના શબ્દો પ્રમાણે ચહેરા પર ફેસિયલ એક્ષ્પ્રેશન અને અવાજમાં આરોહ-અવરોહ સાથે જ્યારે આવા ગીતો રજૂ થાય છે ત્યારે જ એની અસર શ્રોતાઓ પર પડે છે.  ઘણી વખત આવી સુંદર રજૂઆત થતી હોય ત્યારે, શ્રોતાઓના ચહેરા વાંચવાનીમને વધુ મઝા આવે છે. 

સ્મિતાબેન વસાવડાએ આ કાર્યક્રમમાં, એમના જ શબ્દોમાં કહીએ તો,બારમા ખેલાડીની ભૂમિકા ભજવી હતી. એમણે ગાયેલું ગીત બડે અચ્છે લગતે હૈ..ઔર તુ..મવખતે શ્રોતાઓ પણ તુ..મ‘..શબ્દ પર સાથ પુરાવતા હતા. તુજમેં રબ દિખતા હૈ, યારા મૈં ક્યા કરું, જેવા ગીતો રજૂ કરીને સલિલભાઇને થોડોક વિરામ આપ્યો હતો.

સંગીતના કાર્યક્રમમાં, કોઇપણ પાસુ નબળુ ન ચાલી શકે.રાગશુધ્ધી, શ્રુતિયુક્ત સ્વરોની સમજ, તાલ,તાન, અને રાગને સજાવવો..એ બધું જ શ્રેષ્ઠ જોઇએ. સુજ્ઞ પ્રસ્તૂતિ માટે સમજદાર અને લયદાર તબલાવાદક ડેક્ષ્ટર રઘુ આનંદ પણ એટલો જ પ્રશંસાપાત્ર ગણાય. ડેક્ષ્ટરે તબલાવાદનની લાક્ષણિકતાઓ એટલી વિકસાવી છે કે શ્રોતાઓ એને બિરદાવતા થાકતા નથી. બે કલાક ચાલેલી આ પ્રસ્તૂતિ શ્રોતાઓ પર મન મૂકીને વરસી.સંગીતરસિયાઓ આ ઢંગદાર, જાનદાર અને વિસ્મીત કરતી પ્રસ્તૂતિને વારંવાર તાળીઓના ગડગડાટથી વધાવી લેતા હતા.

યજમાન હેમંત ભાવસાર પોતે પણ ખુબ સારા ગાયક અને સંગીતકાર છે. પણ આજના પ્રોગ્રામમાં પોતે ગાવાથી દૂર જ રહ્યા હતા. માત્ર મંજીરા લઈને સ્ટેજ પર તેમણે હાજરી જ પુરાવી હતી. સમગ્ર કાર્યક્રમનો દોર તેમણે સલિલને જ સોંપી દીધો હતો. 

એક સુનિયોજીત પ્રસ્તૂતિનો આનંદ,સંગીતરસિયાઓએ મન ભરીને માણ્યો. 

કર્ણપ્રિય સંગીત અને સૂરિલા કંઠના સથવારે રજનીગંધાની માદક સુવાસથી, સલિલભાઇ મહેફિલને મહેંકાવી ગયા.

કાર્યક્રમની સમાપ્તિમાં, ફિલ્મ હમદોનોંનું ગીત અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં‘  મારા મતે શ્રેષ્ઠ રજૂઆત હતી. હું, આ ગીત સલિલના કંઠે વારંવાર સાંભળવું પસંદ કરું. 

અંતે, સ્વાદીષ્ટ હુરતીરસોઇ ( ખાસ તો છેક હુરતથી ફેડૅક્ષમાં મંગાવેલા લાડુ )નું જમણ જમીને શ્રોતાઓ વિખરાયા ત્યારે ય , મારા કાનમાં તોઅભી ના જાઓ છોડકરગૂંજતું હતું.

બેસ્ટ લક સલિલ  એન્ડ  થેન્ક્સ હેમંત.

અહેવાલ-નવીન બેન્કર ( ૭૧૩-૪૯૯-૦૩૯૯)
******************************************************************************************
Navin Banker

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.