Me and My Brother Virendra Banker
ડાબી બાજુ છે એ છે શ્રી. નવીન બેન્કર અને
જમણી બાજુ ઝુલ્ફા અને મુ્છોવાળો જુવાન હેન્ડસમ છોકરો છે એ છે મારો નાનો ભાઈ વિરેન્દ્ર બેન્કર. સંગીતના કોઇ જ શિક્ષણ વગર એ વાંસળી પણ વગાડી શકે છે, તબલા અને હાર્મોનિયમ પણ વગાડી શકે છે અને મુકેશ અને કિશોરકુમારના ગીતો પણ ગાઈ શકે છે. કોમ્પ્યુટર અને ટીવી પણ રીપેર કરી શકે છે. એ ૧૯૫૫ માં જન્મેલો છે અને નવીન બેન્કર ૧૯૪૧ માં.
આ ભાઇનો જન્મ, અમદાવાદમાં, સાંકડીશેરીના નાકે, ઘાંચીની પોળની સામે આવેલ કોઇ હોસ્પિટલમાં થયેલો. ત્યારે હું એસ.એસ.સી. માં ભણતો હતો અને મારી બાને, ટીફીન આપવા સાયકલ લઈને જતો હતો. આ ભાઇને ખભે નાંખીને પ્રતાપ સિનેમામાં, પાંચ આનાની ટીકીટમાં , હું ફિલ્મો જોવા પણ જતો હતો. એ નાની ઉંમરમાં, વાંસળી વગાડતો ત્યારે લોકોના ટોળા એને સાંભળવા ઉમટતા હતા. એને ઘણીબધી ગર્લફ્રેન્ડ્સ એ જમાનામાં પણ હતી.છોકરીઓ એની પાછળ ગાંડી થઈ જતી હતી.
આજે એના બન્ને દીકરા મેડીકલનું ભણીને ડોક્ટર થઈને પ્રેક્ટીસ કરે છે. વિરેન્દ્ર પોસ્ટ ખાતામાં ન્યુયોર્કમાં જોબ કરે છે. અને… આ ડફોળ મોટાભાઇને કોમ્પ્યુટરમાં મુશ્કેલી પડે ત્યારે, ફોન પર સુચના આપીને સહાય કરે છે તથા સલાહસુચનો આપે છે.
ખુબ પ્રેમાળ સ્વભાવનો મારો એકનો એક ભાઈ છે.
મારા અંતીમ સમયે,’ પેલી ચાંપ’ દાબવા તેણે, ન્યુયોર્કથી ઉડીને હ્યુસ્ટન આવવાનું છે.