શ્રધ્ધાંજલિ મ્યુઝીકલ ટ્રીબ્યુટ- સ્વ.પંડીત ભીખુભાઇ ભાવસારને.
શ્રધ્ધાંજલિ મ્યુઝીકલ ટ્રીબ્યુટ- સ્વ.પંડીત ભીખુભાઇ ભાવસારને.
અહેવાલ- શ્રી. નવીન બેન્કર
પંડીત ભીખુભાઈ ભાવસાર એટલે ગુજરાતના, એક શાસ્ત્રિય સંગીતના જાણકાર સંગીતકાર. પંડીત જસરાજના એ ગુરૂભાઇ થાય. પાંચેક વર્ષ પહેલાં, ગુજરાત સરકારે તેમને ‘સંગીતઋષિ’ નો એવોર્ડ આપેલો. દક્ષીણ ગુજરાતમાં તો એ ખુબ જાણીતા હતા. આ ભીખુભાઇ ભાવસારનું, પહેલી નવેમ્બર ૨૦૧૫ના રોજ, ભારતમાં અવસાન થયું.
હ્યુસ્ટનમાં રહેતા એમના સંગીતકાર, ગાયક અને નાટ્ય-અભિનેતા, દિગ્દર્શક એવા ભત્રીજા શ્રી. હેમંત ભાવસારે, એમના નિવાસસ્થાને, તેમને શ્રધ્ધાંજલિ અર્પવા એક મ્યુઝીકલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ગુજરાતના જ એક જાણીતા ગાયક-સંગીતકાર શ્રી. રવિન નાયક અને તેમના ગ્રુપના નેજા હેઠળ આ કાર્યક્રમ રવિવારની એક સાંજે સંપન્ન થયો હતો.
શ્રી. રવિન નાયક, ૩૪ વર્ષથી, ગીત, ગઝલ, પ્રાર્થના, ભજન ના ગાયક હોવા ઉપરાંત ગુજરાત અને મુંબઈના ખ્યાતનામ મ્યુઝિક ડાયરેક્ટર પણ છે. અનુપ જલોટા અને કવિતા કૃષ્ણમૂર્તિ જેવાની સાથે તેમણે સંગીત આપ્યું છે. સંગીતના વર્કશોપ્સ અને સેમિનારો પણ કર્યા છે. તેમની સાથે તેમનો દીકરો સ્વરલ નાયક, અને શ્રી. કેયુર જોશી, પણ હતા. સ્વાભાવિક રીતે જ, યજમાન હેમંત ભાવસાર મંજીરા પર સાથ આપતા હતા. હેમંત ભાવસારે, સ્વ. ભીખુભાઈ ભાવસારનો પરિચય આપતા તેમને ૧૯૪૬ થી ગુજરાતી સંગીતક્ષેત્રે પાયોનિયર તરીકે બિરદાવ્યા. એ જમાનામાં જ્યારે રેડિયો એ એક જ માત્ર સંગીત સાંભળવાનું સાધન હતું અને લોકો ગીતો સાંભળવા કેવી રીતે પાનના ગલ્લે કે હોટલના બાંકડે ભેગા થતા હતા એની રસપ્રદ વાતો કરી હતી.
શ્રી. રવિન નાયકે, પુરૂષોત્તમ ઉપાધ્યાયના કમ્પોઝીશનમાં રચાયેલી, પ્રેમાનંદની એક રચના ‘તમારી મૂર્તિ વિના મારા નાથને બીજું આપશો ના’ સંભળાવી. ‘પ્રેમ રતન ધન પાયો’ શાસ્ત્રિય ઢાળમાં, વિશિષ્ટ રીતે ગાયું. જયેન્દ્ર નાયકની ફરમાઈશ પર, ‘ધૂણી રે ધખાવી અમે તારા નામની’ ગાઈને શ્રોતાઓને ડોલાવી દીધા હતા. એ ઉપરાંત ઘણાં ગીતો અને ભજનો તેમના ઘુંટાયેલા સ્વરે ગાઈને, વાતાવરણને ભક્તિમય બનાવી મૂક્યું હતું.
આગલે દિવસે પણ , મદ્રાસ પેવેલિયનમાં, આવા જ એક કાર્યક્રમમાં, તેમણે જગજીતસીંગની ગઝલો, ‘પંખીડાને આ પિંજરૂ’, ‘જુનુ તો થયું રે દેવળ’, ‘ઓધાજી, મારા વ્હાલાને વઢીને કે’જો રે..’ જેવાં જાણીતા ગીતો સાથે સાથે , કવિશ્રી. વિનોદ જોશી ની રચના ‘એણે કાંટા કાઢીને મને દઈ દીધું ફુલ’, અજીત મરચંટ, પુરૂષોત્તમ ઉપાધ્યાય, પ્રિયકાંત મણિયાર જેવાની રચનાઓ પણ સંભળાવેલી. ‘ આ નભ ઝૂક્યું તે કાનજી’ જેવી રચનાઓ પર તો શ્રોતાઓએ ખુબ દાદ આપી હતી. સ્વ.શ્રી. પ્રિયકાંત મણિયારની પુત્રી પણ શ્રોતાગણમાં હાજર હતી, તેને ય સ્ટેજ પર બોલાવીને સ્વ. પ્રિયકાંતભાઈની પ્રશંસા કરી હતી. ગુજરાતી સુગમ સંગીત હોય અને અવિનાશભાઇની ખ્યાતનામ રચનાઓ ન હોય એમ કેમ ચાલે ?
‘નજરના જામ છલકાવીને ચાલ્યાં ક્યાં તમે’, ‘તારી આંખનો અફીણી’, ‘કોકવાર આવતા ને જાતાં મળો છો તેમ મળતા રહો તો ઘણું સારૂં’, ‘કૃષ્ણસુદામાની જોડી’. તથા યેસુદાસના ગાયેલા બે ગીતોએ તો શ્રોતાઓ રંગમા આવી ગયા હતા.
કોઇ સંગીતકારની શ્રધ્ધાંજલિ, એમના સગા, બેસણું કે સાદડી ને બદલે, સંગીતમય રીતે આપે એવી પહેલ કરનારા શ્રી. હેમંત ભાવસારને સો સો સલામ.
Attachments- 4 Photos.
*************************************************************
.
,
,
- 4 Attachments
- View all
- Download all
-
Bhikhu & Pt. Jasraj.JPG
-
Bhikhu Bhavsar.JPG
-
Hemant,Ravin & Navin.JPG
-
Ravin Naik-Singer.JPG
Enjoy the view.