‘ધર્મ’ અંગે મારા વિચારો (૨) – નવીન બેન્કર
ધર્મ અંગે મારા વિચારો (૨)
હું ટીલાંટપકાં ન કરું; પણ હું આધ્યાત્મીક છું. દુનીયાને ચલાવનારી કોઈ શક્તી તો છે જ. માનવ શરીરને જ જુઓ. અને શરીરની બધીપ્રક્રીયાઓનું નીરીક્ષણ કરો. તો તમે પણ એ પરમશક્તીમાં માનતા થઈ જશો.
હું તેત્રીસ કરોડ દેવીદેવતાઓમાં નથી માનતો. કૃષ્ણ…રામ.. એ બધા સારા રાજાઓ હશે અને એમણે પ્રજા માટે સારા કામો પણ કર્યા હશે અને આપણી વ્યક્તિપૂજક પ્રજાએ એમને ‘ભગવાન’ બનાવી દીધા હશે અને પૂજવા માંડ્યા હશે. આજે કોઇ સંપ્રદાયના ધર્મગુરુને આપણે ‘પ્રગટ બ્રહ્મસ્વરુપ’ બનાવી દીધા છે એમ જ એ જમાનામાં એમને ભગવાન બનાવી દીધા હશે. સાંઇબાબા અને જલારામબાપા ભક્ત હતા .એમને પુજનીય ગણીએ ત્યાં સુધી મને વાંધો નથી. પણ એમને ભગવાનનો દરજ્જો આપી દઈને તેમના મંદીરો બાંધીને ઘંટ વગાડવાની વાત મને માન્ય નથી. સંતોષીમાતા ને મેલડીમાતા ને કાળીમાતામાં મને જરાય શ્રધ્ધા નથી. મહાદેવજીને દૂધ ચડાવવાની કે ગણેશોત્સવ કરીને ગણેશજીનું વિસર્જન કરવાના ઘોંઘાટીયા ઉત્સવો ઉજવવાનો હું વિરોધી છું.
મને ધર્મના નામે ચાલતાધતીંગો નથી ગમતા. અને જાત જાતની ધજાઓ લઈને ઘુમવામાં હું નથી માનતો. મને મોક્ષ અપાવવા નીકળી પડેલા આ ગુરુઓ નથીગમતા. હા, પરન્તુ જગતને નીયંત્રણમાં રાખનાર કોઈક શક્તી છે. તેને હું નમું છું અને એને જ ભગવાન માનું છું.
સવારે ઉઠતી વખતે અને રાત્રે સૂતી વખતે આંખો મીંચીને હું એ સર્વશક્તિમાનને વંદન કરીને તેમને યાદ કરું છું. મેં ક્યારેય દીવો-ધૂપ કર્યા નથી. મારા બાપે પણ કર્યા ન હતા.
એ સર્વશક્તિમાનને યાદ કરવા માટે,મારે પણ કોઇ સ્વરુપની જરુર પડે છે અને નાનપણથી મને શીખવવામાં આવ્યું હતું કે કૃષ્ણ અને રામ તો હાડમાંસના બનેલા માનવો હતા. એમને તો આપણે ભગવાન તરીકે ઠઠાડી દીધા છે પણ ભોળા શંભુ- મહાદેવજી- તો સાચા પ્રભુ છે એટલે પ્રભુનું સ્મરણ કરતી વખતે હું મહાદેવજીના પ્રચલિત સ્વરુપને નજર સમક્ષ રાખું છું. એટલી આસ્તિકતા મારામાં છે.
નવીન બેન્કર
“When disciple is ready the Master appears.You will never meet bad Guru, if you are good student. Reverse is also true, a bad student won’t meet a good Guru.” – Swami Ram (1925-1996).
આજ વાત ધાર્મિકતાને પણ લાગુ પડે છે. જ્યાં સુધી માયાનું આવરણ દુર થતું નથી ત્યાં સુધી માનવી ને સત્ય શું અને અસત્ય શું તે સમજાતું નથી. મારા ‘મધુ પુંજ’ ગુજરાતી ઓડિયો બ્લોગ (http://www.ykshoneycomb.blogspot.com/) ઉપરના ‘કર્મના સિદ્ધાંત’ ઉપરના હીરાભાઈ ઠક્કરના પ્રવર્ચનો અને ‘ભગવાન સ્વામિનારાયણના અસાધારણ લક્ષણો’ વિશેના પ્રવર્ચનો સાંભળશો તો મને ખાત્રી છે કે આપના ધાર્મિકતા વિશેના આ પોસ્ટીંગમાં દર્શાવેલ મંતવ્યો જરૂર બદલાશે. પણ મારા વરસોના અનુભવે મને શંકા છે કે તમારી ઉપર રહેલ માયાનું આવરણના કારણે તમોને ક્યારે પણ એ પ્રવર્ચનો સાંભળવા માટે ફુરસદ જ નહિ મળે મારા સાહેબ !