નાટ્યવિષયક સંસ્મરણો- (૩)
નાટ્યવિષયક સંસ્મરણો- (૩)
આજે ત્રણ નાટકોની વાત માંડવી છે. આ ત્રણે નાટકો આપણા હ્યુસ્ટનના જ એક કલાકારે પ્રોડ્યુસ
કરેલા. એમનું મૂળ નામ તો છે-શ્રી. ઇન્દ્રવદન ત્રિવેદી, જે અત્યાર સુધી ‘માસ્ટરજી‘, ‘ગુરુજી‘
જેવા નામે ઓળખાત હતા અને કુચિપુડી, ભરતનાટ્યમના વર્ગો ચલાવતા હતા. નાના
બાળકોને ફિલ્મી ગીતોની કોરીયોગ્રાફી કરીને ખાસ પ્રસંગે રજૂ કરવાના ગીતો તૈયાર
કરાવતા હતા. ન્રુત્યવિષયક એક ફાઇન કલાકાર. આજે હિલક્રોફ્ટ વિસ્તારમાં મદનધામ
ચલાવે છે અને પોતાને ‘દેવજી પ્રભુ‘ તરીકે ઓળખાવે છે.આ માણસે પંદરેક વર્ષ પહેલાં
‘શોલે‘ પિકચરની સ્કીટ ભજવેલી.જેમાં મને કાલિયાનો રોલ આપેલો. ‘શોલે‘નો પેલો
ડાયલોગ યાદ છે ને ?‘સરદાર..મૈંને આપકા નમક ખાયા હૈ.‘ ‘તો…અબ. ગોલી ભી ખા‘
અને..ગબ્બરસિંગની ગોળી ખાઇને કાલિયાના રામ બોલો ભાઇ રામ થઈ ગયા હતા.
એ ભૂમિકા મેં કરેલી.ગબ્બર્સીંગના રોલમાં શ્રી. ગિરીશ નાઈક, ધર્મેન્દ્રવાળા વીરુના
રોલમાં .ICCના પ્રેસિડેન્ટ શ્રી. રાજુ ભાવસાર અને હેમા માલિનીવાળા બસંતીની
ભૂમિકા ભજવનાર રુપાળી છોકરીનું નામ આજે યાદ આવતું નથી. આ ચારે ય ની
તસ્વીર આ સાથે એટેચ કરી છે.બીજુ નાટક હતું ‘ મહાભારત‘. આમાં તો આપણા
મુકુંદ ગાંધી ભિષ્મ પિતામહ બનેલા. સંગીતકાર-ગાયક શેખર પાઠકે કનૈયાની મોહક
ભૂમિકા ભજવેલી અને સ્ટેજ પર રાસલીલા કરેલી.આપણા લાડીલા હેમંત ભાવસારે
વિદુરજીનો રોલ કરેલો. હમણાં ‘હું રીટાયર થયો‘ નાટકમાં ‘સરકાર‘નો હ્રદયસ્પર્શી
અભિનય કરીને શ્રોતાઓની આંખો ભીની કરી જનાર આપણા રક્ષાબેન પટેલે ‘ગાંધારી‘
નો અભિનય આંખે પાટા બાંધીને કરેલો.રક્ષાબેનના દેરાણી સરોજબેન પટેલે પણ
એક ભૂમિકા કરેલી. અને..કુંતીની યાદગાર ભૂમિકામાં રાગિણીબેન ભટ્ટ હતા. મેં કૌરવોના
આંધળા બાપ ધ્રુતરાષ્ટ્રની ભૂમિકા કરેલી. આ નાટકની તસ્વીરો અહીં એટેચ કરી છે.
અને..માસ્ટરજીનું ત્રીજુ સર્જન તે ‘ મુઘલે આઝમ‘ જેમાં પોતે શહેનશાહ અકબર બનેલા
અને હું ફિલ્મમાં અજીતવાળી ભૂમિકા-દુર્જનસીંગ- કરતો હતો. આ સાથે એટેચ કરેલી
તસ્વીરમાં અનારકલી, દુર્જનસીંગ (નવીન બેન્કર), શહેનશાહ અકબર ( માસ્ટરજી)
અને શાહ્જાદા સલીમ બનત કલાકારને જોઇ શકાય છે.
Navin Banker
http://navinbanker.gujaratisahityasarita.org/
Phone No: 713 771 0050
No Comments