ઇન્ડીયન સિનિયર સિટીઝન્સ એસોસિયેશનનું ૨૦૧૨ -૨૦૧૩ ના વર્ષ માટેનું ઇલેક્શન
ઇન્ડીયન સિનિયર સિટીઝન્સ એસોસિયેશનનું ૨૦૧૨ -૨૦૧૩ ના વર્ષ માટેનું ઇલેક્શન તારીખ ૧૨ નવેમ્બર ૨૦૧૧ને શનીવારના રોજ બેલેન્ડ પાર્ક કોમ્યુનિટી સેન્ટરના વિશાળ હોલમાં યોજવામાં આવ્યું હતું.આ એસોસિયેશનના લગભગ પાંચસો ઉપરાંત સભ્યોમાંથી મતદાન માટે ૨૬૨ સભ્યો એલિજીબલ હતા જેમાંથી ૧૬૭ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈને મતદાન કર્યું હતું. ૪ મત રદબાતલ થયા હતા.કુલ ૧૬૩ મતોમાંથી ૧૪૬ મતો મેળવીને શ્રી.લલિત ચિનોય જંગી બહુમતીથી ચૂંટાયેલા જાહેર થયા હતા. બોર્ડમાં કુલ સાત સભ્યો તરીકે નીચેની વ્યક્તિઓ ૨૦૧૨ અને ૨૦૧૩ના વર્ષ માટે કાર્યભાર સંભાળશે.
પ્રેસિડેન્ટ શ્રી. લલિત ચિનોયવાઇસ પ્રેસિડેન્ટ શ્રી. રવિન્દ્ર ત્રિવેદીસેક્રેટરી શ્રી. નિતીન વ્યાસટ્રેઝરર શ્રી. સુધીર મથુરિયા
કમિટી મેમ્બર્સ શ્રી.શૈલેશ દેસાઇ શ્રી.દેવેન્દ્ર પટેલ શ્રી અરવિંદ પટેલ
કુલ ૧૩ ઉમેદવારોમાંથી ઉપરના સાત ઉમેદવારો ચૂંટાયેલા જાહેર થયા.
છેક ૧૯૮૫થી કાર્યરત એવા ઇન્ડીયન સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશને ગયા વર્ષે જ ૨૫ વર્ષ પુરા કરીને પોતાનો રજતજયંતિ મહોત્સવ, માર્ચ ૨૦૧૦માં ખૂબ ધામધૂમ પુર્વક ઉજવ્યો હતો. ૨૦૦૯માં, ટેક્ષાસના ચાર શહેરોના સિનીયર્સનું સ્નેહમિલન પણ યોજ્યું હતું.કદાચ અમેરિકા ખાતે, હ્યુસ્ટનની આ સંસ્થા સિનિયર્સ માટેની સૌથી સિનિયર સંસ્થા છે
.સિનિયર્સની આ સંસ્થામાં રીટાયર્ડ સાયન્ટીસ્ટો, ઇજનેરો, મેડીકલ ડોક્ટરો,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, ઉદ્યોગપતિઓ , બિઝનેસમેનો છે એટલે કાર્યદક્ષતાનો તો કોઇ સવાલ જ ન હોય.
પંચોતેર વર્ષની વયના શ્રી. લલિતભાઈ ચિનોય મુંબઈની સેંટ ઝેવિયર્સ કોલેજમાંથી મેથેમેટીકસ અને ફિઝીક્સ સાથે બી.એસ.સી. થયેલા છે. ૧૯૬૮થી ૧૯૭૧ સુધી (લંડન) ઈંગ્લેંડમાં એબે ( EBBEY) લાઇફ ઇન્સ્યુરન્સમાં પણ હતા. ૧૯૭૧થી ૧૯૮૩ દરમ્યાન અમેરિકામાં મેટ્રોપોલિટન લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં કાર્યરત હતા. ઓસ્ટ્રેલિયા પણ રહી આવ્યા છે.તે પછી ૧૯૮૫માં ભારતમાં ઉમરગામ ખાતે પોતાની ઔદ્યોગિક કંપની સ્થાપી અને `૧૯૮૫ થી ૧૯૯૫ના દસ વર્ષો દરમ્યાન કુલ ચાર વર્ષ સુધી ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસોસિયશનના પ્રેસિડેન્ટપદે સેવાઓ આપેલી છે.
૨૦૦૭થી હ્યુસ્ટનમાં સ્થાયી થયા પછી, આ સંસ્થામાં પણ છેલ્લા બે વર્ષથી વાઇસ-પ્રેસિડેન્ટપદે ઉત્સાહપુર્વક ખંત અને ધગશથી, દરેક પ્રવ્રુત્તીઓમાં દોડી દોડીને ભાગ લીધો હતો. ૨૦૦૯ અને ૨૦૧૦માં યોજાયેલા સંસ્થાના મોટા મોટા કાર્યક્રમોમાં સોવેનીયરમાં જાહેરખબરો મેળવી આપવામાં, ડોનેશન્સ લાવવામાં તેમજ કાર્યકર્તાઓને રચનાત્મક સુચનાઓ આપીને કામ કરાવવામાં તેમનો ફાળો નાનોસુનો ન હતો. પિકનીકો દરમ્યાન પણ તેમણે જે સેવાઓ આપેલી તે મતદારોએ લક્ષમાં રાખીને ખોબલા ભરી ભરીને તેમને મત આપીને તેમની આગેવાનીમાં વિશ્વાસ મૂક્યો છે.
શ્રી.લલિત ચિનોયની ટીમમાં પણ બાહોશ અને ઉત્સાહી કાર્યકરો છે. વાઇસ પ્રેસિડેન્ટપદે , પંચોતેર વટાવી ચુકેલા , શ્રી રવિન્દ્ર ત્રિવેદી છેલ્લા બાવીસ વર્ષથી સંસ્થામાં વિવિધ પદો પર સેક્રેટરી, ટ્રેઝરર તરીકે યશસ્વી કામગિરિનો અનુભવ ધરાવતા ઇલેક્ટ્રોનીક એન્જીનિયર છે. શ્રી.નિતીનભાઇ વ્યાસ પણ ઇલેક્ટ્રીકલ એન્જીનીયર હોવા ઉપરાંત સાહિત્યિક જીવ અને એક અચ્છા અદાકાર પણ છે. ટ્રેઝરર તરીકે ટીમમાં સ્થાન પામેલા શ્રી. સુધીર મથુરિયાએમ.બી.એ.ની ઉચ્ચ ડીગ્રી ધરાવતા એક બિઝનેસમેન ઉપરાંત મેડીકેર/મેડીકેઇડના જ્ઞાતા છે અને છેલ્લા પાંચેક વર્ષોથી આ અંગે સિનીયરોને મદદરુપ થતા રહ્યા છે.પોતે સારા વક્તા પણ છે.બાકીના ત્રણ કમિટી મેમ્બરોએ પણ સંસ્થામાં ખૂબ સેવાઓ આપેલી છે.
સંસ્થાના ટ્રસ્ટીબોર્ડમાં શ્રીમતી સુધાબેન ત્રિવેદી અને શ્રીમતી નીતાબેન મહેતા, શ્રી. રમણભાઇ પારેખ પણ સૌથી સિનિયર મેમ્બર્સ છે અને સંસ્થાની દરેકેદરેક પ્રવ્રુત્તીમાં તેમનો સાથ, સહકાર અને અનુભવી માર્ગદર્શન મળતું જ રહે છે
શ્રી.પ્રફુલ્લભાઇ ગાંધીને આ વખતે ટ્રસ્ટીમંડળમાં લેવામાં આવ્યા છે.
.ઇલેક્શન કમિશ્નર તરીકે શ્રી. વિનયભાઇ વોરાએ તેમના ધર્મપત્નીના અને અન્ય વોલન્ટીયર્સના સાથ અને સહકારથી ઇલેક્શનનું આ કામ સફળતાપુર્વક બજાવ્યું હતું. અન્ય વોલન્ટીયર્સમાં શ્રીમતી સપનાબેન શાહ, શ્રીમતી મયુરિબેન સુરતી, યોગિનાબેન પટેલ, શ્રીમતી દીનાબેન પટેલ, શ્રી.હર્ષદભાઈ પટેલ ( હર્ષદ માસ્તર ) વગેરે એ..કામગિરી બજાવી હતી
.આ વખતે નહીં ચૂંટાઇ શકેલા અન્ય છ ઉમેદવારોએ પણ સંસ્થામાં સારી એવી સેવાઓ આપેલી છે. કદાચ તેમના અંતર્મુખી સ્વભાવ અને યોગ્ય એપ્રોચના અભાવે જરુરી મતો મેળવી શકવામાં તેઓ નાકામિયાબ રહ્યા. છતાં વોલન્ટીયર્સ તરીકે તેઓ સેવા બજાવવાના જ છે એની આ લખનારને શ્રધ્ધા છે.
સિનીયર્સની આ નવી કમિટીને શુભેચ્છાઓ અને અભિનંદન.
Navin Banker
Phone No: 713 771 0050
No Comments