એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » Archive by category 'મારું હ્યુસ્ટન શહેર'

ઓહ….અમેરિકા !! -નવીન બેન્કર-

ઓહ….અમેરિકા !!                 -નવીન બેન્કર-

અમેરિકા આવનાર દરેક સ્ત્રીલોલુપ રસિક પુરુષનું એક સ્વપ્ન હોય છે- ગોરી ચામડીવાળી અમેરિકન કે મેક્સીકન છોકરી સાથે મજા કરવાનું.

કેટલાકને આ વિધાન અતિશયોક્તિભર્યું લાગશે. કેટલાક નાકનું ટેરવું ચડાવશે કેટલાક ચોખલિયાઓ ‘અશિષ્ટ’, ‘અભદ્ર.’…એવો ચિત્કાર કરી ઉઠશે એ હું સમજું છું.

પણ, મેં ‘દરેક પુરુષ’ કે ‘દરેક રસિક પુરુષ’ એવો શબ્દપ્રયોગ નથી કર્યો, હોં !  આગળ ‘સ્ત્રીલોલુપ’ એવો શબ્દ પણ લખ્યો છે એની નોંધ લઈને પછી જ આ રસિક લેખ વાંચશો.

આજે , જે બે કિસ્સા લખવા છે તે મારા ફળદ્રુપ (!) ભેજાની પેદાશ નથી. પણ ૧૯૯૬માં, હ્યુસ્ટનના ‘હ્યુસ્ટન ક્રોનિકલ’ જેવા લબ્ધ પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબાર અને ‘ નયા પડકાર’ ના શુક્રવાર તારીખ ૨૮ જુન ૧૯૯૬ ના અંકમાં પ્રસિધ્ધ થયેલા, બે લેખોના આધારે આ માહિતી આપને જણાવું છું- અલબત્ત, રજૂઆત અને ભાષા મારી આગવી છે.

હાં…તો, દરેક સ્ત્રીલોલુપ રસિક પુરુષ હંમેશાં, ગોરી ગોરી, લીસી લીસી, ઉંચી, પાતળી સ્ત્રીને ઇચ્છતો હોય છે. અને…અમેરિકા ફરવા આવનાર મોટી ઉંમરના વડીલ પુરુષો પણ  પોતાના પુત્ર કે જમાઇને   કોઇ  ‘અવેઇલેબલ ગોરી’ અંગે પુછી ના શકે એટલે ક્યારેક કોઇ સિનિયર્સની મીટીંગમાં જાય અને હમવયસ્ક રસિક મિત્ર સાથે પરિચય થાય તો પુછી લે કે- ‘બાપુ… તમારે અમેરિકામાં  કોઇ  ‘ગોરી’ અવેઇલેબલ ખરી ?’   અને પછી, બીતાં બીતાં, કોઇ ગુનો કરી રહ્યાના ભાવ સાથે ન્યૂયોર્કની ૪૨મી ગલી કે ફીફ્થ એવન્યૂની ૨૮મી ગલીના આંટા મારતા હોય. હ્યુસ્ટનના હીલક્રોફ્ટ વિસ્તારની ગમે તે ક્લબમાં, રાતના દસ વાગ્યા પછી જાવ તો તમને આવા રસિક પુરુષો મળી જ રહેવાના.

સામાન્ય રીતે, અમેરિકામાં ગોરી ચામડીવાળી સ્ત્રીઓનો સહવાસ મેળવવો એ કોઇ પ્રોબ્લેમ નથી હોતો. મેક્સીકોમાંથી ગેરકાયદેસર ઘુસી ગયેલી અને પટેલોની મોટેલોમાં ચાદરો બદલનારી કે સંડાસ સાફ કરનારી  ગોરી મેક્સીકનો કે  ક્લબોની બાર ટેન્ડરો તરીકે કામ કરનારી ગોરી સ્ત્રીઓ મળી શકે- જો તમે સહેજ વાચાળ, હિંમતવાન અને આંખમાં આંખ પરોવીને મક્કમતાપુર્વક, શિષ્ટ રીતે પ્રપોઝ કરવાની આવડત અને ક્ષમતા ધરાવતા પુરુષ હો તો.

ઝાકઝમાળ રોશનીથી ઝગમગતી ગમે તે ક્લબમાં રાત્રે જઈ, એકાદ પેગ હાથમાં રાખીને, પગ પર પગ ચડાવીને  એકલી અટૂલી બેઠેલી કોઇ સુંદર ગોરી યુવતીને ટેક્ટફુલી એપ્રોચ કરીને તમે ગણત્રીની મીનીટોમાં જ તમારા એપાર્ટમેન્ટ પર કોફી પીવડાવવા (!) લઈ જઈ શકો છો.

હા…એપાર્ટમેન્ટ પર લઈ જવાની વાત આવી એટલે એક ઘટના યાદ આવી ગઈ.

હ્યુસ્ટન ક્રોનિકલ નામના એક સુપ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારમાં, નામ-ઠામ અને ફોટા સહિત છપાયેલ એક સત્ય ઘટના છે. જાવેદમિંયા યુવાન છે, હેન્ડસમ છે અને એકલા જ છે.ક્લબોમાં જઈને સ્મય બગાડવા કરતા, ડેટીંગ સર્વિસમાં ફોન કરીને તેમણે લીન્ડા નામની એક ‘ધોળી’નો સંપર્ક સાધ્યો. ખાસ્સી પચ્ચીસ મીનીટ સુધી પ્રેમાલાપ કર્યો. ફોન પર જ ‘આપ કેવી સ્ટાઇલમાં કે કયા આસનમાં જાતીય આનંદ માણવાનું પસંદ કરશો ? એવા સવાલનો રસિક જવાબ પણ તેમણે આપ્યો હતો. અને પોતાના એપાર્ટમેન્ટનું સરનામુ આપ્યું હતું. થોડી જ વારમાં લીન્ડા એપાર્ટમેન્ટ પર પહોંચી ગઈ અને જાવેદમિંયાને ખુબ મજા કરાવી. બીજી મુલાકાત વખતે  એ પોતાની સહેલીને લઈને આવી. જાવેદમિંયાએ દરવાજાની મેજીક આઇ માં થી જોયું તો એકને બદલે બબ્બે રૂપાળી લલનાઓને જોઇ, ખુશ થતાં થતાં દરવાજો ખોલીને બન્ને રૂપાળીઓને ઘરમાં દાખલ કરી. બીજી જ પળે પેલી રૂપાળીએ પિસ્તોલ કાઢીને તેના લમણામાં અડકાડી દીધી.  બીજીની મદદથી  જાવેદમિંયાના મ્હોં પર ટેપ લગાડીને હાથપગ બાંધી દીધા અને ખુણામાં પોટલુ બનાવીને ફેંક્યો. પછી ઘરમાંથી કેમેરા, રાચરચીલુ, ને રોકડ મળી લગભગ ચૌદ હજાર ડોલરની માલમતા સાથે છૂ થઈ ગઈ. પાછળથી જાવેદમિંયાએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે તપાસ કરીને, બન્ને જણીઓને પકડીને જેલ ભેગી કરી હતી.

આ તો જાવેદમિંયાના સદનસીબે એ બચી ગયા. બાકી, આવા કિસ્સામાં તો લમણામાં ગોળી ધરબી દઈને સાક્ષી-પુરાવાનો નાશ જ કરી નાંખવામાં આવતો હોય છે. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી.

બીજો એક કિસ્સો તો એનાથી ય વધુ રસિક છે. ‘ નયા પડકાર’ના ૨૮ જુન, ૧૯૯૬ના અંકમાં આ છપાયેલો કિસ્સો.એક મોટી ઉંમરના વિધુર  ગુજરાતી કાકાનો છે. આપણે તેમનું નામ નથી જાણવું. કાકા પોતાની દીકરી, જમાઇ, અપરિણિત દીકરા અને પૌત્રો સાથે  હ્યુસ્ટનના એક ઇન્ડીયન-પાકિસ્તાની કોમ્યુનિટી ધરાવતા એપાર્ટમેન્ટ કોમ્લેક્સમાં રહે છે. ભાડુ બચાવવા, આ બધા ભારતના સંયુકત કુટુંબ ની જેમ, બે બેડરુમના એપાર્ટમેન્ટમાં સાંકડે માંકડે પડ્યા રહેતા. કાકા સાંજે જોબ પરથી ઘેર પાછા ફરતાં, એપાર્ટમેન્ટના સીક્યોરીટી ગેટ પર મશીનમાં કાર્ડ ભરાવીને દરવાજો ખોલવા જતા હતા ત્યાં જ એક રૂપાળી લલનાએ આવીને કહ્યું- ‘હા…ય..’.

કાકા પાણી પાણી થઈ ગયા.

મોટી ઉંમરના વિધુર કાકા સમજી ગયા કે ધોળી અવેઇલેબલ છે. એમણે સમય બગાડયા વગર સીધુ જ પુછ્યું- ‘ હાઉ  મચ ?’

ધોળીએ કહ્યું- ‘મે આઇ કમ ઇન, ઇન યોર કાર ? વી મે ટોક કમફર્ટેબ્લી.’

કાકાએ તેને પેસેન્જર સીટ પર બેસાડી દીધી અને ગાડી રીવર્સમાં લીધી. દીકરી, જમાઇ અને પૌત્રોથી ભર્યાભાદરા ઘરમાં તો ધોળીને લઈ જવાય તેમ ન હતી અને ધોળી પાસે પોતાની જગ્યા ન હતી એટલે એવું નક્કી થયું કે કોઇ એકાંત, અંધારા પાર્કીંગ પ્લોટમાં કાર પાર્ક કરી, સીટ જરા પાછળ કરીને, ‘બ્લો જોબ’થી જ સંતોષ માનવો. હવે મને કોઇ પુછશો નહીં કે ‘આ ‘બ્લો જોબ’ એટલે શું ?’ અશિષ્ટ ભાષાપ્રયોગ કર્યા સિવાય એનો અર્થ સમજાય નહીં એટલે જેઓ એનો અર્થ સમજતા હશે તે સમજી જશે .

એકાંત પાર્કીંગ લોટમાં કાર પાર્ક કરીને વિધુર પટેલબાપાએ પોતાની સીટ ઢળતી કરી અને આંખો મીંચીને, ‘સુખ’ માણવાની તૈયારી કરી ત્યાં તો…તેમના ગળા પર છરીની અણી દાબીને પેલી ‘માયા’ બોલી-‘ ચુપચાપ ખિસ્સા ખાલી કરીને મારે હવાલે કરી દો..નહિંતર ગળુ કાપી નાંખીશ…’  ( અલબત્ત, આ વાર્તાલાપ અંગ્રેજીમા થયેલો પણ આપણે પટેલબાપાના સગાવહાલા સમજી શકીએ એટલે ગુજરાતીમાં લખું છું. )

કાકાની બધી ઉત્તેજના ઓસરી ગઈ.

ક્રેડીટકાર્ડ સહિતનું પાકીટ ચુપચાપ તેણીને આપી દીધું. પેલી જતાં જતાં, પટેલબાપાનું પેન્ટ ઉતારીને પ્લાસ્ટીકની થેલીમાં ભરીને લઈ ગઈ અને થોડેક છેટે જઈને ગારબેજ કેનમાં નાંખીને ત્યાં પાર્ક કરેલી પોતાની કારમાં બેસીને છટકી ગઈ.

કાકા શરમજનક  સ્થિતિમાં  ઘેર આવ્યા. સાચી વાત તો કહી શકાય તેમ ન હતી એટલે ‘કોઇ કાળીયો ગન બતાવીને લૂંટી ગયો’ એવી કલ્પિત વાત કરીને લોકોની સહાનુભૂતિ મેળવી.

આમ તો આ વાતનો અહીં અંત આવી જાય. પણ ના…

એ કોમ્પ્લેકસમાં જ રહેતા એક  ‘દેશી’ સીક્યોરી ગાર્ડે, પટેલબાપાને એકલા મળ્યા ત્યારે  કહ્યું- ‘ કાકા…ગૂનો થાય એટલે કોઇ કાળિયાએ કર્યો એવી વાતો ફેલાવવાની હવે બંધ કરો. તમે એકલા આવી રીતે લૂંટાયા નથી. ઘણાં બધા લૂંટાયા છે અને પોલીસે ગુનેગારોને પકડ્યા પણ છે. પોલીસ ગૂનાની મોડસ ઓપરેન્ડી પરથી આ વિસ્તારની લૂંટારુ લલનાઓને ઓળખી કાઢે છે. પોલીસ ફરિયાદ કરશો તો પોલીસ તમારુ પાકિટ મેળવી આપશે.’

પણ કોઇ  કુટુંબકબીલાવાળો ગુજજુ માઈનો લાલ આવી ફરિયાદ કરવાની હિંમત કરે ખરો ?…. શ્રીરામ..શ્રીરામ…

હિલક્રોફ્ટ વિસ્તારના એક સ્ટોર પર સાંજે સ્ટોર બંધ થવાના સમયે એકલા મિત્રો ભેગા થઈને, ટોળટપ્પા કરતા હોય એને અહીં ‘કડીયાનાકા’ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં આવી બધી માહિતી મળી રહે. મંદીરોના બાંકડે પણ આવું બધું જાણવા મળે.

‘આહ…અમેરિકા’ નો લ્હાવો માણવા જતાં, ક્યારેક ‘ઓહ..અમેરિકા !’ કરીને ચિત્કાર પણ કરવો પડે, હોં !

નવીન બેન્કર.

તા.ક.  આપના પ્રતિભાવની મને હંમેશા અપેક્ષા હોય છે. મને જીવનને ઉન્નત કરે એવી કથાઓ લખવાનું નથી ફાવતું. અપુન કો તો ઐસા જ લિખનેકો કો મંગતા.

એકદમ  લાઈટ..દિલને ગલગલિયા કરાવે તેવું. અપુન કો ક્લાસ-વન રાઈટર બનકે, એમેઝોન પર નહીં જાણેકા. ગીનેસ બુકમેં અપુનકા નામ નહીં લીખવાણેકા…ડાયસ્પોરા સર્જકોકી યાદીમેં  નહીં જાણેકા. ક્યા બોલતા તુ ?

અપુનકો તો ખેડેવાલી આપાકા, કણભેવાલે સલ્લુમિંયાકે લફડેવાલી બાતોં મેં જ્યાદા રસ પડતા હૈ… ક્યા ?

 

દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે

દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે

અધ્યાત્મ અને અગમનિગમની વાતોમાં મારા જેવા સામાન્ય માણસને કશી સમજ પડતી નથી હોતી. થોડાક સંસ્કૃશ્લોકો, સુભાષિતો અને ચોક્કસ શબ્દો વાપરવાની કળામાં નિષ્ણાત કેટલાક ચલતાપુર્જાઓ અને બાજીગરો-એકટરો-ભોળા ધાર્મિક અંધશ્રધ્ધાળુઓને  આંજી દઈ શકે છે. બાબાઓને અવતારી પુરુષો તરીકે ઠઠાડી દઈને એમના મંદીરો બાંધી દે છે. શરુઆતમાં ભાડાની દુકાનોમાં-હાટડીઓમાં-ફોટા મૂકીને પૂજા-આરતી શરુ કરે,પછી પૈસા ભેગા થાય એટલે દાન માટેની ટહેલ નાંખીને ફંડ એકઠા કરે. અને પછી તો બસ…દાનપેટીઓમાં આવતા  ડોલરોની નોટો જ ગણવાની હોય તેમને. કોઇને કલ્કીનો અવતાર બતાવવાનો તો કોઇને સાંઈબાબાનો અવતાર…આવા તો ઘણા તૂત ચાલે છે હિન્દુઓની આસ્થાને રોકડી કરી લેવાના.

હમણાં એક નવુ તૂત જાણવામાં આવ્યું.

ઇન્ડીયામાં બે નંબરના ઢગલેઢગલા નાણાં ભેગા કરનાર બાબાઓ, પરદેશમાં સ્થાયી થયેલા કોઈ જાણીતા માણસને અનુયાયી બનાવી દે. તેમને પરદેશમાં મંદીર ઉભુ કરવા નાણાં પણ હવાલા મારફતે પહોંચાડે. પેલો બાજીગર એ બાબાને કોઇ પ્રભુનો અવતાર ઠઠાડી દઈને એના ફોટાઓ સાથે મંદીર ઉભુ કરી દે.આ બાબા ફલાણા દેવતા કે દેવીના અવતાર છે અને મનોકામના પૂર્ણ કરે છે. એવી વાતો ફેલાવે. સ્થાનિક છાપાઓમાં પૈસા ખર્ચીને અહેવાલો છપાવે, રેડીયોવાળાને પણ બોલાવે, પેમ્ફ્લેટો છપાવે અને ગ્રોસરી સ્ટોર્સ પર ચીપકાવે. આરતી-પૂજા તો ખરી જ. પ્રસાદ અને મહાપ્રસાદો પણ ખરા. સ્થાનિક હોટલોવાળા ભાવિકભક્તો આ બની બેઠેલા પ્રભુઓને, આશીર્વાદ મેળવવા, ભોગ માટે ફ્રી પ્રસાદમ પણ ધરે. લોકોને આકર્ષવા માટે ફ્રી મેડીટેશન, ફ્રી યોગાના ક્લાસો ચલાવે ( ઓફ કોર્સ સ્વૈચ્છીક દાન અચૂક સ્વીકાર્ય હોય જ ). અને…આપણી ભોળી, ધર્મભીરુ બહેનો ( ભાઇઓ નહીં ! ) કશું મફતમાં તો લે જ નહીં. એટલે દાનપેટીઓમાં દક્ષીણા મૂકે જ. બસ…નોટો છાપવાનું મશીન ચાલુ- ટેક્ષ ફ્રી. કોરપોરેશન બનાવ્યું હોય અને ટેક્ષ-ફ્રી સગવડ મળી હોય તો જેટલા ચેક કે ક્રેડીટ કાર્ડથી નાણા આવે એનો જ હિસાબ રાખવાનો અને ખર્ચા વધારે બતાવી દેવાના. રોકડેકા માલ હડપ કરનેકા.

પેપર પર તો આવા ગુરુની કોઇ આવક હોય નહીં એટલે અમેરિકન સરકારનું વેલફેર,SSI,મેડીકેર, મેડીકેઈડ, ફૂડ કૂપનો તો મળે જ. અને.. સફેદ દાઢી વધારી, લૂંગી-ઝભ્ભો પહેરીને ભક્તાણીઓને માથે હાથ મૂકીને આશીર્વાદો આપ્યા કરવાના. ભોગમાં મળેલો પ્રસાદ, પ્રભુને ચઢાવેલા કેળાં,મેવા-મીઠાઇઓના પેકેટો આરોગવાના અને મંદીરના ખર્ચે જ એરકન્ડીશન,પંખાનો ઉપયોગ કરવાનો. આવેલા નાણાંમાંથી એર-ઇન્ડીયાની ટ્રીપો પણ મરાય. ખર્ચા ધર્મસ્થાપનાય ઉધારી દેવાય. હા ! તમારે તમારુ જે ઓફીશીયલ નામ હોય એ માત્ર વેલફેર અને મેડીકેર -મેડીકેઇડ માટે જ રાખવાનું. બાકી કોઇ પ્રભુકે દેવતાકે કંઇક ધર્મ જેવો આભાસ ઉભો થાય એવું જ નામ ચલણમાં મુકવાનું. કેસ-બેસ થાય કે ઉઠમણૂં કરવાનો વખત આવે તો લોકો ભલે ને પેલા પ્રભુને શોધતા !!! આ  બાબતમાં આપણા દેશીઓને શીખવવાનું ન હોય. બિઝનેસકાર્ડ પર ડેની‘,’ કેલી‘, ‘માઇક‘, ‘રોબર્ટલખતા  ડાહ્યાભાઇ,કાંતાબેન,મણીલાલ અને રસિકલાલને આપણે રોજબરોજ મળતા જ હોઇએ છીએ ને !

ઇન્ડીયાથી આવતી વખતે કોમ્પ્યુટરનું જ્ઞાન અને થોડુંક સંસ્ક્રુતનું કામચલાઉ જ્ઞાન મેળવી ને આવવું જોઈએ. પ્રવચનોમાં લોકોને આંજી દઈ શકાય એટલા ધર્મગ્રંથોના ઉદાહરણો, ટૂચકાઓ, સંસ્ક્રુતના શ્લોકો અને થોડી હાજરજવાબી બસ છે. પુષ્ટીમાર્ગીય વલ્લભકુળના બાળકો, સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન સંતો કે નાણાવટી ગુરુવર્ય જેવા ખરેખરા વિદ્વાનોથી દૂર રહેવું.તેઓની સાથે વાદવિવાદ કે ચર્ચામાં ન ઉતરવું. નહીંતર પોલ ખુલ્લી પડી જાય !!!!

આંખ અને કાન ખુલ્લા રાખીને, તમારી આજુબાજુના વાતાવરણમાં ઘુમશો તો આવા બાજીગરો મળી જશે. એમને ઓળખવા હોય તો એમને પ્રશ્નો પુછજો.  મોટેભાગે તમારા પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો તેમની પાસે નહીં હોય. એક જ જવાબ તમને મળશે કે-આ તો શ્રધ્ધાની વાત છે. તમને શ્રધ્ધા ન હોય તો કશો જ અર્થ નથી. અને..એ તો પ્રભુની તમારા પર ક્રુપા થાય તો જ તમને શ્રધ્ધાનું વરદાન મળે. બાકી, તમારી જાતને રેશનાલિસ્ટમાં ખપાવીને ઉંચા કોલર રાખીને ઘુમ્યા કરો, ભાઇ ! મારી પર ગુરુજીની કૃપાદ્રષ્ટી થઈ એટલે મને આ જ્ઞાન થયું.

દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહીએ….

શ્રીરામ…શ્રીરામ…. સબકુછ સીખા હમને, ના સીખી હોંશીયારી….સચ હૈ દુનિયાવાલોં કિ હમ હૈ અનાડી……

 

 

હ્યુસ્ટનના સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશને ( ISCA) યોજ્યુંપ્રથમરાષ્ટ્રિયઅધિવેશન ( National Convention )

 

હ્યુસ્ટનના સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશને ( ISCA) યોજ્યુંપ્રથમરાષ્ટ્રિયઅધિવેશન  ( National Convention ) 

અહેવાલ અને તસ્વીરો–  શ્રી. નવીન બેન્કર              

હ્યુસ્ટન સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશને ( ISCA) તારીખ ૧૪ અને ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૩ને શનિરવિના વીકએન્ડમાં, ભારતિય મૂળના સિનિયરો માટે એક ઐતિહાસિક એવા પ્રથમ રાષ્ટ્રિય અધિવેશનનું આયોજન કર્યું હતું અને તેને સુંદર રીતે સફળ પણ બનાવ્યું. લગભગ ૭૫૦ સભ્ય  સંખ્યા ધરાવતું સિનિયર્સ મંડળ છેલ્લા ૨૭ વર્ષોથી હ્યુસ્ટનમાં કાર્યરત છે અને સિનિયર્સ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. અમેરિકાના કોઇપણ શહેરમાં આટલી મોટી સભ્ય સંખ્યા ધરાવતું અને આટલું જૂનુ સિનિયર્સ મંડળ નથી. છેલ્લા થોડા વર્ષોથી, ટેક્સાસ રાજ્યના ચાર મુખ્ય શહેરોના (હ્યુસ્ટન, ડલાસ, ઓસ્ટીન અને સાન એન્ટોનિયો ) સિનિયર્સ મંડળો પોતપોતાના શહેરમાં, રાજ્યકક્ષાએ આવા અધિવેશનો યોજતા આવ્યા છે. પણ, નેશનલ લેવલે, સમગ્ર અમેરિકામાંથી સિનિયર્સને આમંત્રીને કન્વેન્શન કરવાનું બીડુ તો હ્યુસ્ટને પ્રથમ વાર ઉઠાવ્યું છે. ટેક્સાસના ચાર સ્ટેટ ઉપરાંત, અન્ય રાજ્યોમાંથી પણ કેટલાક સિનિયર્સ પોતપોતાના ખર્ચે, અધિવેશનમાં ભાગ લેવા આવ્યા હતા એમ અધિવેશનના સ્વપ્નદ્રષ્ટા અને  ISCA ના પ્રેસિડેન્ટ શ્રી. લલિતભાઇ ચિનોયે જણાવ્યું હતું. બન્ને દિવસ સવારના નવ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીના ભરચક કાર્યક્રમોમાં, લગભગ ૯૦૦ ઉપરાંત સિનિયરોએ ભાગ લીધો હતો.

કાર્યક્રમનુ સંચાલન શ્વેતા અરોરાએ સંભાળ્યું હતુ. અમેરિકન રાષ્ટ્રીય ગીત અને ભારતીય રાષ્ટ્રીય ગીત ગાઇને કાર્યક્રમની શરુઆત થઈ હતી. ભાવાવેશથી ગદગદિત થઇ ગયેલા શ્રી. લલિત ચિનોયે, ગળગળા અવાજે હાજર રહેલા સર્વે સભ્યોને આવકાર આપતાં,આભાર માન્યો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન કોન્સુલ જનરલ શ્રી. હરીશ પાર્વથાનેની ના પ્રાસંગિક પ્રવચન પછીસ્ટેફોર્ડ મેયર શ્રી.લિયોનાર્ડ સ્કારસેલા, જજ એડ એમ્મેટ, જેવા મહાનુભાવોએ પ્રાસંગિક આવકાર વચનો કહ્યા હતા.

સિટી કાઉન્સીલ મેમ્બર્સ શ્રી. હરીશ જાજૂ, સુગરલેન્ડના શ્રી. હિમેશ ગાંધી,સ્ટેફોર્ડના શ્રી. કેન મેથ્યુ અને કોંગ્રેસમેન શ્રી. અલ ગ્રીનના રીપ્રેઝન્ટેટીવ શ્રી. સામ મરચંટે પણ  હાજરી આપી હતી.

ગુજરાતના ચીફ મીનીસ્ટર અને ૨૦૧૪ની ભારતની ચૂંટણીમાં બીજેપીના સત્તાવાર રીતે પ્રાઇમ મીનીસ્ટર તરીકે પ્રોજેક્ટ થયેલા શ્રી. નરેન્દ્ર મોદીનો શુભ સંદેશો પણ  ટેલીકાસ્ટ કરવામાં આવ્યો હતો.

ઓબામા હેલ્થકેર તરીકે ઓળખાતા એફોર્ડેબલ હેલ્થકેર એક્ટની અસરો અંગે, વોશીંગટન ડી.સી. માં, ડીપાર્ટમેન્ટ ઓફ લેબરમાં કાર્યરત એવા શ્રી. પરાગ મહેતાએ પોતાની લાક્ષણિક શૈલીમાં માહિતી આપી હતી.

પ્રવચનોના દૌર પછી, યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનના વિદ્યાર્થીઓએ ભાંગડા નૃત્ય અને ઓસ્ટીન ગ્રુપે ગરબાલોકનૃત્યોની રમઝટ મચાવીને વાતાવરણને રંગીન બનાવી દીધું હતું.

બપોરે લંચ પછી, હ્યુસ્ટન ISCA ના પ્રેસિડેન્ટશ્રી. લલિતભાઇએ અન્ય શહેરોના સિનિયર્સ મંડળોના પ્રેસિડેન્ટોનો પરિચય આપ્યો હતો અને તેમના વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા.

શ્રી. રમેશ ભુટાડાના પ્રવચન પછી, ‘ Sing for Seniors Talent Hunt’ ના ઉપક્રમે શ્રી. સુરેન્દ્ર તલવાર અને શ્રી. રવિ અરોરા આયોજિત સંગીત સ્પર્ધાના છેલ્લા ચાર સ્પર્ધકો વચ્ચે ફાઇનલ સ્પર્ધા રજૂ કરવામાં આવી હતી, જેમાં શ્રી.મહેન્દ્ર કોરવીને પ્રથમ નંબરે આવેલા વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. પ્રસંગે અન્ય બે પ્રતિસ્પર્ધીઓશ્રીમતી પુષ્પા દેસાઇ અને ૮૪ વર્ષની વયના શ્રી. તૈયબજીને પણ પારિતોષિકોથી નવાજવામાં આવ્યા હતા.

હિન્દુ સ્વયંસેવક સંઘના ઉત્સાહી, તરવરીયા વિદ્યાર્થીઓએ સ્વામિ વિવેકાનંદના જીવન અને કવન અંગેની એક નાનકડી સ્કીટ પણ રજૂ કરી હતી. હ્યુસ્ટનના ઇસ્માઇલી ગ્રુપના  લોકલ ગાયકો દ્વારામટકી બેન્ડનો એક અતિ કર્ણપ્રિય અને નયનરમ્ય કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જે. વી. બી. પ્રેક્ષા મેડીટેશન સેન્ટરે પણઆઓ ખુશીયોં કે ફુલ ખિલાયેંરજૂ કરીને પ્રેક્ષકોને મુગ્ધ કરી દીધા હતા.

સાંજે સાત વાગ્યે ડીનર પછી, પ્રસંગે ખાસ અમદાવાદથી બોલાવાયેલા  શ્રી.અતુલ બ્રહ્મભટ્ટે ગઝલોનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. શ્રી. અતુલભાઇએ જગજીતસિંહની ગઝલો ઉપરાંત અન્ય ગાયકો દ્વારા ગવાયેલી તેમજ કેટલીક ફિલ્મી ગઝલો અને ગુજરાતી સુગમ સંગીતની કેટલીક સદાબહાર રચનાઓ રજૂ કરીને શ્રોતાઓને રસતરબોળ કરી મૂક્યા હતા. તેમને તબલા પર શ્રી. ડેક્ષટર રઘુ આનંદ અને કીબોર્ડ પર શ્રી.કમાલ હાજીએ સાથ આપ્યો હતો.

આખા દિવસના કાર્યક્રમો ઉપરાંત, વિવિધ રુમોમાં સિનિયરોને ઉપયોગી એવા સેમિનારો તો ખરા . હાડકાને લગતા રોગો અંગે ડોક્ટર વિશાલ શાહનો વાર્તાલાપ, સોશ્યલ સિક્યોરિટી, રીટાયરમેન્ટ બેનીફીટ્સ, સપ્લીમેન્ટરી ઇન્કમ, લોન્ગ ટર્મ કેર, જેવા વિષયોના વાર્તાલાપોનો પણ રસ ધરાવનાર સિનિયરોએ લાભ લીધો હતો.

આમ, સવારના નવ વાગ્યાથી શરુ થયેલા આજના પ્રથમ દિવસના કાર્યક્રમો રાતના અગિયાર વાગ્યે વિરામ પામ્યા હતા.

કન્વેન્શનનોબીજોદિવસએટલેકે૧૫મીસપ્ટેમ્બર૨૦૧૩

કન્વેન્શનના બીજા દિવસની શરુઆત એક કલાકના યોગા કાર્યક્રમથી. થઇ.પછી બાર વાગ્યા સુધી સેમિનાર્સ. ‘ફેડરલ ઇન્કમટેક્સ’,ડીસએબિલીટી બેનીફિટ્સ,મેડીકેર અને મેડીકેઇડ,’વીલ, ટ્રસ્ટ અને એસ્ટેટ પ્લાનીંગ’, જેવા વિષયો પરના સેમિનાર્સ , સેમિનાર્સ માટેના રુમોમાં યોજવામાં આવ્યા હતા. ડોક્ટર આલોક કાલિયાએ ડાયાબિટીસ અંગે મનનીય પ્રવચન કર્યું હતું. હ્યુસ્ટનના જાણીતા અને માનીતા ડોક્ટર સુબોધ ભુચરે રમુજી વાતો કરી કરીને શ્રોતાઓને પેટ પકડીને હસાવ્યા હતા.

બપોરે લંચ પછી, હ્યુસ્ટનના સિનિયરોએજામુન કે પેડનામનું એક સુંદર હેતુલક્ષી નાટક રજૂ કર્યું હતું. સચિવાલયના પ્રાંગણમાં એક જાંબુનું ઝાડ પડી જાય છે અને તેની નીચે એક મુફલીસ કવિ દબાઇને પડ્યો છે, જે મદદ માટે બુમો પાડે છે. ઇન્ડીયન બ્યુરોક્રસી કેવી રીતે કામ કરે છે તેના પર કટાક્ષ કરતા નાટકમાં, વિવિધ ડીપાર્ટમેન્ટો અને તેના લીડરો કેવી રીતે કેસને હેન્ડલ કરવામાં ટાઇમ વેડફે છે અને પેલો કવિ મૃત્યુ પામે છે એવી વાત હળવી રીતે કહેતા નાટકમાં મુખ્ય રોલ કરનાર બીનગુજરાતી કલાકાર શ્રી. વિભાસ ધુરંધરે ઉત્તમ અભિનય કર્યો હતો. ઇસ્માઇલી ગ્રુપના શ્રી. ફતેહ અલી ચતુરે નાટકનું દિગ્દર્શન કર્યું હતું.

સા રે માથી જાણીતા થયેલા અને એવોર્ડ વિજેતા શ્રી. સલિલ ભાડેકર અને  ડોક્ટર માનિક જોશીએડેક્ષટર રઘુ આનંદ અને કમાલ હાજીના સથવારે ગીતસંગીતનો એક અતિસુંદર કાર્યક્રમ પ્રેક્ષકોને પીરસ્યો હતો.

ઓસ્ટીન ગ્રુપના સિનિયરોએઠાકુર રંગલા સાથેઅનેમુંબઈ અને સુરતની શાકવાળીની સ્કીટ રજૂ કરીને પ્રેક્ષકોને સારુ એવું મનોરંજન પુરુ પાડ્યું હતું. ડલાસ ગ્રુપેકબીરવાણી, લોકગીતો અને કાઠિયાવાડી દુહાનો મ્યુઝિકલ કાર્યક્રમ રજૂ કરીને પ્રેક્ષકોને ખડખડાટ હસાવ્યા હતા. ગરબા, એવોર્ડ્સ સેરીમની અને ડીનર પછી ફરી એક વખત અમદાવાદથી ખાસ પ્રસંગે આવેલ સંગીતકાર અતુલ બ્રહ્મભટ્ટે પ્રેક્ષકોને સ્ટેજ પર આમંત્રણ આપીને ગરબાના તાલે નચાવ્યા હતા અને રાત્રે અગિયાર વાગ્યે કાર્યક્રમ સમાપ્ત થયો હતો.

બન્ને દિવસના ચારે ટંકના સ્વાદીષ્ટ ભોજન  તથા ચાહનાસ્તાની જવાબદારી હ્યુસ્ટનના મદ્રાસ પેવેલિયનના સંચાલકો શ્રીમતિ અલ્પાબેન શાહ અને મહેશભાઇ શાહે  સફળતાપુર્વક સંભાળી હતી.

આટલા મોટા પ્રોજેક્ટને સફળતાપુર્વક પાર પાડવા માટે હ્યુસ્ટન સિનિયર્સ સિટીઝન્સ એસોસિયેશનના કુશળ અને બાહોશ પ્રેસિડેન્ટ શ્રી. લલિત ચિનોય, કમીટી મેમ્બર્સ શ્રી. રવિ અરોરા, અરવિંદભાઇ પટેલ, શ્રી. સુધીર મથુરિયા, નિતીન વ્યાસ, દેવેન્દ્ર પટેલ ,શ્રી. અરુણ બેન્કર, શ્રી. વિનય વોરા, ટ્રસ્ટી શ્રીમતી સુધાબેન ત્રિવેદી, અને બીજા ઘણાં નામીઅનામી કાર્યકરો, શુભેચ્છકો, સ્પોન્સર્સ, ડોનર્સ વગેરે છેલ્લા માસથી ખુબ મહેનત કરી હતી. પ્રસંગે એક યાદગાર સોવેનિયર પણ બહાર પાડવામાં આવ્યું હતું. જેને માટે શ્રી. લલિતભાઇ અને  શ્રી.રવિ અરોરાએ એકલે હાથે ,દોડાદોડી કરીને , ખુબ જહેમત ઉઠાવી હતી 

અહેવાલ અને તસ્વીરો–  શ્રી. નવીન બેન્કર              

મારું ઘર હ્યુસ્ટન શહેર

ઓક્ટોબર ૨૦૧૩શુક્રવાર

ગુજરાતીસમાજઓફહ્યુસ્ટનનાસભ્યથવાનાફાયદા

મિત્રો,

આજે ગુજરાતી સમાજની મેમ્બરશીપ એપ્રિસિયેશન નાઇટ છે, જેને રાત્રિ બેફોર નવરાત્રિપણ કહે છે. ( સ્થળ  અને સમય– VPSS Temple Hall,at 8.30 P.M. )

ભારતથી, ખાસ નવરાત્રિ પ્રસંગે , પ્રોફેશનલી ગરબા કરાવતું ગ્રુપ, હ્યુસ્ટનના ગુજરાતીઓનું જાણીતું છે. બોલીવુડના ફીલ્મી ગીતો, કવ્વાલીઓ, ભાંગડા, ગરબા, રાસ સાથે ગુજરાતી સુગમ સંગીત એટલે સરળ ભાષામાં કહીયે તોઆંખનો અફીણી’, ‘નજરના જામ છલાવીને’, હું તો ગઇતી મેળેજેવા આપણા સદાબહાર ગીતોના એક્ષપર્ટ ગાયકો / ગાયિકાઓનું ગ્રુપ.

મેમ્બરશીપ નાઇટ વખતે, આગળ એક બે ટેબલ પર સમાજના નવા સભ્યોની નોંધણી થાય અને પછી સભ્યોને હોલમાં પ્રવેશ મળે.

સમાજની સભ્ય ફી અંગે મારા ખ્યાલ મુજબ ફેમિલી મેમ્બરશીપ ૬૦ ડોલર્સ છે અને સીંગલ મેમ્બરશીપ ૩૦ ડોલર્સ છે. છતાં અંગે નિશાબેન મીરાણી કે અજીત પટેલનો સંપર્ક સાધીને ખાત્રી કરી લેવી હિતાવહ છે.

સીનીયર્સ સિટીઝન્સ કે જેમણે ૬૫ વર્ષ પુરા કર્યા છે અને આજની તારીખમાં જેમને ૬૬મું વર્ષ ચાલે છે તેમણે સભ્ય ફી આપવાની નથી. આવા સિનીયરોને સભ્ય ગણીને, સભ્ય માટેની એન્ટ્રી ફી (એટલે કે ત્રણ કે આઠ ડોલર) માં ગરબા વખતે પ્રવેશ મળી શકે છે. જો કે, આજની એપ્રીસિયેશન નાઈટમાં તો સાવ ફ્રી.

હવે આપણે મૂળ વાત પર આવીએ.

માનો કે તમે ફેમિલીવાળા માણસ છો અને પતિપત્ની, બે બાળકો અને ઘરડા માબાપ છે. હવે જો ગરબામાં નોનમેમ્બર તરીકે વ્યક્તિ દીઠ ૨૦૨૦ ડોલર ભરીને નવે દિવસ આવવું હોય તો તમારે કેટલા દેવા પડે ?

ધારો કે તમે સીંગલ છો. નો એટેચમેન્ટ વાળામસ્ત, બિન્દાસ. ટીન એજર, અહીં જન્મેલા, અહીં ભણેલા અને વાતવાતમાંઆઉચ’, ‘ઓહ માય જીસસબોલનારા અને તમારે ગુજરાતી ભાષા કે ગુજરાતી સમાજ સાથે ન્હાવાનીચોવાનો સંબંધ નથી. તમને તમારા સમવયસ્ક જોડીદારો સાથે ટાંટીયા ઉછાળી ઉછાળીને સ્ટાઇલીશ રીતે ડાંડીયા ઘૂમાવતા ઘૂમાવતારોલોપાડી દેવાની કેલાઇન મારવામાં રસ છે. અનેતમારે માટે એક એવો ઉત્સવ છે કે જ્યાંથી તમે તમારૂ મનગમતુ પાત્ર શોધી શકો છો. આજે કોઇ ટીનએજરોને અંબે મા માં રસ નથી હોતો. મોટા ભાગનાને તો અંબેમા, કાળકા મા, કે બહુચરમા નો ભેદ પણ ખબર નથી હોતો. આરતીમાં ગવાતાચોથે ચતુરા ને પંચમેમાં શી સ્તૂતિ થાય છે કેટલા સમજે છે ! બધું તો આગુસે ચલી આતી પ્રથાઓ રહી ગઈ છે હવે. કરવું પડે એટલે કરવાનું. બાકી બધો ભક્તિભાવ ૬૦ વટાવી ગયેલા ડોસાડોસીઓના મનમાં હોય તો કોણ જાણે !

(આજે ૭૩ વર્ષની ઉંમરે હું પણ મારી પત્નીની લાગણી દુભાય એવી બીકને કારણે આરતીમાં ઉભો રહું છું બાકી મારા મનમાં ….શ્રીરામ..શ્રીરામ..)

કહેવાનો મતલબ છે કે તમે નોનમેમ્બર તરીકે દરરોજના વીસ ડોલર આપો એના કરતાં એકવાર વર્ષના ત્રીસ ડોલર ભરીને સીંગલ સભ્ય થઈ જાવ તો આજની મ્યુઝીકલ નાઈટના ૧૦ ડોલર અને પછી દરરોજ ગરબા વખતે ૨૦ને બદલે કે માં પ્રવેશ મેળવીને કેટલા બધા ડોલર બચાવી શકો ? અને પૈસાસાથીદારો સાથે જ્યાફત ઉડાડવામાં  કેટલું વળતર (!) અપાવે ???… શ્રીરામ..શ્રીરામ

હાસીંગલ મેમ્બરનેસમાજનું મુખપત્રદર્પણ મળે અને કદાચ ઇલેક્શનમાં તમે વોટ ના આપી શકો. પણ આમે કયો ટીનએજર ગુજરાતી વાંચી શકે છે ! અને..કોને બધું વાંચવામાં રસ છે ? અનેતમેદર્પણવાંચી શકો માટે તો હવેદર્પણ.ને અંગ્રેજીમાં કરી દીધું છે. દા.. દર્પણનો ઓક્ટોબર ૨૦૧૩નો નવરાત્રિ અંક જૂઓ.

કુલ પાનાં ૪૪  ( ૪૦ અંદરના વત્તા પાના ટાઇટલના)

ગુજરાતી લખાણ કુલ પાનાં ( પેઇજ ૧૧,૧૨,૧૩,૧૪,૨૭,૨૯ અને ૩૯) અને..તે બહારના લેખકોના છપાયેલા લેખોના કટીંગો. હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના આટઆટલા લેખકો /લેખિકાઓ હોવાં છતાં સમાજના મુખપત્રમાંજવા દો.. વિષે તો એક આખો સ્વતંત્ર લેખ લખી શકાય. શુભ તહેવારમાં ક્યાં થુંક ઉડાડવું !

અંગ્રેજી ભાષામાં પાનાં૩૭ ( મોટાભાગની જાહેરાતો ).

એટલે….સીંગલ મિત્રોતમારે તો ખાસ મેમ્બર થઈ જવું જોઇએ. તમારી પાસે ગ્રીનકાર્ડ ના હોય તો તો ખાસ મેમ્બર થવું જોઇએ. મેં ત્રીસ વર્ષ દરમ્યાન ગ્રીનકાર્ડ વગરના ઘણાં છોકરાછોકરીઓને, ગરબામાંથી લંગસ લડાવીને ડબલ થતા જોયા છે. તમારામાં થોડો દેખાવ, થોડી વાચાળતા, ગમે તે ગ્રુપમાં ઘુસ મારી દેવાની આવડત  અને.. ઉદારતા (!)  હોવી જરુરી છે. ઉદારતા શબ્દની જગ્યાએ મારે બીજો વધુ યોગ્ય શબ્દ લખવો હતો પણ સમાજના ઉન્નતભ્રુ લીડરોની  લાગણીને ઠેસ પહોંચે એટલે હું  થોડોક સોફેસ્ટીકેટેડ શબ્દ વાપરું છું.

હમણાં મેં VPSS ને બાંકડે બે સિનિયરોને વાત કરતા સાંભળ્યા.

અલ્યા ભઈ, હોંભળ્યુંસે કે આપણે સિનીયરોએ ગરબામાં તૈણ ડોલર દેવાના અને પેલા મોટા ગરબા વખતે આઠ દેવાના.

હા..હાસી વાત લ્યા ! પણ મોટા ગરબા વખતે પાર્કીંગના દહ દેવાના ને ! ‘

તે અલ્યા..આપણે મોટા ગરબામાં હું કરવા જવું પડે ? વરહે ચ્યોં કોઇ સિરીયલવાળી ફટાકડી આવવાનીસે…!

ભૈ….હું તો જવાનો મોટા ગરબામોં..પેલી શોંતાડી ગાડી ચલાવેસે ઇની હારે રાઈડ લૈ ને આપણે તો બંદા જવાના.. અને નેના ગરબા (એટલે VPSS વાળા)મોં આપડે અંદર જઈને હું કોમસે ? ગરબા હોંભળવાના સે ને ? આપણે તો ગરબે ફરવાનું નહી. ખાલી સોડીયુંને ઘુમતી જોવાની ને ! તે ..અલ્યા બોંકડે બેહીને જતી આવતી જોઇ લેવાની..અને પરહાદ તો હોલની બહાર આલેસે ને ?..ગરબા તો બોંકડે યે હંભળાયતૈણ ડોલર હું કરવા દેવાના ?…ગરબા તો જુવાનિયાઓનો ઉત્સવઆપડે યે અમદાવાદમાં ગરબા વખતે સાયકલો લઈ લઈને , ખાડીયામા ગોટીની શેરી  ને આસ્ટોડીયા ને મણીનગર ના ગરબા જોવા નોતા દોડતા ?.’

હવે રેવા દે વાતુતું તો સાલા પેલી લખુડીની વોંહે વોંહે શેરીએ શેરીએ ઘુમતોતો…. તે અલ્યા અમદાવાદ જાયસે ત્યારે તારી લખુડીના હમાચાર લેસે કે નહીં ?

હમણા તૈણ વરહ પહેલા ગ્યોતો ત્યારે લખુડી લાલમલાલ તો જાડીપાડી ભેંસ થૈ ગયેલી જોઇતી. હોંબેલા જેવા એના બાવડા અને આર્થરાઇટીસથી લંગડાતી ચાલ જોઇને અપની તો હવા નિકલ ગઈ.’

હેંડ હેંડ હાળા..તુ યે ચ્યોં હવે સલમાનખાન રહ્યો છું  કે હજુ બિપાશાઓ શોધે છે ! તુ યે હવે સતિષ કૌશીક બની ગયો છું…’

આટલી વાત સાંભળીને, રસેશ દલાલને એના નવા નાટકતીન બંદરની  સ્ક્રિપ્ટ આપીને  મેં  વિદાય  લીધી.

હ્યુસ્તન મારું  ”ઘર”  છે અને અમદાવાદ મારો વિસામો છે..

નવીન બેન્કર     ઓક્ટોબર ૨૦૧૩

**************************************************************

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.