ગઝલકાર ડોક્ટર મહેશ રાવલ હ્યુસ્ટનમાં- શ્રી.નવીન બેન્કર
ગઝલકાર ડોક્ટર મહેશ રાવલ હ્યુસ્ટનમાં– શ્રી.નવીન બેન્કર
છબી સૌજન્ય::શ્રી જયંત પટેલ અને શ્રી પ્રશાંત મુન્શા
ગઝલકાર ડો મહેશ રાવલ..
હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૫મી બેઠક, શનિવાર ને ૨૦મી મે ૨૦૧૭ની સાંજે, ૪ થી ૭ દરમ્યાન સુગરલેન્ડના માટલેજ રીક્રીએશન સેન્ટરના હોલમાં, લગભગ ૬૦ જેટલા સાહિત્યરસિકોની હાજરીમાં યોજાઈ ગઈ. આ બેઠકના મુખ્ય મહેમાન, બે એરીઆના ફેમીલી ફિઝીશિયન અને ગઝલકાર ડોક્ટર મહેશ રાવલ હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી. વિજય શાહે સંભાળ્યું હતું.
નયનાબેન શાહે પ્રાર્થનાથી શરૂઆત કર્યા બાદ, સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી. સતીશ પરીખે આવકાર પ્રવચન કરતાં, સંસ્થાની ૧૬ વર્ષની પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો. ૧૨૦૦૦ પાનાના મહાગ્રંથનો પણ ઉલ્લેખ કર્યો. અને દેવિકાબેન ધ્રુવના હાથમાં માઇક સોંપી દેતાં, શ્રી. મહેશ રાવલનો પરિચય આપવા કહ્યું.
દેવિકાબેન ધ્રુવે શ્રી. મહેશ રાવલનો પરિચય આપતાં કહ્યું કે શ્રી. રાવલ સાહેબ,વ્યવસાયે ફેમીલી ફીઝીશિયન છે અને કેલિફોનિયાના ફ્રીમોન્ટમાં રહે છે. તેઓશ્રી. ચાર દાયકાથી ગઝલો લખે છે. મૂળ સુરેન્દ્રનગરના ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ. શિસ્ત ના આગ્રહી. ખોટું કરવું નહીં અને સહેવું પણ નહીં,એવા સંસ્કારોથી બધ્ધ. અમૃત ઘાયલને પોતાના ગુરૂ માને છે. કૈલાસ પંડીતની ગઝલોમાંથી પ્રેરણા લઈને લખતા થયા.વિકસતા, વિસ્તરતા અને નિખરતા ગયા. તેમના ચાર ગઝલ સંગ્રહો– ‘તુષાર’ (૧૯૭૮), ‘અભિવ્યક્તિ’ (૧૯૯૫), ‘નવેસર’ ( ૨૦૧૫), અને’ ખરેખર’.એક ઓડીયો સીડી –‘ શબ્દસર’ . શ્રી. મનહર ઉધાસના બબ્બે આલ્બમોમાં એમની ગઝલોને સ્થાન મળ્યું છે. રજૂઆતની આગવી શૈલી, રદીફ–કાફિયાનું નાવિન્ય એ તેમની ઓળખ છે. શુધ્ધ છંદની ગૂંથણી. સીધી સાદી તળપદી અને બોલચાલની ભાષા છતાં ધારદાર, ચોટદાર શબ્દોથી બનેલા શેરો માટે શ્રી. રાવલસાહેબ જાણીતા છે. અમદાવાદ–રાજકોટના દૂરદર્શન પર કાવ્યપઠન ઉપરાંત મુશાયરાના સંચાલન પણ તેમણે કરેલા છે. કેલિફોર્નિયામાં તેમના સર્જન માટે સન્માન પણ કરવામાં આવ્યું.
દેવિકાબેન ધ્રુવે એમના વક્તવ્યના અંતમાં શ્રી. મહેશ રાવલ માટે લખેલી પોતાની ચાર પંક્તિઓ કહી હતી–
ગઝલનો બાગ મહેકાવી સભામાં આજ આવ્યા છે
મજલ કાપીને મન માપી સભામાં આજ આવ્યા છે.
ખબર ના હો જો તમને તો કહી દઉં, વાત છાની એ,.
કે કિસ્સા લાગણીના લઈ સભામાં આજ આવ્યા છે.
ત્યારબાદ, હ્યુસ્ટનના ઘણાં બધાં સર્જકોને ગુજરાતી ફોન્ટ્સ આપીને લખતા કરનાર અને એમેઝોન પર પ્રતિષ્ઠા અપાવનાર શ્રી. વિજય શાહે કાર્યક્રમનો દૌર સંભાળ્યો. સૌ પ્રથમ ગુજરાતી નાટ્યકલા વૃંદના પ્રેસિડેન્ટ અને નાટ્યકાર શ્રી. અશોક પટેલને પોતાની કૃતિ રજૂ કરવા આમંત્રણ આપ્યું.
“આટલી તાઝગી ના હોય કદી સવારમાં
એ નક્કી મારા સ્વપ્નમાં આવ્યા હશે. “—
થી શરૂ કરીને શ્રી. બિપીન પટેલનું એક કાવ્ય વાંચી સંભળાવ્યું.
શૈલાબેન મુન્શાએ ‘કોઇ પાછુ વળી જાય’ શિર્ષક નીચી એક સુંદર કાવ્ય સંભળાવ્યું.
“ખોલું કમાડ હૈયાના, ને કોઇ પાછુ ફરી જાય.
આવીને ઉંબરે દિલના ને કોઇ પાછું ફરી જાય
ચાલતા રસ્તે મળે કદી અણજાણ મુસાફર,
નજરૂં મળે ના મળે, દિલની વાત કળી જાય…”
દેવિકાબેન ધ્રુવે પોતાની કૃતિ રજૂ કરી– ‘ तो बात बन जाये.’
નજર તારી મળે પળભર અગર, तो बात बन जाये.
નયન સમજે બધું હરદમ અગર तो बात बन जाये.
હજારો કંસ, કાળીનાગ ને કૌરવ કરોડો છે,
ફરી કર ધર્મને પગભર અગર, तो बात बन जाये.
હ્યુસ્ટનના ૯૬ વર્ષની વયના કવિ શ્રી. ધીરૂભાઇ શાહે વર્ષો પહેલાં કવિઓની અને ગઝલકારોની શું સ્થિતિ હતી અને અમદાવાદના રસ્તાઓ કેવાં હતાં એને લગતી રચના રજૂ કરી. હ્યુસ્ટનના કવિ, ગઝલકાર, નાટ્ય–અભિનેતા અને ગાયક એવી બહુમુખી પ્રતિભા ધરાવતા, ‘મનુજ હ્યુસ્તોનવી’ ને નામે લખતા કવિ શ્રી. મનોજ મહેતાએ પોતાની ગઝલ ‘કુતૂહલ’ રજૂ કરી.
“પાપ અહિંયા કર્યે જાય છે એટલા, જાય નહાવા પછીથી બનારસ હવે.
ધડકનો શ્વાસનો એક્તારો બની, જીવન સંગીતનો ઘુંટશે રસ હવે.
સત્યને, શીવને, સુંદરમને ભજતાં, જીવ, તું શીવ થઈ અનંતે વસ હવે.
રાખ આકાર, નિતનવા સ્વાંગમાં ભલે, જાણું છું, તું નિરાકાર છે બસ હવે.”
સંસ્થાના ટ્રેઝરર એવા શ્રી. મનસુખ વાઘેલાએ ગદ્યસર્જનમાં ચાર દ્રષ્યોની વાત કહી.
બીજા સર્જકો– પ્રવિણાબેન કડકિયા, નીરાબેન, વિનોદ પટેલ અને નુરૂદ્દીન દરેડીઆએ પણ હ્રદયંગમ રચનાઓ રજૂ કરી હતી.
સાડા પાંચ વાગ્યે, વિરામમાં બધાંને ચાહ, બિસ્કીટ અને જ્યુસનો અલ્પાહાર આપ્યા પછી કાર્યક્રમનો દૌર, આજના આમંત્રિત ગઝલકાર ડોક્ટર શ્રી. મહેશ રાવલે સંભાળતાં કહ્યું કે– હું તો પરંપરાનો માણસ છું. ઘાયલ અને મરીઝ ની સ્ટાઇલનો..
એ શોખ છે, આજીવિકાની લાચારી નથી.
મારી ગઝલ કંઈ કોઇની ઓશિયાળી નથી.”
જાહોજલાલી છે નિજાનંદી ખુમારની,
કંઈ જીહજૂરીની ઉઘાડી નાદારી નથી.
એક દબંગ સ્ટાઈલની ગઝલ પણ શ્રોતાઓને ખૂબ ગમી હતી.
“વિકસવું છે તો વિકસવાનું વટથી.
વરસવું છે તો વરસવાનું વટથી.
નિજાનંદે લખવું તો લખવું વટથી
મહેશત્વ નહીં છોડવાનું મહેશ,
જીવ્યા એવી રીતે મરવાનું વટથી.”
બહુ ગમેલી અને પ્રેક્ષકો એ વારંવાર તાળીઓથી વધાવેલી તેમની કેટલીક કૃતિઓ
-“નિઃશબ્દતા અને શબ્દ વચ્ચે લાગણી મુકી દ્યો,
લાગણી પણ શાંત નહીં, બેબાકળી મુકી જુઓ,”
– હું હવે મારી દશાની વાત પણ કરતો નથી.
કેમ છો? પૂછી જનારા ક્યાં મઝામાં હોય છે?
-નમ્યું જો ક્યાંય મસ્તક, તો નમ્યું છે લાગણી ખાતર
ખપે ગરજાઉમાં, એવી ગરજ ક્યાં સાવ રાખી છે!
-લખું છું એ ગમે છે, ને ગમે છે એ લખું છું હું
કરો જે અર્થ કરવો હોયે, છે એ લખું છું હું
પ્રલંબ લયમાં લખાયેલી એક ગઝલ જુઓ–
– ધારણાથી પર થતાં બહુ વાર લાગે છે,
બુંદને સાગર થતાં બહુ વાર લાગે છે.
કંઇ બધાં સમજી શકે નહીં આંખની ભાષા,
એકલું સાક્ષર થતાં બહુ વાર લાગે છે.
જિન્દગીનો અર્થ હું એમ સમજ્યો કે,
પુષ્પથી અત્તર થતાં બહુ વાર લાગે છે.
અત્રે , શ્રી. રાવલે રજૂ કરેલી બધી કૃતિઓ રજૂ કરવી શક્ય નથી તેથી એટલું જ કહીશ કે પૂરા દોઢ કલાક સુધી શ્રી. મહેશ રાવલે કાઠિયાવાડી,મીઠ્ઠી અને તળપદી ભાષામાં એટલી બધી કૃતિઓ સંભળાવી કે શ્રોતાગણે ઘણી રજૂઆતો પર તાળીઓના ગડગડાટ અને ક્યારેક તો સ્ટેન્ડીંગ ઓવેશન આપીને તેમને વધાવી લીધા હતા. તેમની વેબ સાઇટ www.drmahesh.rawal.us

.કાર્યક્રમના અંતમાં આભારવિધિ અને ગ્રુપ ફોટા બાદ સૌ વિખરાયા હતા.
સૌના માનસપટ પર સંવેદનાની એક સચ્ચાઈનો રણકો પડઘાતો હતો.
અસ્તુ.
નવીન બેંકર
એક શામ…શોભિત દેસાઈકે નામ..અહેવાલ- નવીન બેન્કર
એક શામ...શોભિત દેસાઈકે નામ…
અહેવાલ–નવીન બેન્કર
હ્યુસ્ટનની સાહિત્ય સરિતામાં….કવિ-ગઝલકાર શોભિત દેસાઈ…
હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૭૪મી બેઠક, પાંચમી મે, ૨૦૧૭ ને શુક્રવારની સલૂણી સાંજે, સુગરલેન્ડ ના માટલેજ રોડ પર આવેલા રીક્રીએશન સેન્ટરના હોલમાં લગભગ ૧૨૫ જેટલા સાહિત્યપ્રેમીઓની હાજરીમાં, કવિ શ્રી, શોભિત દેસાઇની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
આ કાર્યક્રમની કેટલીક વિશેષતાઓ હતી..બધું જ સુંદર રીતે આયોજિત, માત્ર RSVP કરેલા સભ્યો અને કેટલાક મહાનુભાવો તથા અનુદાતાઓની જ હાજરી.. પ્રથમ કલાકમાં સ્વાદિષ્ટ ભોજન..પુરા બે કલાક શોભિત દેસાઈનું વક્તવ્ય…માત્ર ચાર જ લોકલ સર્જકોની કૃતિઓનું ત્રણ-ચાર મીનીટનું પઠન.
તો…મહેફિલની દુનિયાના દોસ્તો, આવો આ વિશિષ્ટ કાર્યક્રમનો નવરંગી નશો માણીએ.
સૌ પ્રથમ આવનાર સભ્યોને સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ કરાવીને, પ્રમુખ શ્રી.સતિશ પરીખે સ્વાગતના બે શબ્દો કહ્યા. રેખાબેન બારડે “મંદિર તારું વિશ્વ રૂપાળું” પ્રાર્થના કરી. ખ્યાતનામ વૈજ્ઞાનિક શ્રી. કમલેશ લુલ્લાએ તથા ડો.ઈન્દુબેન શાહે પુષ્પગુચ્છથી કવિશ્રી. શોભિત દેસાઇનું સ્વાગત કર્યું. કાર્યક્રમના સૂત્રધાર કવયિત્રી દેવિકાબેન ધ્રુવે સમગ્ર કાર્યક્રમનો દોર પોતાના હાથમાં લઈ લેતાં, શોભિત દેસાઇનો પરિચય આપતાં કહ્યું કે પયંગબરીના ફૂલ જેવા શેરો ઊછાળતા શ્રી. શોભિતભાઇ મુશાયરાના મહારથી અને જલસાના જ્યોતિર્ધર છે. ૪૨ વર્ષથી સાહિત્યસર્જન કરનાર, ૩૭૦૦થી વધુ જાહેર કાર્યક્રમો આપેલ આ કવિ હવા પર લખી શકવાની આત્મશ્રધ્ધા ધરાવે છે.. તેમના કાવ્યસંગ્રહો, ગઝલસંગ્રહો, નાટકો પારિતોષિકો, સન્માન એવોર્ડ વગેરેની પણ માહિતી કાવ્યાત્મક રીતે આપી હતી.
શ્રી. સતિશ પરીખે, હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાના સર્જકો, તેમના સર્જન અને પંદર વર્ષની બેઠકોની ઝલક દર્શાવી તથા એ દર્શાવતું એક પુસ્તક પણ શોભિતભાઈને ભેટ આપ્યું. દેવિકાબેને તાજેતરમાં પ્રગટ થયેલ પોતાનું ”કલમને કરતાલે’ પુસ્તક ભેટ આપ્યું..
બે કકડે, પૂરા અઢી કલાક વક્તવ્ય આપનાર શોભિત દેસાઈએ શુક્રવારની એ સાંજ સોનેરી, નમણી, લખલૂટ અને રમણીય બનાવી દીધી હતી. કાર્યક્રમના પ્રથમ દૌરમાં તેમણે આપણા ગઝલકારો શ્રી. મરીઝ, મનહર મોદી, ઘાયલ સાહેબ, કૈલાસ પંડીત, નિદા ફજલી, વગેરેના દિલચશ્પ કિસ્સા અને રચનાઓ કહી સંભળાવી.
“એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવું હોય ઘણું અને કશું યાદ ન આવે.” ( મરીઝ)
કૈલાસ પંડીતની નજમ ‘સિગ્નલોના શ્વાસથી જીવતું નગર’ પર શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા હતા.
“કરૂ છું આ ક્ષણે તો બાજી રમવાના વિચારો હું,
જીતું તો મેળવું તમને, જો હારૂં તો તમારો હું.” મસ્તીભરી અદાથી રજૂ કર્યું.
****************
‘ નથી મેં ખેપ મંદીરની લગાવી, નથી મેં આશકા માથે ચડાવી’ અને
મરીઝ અને મદીરાની પ્રશસ્તિ કરતા વક્તવ્ય વખતે પ્રેક્ષકો તેમને તાળીઓથી વધાવતાં જતાં હતાં.
*******************
માપી લે પળભરમાં પુરો , કયાસ એનું નામ છે,
ઝળહળે અંધકારમાં, અજવાસ એનું નામ છે.
**********************
એની દુઆથી સમયને સેરવું છું હું,
મરજી મુજબ ગ્રહોને સતત ફેરવું છું હું,
જીવનમાં સાચા નિર્ણયો લીધા છે ક્યાં કદી
નિર્ણય લીધા પછી એને સાચા ઠેરવું છું હું.
નિદા ફજલીની ઉર્દુ કવિતા ‘ બચ્ચા સ્કુલ જા રહા હૈ’ તથા રફી-લતાના એક ખુબ જાણીતા હિન્દી ગીતની તર્જ પર શોભિત દેસાઇએ બનાવેલા ગુજરાતી ગીતની રજૂઆતને શ્રોતાઓએ ખૂબ દાદ દીધી હતી. મંદીરો, મસ્જીદો, સાધુબાવા પર તીવ્ર કટાક્ષ કરતી કવિતાઓને પણ શ્રોતાઓએ ખુબ વખાણી હતી.
યે જો મહંત બૈઠે હૈ, રાધાજીકે કુંડ પર,
અવતાર બનકે કુદેંગે પરિયોં કે ઝુંડ પર.
******************
રમજાનકે દિન મત જાના છત પર,
રોજા ન તોડ દે કોઇ ચાંદ સમજકર.
******************
ઉનસે છીંકે સે કોઇ ચીઝ ઉતરવાઈ હૈ
કામકા કામ ઔર અંગડાઇ કી અંગડાઇ હૈ.
********************
દેખકર સાંવલી સુરત કિસી મતવાલીકી
હું મુસલમાન પર કહે દિયા ‘જય કાલી’
*******************
વચ્ચે શોભિતભાઇને વિરામ આપવા, હ્યુસ્ટનના ચાર સર્જકોને પોતાની કૃતિ રજૂ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે સૌ પ્રથમ ભાવનાબેન દેસાઇએ, શોભિત દેસાઈ રચિત ગઝલ “ પૂર્ણ સંતોષી છું, બેડો પાર લાગે છે મને” નું જોગ અને ખમાજ મિશ્રિત રાગમાં પોતે સ્વરાંકન કરી, મધુર સ્વરે ગાઈ સંભળાવી હતી. કવિ શ્રી. સુરેશ બક્ષીએ કેટલાક મુકતકો રજૂ કરીને શ્રોતાઓની દાદ મેળવી હતી. હાઈકુ અને હઝલથી શ્રોતાઓને હસાવતા હાસ્યલેખક અને કવિ શ્રી. ચીમન પટેલે પણ પોતાની કૃતિ ‘મળવાનું થયું’ જેમાં કમ્પ્યુટર પર મળતી પ્રિયતમાની વાત કમ્પ્યુટરની ટેક્નીકલ ભાષામાં રજૂ કરીને શ્રોતાઓને મનોરંજન પુરુ પાડ્યું હતું. પ્રવીણાબેન કડકિયાએ શોભિતભાઈની પ્રશસ્તિ કરતી ચાર પંક્તિઓ સંભળાવી હતી. કવયિત્રી દેવિકા ધ્રુવે પોતાની બે રચનાઓ ‘ આ ગુજરાત છે’ જેનું સ્વરાંકન શ્રી ગૌરાંગ વ્યાસે કર્યું છે તે તથા ‘પૃથ્વી વતન કહેવાય છે’ લાક્ષણિક શૈલીમાં રજૂ કરી હતી.
કાર્યક્રમને અંતે આભાર વિધિ અને સામૂહિક તસ્વીર બાદ સૌ વિખેરાયાં હતાં.
આ વર્ષની નવી કમિટીના સભ્યોએ પુરા એક મહિનાથી અથાગ પરિશ્રમ કરીને, સુઆયોજીત રીતે કાર્યક્રમ તૈયાર કર્યો હતો. સવા પાંચથી સવા નવ સુધી ચાલેલા આ ચાર કલાકના શ્રેષ્ઠ કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના પ્રમુખ શ્રી. સતિશ પરીખ, ઉપપ્રમુખ શ્રી. નિતીન વ્યાસ અને ખજાનચી શ્રી. મનસુખ વાઘેલા , સુત્રધાર દેવિકાબેન ધ્રુવ તથા કાર્યક્રમના ખર્ચને પહોંચી વળવા અનુદાન આપનાર હસમુખ દોશી અને અન્ય દાતાઓ તથા અન્ય તમામ સહાયકો અભિનંદનના અધિકારી છે.
અસ્તુ..
નવીન બેંકર
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૬૯મી બેઠકનો અહેવાલ- શ્રી નવીન બેન્કર-
હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની વર્ષ ૨૦૧૬ની આખરી બેઠક (નં.૧૬૯),૧૮ ડીસેમ્બર ને રવિવારની બપોરે, Community Center, Eldridge Park, Sugarlandના સભાગૃહમાં યોજવામાં આવી હતી.
આ વખતે, પ્રથમ બે કલાક સાહિત્યસર્જન અંગે અને પછીના બે કલાક “જનરલ બોડી મીટીંગ” માટે ફાળવવામાં આવેલ હતા.
બરાબર બપોરના એક વાગ્યે, છોલે-પુરી, પુલાવ અને મોહનથાળ જેવી સ્વાદિષ્ટ વાનગીઓનું ભોજન લીધા બાદ, સંસ્થાના પ્રમુખ શ્રીમતિ ડોક્ટર ઇન્દુબેન શાહે હાજર રહેલા સૌ સભ્યોનું આવકાર પ્રવચન કર્યું અને ભાવનાબેન દેસાઇએ સરસ્વતી વંદનાથીશરૂઆત કરી.
સંસ્થાના એક બુઝુર્ગ સભ્ય અને કવિશ્રી. ગિરીશભાઇ દેસાઇનું , ૮૬ વર્ષની વયે દુઃખદ અવસાન થયા અંગે સૌ સભ્યોએ પ્રથમ બે મિનિટનું મૌન પાળ્યું હતું.
ત્યારપછી ગુ.સા.સ.ના નવા, આકર્ષક અને સાહિત્યસભર બેનર હેઠળ સભાનો પ્રારંભ થયો.
સૌથી પ્રથમ ચીમનભાઈ પટેલે, ‘એવી ખબર થોડી જ હોય’ એ શિર્ષક હેઠળ એક હઝલ સંભળાવી. ભાવનાબેન દેસાઈએ, પોતે જ સ્વરાંકન કરેલ, સંસ્થાના જ એક સભ્ય કવયિત્રી દેવિકા ધ્રુવની કવિતા ‘પૂરવનો જાદૂગર” મધુર કંઠે ગાઈ સંભળાવી.દેવિકા ધ્રુવે, મોનોઈમેજ કાવ્યપ્રકારનાં ઉદભવ, તેના ક્રમિક ઈતિહાસ અને આ કાવ્યપ્રકાર અંગે ટૂંકમાં ખૂબ સરસ વાતો કરી. સાથે સાથે, શ્રી મધુ કોઠારી અને પ્રીતમ લખલાણીના મોનોઈમેજ કાવ્યો ઉદાહરણ તરીકે રજૂ કર્યા.વિજયભાઇ શાહે એક સ્વરચિત ટૂંકી વાર્તા વાંચી સંભળાવી અને સ્વ. ગિરીશ દેસાઈ સાથેના પોતાના સંસ્મરણો કહ્યા.
મુકુંદભાઈ ગાંધીએ ‘પ્રેમ’ અંગેની કેટલીક હાસ્યપ્રેરક વ્યાખ્યાઓ અને ટૂચકા રજૂ કરીને શ્રોતાઓને હસાવ્યા.
પ્રેમ એટલે ‘આવીજા’ થી ‘આઘી જા’ સુધીની સફર.
પ્રેમ એટલે ‘તારા જેવી કોઇ નથી’ થી ‘ તારા જેવી સેંકડો જોઇ છે’ સુધીની સફર.
પ્રેમ એટલે ‘માની જા’ થી લઈને ‘તેલ પીવા જા’ સુધીની સફર.
પ્રેમ એટલે ‘આમ આવો’ થી ‘આઘા જાવ’ સુધીની સફર… અને…એવું તો કંઇક…..
‘ગુજરાત ગૌરવ’ના તંત્રી શ્રી.નુરૂદ્દીન દરેડિયાએ , શકુર સરવૈયા લિખિત એક કાવ્ય રજૂ કર્યું હતું. શૈલા મુન્શાએ, ‘વીતેલી ક્ષણો…જીવનસંધ્યા..કોરી કિતાબ.. ઝૂરાપો.. વગેરેવિષયક હાઈકુ વાંચી સંભળાવ્યા. શ્રી. સુરેશ બક્ષીએ રાબેતા મુજબ કેટલાંક મુકતકોની લ્હાણ કરીને શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા તો ફતેહ અલી ચતુરે, પ્રેમ અને ઇર્ષ્યા વિશેની શૂન્ય પાલનપુરીની એક ગઝલ રજૂ કરી હતી. શ્રી. કિરીટ ભક્તાએ પણ પોતાની એક કૃતિ રજૂ કરી હતી. શ્રી. પ્રશાંત મુન્શાએ, સ્વ, ગિરીશ દેસાઇના કાવ્યસંગ્રહ‘મારી મનોગંગા’માંથી એક રચના સંભળાવી હતી.
ભારતીબેન મજમુદારે બે અવસાન ના સમાચાર અને બે પૌત્રીના જન્મ અંગેના સમાચાર આપ્યા હતા. હ્યુસ્ટનના મૂકેશ ગણાતા શ્રી. પ્રકાશ મજમુદારે મૂકેશનું એક સદાબહાર ગુજરાતી ગીત ‘આપણ સૌએ, હરતાં ફરતાં પિંજરા, ઉપર બનાવ્યો મોર રૂડો ને એમાં ભર્યા નર્યા ચીંથરા રે….’ રજૂ કરીને શ્રોતાઓની વાહ વાહ મેળવી હતી. શ્રી. મનસુખ વાઘેલાએ વોટ્સ અપ પર આવેલ એક હિન્દી વાતનું ગુજરાતી ભાષાંતર વાંચી સંભળાવ્યું હતું. તો પ્રમુખ શ્રીમતિ ઇન્દુબેન શાહે ચિત્ર પરથી રચેલ એક ફોટોકુ રજૂ કર્યું હતું. સંસ્થાના સેક્રેટરી કમ ખજાનચી એવા શ્રી. સતિષ પરીખે ‘જીવન નીકળતું જાય છે’જેવા શબ્દો વાળું એક કાવ્ય વાંચ્યું હતું. અને સ્વ. ગિરીશ દેસાઇ સાથેના પોતાના સંસ્મરણો કહ્યા હતા.
શ્રી. મુકુંદ ગાંધીએ, કલાકુંજ સંસ્થાના ઉપક્રમે અગિયારમી ફેબ્રુઆરીના રોજ યોજાનાર એક, નૃત્ય અને સંગીતના કાર્યક્રમ અંગે માહિતી આપી હતી.
કાર્યક્રમના બીજા દૌરમાં, ‘જનરલ બોડી મીટીંગ’ અને ૨૦૧૭ના વર્ષ માટેની કમિટી નીમવાનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું. સેક્રેટરી અને હિસાબનીશ એવા સતિષ પરીખે ૨૦૧૬ના વર્ષના નાણાંકિય હિસાબોના લેખાજોખા સમજાવ્યા. પ્રમુખ શ્રીમતિ ઇન્દુબેન શાહે ૨૦૧૬ ના વર્ષ દરમ્યાન પોતાની કમિટી દ્વારા સંપન્ન થયેલા કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી હતી. ૨૦૧૬ ના વર્ષ દરમ્યાન હ્યુસ્ટન સાહિત્ય સરિતામાં ખ્યાતનામ સર્જકો નીલમ દોશી, પન્ના નાયક, ભાગ્યેશ ઝા, બળવંત જાની તથા અનિલ ચાવડા પધાર્યા હતા તે સમગ્ર બાબતોને આવરી લેતો વાર્ષિક અહેવાલ સૌની જાણકારી માટે સરસ રીતે રજૂ કર્યો હતો.
સતિષભાઇએ વર્ષ દરમ્યાન વિવિધક્ષેત્રે સાથ આપનાર સૌ સભ્યો અને ખાસ તો આજનીબેઠકમાં સહાયભૂત થનાર સૌ મિત્રોનો આભાર માન્યો હતો.
કાર્યક્રમના અંતમાં, સર્વાનુમતે ૨૦૧૭ ના વર્ષ માટે નીચે પ્રમાણે કમિટીની રચના કરવામાં આવી.
(૧) શ્રી. સતિષ પરીખ, પ્રમુખ
(૨) શ્રી. નિતીન વ્યાસ, ઉપપ્રમુખ
(૩) શ્રી. મનસુખ વાઘેલા, ખજાનચી/હિસાબનીશ
(૪) શ્રી. અશોક પટેલ, સલાહકાર.
એકંદરે હ્યુસ્ટન માટે અસાધારણ ઠંડીના આ દિવસે પણ ઘણાં સાહિત્યરસિકોએ હાજરી આપી બેઠકને સુંદર રીતે માણી હતી..સામૂહિક ફોટો લીધા બાદ સૌ વિખરાયા હતા.
અસ્તુ.
નવીન બેંકર
તદ્દન નગ્ન- લેખક ચંદ્રકાંત બક્ષી
તદ્દન નગ્ન : ત્યાગની ચરમ સીમા
: ચંદ્રકાંત બક્ષી
ત્યાગનું મહત્ત્વ લગભગ દરેક ધર્મે સ્વીકાર્યું છે. હિંદુ ધર્મગુરુ જે વસ્ત્રો પહેરે છે, ધોતી કે લુંગી કે કુરતું, કે જે ચાદર લપેટે છે એનો રંગ ભગવો છે, કારણ કે ભગવો હિંદુ રંગ છે. બીજું કોઈ પણ કારણ હોઈ શકે છે પણ મને એ રંગ હિંદુસ્તાનની મિટ્ટીનો લાગ્યો છે અને આ ભગવો રંગ કેસૂડાં કે ગુલમોરથી ઘઉં અને કેરીથી બદામ કે ચણા સુધીના વિવિધ હિંદુસ્તાની રંગો સુધી ફેલાઈ જાય છે. હજ પર જનાર મુસ્લિમનો લિબાસ સીવ્યા વિનાનું સફેદ કપડું હોય છે, કહેવાય છે કે મુસ્લિમ જીવંત હોય છે અને કફન પહેરીને પવિત્ર ભૂમિમાં પ્રવેશ કરે છે, બધાં જ સગાંસંબંધીઓની ક્ષમા માગીને અને જીવ્યા–મર્યાના જુહાર કરીને, ત્યાગને દરેક ધર્મમાં બહુ ઊંચા આસને મૂકવામાં આવ્યો છે પણ ત્યાગની પરાકાષ્ઠા કઈ ? નગ્નતા, સંપૂર્ણ નગ્નતા, નિર્વસ્ત્ર થઈ જવાની સ્થિતિ, સાધ્ય અને સાધકની વચ્ચે વસ્ત્રનો, આવરણનો, પોશાકનો પણ અવરોધ શા માટે ?
ખ્રિસ્તી ધર્મમાં સંત ફ્રાન્સિસ ઓફ એસીસીનું સ્થાન અત્યંત સન્માનનીય છે. ૧૩મી સદીમાં ફ્રાન્સિસે એક દૈવી સંદેશ સાંભળ્યો કે મનુષ્યની સેવા કરવા કરતાં ઈશ્વરની સેવા કર. ફ્રાન્સિસે દુનિયાની સ્વાર્થી પ્રવૃત્તિઓ છોડીને રક્તપિત્તિયાં, રુગ્ણોની, ભૂખથી પીડિત મુફલિસોની, અસહાયોની સેવા કરવી શરૂ કરી. પિતાને આ નાપસંદ હતું. એમણે પુત્રને કોર્ટમાં ઘસડી લાવીને ફરિયાદ કરી કે મારો પુત્ર આડી લઈને ચડી ગયો છે, એને સજા કરો! ફ્રાન્સિસ ત્યાં જ તદ્દન નગ્ન થઈ ગયા, સંપૂર્ણ ભૌતિક ત્યાગ, એ ઈશ્વર માટે જેને જીવન સમર્પણ કરવામાં આવ્યું. આ માણસે ખ્રિસ્તી ધર્મનો ‘ઓર્ડર ઓફ ફ્રાન્સિસ મેનર‘ સ્થાપ્યો. એમનું દેહાવસાન સન ૧૨૨૬માં થયું અને બે વર્ષ પછી એમને ખ્રિસ્તી ધર્મના સેઇન્ટ(સંત) બનાવવામાં આવ્યા. સેઇન્ટ ફ્રાન્સિસ ઓફ એસીસી વિશ્વની ધર્મપરંપરાઓમાં એક જ્વલંત નામ છે.
કાશ્મીરના ઇતિહાસમાં એક સ્ત્રીનું નામ આદરથી લેવાય છે. એ કોઈ ખાસ એક ધર્મની પુરસ્કર્તા ન હતી પણ અન્ય ધર્મીઓ પણ એની પૂજા કરતા હતા. એ સ્ત્રીનું નામ લલ્લા હતું અને કાશ્મીરમાં એવી કહેવત પડી ગઈ હતી કે બે જ વ્યક્તિઓની પૂજા થાય છે, એક અલ્લાહ અને બીજી લલ્લા! લલ્લાના ઘણા અનુયાયીઓ હતા અને એ એક રૂપસી સ્ત્રી હતી. કાશ્મીરની પૂજ્ય લલ્લા સમસ્ત જીવન તદ્દન નગ્ન જીવી હતી…
ગ્રીસના ઇતિહાસમાં ફિલસૂફ ડાયાજિનિસનું બહુ ઊંચું સ્થાન છે. ડાયાજિનિસ ચક્રમ પ્રકારનો પણ અત્યંત મેધાવી ફિલસૂફ હતો. એ મહાન એલેકઝાંડરના સમયમાં વિદ્યમાન હતો અને પ્રજામાં એને માટે બહુ માન હતું. એક વાર એલેકઝાંડરને ઇચ્છા થઈ ડાયાજિનિસને મળવાની અને નલસૂફને કોઈ જરૂર હોય તો સહાયતા કરવાની. એલેકઝાંડર એના રસાલા સાથે ડાયાજિનિસને મળવા ગયો ત્યારે ગ્રીક ફિલસૂફ ધૂપમાં નદીકિનારે બેઠો હતો. એ તદ્દન નગ્ન હતો. સમ્રાટ એલેકઝાંડરે પાસે આવીને ઝૂકીને ફિલસૂફ ડાયાજિનિસને પૂછયું કે પ્રભુ, હું તમારી શું સેવા કરી શકું છું? ડાયાજિનિસે કુતૂહલથી એલેકઝાંડર તરફ જોઈને કહ્યું : તું ખસી જા, દૂર ઊભો રહે… તું મારો તડકો રોકી રહ્યો છે !
નગ્નતા ઘણા પ્રાચીન ફિલસૂફોએ અપનાવી હતી. આપણે ત્યાં નાગા બાવાઓની એક પ્રશાખા છે જે હંમેશાં દરેક ઋતુમાં સંપૂર્ણ નગ્ન રહે છે. નાગા રહેવું એ ત્યાગની પરિસીમા છે જ્યારે અહંકારનું અંતિમ બુંદ ઓગળી જાય છે ત્યારે વ્યક્તિ નગ્ન થઈ જાય છે. નગ્નતા શરીરનું સત્ય સ્વરૂપ છે.
ભારતીય દર્શનશાસ્ત્રમાં નાગર્જુન એ નામ છે જે એના શૂન્યવાદ માટે પ્રસિદ્ધ છે. નાગાર્જુન એક બૌદ્ધ ભિક્ષુક હતા અને બૌદ્ધ ધર્મના અતિ પ્રસિદ્ધ નગ્ન ભિક્ષુ હતા. એ નગ્ન રહેતા હતા, એમણે કરેલી ચર્ચાઓનાં પ્રમાણો આજે પણ ઉપલબ્ધ છે. ચીનના તાઓવાદ પર નાગર્જુનના શૂન્યવાદની અસર છે એવી વાત છે. નાગર્જુનને એક રાણીએ રત્નજડિત સુવર્ણનું ભિક્ષાપાત્ર આપી દીધું એ પણ એમણે નિષ્પક્ષભાવે લઈ લીધું. પછી એ એક ખંડિયેરમાં ગયા અને એક ચોરને જોઈને એ રત્નજડિત સુવર્ણપાત્ર પણ એમણે ફેંકી દીધું કે જેથી ચોરને કામ આવે! નાગર્જુનનો વિચારસંબંધ સાધુતા સાથે હતો, ચોરીની પ્રકૃતિ સાથે ન હતો. નાગાર્જુનના શૂન્યવાદમાં બુનિયાદી વાતો હતી. ઘડો શું છે? અંદર જે ખાલી છે, જે શૂન્ય છે એ ઘડો છે, બહારની સપાટી ઘડો નથી. ઘર શું છે? બાહ્ય દીવાલો પર નથી, અંદર જે ખાલી જગ્યા છે, જેમાં જીવી શકાય છે એ ખાલીપણું, એ શૂન્યતા પર છે. મનુષ્યના દેહની અંદર જે ખાલીપણું છે, એ આત્મા છે, એ ચેતના છે. પદાર્થની અંદરની શૂન્યતા એ જ પદાર્થત્વ છે.
જૈનોના ૨૪ તીર્થંકરોમાં એક તીર્થંકરનું નામ છે : મલ્લિનાથ! આ તીર્થંકર પુરુષ નથી પણ સ્ત્રી છે અને એમનું નામ મલ્લિ હતું. મલ્લિબાઈ જૈન ધારાની અત્યંત પ્રતિભાવાન વિભૂતિઓમાં સ્થાન પામે છે. તત્કાલીન જૈન સાધુસમાજ અને શ્રાવકોના સમૂહોની વચ્ચે આ સ્ત્રી તદ્દન નગ્ન રહેતી હતી એ બતાવે છે કે એમનામાં વજ્ર જેવી સાહસવૃત્તિ હશે. જૈન ધર્મમાં જ્યાં સુધી નગ્નતા આવતી નથી ત્યાં સુધી અંતિમ અને ચરમ મુક્તિ નથી. મલ્લિબાઈ નગ્ન રહ્યાં અને પ્રજા માટે પૂજનીય અને સ્વીકાર્ય બન્યાં. એમના અવસાન પછી તરત જ એમનું નામ બદલી નાખવામાં આવ્યું અને આ તીર્થંકર મલ્લિનાથ બની ગયાં.
પણ નગ્નતાને સર્વોચ્ચ આધ્યાત્મિક ઊંચાઈ જે નામે આપી છે એ નામ છે : ભગવાન મહાવીર. જૈન ધર્માચાર્યોમાં મહાવીર કરતાં ઊંચું નામ નથી. જૈન ધર્મ શબ્દ દિગમ્બરનો અર્થ પણ સૂચક છે. દિગમ્બર શબ્દ સામાન્યતઃ નગ્ન માટે વપરાય છે પણ એનો શબ્દાર્થ થાય છે એ વ્યક્તિ જેને માટે દિક્(દિશાઓ) એ જ અંબર(વસ્ત્ર) છે. દિશાઓ જેનાં વસ્ત્રો છે એ પ્રજા પણ જૈનધર્મીઓની એક પ્રમુખ શાખા છે : દિગમ્બર જૈનો. મહાવીર સ્વામીએ જ્યારે એમની સ્વદમન સાધના શરૂ કરી ત્યારે એ સંપૂર્ણ નગ્ન બની ગયા અને મૂઢ લોકોએ એમને નગ્ન જોઈને પથ્થરો માર્યા હતા! અને એક દિવસ આવે છે જ્યારે પથ્થરો મારનારા જ પૂજા–અર્ચના કરે છે.
ભારતીય બૌદ્ધિક ધારામાં મહાવીરનું એક પ્રચંડ યોગદાન રહ્યું છે. જૈન અનુયાયીઓમાં શ્વેતાંબરો અને દિગમ્બરો નામની બે શાખાઓ છે અને દિગમ્બર મતાનુયાયીઓ માને છે કે મહાવીર દિગમ્બર હતા. એ નગ્નવસ્થામાં જીવતા હતા. એ દૃષ્ટિએ દિગમ્બરોની વાત વિશેષ તર્કગત અને પ્રમાણિત લાગે છે. લગભગ સમગ્ર જૈન ર્મૂિતવિદ્યાન નગ્ન, ધ્યાનસ્થ, પદ્માસનમાં બેઠેલી પ્રતિમાઓનું છે. નગ્નતા ત્યાગની અંતિમ ગતિ છે એ વિશે મતાંતરને કોઈ અવકાશ નથી. નગ્નતા એ પ્રામાણિકતા છે જે માણસને ર્નિિવચાર કરી શકે છે. પૃથ્વી પરનું દરેક ફૂલ, દરેક વનસ્પતિ, દરેક પશુ, દરેક જળચર, દરેક ખેચર, દરેક જંતુ, દરેક કીટાણુ નગ્ન છે. માત્ર મનુષ્યને જ પરિગ્રહ છે પોશાકનો. પોશાક વાસનાને જન્મ આપે છે? નગ્નતાવાદીઓનું તો એમ જ કહેવું છે…
So fresh and so clean.
મારા સ્ફોટક વિચારો
મારા સ્ફોટક વિચારો
ફ્રેન્કલી સ્પીકીંગ, મને ફોટોકુ અને હાયકુમાં બિલકુલ રસ પડતો નથી.
ખાલી શિષ્ટાચાર ખાતર, ‘સરસ’ એવો પ્રતિભાવ લખું છું અને તરત જ ડીલીટ કરી નાંખું છું. મને સીધેસીધુ ગદ્યસર્જન જ વધુ ગમે છે. ઇવન, કાવ્યોમાં ય અમુક વિષયના કાવ્યો ગમે.
આપે મીટીંગમાં રજુ કરેલ ‘મારે શું કરવું’ જેવા કાવ્યો ગમે. ‘પ્રકૃતિ અને પ્રભુને’ લગતા કાવ્યો ન ગમે. મને પ્રભુના અમુક સ્વરૂપોમાં ક્યારેય સૌંદર્ય દેખાતું જ નથી. રાધા-કૃષ્ણ ના પ્રેમપ્રસંગોને ગ્લોરીફાય કરતા ગીતો , કાવ્યો કે ભજનો નો હું પુરસ્કર્તા નથી. ટીવી પર આવતી ‘મહાબલી બજરંગબલી’ કે ‘સુર્યપુત્ર કર્ણ’ની કપોળકલ્પિત વાર્તાઓ જોવાની મજા જરૂર આવે , બાકી એમાંની એકે ય વાતને હું સત્ય સમજતો નથી. એ જમાના ના લેખકો /કવિઓએ રચેલી કલ્પિત વાર્તાઓથી વિશેષ કશું જ વધારે મહત્વ મારે માટે નથી. ઇવન, રામાયણ કે મહાભારત પણ મારે મન, તો કપોળકલ્પિત નવલકથાઓ જ છે. કોઇ ધર્મગ્રંથો નથી. બાળપણથી મને મૂર્તિપૂજામાં શ્રધ્ધા નથી. મંદીરમાં પ્રસ્થાપિત કરેલી કોઇ જ ભગવાનની મૂર્તિને હું ભગવાન સમજતો નથી. મારી શ્રધ્ધાવાન પત્નીની ધાર્મિક લાગણીને ઠેસ ન પહોંચે એટલા ખાતર, એની સાથે મંદીરમાં જઈને મૂર્તિ સમક્ષ નતમસ્તકે ઉભા રહેવાનો અભિનય હું કરૂં છું.ભજનો ગાતી વખતે પણ એના સંગીત અને ઢાળને કારણે એ ગમે, પણ એમાં પ્રભુની પ્રશસ્તિને હું દિલથી સ્વીકારતો નથી. ધર્મના વિવિધ સમ્પ્રદાયોમાં મને શ્રધ્ધા નથી.કોઇ જ સંપ્રદાયના ગુરૂને હું, ભગવાન કે પ્રગટબ્રહ્મસ્વરૂપ માનતો નથી.
હું નાસ્તિક નથી. કોઇ એક સર્વશક્તિમાન પ્રભુના અસ્તિત્વને હું માનું છું. છેક નાનપણથી મારા મન-મસ્તિષ્કમાં પ્રભુની એક મૂર્તિ-સ્વરૂપ દ્રઢ થયેલું છે તે શિવજીનું છે. ભલે એ કલ્પિત હોય, પણ જ્યારે હોસ્પિટલમાં, મને સ્ટ્રેચર પર નિર્વસ્ત્ર કરીને સર્જરિ વખતે, સર્જરિના વોર્ડમાં સુવડાવે છે અને સર્જન, એનેસ્થેશિયોલોજીસ્ટ મારી આસપાસ ઉભા હોય છે અને હું ફરી ભાનમાં આવીશ કે મારી આંખો કદી નહીં ઉઘડે એવી દ્વિધા વખતે જે મૂર્તિનું મારાથી સ્મરણ થઈ જાય છે તે માત્ર શિવજીનું જ કાલ્પનિક સ્વરૂપ હોય છે. ભવિષ્યમાં, મારી પત્ની ના રહે ત્યારે, હું બધા જ સ્વરૂપોના ફોટાઓ અને મૂર્તિઓ ને ગાર્બેજ કરી નાંખીને, માત્ર એક શિવજીની નાનકડી છબી જરૂર રાખું. એટલો આસ્તિક હું જરૂર છું.
પરસ્પરની સંમતિથી થયેલા શરીરસંબંધને હું પાપ માનતો નથી. પછી ભલે એ લગ્નેતર સંબંધ કેમ ન હોય ! It is my body and I have right to use it as I wish ! ‘લગ્ન’ એ શારીરિક સંબંધ કરવા માટેનું સામાજિક લાયસન્સ માત્ર છે. એક પુરૂષ બે સ્ત્રીઓને પ્રેમ કરતો હોય અને પત્નીને હર્ટ કર્યા વગર બન્ને સંબંધોને , અલગ અલગ કમ્પાર્ટમેન્ટ્સમાં રાખીને જિન્દગી જીવતો હોય તો ઇટ્સ ઓલરાઈટ ! એવું જ વાઇસાવર્સા માનવું.
આજના જમાનામાં, એક સ્ત્રી, પ્રેમ કર્યા વગર કોઇને પરણી હોય અને વર્ષો સુધી એના પતિ અને બાળકો સાથે જીવન વિતાવ્યા પછી એના જીવનમાં બીજો, મનને ગમતો માણિગર પ્રવેશે અને પરસ્પરની સંમતિથી શરીરસુખ ભોગવવાની તક ઉભી થાય તો મારા મતે કોઇ પાપ નથી. બશર્તે કે એના પતિને જાણ ન થાય અને સંસારમાં બખેડો ઉભો ન થાય ! આપની રચનામાં, આપ કહો છો તેમ-
‘સમજાય ના જે પ્રેમપત્રો, એ વાંચીને મારે શું કરવું’
‘સમજી ના શકું જે રાગને, એ જાણી મારે શું કરવું’
ગદ્યમાં પણ ગુજરાતી ભાષામાં લખાયેલું ગદ્ય વધુ ગમે. અંગ્રેજીમાં લખાયેલા ગદ્યની ભાષા મને સ્પર્શતી નથી.
મહેન્દ્ર પુનાતરનો એક લેખ
સુખ અને દુ:ખ આપણી પોતાની સર્જત છે. જેવી આપણી આકાંક્ષા હોય એવું મળે છે. કામ, ક્રોધ, લોભ અનેમોહ આપણને સારું હકીકતમાં જેવું છે તેવું જોવા દેતો નથી.માણસ અમુક ઉંમરે પહોંચે છે એટલે મોટા ભાગનું કાર્ય પૂરું થઈ જાય છે. શક્તિ અને ક્ષમતા મુજબ જે કાંઈમળવાનું હતું તે મળી જાય છે. પછીના જે વર્ષો હોય છે તે નફાના હોય છે. નફાને નુકસાન ગણીને ચાલીએ તોદુ:ખી થઈ જઈએ. જીવનના આ વર્ષોમાં જંજાળ ન છોડીએ અને બધું પકડી રાખીને બેસી રહીએ અને અંતસમયે અફસોસ કરીએ તો કેમ ચાલે. આપણે શા માટે જીવીએ છીએ, ધન એકઠું કરવા માટે? કીર્તિ અનેપ્રસિદ્ધિ માટે? સંતાનોને સલાહ આપવા માટે? હજુ કયા માન, ચાંદ મેળવવાના બાકી છે? અત્યાર સુધી જેજીવન જીવ્યા હતા તે ખરેખર જીવન હતું? શરૂઆતના વર્ષોમાં ધન, પદ અને પ્રતિષ્ઠા માટે જેટલા ઉધામાકરવાના હતા તે કરી નાખ્યા. જુઠ્ઠી શાન શોહરતમાં અને આડંબરમાં જીવ્યા અને જીવનના કિંમતી વર્ષોગુમાવી દીધાં. હવે બાકીનાં વર્ષોમાં જીવનને માણીએ. મસ્ત બનીને રહીએ. જે આપણને મળ્યું છે અને જેઆપણી પાસે છે તેનો અહેસાસ અનુભવીએ. સંતોષથી રહીએ. ચિંતા, ભય, રાગ–દ્વેષ છોડીને શાંતિ અનેઆનંદથી જીવન પસાર કરીએ.
જીવનનાં બધાં કામો યોગ્ય સમયે કરી લેવાના હોય છે. સમય અને સંજોગો બધા સમયે સરખા રહેતા નથી.પરિસ્થિતિ પલટાયા કરે છે. કાળનું ચક્ર ફર્યા કરે છે. તમારી પાસે શું છે અને કેટલું પ્રાપ્ત કર્યું છે તેનું બહુમહત્ત્વ નથી. પણ તમે તેનો કેટલો આનંદ માણ્યો તેમાંથી કેટલું સુખ મેળવ્યું તેનું મહત્ત્વ છે. જીવનની બધીજ આપાધાપી સુખ મેળવવા કરીએ છીએ અને છેવટે દુ:ખ વહોરી લઈએ છીએ, કારણ કે સુખને આપણે ધન,પદ, કીર્તિ અને પ્રસિદ્ધિમાં સિમીત કરી નાખ્યું છે. આપણે એમ સમજીએ છીએ આ બધું. મળે એટલે સુખી થઈગયા, પરંતુ જ્યારે આ બધું મળી જાય છે ત્યારે ખ્યાલ આવે છે કે ધારતા હતા એવું સુખ આમાં નથી. માણસવિચાર કરે છે ધન, દૌલત, સંપત્તિ બધું મેળવી લઈએ પછી સુખેથી જીવશું, પરંતુ એવો સમય કોઈને માટેકદી આવતો નથી. ઉંમર થાય પછી શક્તિઓ ક્ષીણ થતી જાય છે. કહેવાતું સુખ હોય તો પણ માણી શકાતુંનથી.જીવન માટે ભવિષ્યનું કોઈ મહત્ત્વ નથી. વર્તમાન જ મહત્ત્વનો છે. આજે આપણી પાસે જે કાંઈ છે તેનોઉપયોગ કરી લેવો જોઈએ. ભવિષ્યની ચિંતામાં આજના સુખને જતું કરવા એ ખોટનો સોદો છે. વર્તમાનમાંરહેવામાં અને માણવામાં જીવનની સાર્થકતા છે. ધર્મ, પુણ્ય અને કોઈ સારું કામ કરવું હોય તો આજ કરી લેવુંજોઈએ. આજનો ભાવ કાલ પર ઠેલી શકાય નહીં. આજે જે અવસર છે તે કાલે આવવાનો નથી.
પ્રતિક્ષણ જગત બદલાયા કરે છે. પરિસ્થિતિ પલટાયા કરે છે. સમયની રફ્તારમાં મનુષ્યની ગતિ ધીમી છે.એટલે ઘણું કરવાનું બાકી રહી જશે. પરંતુ તેનો અફસોસ કરવાથી કોઈ ફાયદો નથી. કાલ આવશે ત્યારેમાણસ વધુ કમજોર બની ગયો હશે. આજે જે કામ, ક્રોધ, ઘૃણા અને જલન છે તે કાલે વધુ માત્રામાં હશે.સમયની સાથે માણસ નબળો પડતો જાય છે અને દુર્ગુણોની જડ વધુ મજબૂત બનતી જાય છે.
મનુષ્યએ ઘણી પ્રગતિ કરી છે. સુખ સગવડતાના અનેક સાધનો હાંસલ કર્યા છે. આમ છતાં રાગ–દ્વેષ, માન–અભિમાન, દુ:ખ પીડા, ચિંતા – એકલતા અને શાંતિ માટેની ઝંખના વગેરે એના એ જ રહ્યા છે. જગતમાં શુંબની રહ્યું છે. તેના કરતાં આપણી અંદર શું બની રહ્યું છે. તે વિચારવું જોઈએ. જીવનના બધા સુખો મળશે,પરંતુ પ્રેમ, સ્નેહ અને સહાનુભૂતિ જો નહીં મળે તો આ સુખનો આનંદ માણી શકાશે નહીં. પ્રેમ એ જીવનનુંઅમૃત છે. ઘણાં માણસો પ્રેમ, સ્નેહ હૂંફ ન મળવાના કારણે સમય કરતા વહેલા મરતા હોય છે. સ્વાર્થ, લોભઅને અહંકાર સાથે પ્રેમ રહી શકતો નથી. આ બધું વિસર્જિત થાય ત્યારે પ્રેમ પ્રગટ થાય છે. જેને પ્રેમ–સ્નેહમળે છે તેને બીજા કશાની જરૂરત રહેતી નથી. પ્રેમ જેટલો વિસ્તૃત બને, જેટલો વહેંચાય એટલો વધે છે.આપણે જે આપીએ છીએ તે પાછું આપણા તરફ એક યા બીજા સ્વરૂપે આવે છે. આપણે જે મેળવવા ઈચ્છતાહોઈએ તેની સામે કાંઈક આપવું પડે. આપણે સુખ મેળવવા માગતા હોઈએ તો બીજાને સુખ આપવું પડે.કંટકો વાવીને પુષ્પો મેળવી શકાય નહીં.જીવનમાં સુખ–દુ:ખ, ચડતી–પડતી સફળતા–નિષ્ફળતા આવ્યા કરે છે. સુખ જલદીથી સમાપ્ત થઈ જાય છે.તેમાં સમયનો ખ્યાલ રહેતો નથી. દુ:ખ લાંબુ ચાલે છે કારણ કે તેને આપણે મનમાંથી દૂર કરી શકતા નથી.જે વસ્તુ જ્યાં સુધી માણીએ ત્યાં સુધી આપણી રહે છે. તેમાંથી આનંદ લુપ્ત થઈ જાય પછી તેની કોઈ કિંમતરહેતી નથી. તિજોરીમાં કે બેન્કોમાં લાખો રૂપિયા પડ્યા હોય પરંતુ તેને માણી શકાતા નથી. તેના વિચારથીસુખ દુ:ખ અનુભવી શકાય છે. મોટા ભાગના સુખો ધારણાના હોય છે.
જીવનમાં બે વસ્તુ અનિશ્ર્ચિત છે. એક જન્મ અને બીજું મૃત્યુ. જે આપણા હાથમાં નથી. કાળને કોઈ રોકીશકતું નથી. શુભ ભાવ રાખવો, સારું ચિંતન કરવું. પ્રાપ્તિ અને અભાવ બંનેમાં આનંદ માણવો. કોઈ વસ્તુપ્રત્યે આસક્તિ રાખવી નહીં. કવિ દલપતરામે લખ્યું છે તેમ… ‘એક દિન હાથી, એક દિન ઘોડા, એક દિનપાવસે ચલનાજી. એક દિન લડ્ડુ, એક દિન રોટી, એક દિન ફક્કમ ફક્કાજી’. સારું ખાધું, સારું પીધું. સુખ–ચેનથીરહ્યા એક દિવસ કોઈ ચીજ ન મળી તેથી શું? જીવનમાં કેટલીક વસ્તુઓમાં ચલાવી લેતા પણ શીખવું જોઈએ.જીવતા આવડે તો જીવન આનંદ ઉત્સવ છે, નહીંતર દુ:ખનો દરિયો.
ઘણું છોડ્યા પછી, થોડાની સાથે જીવવાનું છે,ફગાવી દો વજન, નૌકાની સાથે જીવવાનું છે. ( રઈશ મનીઆર )(મહેન્દ્ર પુનાતરના એક લેખને આધારે )Navin Banker (713-818-4239)
My Blog : navinbanker.gujaratisahityasarita.org
Ek Anubhuti : Ek Ahesas.Kindly remove my name and address before forwarding this e-mail. We have no control over who will see forwarded messages! This keeps all our Personal Contacts lists Private and Stops Intruders & Spammers..
,
—
શ્રધ્ધાંજલિ મ્યુઝીકલ ટ્રીબ્યુટ- સ્વ.પંડીત ભીખુભાઇ ભાવસારને.
,
- 4 Attachments
- View all
- Download all
-
Bhikhu & Pt. Jasraj.JPG
-
Bhikhu Bhavsar.JPG
-
Hemant,Ravin & Navin.JPG
-
Ravin Naik-Singer.JPG
ફોટોકુ, હાયકુ અને ફેઇસબુક
My Blog : navinbanker.gujaratisahityasarita.org
ગુજરાતી સાહિત્ય સરિતા ની ૧૫૯મી બેઠક અને ‘જનરલ બોડી મીટીંગ’-અહેવાલ શ્રી નવીન બેંકર
(૧) ડાબી બાજુથી- જુના બોર્ડ મેમ્બર્સ- ઉપપ્રમુખ શ્રી. નિખીલ મહેતા, શ્રીમતિ દેવિકા ધ્રુવ (સલાહકાર),
ખજાનચી શ્રી. નરેન્દ્ર વેદ અને પ્રમુખ શ્રી. ધવલ મહેતા,
નવા બોર્ડ મેમ્બર્સ- ડોક્ટર ઇન્દુબેન શાહ,શ્રીમતિ પ્રવિણાબેન કડકિયા અને સલાહકાર શ્રી. અશોક પટેલ.

ગુ.સા. સ.ની ગૌરવભરી સભાના સભ્યો.

















