એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » અહેવાલ » હ્યુસ્ટનમાં ગઝલના અભિસારની રાત- ૬,જુલાઇ૨૦૧૨

હ્યુસ્ટનમાં ગઝલના અભિસારની રાત- ૬,જુલાઇ૨૦૧૨

July 18th, 2012 Posted in અહેવાલ

છઠ્ઠી જુલાઇને શુક્રવારની એ રાત ગઝલના અભિસારની રાત હતી.

એ રાત હતી હૈયે પ્રેમ માર્દવના આવિષ્કારની રાત….

એ રાત હતી વસંતની વેણીએ બંધાયેલા ફૂલની મીઠી વ્યગ્રતાની રાત…

એ રાત હતી દર્દે ગમની આંચે શેકાઇને જીવનના રુપને પાકીઝગી બક્ષવાની રાત….

—–હમ તુમ રેડીયો ૧૪૮૦ AM KQUE અને દુઆ ટીવી 28.2 KUGB ના ઉપક્રમે હ્યુસ્ટનના સ્ટેફોર્ડ સિવિક સેન્ટર ખાતે બદલતે મૌસમશિર્ષક હેઠળ હિન્દી-ઉર્દુ ગઝલોનો એક અતિભવ્ય કાર્યક્રમ યોજાઇ ગયો. ગઝલગાયક હતા જી.એસ.ચંદ્રા.તેમને તબલા પર સાથ આપ્યો હતો ઉસ્તાદ તારેક અલી ખાં સાહેબે,સારંગી પર પંડીત રમેશ શર્માજી,ફ્લ્યુટ પર અને ઇલેક્ટ્રીક ઓર્ગન પર હતા ખૂબસુરત યુવાન કલાકાર અનીસ ચંદાની સાહેબ. લકીશા નામની એક ગાયિકા અને મોડેલે પણ શોભામાં અભિવ્રુધ્ધી કરી હતી.ઉસ્તાદ તારીક અલી ખાં સાહેબને પાકિસ્તાની પ્રેસિડેન્શિયલ એવોર્ડ મળેલો છે.સારંગીવાદક શ્રી.રમેશ મિશ્રાને ભારતમાં પ્રેસિડેન્શિયલ એવોર્ડથી નવાજવામાં આવેલા છે.અનીસભાઇ તો અગાઉ પણ ચાર-પાંચ વખત વિવિધ ગાયકો સાથે બંસરીવાદન દ્વારા હ્યુસ્ટૉનિયનોના મન મોહી ચૂક્યા છે.

કાર્યક્રમની શરુઆતમાં શ્રી. દુરાની સાહેબે પોતાના આગવા અંદાઝમાં કલાકારોનો પરિચય કરાવ્યો. દુઆ ટીવી વાળા સંગીતાબેન દુઆએ આયોજકો અને ઉપસ્થિત રહેલા શ્રોતાઓનું અભિવાવદન કર્યું હતું.

કલ ચાંદનીકી રાત થી,

કુછને કહા,ચાંદ હૈ, કુછને કહા ચહેરા તેરા..

હમભી વહીં મૌજુદ થે, હમસે ભી સબ પુછા કિયે,

હમ હંસ લિયે હમ ચૂપ રહે, મંજુર થા પરદા તેરા……

         ********

થોડીસી જામ પી લી હૈ

ડાકા તો નહીં ડાલા, ચોરી તો નહીં કી….

*******

જગજીતસીંઘની આહિસ્તા…આહિસ્તા..‘ 

ઔર ન જાને કિતકિતની ગઝલેં પેશ હુઈ…તીન ઘંટે તક એક હી ગઝલકાર ગાતા ગયા..બસ..દિલ ખોલકર ગાતા ગયા…ઔર..શ્રોતાલોગ દાદ પર દાદ દેતે ગયે…વાહ..વાહ..ક્યા ખૂબ..ઇર્શાદ..ઇર્શાદ…

ચંદ્રાસાહેબના સ્વરમાં જે સમ્રુધ્ધી હતી, લચક હતી, જે માર્દવ અને મીઠાશ હતા એ, એટલું તો અભુતપુર્વ હતું કે જેણે એ મહેફિલ માણી હોય એ જ સમજી શકે.

જે જે ગઝલો રજૂ થઈ તેમાં વિષય, ભાવ,વિચાર,રીતિ, નિરુપણ પરત્વે ગઝલગાયક શ્રી. ચંદ્રા સભાન રહ્યા જણાતા હતા.એમની એ સભાનતા  એમની ગાયકીમાં વાસ્તવલક્ષી સમજને કારણે જણાઇ આવતી હતી. એમની ગાયકીમાં, પ્રણયની, પ્રક્રુતિની,સાંપ્રત વિષયપરિસ્થિતીની, જીવનના ઉલ્લાસની, વેદનાની એમ તમામ વિષયો અને વિચારોનું નિરુપણ થયું હતું. રજૂ થતી દરેક રચના કશુંક નવું પ્રગટાવતી હતી અને ગઝલોને માણવાનો ભાવકોને અવસર મળતો હતો.સત્વ અને વૈવિધ્યની દ્રષ્ટીએ રજૂ થયેલી ગઝલોની સમ્રુધ્ધી ભાવકના મન અને હ્ર્દયને સ્પર્શી જતી હતી.

સાઉન્ડ સીસ્ટમ શ્રી. દર્શક ઠક્કરે સંભાળી હતી.

રાત્રે બાર વાગ્યે મદહોશ વાતાવરણમાં મહેફિલ બરખાસ્ત થઈ હતી.

આ કાર્યક્રમ   MASS  માટેનો ન હતો-   CLASS  માટેનો હતો એટલે સ્વાભાવિક રીતે પ્રેક્ષકો-શ્રોતાઓની હાજરી પાંખી હોય.

આવો સુંદર કાર્યક્રમ હ્યુસ્ટનની ગઝલપ્રેમી જનતા સમક્ષ રજૂ કરવા બદ્લ હમતુમ રેડિયો અને દુઆ ટીવીના સંચાલકો પ્રશંસાને પાત્ર છે.     અસ્તુ…

નવીન બેન્કર
૭૧૩-૭૭૧-૦૦૫૦
Navin Banker
http://navinbanker.gujaratisahityasarita.org/ Phone No: 713 771 0050

One Response to “હ્યુસ્ટનમાં ગઝલના અભિસારની રાત- ૬,જુલાઇ૨૦૧૨”

  1. સ્નેહી શ્રી નવીનભાઈ,

    આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને આપનો અભિપ્રાય આપ્યો એ
    બદલ આપનો આભારી છું.

    આપનો ઈ-મેલ મને આપના આ બ્લોગ સુધી લઇ આવ્યો.

    હું આપને સામયિકોમાં -ગુજરાત ટાઈમ્સ વી-આપની વાર્તાઓથી જાણું
    છું.મારા એક પિત્રાઈ ભાઈ ચીમન પટેલ જેઓ હ્યુસ્ટનમાં રહે છે એમના
    પુસ્તક હળવે હૈયેમાં આપે આપનો અભિપ્રાય લખેલો એ મેં વાંચ્યો
    હતો. આપના સાહિત્યથી આપ ગુજરાતી ભાષાની સારી સેવા કરી રહ્યા
    છો એ માટે આપને અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ.

    આવી રીતે મળતા રહીશું.

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.