એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » સંકલન્ » કવયિત્રી પન્ના નાયકનું એક કાવ્ય

કવયિત્રી પન્ના નાયકનું એક કાવ્ય

January 5th, 2014 Posted in સંકલન્

પન્ના નાયકનું એક  ગીત

આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ,

રંગની લીલા જોઇને મારાં નેણ તો ન્યાલમન્યાલ.

રાતનું વહેતું શ્યામ સરોવર, એમાં નૌકા શ્વેત,

સમજું નહીમ કે ચાંદ ઉગે કે ઊગતું કોઇનું હેત.

આજ તો મારી સાવ સુંવાળીઃ લીલીમલીલી કાલ,

આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.

પવન પોતે ઝાડ થઇને, ડોલતો રહે હરિયાળું,

મનમાં હવે કયાંય નથી કોઇ કરોળીયાનું જાળું.

ગમતીલા ગુલાલમાં વેરે કોઇ તો વહાલમવહાલ,

આભનો ભૂરો રંગ ને મારા ફૂલનો લાલમલાલ.

( કાવ્યસંગ્રહવિદેશિનીમાંથી)

-‘દેશવિદેશના રજતજયંતિ સંમેલન વિશેષાંક૨૦૦૬માંથી સાભાર

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.