એક અનુભૂતિઃ એક એહસાસ

નવીન બેન્કર
Home » અહેવાલ » એક અનોખો સંગીત-કાર્યક્રમ

એક અનોખો સંગીત-કાર્યક્રમ

August 16th, 2011 Posted in અહેવાલ

 

હ્યુસ્ટનમાં હમણાં છઠ્ઠી ઓગસ્ટે એક અનોખા, સુંદર સંગીતના કાર્યક્રમમાં જવાનું થયું.હ્યુસ્ટનના જ એક કવિ, સાહિત્યરસિક મિત્ર અને વિશિષ્ટ માસ્ટર ઓફ સેરિમની ( ઉદઘોષક ) તરીકે ખ્યાતનામ એવા શ્રી.રસેશ દલાલની દીકરી પોતાના નવજાત પુત્ર  આરવને લઈને પિતાને ઘેર આવી  હતી એ નિમિત્તે દાદાશ્રી રસેશભાઇ અને તેમના ધર્મપત્ની દીપાબેને થોડાક સગાં-સ્નેહીઓ અને મિત્રોને વેસ્ટહેમર અને બ્રાયરફોરેસ્ટના જંક્શન પર આવેલા આશિયાનારેસ્ટોરન્ટમાં એક સ્નેહમિલન જેવું કાંઇક રાખ્યું હતું.ભોજન ઉપરાંત સંગીતસંધ્યા જેવું પણ કંઇક ખરું.મને તો એમ કે જમી, નવજાત શિશુને શુભેચ્છા પાઠવી, બેચાર ગીતો સાંભળીને ઘરભેગા થઈ જાશું. 
પણ..જ્યાં સ્ટેજ પર હ્યુસ્ટનની સ્વરકિન્નરી સ્મિતા વસાવડાને જોયા અને તેમની વિશિષ્ટ રજુઆત જોઇ કે બસ..સમગ્ર કાર્યક્રમ માણ્યા વગર ન રહેવાયું. એવું તે શું હતું એ કહેવાતી વિશિષ્ટ રજુઆતમાં ?
શરુઆત રાબેતા મુજબ પ્રાર્થનાથી કર્યા પછી સ્મિતાજીએ નવજાત શિશુને લગતા કેટલાક ગીતો, જન્મને લગતા ગીતો, હાલરડા,પા પા પગલીના ગીતો..શિવાજીનું હાલરડુ..ને એવું બધું યાદ કરી કરીને રજુ કર્યું કે કશુંક નવું નવું સાંભળવાનો મોકો મળ્યો.સ્મિતાજી પોતે પણ મહુવા-ભાવનગર બાજુના નાગરકન્યા છે એટલે રૂપ અને સંગીત તો વારસામાં હોય જ.કેટલાક કાવ્યો પણ વચ્ચે વચ્ચે રજુ કર્યા..કાનજીની વેબસાઈટ વાળું કાવ્ય, શિવાજીનું હાલરડુ, ‘તમે મારા દેવના દીધેલ છો‘, ‘ઠુમક ઠુમક ચલત રામચંદ્ર બાજત પેજનિયાજેવા ગીતો પર શ્રોતાઓએ મન મુકીને દાદ આપી હતી.
 હ્યુસ્ટનના નાટ્યકલાકાર, ભજનીક અને સંગીતકાર એવા શ્રી.હેમંત ભાવસાર અને યોગીનાબેન પટેલે થોડીક મીનીટોની, રંગલો અને રંગલાની સ્કીટ રજુ કરીને શ્રોતાઓને રંગમાં લાવી દીધા હતા.
સ્મિતાબેન વસાવડાની સાથે વોઈસ ઓફ મુકેશ તરીકે હ્યુસ્ટનમાં ખ્યાતનામ થઈ ગયેલા શ્રી. ઉદયન શાહે પણ કેટલાક જાણીતા ફિલ્મી ગીતો રજુ કર્યા હતા.સંગીતમાં તેમને સાથ આપ્યો હતો શ્રી. મહેંદી ખોજાએ અને સાઈડ રીધમ પર શ્રી.હેમંત ભાવસારે.
ભોજન પછી આમંત્રિતોની ફરમાઈશો પર આ બન્ને ગાયકોએ કેટલાક ફિલ્મી ગીતો પણ રજુ કરીને શ્રોતાઓના મન મોહી લીધા હતા.તુજે દેખ દેખ સોના‘,’જીયા ધડક ધડક‘,યે શામ મસ્તાની‘,હોઠોંસે છુ લો તુમ,મેરા ગીત અમર કર દો‘,’આજા સનમ મધુર ચાંદનીમેં‘,’રમૈયા વસ્તાવૈયા‘,’મુજે જીવનકી ડોરસે બાંધ લિયા હયજેવા ગીતો પર શ્રોતાઓએ મનભેર અને માનભેર દાદ આપી હતી.
સ્મિતાબેન વસાવડાના સ્વરમાં રજુ થયેલા ગીતો સાંભળીને સંગીત રસિક શ્રોતાઓ સુંદર નિરામય સંગીતનો આસ્વાદ માણી શકે છે.કાવ્યો, ગીતો, ભજનો અને ગઝલોને આકર્ષક અને આગવી છટામાં રજુ કરીને તેઓશ્રી ગુજરાતી ભાષા અને સંગીતની સાધનામાં ઉત્તમ ફાળો આપે છે. બાળકના જન્મના ઉત્સવના હાલરડા હોય કે કોઈની શોકસભામાં ભજનો હોય, સ્વજનોના સુખમાં શુભેચ્છા પાઠવવાની હોય કે દુઃખમાં સાંત્વન દેવાનું હોય…તેમનો સ્વર,
સંગીતનો ધબકાર સંભળાવે જ. તેમના મીઠા સ્વરમાં આનંદની ખૂશ્બુ છે તો સાથે સાથે પ્રેમનું ગુંજન પણ છે.સ્મિતાબેનની વાણી  સાંભળીએ એટલે એમના કંઠની કમાલનો અનુભવ થાય જ. એમના શબ્દ અને સ્વર આપણા કાનમાં અત્તરનું પુમડુ થઈને મહેંક્યા કરે. એ લીન અને તલ્લીન થઈને ગાય અને આપણે સંગીતના તાલે ડોલ્યા જ કરીએ.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીનલબેન વકીલે સૂપેરે કર્યું હતું. રસેશ દલાલ ઉત્તમ ઉદઘોષક હોવાં છતાં આ વખતે તેમણે સ્ટેજથી છેટા રહીને માઈકને એવોઈડ કર્યું લાગતું હતું. આમંત્રિતોમાં તેમના સગાંસંબંધીઓ ઉપરાંત વલ્લભ પ્રીતિ સેવા સમાજના શ્રીજી-ભક્તો, કમીટીના સભ્યો અને મારા જેવા કેટલાક મિત્રો હતા.
રસેશભાઈ-દીપાબેન, આવો સુદર કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન અને નાનકડા શિશુ આરવને તેના સુખી અને સ્વસ્થ જીવન માટે શુભાશિષો.
 
નવીન બેન્કર
૭૧૩-૭૭૧-૦૦૫૦

One Response to “એક અનોખો સંગીત-કાર્યક્રમ”

  1. NavinBanker says:

    vaah..I missed it.

Leave a Reply

Archives

Recent Posts

Categories

Recent Comments

Meta

Recent Comments

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.